કૉપી-પૅસ્ટની મહારામાયણ

મિત્રો આપ સૌ તો જાણો જ છો કે ગુજરાતી વિશ્વ બ્લોગ જગમાં કૉપી-પૅસ્ટને કારણે કેટલાય ઝઘડા(અહિ ઉલ્લેખવાની જરુર નથી) થયા છે/રહેશે.પરંતુ કેટલાક લોકોના મહત્વના ફાળાને કારણે તેનુ પ્રમાણ જળવાઇ રહ્યુ છે.(વધ્યુ નથી.)

હવે મૂળ વાત પર આવીએ.જ્યારે કેટલાક લોકો નવો-સવો બ્લોગ બનાવે છે ત્યારે ટેગ શુ?,લિન્ક શુ?” એ બધી વાતોથી અપરિચિત હોય છે.અને હોય જ એ સ્વાભાવિક છે.કારણ કે દરેક માણસ આ દુનિયામા(અહી બ્લોગની દુનિયા સમજવી) આવીને જ બધુ શીખે છે.કોઇ માણસ શીખીને નથી આવતો.ઊંચાઇ પર પહોંચેલા માણસે પણ પહેલી વાર તો પ્રથમ પગથીયા પર તો પગ માંડ્યો જ હશે ને? તો અમુક કારણસર તે નવો-સવો બ્લોગરે ક્યાકથી કૉપી-પૅસ્ટ કરી હોય અને લિન્ક ના મુકી હોય તો તેને પ્રેમથી સમજાવવો પડે.નહી કે તેની ફજેતી કરવાની.હા જો એને રિક્વેસ્ટ કરવા છતા તે લિન્કના મુકે તો બરાબર છે પરંતુ આ લિન્કના બાબતે ઘણા-બધાની ફજેતીઓ(એમા હુ પણ આવી ગયો) થઇ છે.

મારા મતાનુસાર જો કોઇ બ્લોગર બીજાની ક્રુતિ બીજાના બ્લોગમાથી પોતાના બ્લોગમા મુકે અને લિન્ક આપવાના બદલે ખાલી એ રચનાકર્તાનુ નામ લખે તો પણ ઇનફ છે.હા,જે-તે બ્લોગરને લિન્ક આપવી હોય તો આપે પરંતુ રચનાકર્તાનુ નામ લખવુ અતિઆવશ્યક છે.મુળ જશ રચનાકર્તાને મળે એ જ મોટી વાત છે ને…!!!અને કદાચ કોઇ નવા બ્લોગરને ખબર ના હોય કે લિન્ક કેવી રીતે આપવાની તો તે થોડાક સમય પછી પણ આપે.એનો મતલબ એ નથી કે એ બ્લોગર લિન્ક આપવા નથી માંગતો.

આ બ્લોગ જગતમા એવા પણ લોકો છે જેઓ બીજાની દલિલ સાંભળ્યા વગર જ પોતાનો જ કક્કો સાચો રાખે છે અને લોકોના જાહેરમા કપડાં ઉતારે છે જે તદ્દન બિનવ્યાજબી છે.હમણા મારા એક મિત્રએ તેમના બ્લોગ પર એવી ધાર્મિક વાતો પોસ્ટ કરી કે જે ગુજબ્લોગ જગતમાં ક્યાંય નથી.આવા અથાક પરિશ્રમ કર્યા બાદ પણ લોકો તરફથી તેમને
મહેણાં-ટોણા સાભળવા પડે છે.અમુક જણા તો ત્યા સુધી કહે છે કે તમે જે બુકમાથી આ લેખ ટાઇપ કર્યો છે એ અમને મોકલો જેથી અમને ખબર પડે કે તમે જાતે જ ટાઇપ કર્યો છે.મિત્રો,આ કેટલા વ્યાજબી છે? આપણે એ વ્યક્તિના વખાણ ના કરી શકીએ તો કંઇ નહિં પણ એટલિસ્ટ તેમની ઉપેક્ષા તો ના કરો…

બીજી વાત, જ્યારે કોઇ બ્લોગર કોઇ બુકમાથી ગમતી કવિતા કે લેખ લખે છે અને પોતાના બ્લોગ પર મુકે છે તો એ લેખ જે-તે લેખકના થોડા થઇ જાય છે? તે જ લેખ આપને બીજા કોઇના બ્લોગ પર જોવા મળે તો એવુ પણ બને કે તે બ્લોગરને પણ તે જ રચના ગમી હોય અને તેને પણ જાતે જ ટાઇપ કરી હોય…!!!

ઘણા લોકોને ઇ-મેઇલમા આવતી રચનાઓ સીધી પોતાના બ્લોગ પર મુકી દે છે.સારી વાત છે.પણ હવે એ જ રચના જો બીજા કોઇના બ્લોગ પર મુકેલી હશે તો એ બ્લોગર તમારી ધુળ કાઢી નાખશે.મારા મતે આવુ ના થવુ જોઇએ. ઇ-મેઇલ વાળી રચના મુકતા પહેલા એ બ્લોગરે એવું થોડુ ચેક કર્યુ હશે કે આ રચના બીજે ક્યાય છે કે નહિં?

એટલે આવા બધા પ્રોબ્લેમ તો રહેવાના જ. પણ શાંતિથી આપણે એ ઉકેલીએ તો જ મિત્રો મજા આવશે નહિ કે લડી ઝઘડીને.

કંઇ વધારે પડતુ લખાઇ ગયુ હોય તો માફ કરજો… પણ સત્ય તો આખરે કડવુ જ હોય છે ને? અને આ સત્ય લીમડાના મૉર કે કારેલાના શાક જેટલુ તો કડવુ નથી જ…

(નોંધઃ આ ટોપિક જે-તે વ્યક્તિ પર લખાયેલો નથી.જનરલ છે.તો કોઇએ પોતાના માથા પર લેવુ નહિં.)

 1. KALAVATI PATEL (TIK TIK )
  June 27, 2010 at 11:45 PM

  સોહમ ભાઈ આપે સરસ લખિયું છે . કોપી પેસ્ટ વિષે ….મને શરૂઆતમાં નોતી ખબર બધા SCRAP કરે છે અને નીચે પોતાનું નામ હોઈ છે ……તો મેં પૂછયું આ કેવીરીતે બને ?તેમણે કહયું બસ નીચે જેણે બનાવેલું હોઈ એ DELET કરીએને આપનું નામ મૂકી દેવાનું…….પછી મે પણ એ રીતે કર્યું થોડો ટાઇમ …ને બીજા FRIEND મને સામે પૂછવા લાગયા કે તું બહુ સરસSCRAP બનાવે છે ……..ત્યારે મને થયું ના આ બરાબર નથી …કોડ ની મહેનત બીજા કરે છે ને ક્રેડીટ મને મળે?….ત્યારથી હવે હું એવું નથી કરતી ……ખેર, શરૂઆત માં ખબર નથી હોતી બધું….. જેમ આપે કહયું એમ …

  • June 28, 2010 at 8:57 AM

   કલાવતીબહેન, સૌ પ્રથમ આપે કહ્યુ કે હુ પણ પહેલા કોપી-પેસ્ટ કરીને નીચે મારુ નામ લખતી હતી એ મે બંધ કર્યુ છે એ જાણીને ખૂબ આનંદ થયો.આ આખી વાતમા જશ મુળ લેખને તો મળતો જ નથી અને જેણે મહા-મહેનતથી ટાઇપ કર્યુ છે એની તો બધી મહેનત પાણીમાં જ ગઇ ને? એટલે કોપી કરો એનો વાંધો નથી પણ નીચે લેખક કે કવિનુ નામ અવશ્ય લખવુ.આમ કરવાથી તેની રચનાનો સારો એવો પ્રચાર થશે.

   “જય ગુરુ દત્ત”

 2. July 2, 2010 at 2:34 PM

  સીધા અને સરળ (સાથેસાથે સાચા પણ) વિચારો
  Good One!!!

  • July 2, 2010 at 9:22 PM

   એ આપનો આભાર હીરેનભાઇ,
   આ વિચારો સાચા તો છે એ તમે કહો છો પણ ઘણા એવુ પણ કહે છે કે આ પોસ્ટ ડીલીટ કરી નાખ.બોલો હવે આ લોકોને મારે શુ કહેવુ? પણ આ બ્રાહ્મણનો બચ્ચો એમ કંઇ માને?
   કહી દીધુ કે નહિ થાય જાઓ.જે કર્વુ હોય તે કરી લો…અને એ કોમેન્ટ પણ ડમી નામ-ઇમેઇલ આઇ.ડી. થી આવી હતી.

   પ્રતિભાવ બદલ આભાર…

 3. July 5, 2010 at 1:03 AM

  સોહમભાઇ, આ સરસ લેખ. જો કે મેં કોપીરાઇટની અને તેવી બધી સામાન્ય ભાષામાં સમજુતી આપતા બે‘ક લેખ લખ્યા છે. તે પર પણ ઘણી માહીતિ જાણવા મળશે. આપની એ વાતમાં સંપૂર્ણ તથ્ય છે કે કોઇ નવાસવા મિત્રએ અજાણતા કોઇ ભુલ કરી હોય તો તેને યોગ્ય માહીતિ આપી અને સમજાવવા જોઇએ. કોઇનું પણ અપમાન થાય તેવું તો ન જ કરાય. આપ પણ અહીં વધુ જાણકારીઓ આપતા રહેશોજી. આભાર.

  • July 5, 2010 at 11:43 AM

   પ્રતિભાવ બદલ આપનો આભાર અશોકભાઇ,

   આપના લેખ મે કાલે જ વાંચ્યા.સરસ માહિતિ એકઠી કરેલી છે.અભિનંદન.

   આપે કહ્યુ કે “લોકોએ કોપી કરનારને જાહેરમા આવી રીતે લોકો સમક્ષ બદનામ ના કરાય” એ વાત તદ્દન સાચી છે.અને બદનામ પછી આપણને કેવુ મહેસુસ થાય એ તો બદનામ થયેલા જ જાણે.(મારી જેમ)

 4. July 5, 2010 at 7:55 AM

  સોહમ ભાઈ, ધન્યવાદ સાચ્ચી વાત કહી છે,
  પહેલા તો હુ મારા મનથી જ પ્રેરીત થતો હતો,
  પણ હવે તો સર્ફીંગ કરતા કરતા જ પ્રેરણા-વિષય મળી જાય છે..
  એટલે ક્યારેક કોપી કરી લૌ છુ અને મુળ લેખકને યશ આપવાની પણ કોશિશ તો કરુ જ છુ….દા.ત. ભાઈ શ્રી હિરેન ના બ્લોગ પરથી “છોકરો કે છોકરી” ના લેખની પ્રેરણા મળી હતી…કોઈ વાંધો નહિ આપનો લેખ ઉત્તમ અને વિચારો અલગ હશે તો કોઈ વાંધો નહિ લે..એટલે નવુ જ કઈક આપતા રહો….ધન્યવાદ…

  • July 5, 2010 at 11:36 AM

   આપનો મત જણાવવા બદલ આભાર રાજેશભાઇ,

   મુલાકાત લેતા રહેજો…

 5. July 8, 2010 at 5:48 PM

  સોહમભાઈ,
  ખરેખર તમે જે રજૂઆત કરેલ છે તે મારા મતે નવા બ્લોગરના દીલની જ વાત છે,બીજાની ખબર નથી પરંતુ મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મારાથી પણ અજાણતા આવી અનેક ભૂલો થયેલ (મને ત્યારે ઘણીજ માહીતિ બ્લોગ વિષે નોહતી અને હજુ પણ નથી કે પ્લેયર બ્લોગમાં કેમ મુકાઈ, પોસ્ટની ઇન્દેક્ષ ની લીંક કેમ બ્લોગમાં મુકાઈ વિગેરે …હજુ પણ તે માહિતી શોધું છું. ) અને મારું પણ આગાવી રીતે ધ્યાન દોરવા કોશિશ કરવામાં આવેલ, પરંતુ તે માટે મને દુ:ખ નોહ્તું, કારણ મેં નામ માટે રચના અન્યના બ્લોમાથી મારા બ્લોગમાં મુકેલ નહિ પરંતુ સારી રચના વધુ લોકો માણી શકે તે હેતુથી મુકેલ, અને કોપી -પેસ્ટની આવડી મોટી જફા થશે તે પણ ખબર નોહતી,પરંતુ મને લાગેછે કે થોડું વિવેક પૂર્વકની વાણી દ્વારા સમજાવવું જોઈએ.ભૂલો તો દરેકથી થતી હોઈ ફક્ત કેહવાની રીત હોઈ….
  આપને આસાથે નિમંત્રણ છે કે આપને યોગ્ય લાગે તો આપની એક રચના આપના નામે અમારાં બ્લોગ પર જરૂરથી મુકશો.

 6. July 8, 2010 at 6:53 PM

  So very true…
  I dont know why our people are so specific about getting the appreciation for everything small or big , significant or insignifcant write-up that they put in.

  I wanted to use an excerpt on http://www.madhav.in from BBC, and when I called them – they said its okay to use their content.

 7. July 17, 2010 at 9:35 PM

  Dear Soham,

  I see your visit to Hasyadarbar.

  Blogging is learn and Fun. I am blogging in Gujarati, Hindi and English.All started in October 2006.

  Now, do go to Amadavad ,if in Gujarat and visit the work we do.Give some of your time if you can. The web site is
  http://www.bpaindia.org

  Regards

  Rajendra M. Trivedi, M.D.
  http://www.yogaeast.net

 8. July 20, 2010 at 3:31 PM

  કૉપી-પેસ્ટ વિશે લખ્યુ છે.કૉપીરાઈટ્સ વિશે નથી લખ્યુ.બાપુ, બ્લોગર જે પુસ્તકમાંથી કૃતિઓ ટાઈપ કરે છે તેમાં કૉપીરાઈટ્સના નિયમો અને હક લખેલા હોય છે કે નહીં ? બાપુ, લોકો દેખાદેખીમાં બ્લોગ બનાવી નાખે છે.બચ્ચનનો બ્લોગ છે તો ચાલો આપણે પણ બ્લોગ બનાવી છે.બોસ,એ તો જ્યાંરે પોતાની કૃતિઓ કૉપી-પેસ્ટ થવા લાગે ત્યાંરે ખબર પડે.એક વાત સાથે સહમત છુ કે નવો-સવો બ્લોગરે ક્યાકથી કૉપી-પૅસ્ટ કરી હોય અને લિન્ક ના મુકી હોય તો તેને પ્રેમથી સમજાવવો પડે.પણ અમુક લોકો તો પ્રેમને સમજતા જ નથી ઉલ્ટાના માથે બેસી જાય છે.તેમનો કોઈ ઉપાય હોય તો જણાવો. આભાર

  • July 20, 2010 at 5:01 PM

   મિત્ર સતિશભાઇ,
   આપની વાત એક રીતે જોવા જાઓ તો સાચી છે

   “બોસ,એ તો જ્યાંરે પોતાની કૃતિઓ કૉપી-પેસ્ટ થવા લાગે ત્યાંરે ખબર પડે.”

   ઉપરની વાત સાથે હુ એકદમ સંમત પણ કોપી-પેસ્ટની દેખા-દેખીમા મુળ લેખક/કવિ તો ખોવાઇ જ ગયો ને???

   બીજી વાત, જ્યારે આવા લોકો માથે બેસી જાય ત્યારે અવશ્ય એમને ટોકવા પડે પણ જ્યારે કોઇ નવો-સવો બ્લોગર એમ કહે કે “મને હાઇપરલીન્ક મુકતા નથી આવડતુ,શીખીને મુકીશ અને લોકો સુધી આ વાત પહોંચે એ હેતુથી જ મે આ કોપી-પેસ્ટ કર્યુ છે” તો આવા સમયે શાંતિ રાખવી એ જ ઉત્તમ કહેવાય…

   પ્રતિભાવ બદલ આભાર…જય માતાજી

 9. July 21, 2010 at 5:28 PM

  Nice blog…. lot of new thing to know and learn….. would like to learn certain things….. will you be my guide?

 10. July 23, 2010 at 11:18 AM

  કેમ છો સોહમભાઈ ! તમારો બ્લોગ બહુજ સરસ છે. તમે કાર્તિક મિસ્ત્રી ને જાણો છો. એ મારા મિત્ર છે.

 11. July 25, 2010 at 5:38 PM

  સુંદર બ્લોગ

 12. Aarti Joshi
  July 29, 2010 at 2:39 PM

  સોહમભાઇ, આપે એકદમ સાચી વાત કરી છે.
  લોકોએ સમજવુ જોઇએ કે જ્યારે આ બ્લોગ એ દરેક લોકો વાંચી શકે એવુ એક માધ્યમ છે એટલે “ઉતારી પાડવાની” વ્રુતિ બંધ કરવી જોઇએ…

  સરસ…

 13. Ranachhod
  July 29, 2010 at 5:54 PM

  khubaj saras blog chhe

  thanks for blog
  soham bhai

  have a nice day

 14. July 30, 2010 at 9:31 PM

  Excellent blog, good contents, good job. Keep it up man.

 15. Prempriya
  August 3, 2010 at 11:43 AM

  Thanks for visiting!!
  મારા blogની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર.
  આપની વાત એકદમ સાચી છે copy-paste બાબતે. આજે મારો blog પણ નવો સવો જ છે પરંતુ મારુ એવુ માનવુ છે કે કોઈ પણ ક્રુતિ તેના ખરાં રચયિતાના નામથી રજુ કરી હોય તો એમાં કશુ ખોટુ નથી. આમ પણ આ બધુ ભાષાના પ્રચાર-પ્રસાર મા્ટે જ છે ને ! 🙂
  પોતાનો blog એ પોતની આગવી પસંદ બતાવે જે પોતાનું collection છે. હવે એ ક્યાથી આવ્યું?It doesn’t matter. What you think?

 16. August 5, 2010 at 5:02 AM

  Good article. I hope Gujarati bloggers will be positively influenced by your awareness.

 17. August 6, 2010 at 7:18 PM

  great job for gujarati literature..keep it up.good luck.

 18. Saurabh Soni
  August 10, 2010 at 11:01 PM

  Mane aa blog bau gamyo…. Bt e kevi rite jovano e mane nathi aavadtu…. Mare have farithi aa blog kai rite kholvo…? Mane orkut par samjavo plz….

 19. THAKUR KHUSHBU
  August 11, 2010 at 2:45 PM

  jai shri krishna
  Sohamji
  pahela na jamana ma brahman ma bhu j saru gyan hatu avu sambhlyu hatu pan atyre tamari pase thi janva maluy ke aa janama ma pan ee akabandh che. aam to hun pan brahaman chu Khushbu r Joshi pan love marriage pachi thakur thai gayi” WE PROUD OF U “.

  KHUSHBU

  • August 11, 2010 at 4:27 PM

   ok.good.
   Brahmin is the best.
   I am also proud of me..

   • October 29, 2010 at 5:50 PM

    તમે તમારા પર ગર્વ રાખો એ બહુ ઉત્તમ વાત છે. બ્રાહ્મણો સર્વોત્તમ છે એ વાત અહી અયોગ્ય જણાય છે (મહાન કહ્યું હોત તો કોઈ તકલીફ નહોતી, સર્વોત્તમ કહો ત્યારે બીજાનું વિચારવું ઘટે), ખેડૂત તરીકે મારી લાગણી દુભાઈ છે!

 20. August 15, 2010 at 12:53 AM

  Nice Post !
  I agree with your “thoughts”.
  I was sad when in the past it seems there were some who were “only on the look out for the person doing the copy/paste” …and after that, they will “attack” the poor person who may be often “innocent” & new to the Blog World without the skills……And as one gives a negative comment for the Post, the others will even venture “nasty language”. That made me sick !
  As you say there is a nice way to point out his “mistake”.
  Your Post is “all” on this Point !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Soham, Inviting YOU & your READERS to my Blog for “MOTIBEN MALYA” & other Posts !

  • August 15, 2010 at 11:54 AM

   Respected Sir,
   Thanks for motivate me.
   I will visit your post ““MOTIBEN MALYA” surely within one or two days…

   Thanks again…

 21. September 14, 2010 at 2:22 PM

  પોસ્ટનું મથાળું સરસ બાંધ્યું છે. (જેના ફળ સ્વરૂપે આટલી ટિપ્પણિઓ મળી! એવું મારું અંગત માનવું છે!) પણ લેખ કોઈ ચોક્કસ વ્યક્તિનો બચાવ કરવા માટે હોય એવું કેમ લાગે છે!

  ‘કૉપી-પેસ્ટ’નો ઝગડો એવું કંઇ નથી. કેટલાક હરામના હાડકાના આળસુ લોકો જેને ગુજરાતી ટાઈપ કરતા શીખવું નથી કે ગુજરાતી ટાઈપ કરવું નથી એવા લોકોને તરત પોસ્ટ મૂકીને કૉમેન્ટસ ઉઘરાવવી છે. મૂળ લેખકને કે એ લેખ તમારા સુધી પહોંચતો કરવા લીધેલી મહેનત કરનારનું સૌજન્ય દાખવવાની દાનત નથી. ઉપરાંત કોઈ વાંધો લે તો તે વાંધો લેનાર સિનિયર છે કે જુનિયર (અનુભવમાં અને/અથવા ઉંમરમાં) તે જોયા વગર તોછડાઈથી અને ઉદ્ધતાઈથી જવાબો આપવા છે.

  • September 14, 2010 at 9:55 PM

   ટાઇપ કેવી રીતે કરવુ એના માટે મે વિશાલભાઇના ટાઇપપેડની લીન્ક આપી હોવા છતાં બેઠે-બેઠુ(અને સાથે-સાથે ફોન્ટ અને કલર પણ એ જ.!!!) ટાઇપ કરનાર પણ પડ્યા છે.
   આ મે જે કોપીપેસ્ટાની મહારામાયણ લેખ લખ્યો છે એની જ બેઠે-બેઠી કોપી થયેલી છે.લો બોલો…હવે શુ વાત કરવી???
   અને હા, મે છેલ્લે લખ્યુ જ છે વિનયભાઇ આ લેખ કોઇની ઉપર લખાયેલો નથી.દરેક બ્લોગની મુલાકાત અને તેમના અવલોકન લીધા પછી જ આ લેખ લખ્યો છે.અને મારી પહેલાની છાપ પણ અહિં ખુલ્લા મને પ્રદર્શીત કરેલી જ છે.

   જુઓ આ લેખ…

   • September 15, 2010 at 10:14 AM

    વાહ! અ‌દ્‌ભુત! ફક્ત ફોન્ટ અને કલર જ નહીં તમારા વિચારો અને તમે કરેલી ભૂલોની પણ કૉપી કરી છે!

    આમાં કૉપી-પેસ્ટ ઉપરાંત પ્લેજરિઝમ પણ છે. બ્લોગરે તમારા વિચાર પોતાના નામે રજુ કર્યા છે!

    અમિતાભનો બ્લોગ છે, આમિરનો બ્લોગ છે અને હવે વર્ડપ્રેસ કે બ્લોગસ્પોટની મહેરબાનીથી અથવા ૫-૧૦ હજાર ખર્ચીને મારો બ્લોગ પણ છે! પછી શું? લખવા માટે વિચારો ક્યાં મળે? આગળ વાંચો…

    • October 21, 2010 at 11:26 AM

     વિનયભાઈ,
     ઉપરની સોહમભાઈના લીક વાળા બ્લોગર તો મહાન જ છે. અને એમની મૌલિકતા તો એમના ટાઈટલમાં ડોકીયા કરે છે. Just another WordPress.com site 🙂

 22. September 14, 2010 at 3:15 PM

  વાંચો અને વંચાવોઃ

  બ્લોગ એટલે પ્રસિધ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ – જીજ્ઞેશ અધ્યારૂ

  એક વખત બ્લોગર સર્જનનો આનંદ લેતો થશે કૉપી-પેસ્ટની જરૂર જ નહી રહે!

  • September 14, 2010 at 9:45 PM

   વાહ સરસ…
   લિન્ક આપી એ બદલ ધન્યવાદ…મે વાંચી લીધી…

 23. September 18, 2010 at 6:27 AM

  “ઘણા લોકોને ઇ-મેઇલમા આવતી રચનાઓ સીધી પોતાના બ્લોગ પર મુકી દે છે.સારી વાત છે.પણ હવે એ જ રચના જો બીજા કોઇના બ્લોગ પર મુકેલી હશે તો એ બ્લોગર તમારી ધુળ કાઢી નાખશે.મારા મતે આવુ ના થવુ જોઇએ. ઇ-મેઇલ વાળી રચના મુકતા પહેલા એ બ્લોગરે એવું થોડુ ચેક કર્યુ હશે કે આ રચના બીજે ક્યાય છે કે નહિં?”

  This one is the Point i am agree with you.

  • September 19, 2010 at 2:31 PM

   Ya.Thanks Madhavbhai…

  • September 23, 2010 at 5:40 PM

   રચના તમને ઈમેઈલમાં મળી એટલે તમારી થઈ જતી નથી કે તમને રચના પ્રસિદ્ધ કરવાના હક્ક મળી જતા નથી.

   બીજું ઈમેઈલ એ અંગત માધ્યમ છે જ્યારે બ્લોગ એ જાહેર માધ્યમ છે.

   ત્રીજું જે તે બ્લોગરને એક કૉમેન્ટ કરી અથવા ઈમેઈલ લખી રચના પ્રસિદ્ધ કરવાની પરવાનગી મેળવી શકાય છે.

 24. October 17, 2010 at 12:14 AM

  Aato thoda Gujarati Blog vanchya tyare khabar padi ke copy paste ni atli moti Ramayan che..

 25. October 21, 2010 at 11:19 AM

  સરસ વાતો સોહમભાઈ. હું તો આજે જ આ પોસ્ટ પર આવ્યો એટલે મોડી મોડી કોમેન્ટ છે. પણ વાત સાચી છે. માત્ર જશ ખાટવા ઉઠાંતરી થાય એ વ્યાજબી નથી, તેમ અજાણતાં કે મર્યાદીત જ્ઞાનના લીધે એવું બને ત્યારે બ્લોગરને લઈ પડવા એ પણ યોગ્ય નથી. ખુલાસાની તક તો આપવી જોઈએ. અને મેઈલમાં મળેલી રચના વિષે મુળ સ્ત્રોતની તપાસ કરવી લગભગ અશક્ય જ છે. ખાસ કરીને જ્યારે એક ઈમેલ 200-500 લોકો દ્વારા ફોરવર્ડ થતો આવ્યો હોય. SMSનું પણ એવું જ છે. અને કોઈ લેખકની એક રચના (દા.ત. કાવ્ય) મને ગમી એટલે મેં મૂકી. પછી બીજા બ્લોગરને ગમે અને એ પણ મૂકે તો એમાં મને વાંધો લેવાનો શો હક છે? હા, પોતાની જ રચનાઓ મૂકાય અને ક્રેડીટ ન અપાય ત્યારે ચોક્ક્સ વાંધો લેવો જોઈએ, પણ બ્લોગરને ખુલાસાની તક આપ્યા વગર એને “ચોર” જાહેર કરી દેવો એ યોગ્ય નથી લાગતું.

  • October 21, 2010 at 9:19 PM

   આપના સરસ અને અમુલ્ય પ્રતિભાવનું હાર્દિક સ્વાગત છે જયભાઇ…

 26. October 26, 2010 at 7:09 PM

  આખી વાતમાં “જાતે ટાઇપ” કરવાનું જે માહાત્મ્ય છે તે અત્યંત મૂર્ખામીભર્યું છે. આ તો એવી વાત થઇ કે પ્રેસનો ટાઇપસેટર ચાહે તો પુસ્તકનું સંપાદન કરી શકે. મૂળ લેખકની પરવાનગી મહત્વની કે ચોર પાસે થી મેં ચોર્યું છે ને મૂળ ચોરે તો પૂછીને જ લીધું હશે ને એવું માનીને છૂટી જવું? તમે શરદ ઠાકરની નવલિકાઓ નું સંપાદન કરો છો એમાં અમુક નવલિકાઓ તમે બીજાના બ્લોગ પર થી લીધી છે. હવે એ બ્લોગવાળાએ પૂછ્યા વગર મૂકી હોય તો? તમે ટાઇપ કરો એનો કોઈ ફરક પડે કે? અચ્છા, માનો કે એમને પૂછી ને મૂકી છે. તો નવા સંપાદન (આ કેસ માં તમારો બ્લોગ) સમયે ફરી મૂળ લેખક (દાકતરસાહેબ)ને પૂછવું જરૂરી છે જ. મીડિયા ડીજીટલ હોય એટલે મીડિયા મટી નથી જતો. તમારા સંપાદન કાર્ય થી મૂળ લેખક ની ચોપડીઓ ઓછી વેચાય અને એમને ઓછી રોયલ્ટી મળે એ તો મૂળ લેખક અને એના પ્રકાશકને સરાસર અન્યાય છે. સારા નસીબ દાકતરના કે એમને (કદાચ) એમના લખાણમાં થી પૈસા કમાવા કરતા લાખો લોકો સુધી પહોંચવા માં વધુ રસ છે. હા, એ દ્રષ્ટીએ તમારું કાર્ય સરાહનીય છે પણ પૂછવું તો પડે. મારી વાત કદાચ કડવી લાગે પણ જેમ તમે લખ્યું છે તેમ માથા પર ન લેતા જનરલ સમજી ચર્ચા કરવી. આ નવો પ્રશ્ન છે અને ખાસ્સો વકર્યો છે એટલે તમારા જેવા વિચારશીલ લોકો ના વિચાર માટે અહી મુક્યો.. તમારા બ્લોગ પર હજારો બુદ્ધિજીવી લોકોની ફર છે માટે અહી મુકું છું. તમે પણ આ મુદ્દો બીજા બ્લોગ પર ઉઠાવજો. મને સંપાદન સામે વાંધો નથી એની નોંધ લેવી. મને વણપૂછ્યા સંપાદન સામે જ વાંધો છે. દાકતર સાહેબ મહાન છે પણ રાજાના ખજાનામાં થી કરેલી નાની ચોરી પણ ચોરી જ છે. રાજા ને પડી ના હોય પણ આપણે તો વિચારવું રહ્યું ને?

  • October 26, 2010 at 7:37 PM

   અમિતભાઇ,
   આપની વાત વિચારવા લાયક તો છે જ.પણ મે ઘણાં બ્લોગ પર જોયું છે કે જે રચના જે-તે લેખકોને ગમી હોય તે પોતાના બ્લોગ પર યોગ્ય નામ અને લિન્ક સાથે મુકે છે.મૂળ હેતુ આ રચના કે નવલિકા વધારે ને વધારે લોકો વાંચે એ જ હોઇ શકે.

   • October 26, 2010 at 7:53 PM

    …પણ મે ઘણાં બ્લોગ પર જોયું છે કે… ઘણા બ્લોગ એવું કરે એટલે એ યથાર્થ ના થઇ જય.
    જે રચના જે-તે લેખકોને ગમી હોય….આ કરતી વખતે તમે લેખક નથી પણ સંપાદક તેમ જ પ્રકાશક છો. સંપાદક તરીકે લેખક ને પૂછવું પડે અને પ્રકાશક તરીકે રોયલ્ટી અપાવી પડે. તમારો બ્લોગ એક પ્રકાર નું ચિત્રલેખા છે એવું સમજો. હવે તમે કહેશો કે ધન ઉપાર્જન નો હેતુ જ નથી. બરાબર છે. એ કેસ માં તમે કોઈ ચેરીટી કરો છો. ચેરીટી કરતી વખતે પણ મૂળ કલાકાર ને રોયલ્ટી અપાવી જરૂરી છે. એમને ચેરીટી માં એમનું સર્જન વાપરવું કે નહિ એ એમનો નિર્ણય છે.

    મૂળ હેતુ આ રચના કે નવલિકા વધારે ને વધારે લોકો વાંચે એ જ હોઇ શકે…હા મૂળ લેખક નો તો એ જ હેતુ હોય. પણ એમનું સર્જન મફત વહેંચવું કે બીજી કોઈ રીતે પ્રસારવું એ એમનો નિર્ણય હોવો ઘટે. નહિ કે તમારો. એમ પણ ગુજરાતીમાં લખવાના પુરસ્કાર હાસ્યાસ્પદ હોય છે એમાં પાછા બ્લોગો પુસ્તક ખરીદવાની જરૂર ને મારી નાખે એટલે તો થઇ રહ્યું. ગુજરાતીઓ એ વાચક તરીકે લેખક ને પ્રેમ સિવાય ખાસ કઈ આપ્યું નથી.

    તમારો બ્લોગ સંપાદન, પ્રકાશન કે ચેરીટી છે એ નક્કી કરી અને જે તે રમત ના નિયમ પ્રમાણે રહેવું એ યોગ્ય ગણાય. આમાં થી તમારી પોતાની નવલિકાઓ બાદ. તમે મફત વહેંચવા ધાર્યું એ તમારો નિર્ણય અને ઘણો સારો નિર્ણય. પણ જે લેખક ને લખવા સિવાય બીજો વ્યવસાય ના હોય એમને માટે અન્યાય છે. એન્જીનીઅર તરીકે તમારો લખેલો સોફ્ટવેર લોકો સુધી પહોંચે એ બહુ સારી વાત છે પણ પછી તમારી આવક નું શું જો કોઈ એને મફત વહેંચવા લાગે? હું કોડ ફરી ટાઇપ કરું તો મારો થઇ જાય સોફ્ટવેર?

 27. October 27, 2010 at 9:31 AM

  અમિતભાઈ,
  આપની દલીલો ચોટદાર છે એમાં શંકા નથી. જો કે હું નથી માનતો કે અહીં કોઈ ટાઈપીંગ કરવાનું કહે છે. જે લોકોને વિરાધ છે એ બીજી જગ્યાએથી લખાણ ઉપાડવાનો જ છે. પણ તમે કહો છો એ સ્વિકારીએ એટલે કેટલાયે બ્લોગ બંધ થઈ જાય. મુળ લેખકને ક્રેડીટ આપી દેવી સહેલું છે. પણ મુળ લેખકની પરવાનગી લેવી એ અઘરું કાર્ય નીવડશે. (એવું ફરજીયાત કરાશે તો તો આ કોપી-પેસ્ટના ચર્ચાયુદ્ધમાં કોપીનો વિરોધ કરનારા એવા કેટલાયે લોકોના બ્લોગ પણ બેધ થઈ જશે. કારણ કે એ લોકો પણ મૌલિક સર્જન કરતા બીજાની રચનાઓ જ વધુ આપે છે. પણ એ આ ચર્ચાનો વિષય નથી.) આપણા બ્લોગજગતની મુશ્કેલી જૂદી જ છે. મેં જે જોયું છે તે એ કે મુખ્ય વિરોધ તો અન્ય બ્લોગ પરથી ઉપાડેલી મેટરનો વધુ હોય છે. જાણીતા લેખકોની પ્રખ્યાત રચનાઓ મૂકો તો વાંધો નહિ, પણ કોઈ બ્લોગરે મૂકેલી મેટર લીધી તો તમે ચોર. અલબત્ત દર વખતે આવું જ છે એમ નથી. પણ છતાં યે બ્લોગમાં માત્ર અને માત્ર સ્વરચિત રચનાઓ જ મૂકવી એ કેટલા અંશે, કેટલા બ્લોગર માટે શક્ય બનશે, કહો જોઈએ? મને નથી લાગતું કે આ રામાયણનો અંત સહેલાઈથી આવે. 🙂

  • October 27, 2010 at 11:58 AM

   હા.જરુર અને તો તો ઘણાં બ્લોગો બંધ થઇ જાય.અને મૂળવાત બીજા બ્લોગ પરથી તફડાવેલા લેખોની વાત છે.નહિં કે ટાઇપ કરેલા.
   અને રહી વાત લેખકોના લેખની, તો દરેક લેખક એમ જ ઇચ્છે કે એમના લેખ દૂર-દૂર સુધી પહોંચે અને એમના વાચકો વધે.

 28. October 27, 2010 at 9:44 AM

  કોઈપણ બાબતમાં આત્યંતિકતાથી દૂર રહેવું જ રહ્યું. જો મુળ લેખકનો સવાલ હોય તો તો એ લોકોએ લાયબ્રેરીનો પણ વિરોધ કરવો જોઈએ, કા.કે. ત્યાં માત્ર વર્ષે રૂ.50 ભરવાથી રૂ.5000થી યે વધુ કિંમતના પુસ્તકો વાંચવા મળી જશે અને લાયબ્રેરી તો લેખકને રોયલ્ટી આપવાની નથી જ. અરે, તમે ખરીદેલું પુસ્તક તમે મિત્રો કે સગાવ્હાલાંને વાંચવા આપો તે ય ઉપરની આત્યંતિક વ્યાખ્યા મુજબ લેખકને અન્યાય જ નહિ ગણાય? કારણ કે તેમ કરીને પુસ્તકનું વેચાણ તો તમે ઘટાડો જ છો. અને ઘણી વખત તો પુસ્તક વિષે લોકોને ખ્યાલ આવી ચોરીમાંથી જ આવે છે. 3 idiots યાદ કરો. શ્રી ચેતન ભગત અના માટે ઘણા અપસેટ થયા હતા. પણ હકીકત તો એ ય હતી કે એ ફીલ્મની રજુઆત પછી શ્ર ચેતન ભગત અનેકગણા વધુ પ્રસિદ્ધ થઈ ગયા. એમના પુસ્તકોનું વાંચન અને વેચાણ બન્ને વધી ગયા. (કેટલાય દિવસ સુધી ભાવનગરના ગાંધીસ્મૃતિ પુસ્તકાલય માં એ પુસ્તક “બુક” થયેલું હોઈ મને વાંચવા નહોતું મળ્યું.) શું એ એક પ્રકારની રોયલ્ટી જ નથી?
  અલબત્ત, હેતુ ચોરીને જસ્ટીફાય કરવાનો જરાપણ નથી. પણ કોઈપણ બાબતમાં અંતિમવાદી બનવાથી તો દૂર રહેવું જોઈએ.

  • October 27, 2010 at 12:07 PM

   જયભાઇ આપની વાત સાચી છે.અમારે પણ મોડાસામાં પણ (પ્રાઇવેટ)લાઇબ્રેરીમાં માત્ર ૨૫ રુપિયા ભરવાથી જે જોઇએ એ પુસ્તક આખુ વર્ષ વાંચવા મળે છે.હવે છાપેલી કિંમત પ્રમાણે તમે એ બુક ખરીદવા જાઓ ઘણાંને મોંઘી પડે.એટલે જ તો લાઇબ્રેરી શરુ કરવામાં આવી છે જેથી વાચકો વધારે ને વધારે પુસ્તકો વાંચે અને લેખકોને પણ એટલા વધારે વાચકો મળે.આવા સમયે બુધ્ધિશાળી લેખકો એમ જ ઇચ્છે કે એમના વાચકો વધે,નહિં કે એમને એ પુસ્તકના વેચાણથી વધારે આવક થાય.

 29. October 27, 2010 at 5:45 PM

  આભાર સોહમભાઈ,
  હું અંતે એટલું જ કહીશ કે વિરોધ માત્ર બીજા લેખકની રચના તફડાવીને પોતોના નામે મૂકનારાઓનો જ હોવો ઘટે. બાકી બ્લોગરે જાહેરમાં સ્વિકાર્યું હોય કે આ રચના મારી નથી ત્યારે પણએને ચોરી કહેવી એ વ્યાજબી નથી જ.

 30. October 27, 2010 at 6:17 PM

  બ્લોગ લખવા માટે સર્જન કરવું બિલકુલ જરૂરી નથી. હા કોપી પેસ્ટ ની રામાયણ તો હું સમજ્યો. પણ આ ચર્ચા સાવ અસંગત નહોતી એટલે અહી મૂકી. ચર્ચા બીજી દિશા માં દોરી જવા બદલ માફી. તમે લાયબ્રરીની વાત કરી એ ખુબ મુદ્દાની છે. જો આ બ્લોગ અને આ પ્રકારના બીજા બધા બ્લોગ લાયબ્રરીની ગરજ સારતા હોય તો તો કઈ કહેવાનું રહેતું નથી. ખાસ કરી ને ગુજરાતની બહાર વસતા લોકોને ગુજરાતી ચોપડીઓ રાખતી લાયબ્રરીનો લાભ મળતો નથી તેમ જ વિદેશમાં વસતા ગુજરાતીઓ ને તો ખરીદવા માટે પણ ઘણીવાર ચોપડી મળે નહિ. એમના માટે તો આ બ્લોગસંસ્કૃતિ એ બહુ મોટો ઉપકાર કર્યો છે. અંતિમવાદથી દુર રહેવાની વાત પણ બહુ સૂચક છે – હું ધ્યાન રાખીશ. પણ જતા દહાડે જયારે ચિત્રલેખા અને બીજા પુસ્તકના પ્રકાશનકાર્ય માં સંકળાયેલા લોકો જોશે કે ડીજીટલ મીડિયા વધુ લોકો સુધી પહોંચે છે ત્યારે કોપીરાઇટના પ્રશ્નો ઉભા થવા સંભવ છે. જયારે ભવિષ્ય વિષે વિચારતા હોઈએ ત્યારે થોડું અંતિમવાદી બનવું જરૂરી બને છે. મારો સંકેત આનાથી વધુ કઈ નથી. મારી ચોપડી મારા પપ્પા વાંચે એમાં શું ખોટું હોઈ શકે? બધું બ્લેક અને વ્હાઈટ નથી હોતું…થોડું ગ્રે પણ હોય છે 🙂 તદુપરાંત, ભજીયા ના પડીકા સાથે આવેલી શરદ ઠાકરની નવલિકા વાંચ્યા નું પણ યાદ છે ને છેલ્લા ફકરાનું અનુસંધાન ના મળ્યાથી ભજીયા વાળા પર દાઝ ચડ્યાનુંય યાદ છે – સાલું પાનસો ગ્રામ લીધા હોત તો કદાચ આખું પાનું આવત! જય જય ગરવી ગુજરાત 🙂 ગુજરાતી સાહિત્યનો પ્રચાર અને પ્રસાર હો! લોકોને વાંચતા કરવામાં ને વાંચતા રાખવામાં બ્લોગ નો ફાળો ઘણો મોટો – બંધ તો કરાય જ નહિ. માત્ર વિચારવું ઘટે આને કેવી રીતે પારંપરિક પ્રકાશન સાથે જોડવું? વળી, ગાંધીસ્મૃતિ જેવી લાયબ્રરીઓ પ્રકાશકો માટે સહુથી મોટા ગ્રાહકો છે. લાયબ્રરીનું કામ એ છે કે એક જ ચોપડી વધુ લોકોને વંચાવીને આપણા જેવા લોકો ને સસ્તી પાડવી. મારા તમારા પચ્ચીસ રૂપિયાનું ઘણું મોટું ભંડોળ બને છે અને એ બધું પ્રકાશકો ને જાય છે ને એમાંનું થોડું લેખકોને. ને વળી મારા તમારા જેવા એક પુસ્તક લાયબ્રરીમાં થી વાંચે ને ત્રણ ખરીદે એ નફામાં. આ પચ્ચીસ રૂપિયા બ્લોગ સંસ્કૃતિ માં ગેરહાજર છે એટલા પુરતી મને તકલીફ. હા બ્લોગરો બ્લોગ ચલાવવા માટે થઇ ને મોટી માત્રામાં પુસ્તકો વસાવતા હોય તો ચિંતા નથી. નવું છે એટલે નિયમો નથી બન્યા પણ જતે દહાડે આ બધું વિચારવું પડશે. પશ્ચિમમાં તો ત્યાં સુધી વાત ચાલે છે કે લાયબ્રરી લેખકો ને રોયલ્ટી આપે. પણ પશ્ચિમ ને મારો ગોળી, આપણે શું કરવું એ વિચારવાનું છે. તમને ચેતન ભગતની આખેઆખી ચોપડી ઈન્ટરનેટ પર નહિ મળે પણ શરદ ઠાકરની ઓગણએશી વાર્તા ફક્ત આ બ્લોગ પર જ મળી જશે (જે એમના કોઈ પણ એક પુસ્તક કરતા વધુ છે). ચેતન ભગત એવું શું કરે છે જે દાકતર સાહેબ નથી કરતા? એક વાર ચેતન ની ચોપડી આખી ટાઇપ કરી ને બ્લોગ પર મૂકી જુઓ કે પછી રાજશ્રી સિનેમાનું કોઈ ગીત આખેઆખું યુટ્યુબ પર ચડાવો એટલે જુઓ તમારે કેટલા પત્રો આવી પહોંચે છે એમના તરફ થી. હું લેખક ના હકો સાચવવાની વાત પર ભાર મુકવા આ બધું લખું છું. દરેક લેખક પોતાના લેખોની તફડંચી પર ચેતન જેટલું ધ્યાન રાખી ના શકે. એનો મતલબ એ નથી કે સમાજ તરીકે આપણે આવી તફડંચી જતી કરવી. મને લાગ્યું એ કહ્યું બાકી પ્રશ્ન પેચીદો છે અને જયભાઈ એ કહ્યું એમ રામાયણ નો જલ્દી અંત આવે એવું લાગતું નથી. ગમતાનો ગુલાલ કરીએ કે નહિ એથી વધુ કોઈ વાત નથી 🙂 🙂 🙂

 31. October 27, 2010 at 8:20 PM

  * અન્ય બ્લૉગરે લીધેલી મહેનતનું સૌજન્ય દાખવવા માટે દાનતની જરૂર હોય છે, ટેક્નિકલ જ્ઞાનની નહી. હા, ટેક્નિકલ જ્ઞાન હશે તો વધારે સારી રીતે આ કામ થઈ શકશે. લિન્ક મૂકવા માટે કોઈ નવી સ્કિલની જરૂર પડતી નથી. જેવી રીતે તમે અન્ય બ્લોગ પરથી લખાણ કૉપી કરી પોતાના બ્લોગ પર પેસ્ટ કરો છો તેવી રીતે તે પેજની લિન્ક કૉપી કરીને પોતાના બ્લોગ પર પેસ્ટ કરવાની રહે છે.

  * સૌજન્ય દાખવવા માટેનો કોઈ કાયદો નથી પણ આ નીતિને લગતી વાત છે, દાનતની વાત છે. એક પોસ્ટ તૈયાર કરવા માટે સારો એવો સમય અને સ્કિલનો ઉપયોગ એક બ્લોગર કરતો હોય છે. જવાબદાર બ્લોગરો સ્ત્રોત પાસેથી પરવાનગી પણ લેતા હોય છે અને રચનાને મળેલા પ્રતિભાવ પણ પહોંચતા કરતા હોય છે. કૉપીકેટ બ્લોગર આમાંથી કંઈ કરતા હોતા નથી!

  * હું કૉપી-પેસ્ટ બાબત બ્લોગરને કૉમેન્ટ દ્વારા તેમજ ઈમેઈલ હોય તો ઈમેઈલ દ્વારા જાણ કરું છું. મોટા ભાગના બ્લોગર તરત સમજી જાય છે અને યોગ્ય સુધારો કેરી લે છે અને તેથી લેખની શરૂઆતમાં શબ્દ વાપર્યો છે તે ‘ઝગડો’ કરવો પડતો નથી. અમુક ઉદ્ધત અને નમકહરામ બ્લોગરો કૉમેન્ટ ડિલિટ કરી અવગણના કરે છે અને ઈમેઈલનો વળતો જવાબ સામેવાળી વ્યક્તિ સિનિયર છે કે જુનિયર તે જોયા/સમજ્યા વગર ઉદ્ધતાઈથી અને નફ્ફ્ટાઈથી આપે છે. પ્રેમથી સમજાવા છતાં ન સમજે તેઓનું શું કરવું તે દરેકની મનસુફી પર અવલંબે છે.

  * ઉપર જેનો ઉલ્લેખ થયો છે તે ધાર્મિક લેખો મૂકતા બ્લોગરે અન્ય સમૃદ્ધ બ્લોગ/વેબસાઈટ પરથી ભરપૂર નકલ કરી હતી. ક્યાંય કોઈનો સૌજન્ય દાખવવાની દરકાર કરી નહોતી.

  * જાતે ટાઈપ કરીને મૂકેલી હોય એવી રચના માટે કૉપી-પેસ્ટનો સવાલ જ ઊભો થતો નથી તેથી આ ચર્ચા વ્યર્થ છે.

  * ઈમેઈલમાં મળતી રચના બ્લોગ પર મૂકતાં પહેલા ગૂગલમાં સર્ચ કરીને જોઈ જ શકાય છે કે આ પહેલા કોઈએ મૂકી છે કે નહી અને આવી રીતે પુનરાવર્તન ટાળીને તે સમય અન્ય રચનાત્મક કાર્ય માટે વાપરી શકાય છે.

  * ઈમેઈલમાં મળેલી રચના તમારી થઈ જતી નથી કે તેને પ્રસિદ્ધ કરવાના હક્ક તમને મળી જતા નથી.

  * કૉપી-પેસ્ટ, કૉપીરાઈટ અને પ્લેજરીઝમ (ઊઠાંતરી) ત્રણેય અલગ સમસ્યાઓ છે:

  કૉપી-પેસ્ટ એટલે અન્ય બ્લોગ કે વેબસાઈટ પરથી લખાણ કૉપી કરી પોતાના બ્લોગ પર પેસ્ટ કરવું.
  કૉપીરાઈટ એટલે રચનાકારની પરવાનગી વગર રચનાપ્રસિદ્ધ કરવી.
  પ્લેજરીઝમ એટલે કે ઉઠાંતરી/ચોરી/તફડંચી. બીજાના વિચાર પોતાના નામે રજુ કરવા તે.

  * બીબીસીને કૉપી-પેસ્ટ, કૉપીરાઈટ કે પ્લેજરીઝમ માટે વાંધો ન હોય એટલે કોઈએ વાંધો ન લેવો જોઈએ એ વાત મારી સમજમાં આવતી નથી.

  * અમુક લોકોને પ્રેમથી સમજાવ્યા છતાં સમજે નહી અને સામા અને ઉદ્ધત અને તોછડા જવાબ આપે તેનું શું કરવું જોઈએ તે વિશે કૉપી-પેસ્ટના બચાવમાં દલીલો કરનારાઓ તરફથી પ્રકાશ પાડવામાં આવશે તો મને ઉપયોગી થશે.

  * ભાષાના પ્રચાર માટે છે એમ કહી દેવાથી ચોરી/તડફંચી/કૉપીરાઈટનો કાયદો ઉલંઘવાની/કોઇની રચના પોતાના નામે ચડાવી દેવાની પરવાનગી મળી જતી નથી!

  * રચનાકારની ખબર ન હોય તો અજ્ઞાત લખી જ શકાય છે. પણ અમુક બદમાશ લોકો જાણી જોઈને રચનાકારનું નામ લખતા નથી જેથી નવોસવો વાચક રચના બ્લોગરની પોતાની એમ સમજીને પ્રતિભાવ આપે અને આવા પ્રતિભાવ કોઈ પણ સ્પષ્ટતા કર્યા વગર સ્વીકારી લેવામાં આવતા જોયા છે!

  * ‘જાતે ટાઈપ’ કરવાનું મહાત્મયની વાત નથી આ અન્યએ કરેલી મહેનતને પોતાની મહેનત ગણાવનારાઓની અને સૌજન્ય ન દાખવનારોની વાત છે.

  * આપણાં જન્મદિવસે મીઠાઈ વહેંચવા ઈચ્છતા હોઈએ તો કંદોઈએ મીઠાઈ મફત આપવી જોઈએ એવી આશા આપણે રાખતા નથી કે મીઠાઈ મફત વહેંચીએ છીએ અને કોઈ પાસેથી પૈસા લેતા નથી એવી દલીલ આપણે કરતા નથી. આ જ વાત રચનાને પણ લાગુ પડે છે. જોકે મોટાભાગના લેખકો/કવિઓ પોતાના હક્ક બાબત ઉદાશીન જોવા મળે છે. મોટા લેખકોને લેખ પ્રથમ વખત છપાય ત્યારે યોગ્ય મહેનતાણું મળી ગયું હોય છે તેથી તેમને બ્લોગ પર પ્રસિદ્ધ થતી રચનાઓ બાબત વાંધો હોતો નથી. મફતમાં પ્રચાર થાય છે એવું માનતા હોય છે.

  * કૉપી-પેસ્ટ/કૉપીરાઈટ/પ્લેજરીઝમ વગેરેની માથાફોડથી દૂર રહેવાનો એક જ ઉપાય છે:
  વાંચો, વિચારો અને લખો. સર્જનનો આનંદ લો. પ્રતિભાવના ઑડકાર ખાવ. હેપ્પી બ્લોગિંગ.

  • October 27, 2010 at 8:55 PM

   ૧૦૦ ટકા સંમત. અને કોઈ સોફ્ટવેરની વાત કરે તો,
   ૧. ભલે તમે સોફ્ટવેર ખરીદો, ફરી ટાઈપ કરવા માટે તમારી પાસે તેનો સોર્સકોડ હોવો જરુરી છે. સોર્સકોડ હોય તો પણ એ તમારો બનતો નથી. કાયદાકીય રીતે એનો કોપીરાઈટ બીજાની પાસે હોય છે.
   ૨. સોફ્ટવેર વાપરવા માટે તમને લાયસન્સ માત્ર મળે છે. અલગ અલગ લાયસન્સ પ્રમાણે તમે તેમાં સુધારો-વધારો કરી શકો છો. અથવા માત્ર વાપરી શકો છો, કોઈને આપીય શકતા નથી.
   ૩. કોઈએ કોઈ દિવસ માઈક્રોસોફ્ટનું EULA વાંચ્યુ છે?

   ટૂંકમાં – તમે બનાવેલી વસ્તુ પર તમારો કોપીરાઈટ આપમેળે થાય છે, એ માટે તમારે કંઈ કરવાની જરુર હોતી નથી. હરામખોરો બ્લોગજગતથી માંડીને કોર્પોરેટ જગત સુધી બધે હોય છે.

  • October 29, 2010 at 8:58 AM

   ૧૦૦ ટકા સંમત!

 32. October 28, 2010 at 1:30 PM

  જ્યારે બ્લોગરને તેના કોપી-પેસ્ટના કાર્ય અંગે જાણ કરવામાં આવે છે ત્યારે તેઓ પાસે એક બહાનું તૈયાર જ હોય છે. કે હું તો હજુ નવો છું. મને આ બધાની કંઈ જાણકારી નથી..વગેરે વગેરે. તો બ્લોગ શરૂ કરવાની આટલી ઉતાવળ શા માટે? બાકી દરેક કામ તો પૂરતી જાણકારી મેળવીને પછી જ કરવામાં આવે છે. તો બ્લોગ પણ પૂરતી જાણકારી મેળવીને બનાવી શકાય. અથવા તો બ્લોગ બનાવ્યા પછી કોઈ ભૂલ પ્રત્યે ધ્યાન દોરે તો તેને સુધારી ને પણ શીખી શકાય છે. હું નવો છું…મને કંઈ ખબર નથી એ કારણ એક પોસ્ટ સુધી યોગ્ય ગણાય. ઘણાં કાયમ માટે નવા જ બની રહે છે. તે યોગ્ય નથી.

  જાતે ટાઈપ કરવું એટલે શું એ પણ સમજવાની જરૂર છે. મૃગેશભાઈ કે જિજ્ઞેશભાઈ જેવા સાચા બ્લોગરો જ્યારે એક કૃતિ પોતાની સાઈટ પર મૂકે છે ત્યારે તેની પાછળ ઘણી પ્રક્રિયાઓ સમાયેલી છે. જેમ કે એક કવિતા મૂકવા માટે તેઓ કવિતાના ઘણાં બધાં પુસ્તકો ખરીદશે અથવા તો ક્યાંકથી ભેગા કરશે. ત્યાર પછી ઘણી બધી કવિતાઓ વાંચશે અને એમાંથી કોઈ એક કવિતાને પસંદ કરશે. પછી ગુગલની મદદથી આ કવિતા બીજે ક્યાંક મૂકાઈ ગઈ નથી તેની ખાતરી કરશે. પછી તેને જાતે ટાઈપ કરશે અને ત્યાર બાદ સાઈટ પર મૂકશે. અને કોપી માસ્ટર માત્ર CTRL+C અને CTRL+V કરીને એક જ મિનિટમાં પોતાના બ્લોગ પર મૂકી દે છે. અને આ તમામ મહેનતનો યશ મેળવવા ઈચ્છે છે. શું આ યોગ્ય છે ?

  આ બધી મહેનતની કદર રૂપે તે બ્લોગની લીંક પણ ન આપી શકીએ કે તે બ્લોગરનો આભાર પણ ન માનીએ એટલા નગુણા તો આપણે ન જ હોવા જોઈએ.

  ગુગલમાં સર્ચ કરીએ તો ખ્યાલ આવે કે એકની એક રચના ઘણાં બધાં બ્લોગ પર પોસ્ટ થઈ છે. તો ગુજરાતી સાહિત્યનું ફલક ઘણું મોટું છે. જાતે મહેનત કરીને નવી નવી રચનાઓ પ્રગટ કરવાનું ધ્યેય રાખવામાં આવે તો સરવાળે ફાયદો વાચકોને જ થશે. બાકી એકની એક રચના વારંવાર ઘણાં બ્લોગ પર વાંચવાનું સાચા વાચકને ગમશે નહીં.

 33. October 28, 2010 at 2:55 PM

  સોહમ, અથાગ પરિશ્રમ કરીને બ્લોગ પર ધાર્મિક પોસ્ટ મૂકતા આપના મિત્રને પૂછી જુઓ કે આ પોસ્ટ એમણે કયા પુસ્તકમાંથી ટાઈપ કરીને મૂકી છે? http://rupen007.wordpress.com/2010/01/14/bhajgovndam/

  • October 28, 2010 at 9:16 PM

   વિનયભાઇ,
   ઉપરના લેખને યોગ્ય સ્ત્રોત આપી દેવામાં આવ્યો છે.ચેક કરી લેશો.

   • October 29, 2010 at 11:34 AM

    @ સોહમ, એટલે એ તમારા અથાગ પરિશ્રમી મિત્રે રચના કોઈ પુસ્તકમાંથી ટાઈપ કરીને નહોતી મૂકી તે તમને સમજાઇ ગયું ને? અને તેથી જ તે પરિશ્રમી મિત્ર પુસ્તકના પાનાનો ફોટો મોકલવાની વાત સ્વીકારતો નથી તે પણ સમજાઈ ગયું હશે..

    બીજું, લિન્ક હવે કેમ મૂકાઈ? પહેલા કેમ મૂકી નહીં? મને સારું લગાડાવા મૂકી હોય તો હટાવી લેશો.

 34. October 28, 2010 at 11:22 PM

  કોઈ કહે ત્યારે જ લીંક મૂકવી ???????

  • October 28, 2010 at 11:47 PM

   હીનાબહેન,
   અહિં હવે સ્ત્રોતનું નામ દર્શાવવામાં આવ્યુ છે.ધેટ્સ ઓલ.મને તો એકવાત નથી સમજાતી કે આપણે જે-તે બ્લોગ પર પોસ્ટ વાંચવા જઇએ છીએ.ત્યાં આપણને સારુ જાણવા,શીખવા અથવા સમજવા મળે છે.જોકે લિન્ક મુકવી એ બ્લોગરની ફરજ છે પણ આપણુ મૂળ ધ્યેય જે હતું કે સંસ્કુતના શ્ર્લોકો વાંચતા કદાચ ખબર નાપડે અને ગુજરાતીમાં તે વાંચવા મળૅ(અહિં ઉપરની પોસ્ટ માટે સમજવું) અને સારા વિચારો ગહન થાય એ જ છે ને?
   તો પછી આપણું કામ અથવા આપણો ઉદ્દેશ તો સમાપ્ત થયો જ ને??? હા, કોઇ કવિની કવિતા કે લેખકનો લેખ હોય તો સૌજન્ય અવશ્ય આપવું જોઇએ એ બરાબર પણ આ ધાર્મિક બાબતોમાં મારું-તારું કરવું કેટલા અંશે યોગ્ય છે?કદાચ આ બાબત સાથે બધા સંમત ના પણ થાય.એ જે-તે વ્યક્તિની વિચાર-સરણી ઉપર આધાર રાખે છે.

   • October 29, 2010 at 11:44 AM

    વધુ સારા વિચારો ગહન અને વધુ ને વધુ સારું વાંચન વાંચવા મળે તે હેતુથી જ લિન્ક મૂકવી જરૂરી છે જેથી વાચકને એક રચના પસંદ આવે તો તેના જેવી બીજી રચનાઓ વાંચવા માટે જે તે બ્લોગની મુલાકાત લઈ શકે.

    જ્યારે જ્ઞાન વહેંચવા બેઠા હોઈએ ત્યારે વધારે ને વધારે જ્ઞાન કેમ મળે તે જોવું જોઈએ કે વાચક મારો બ્લોગ સિવાય બીજા બ્લોગ પર જાય જ નહીં એ જોવું જોઈએ?

 35. October 29, 2010 at 12:26 AM

  વાત ફક્ત વિચારસરણીની નથી ભાઈ. કોઈની રચના લઇ લો અને એ ક્યાં કહેવા આવવાનો છે એવું વિચારો ત્યારે સાલું લાગી આવે. કોઈ પોલીસ બની ને આવે તો જ તમે બીજાના હકોની કદર કરો? તમને ગળા સુધી ખાતરી હશે જ કે દાકતરસાહેબ તમારા બ્લોગ પર એમની પોતાની વાર્તાઓ વાંચવા ભાગ્યે જ આવે (જો કે એવો ટાઈમ એ બગાડવાના નથી એની તમને ખાતરી છે). તો શું એમની વાર્તાઓ મફત વહેંચ્યા રાખવી? સવાલ વિચારસરણીનો જ નહિ કાયદાનો પણ છે. સ્ત્રોત દર્શાવ્યા પછી પણ સીધેસીધું પુનર્પ્રકાશન કાયદા વિરુદ્ધ છે. હા તમને ફાવે તો એમની વાર્તા પર ટીપ્પણી લખોને. કે પછી ગાંધીજીની આત્મકથા ધારાવાહિક ની જેમ ચલાવો – એ હવે કોપીરાઈટમાં થી બાકાત થઇ ને પબ્લિક ડોમેઈનમાં છે અને પ્રકાશનના હક્કો ફક્ત નવજીવનના નથી રહ્યા. કોઈ ને પૂછવાની જરૂર નથી, માંડો ટાઇપ કરવા! ગાંધી છે નહિ ને નવજીવનનો એકલાનો હક હોવાનો સમય પૂરો થઇ ગયો છે.

 36. October 29, 2010 at 8:57 AM

  આ વાંચી જવા સર્વ મિત્રોને ખાસ ભલામણ છે:
  http://www.dailyblogtips.com/copyright-law-12-dos-and-donts/

 37. October 29, 2010 at 12:02 PM

  સમગ્ર ચર્ચાનો સાર મારા મતે એવો નિકળે છે કે કોઈ બીજાની મહેનત પચાવી પાડવાનું નિમ્ન કક્ષાનું કામ કરતો હોય તો એને મારે ‘હલકો’ કહેવો ન જોઈએ. બરાબરને સોહમભાઇ?

  • October 29, 2010 at 12:18 PM

   ના, એવી વાત નથી વિનયભાઇ.પણ ધાર્મિક બાબતો જેવી કે હનુમાન ચાલીસાનું સંસ્ક્રુતમાંથી ગુજરાતીમાં ભાષાંતર અને બીજું ઘણું બધું જે બધા જ લોકો માટે કામનું છે,જે નેટ પર અવઇલેબલ હોવા છતાં ઘણીવાર મળતું નથી.આવા વખતે એ આપણા બ્લોગ પર મુકાય તો ખોટું નથી.કારણ કે આવા લેખોથી આપણા વાણી-વર્તન કે વ્યવહારમાં ઘણું પરિવર્તન આવી જાય છે.હા,લિન્ક આપવી આવશ્યક બને છે પણ મૂળ હેતુ(આગળ કીધું તેમ) જે જ્ઞાન મેળવવાનો છે એ તો સિધ્ધ થાય જ છે ને? દા.ત. આ હનુમાન ચાલીસા લગભગ બધા જ ઘરે પૂજા કરતા બોલતા હશે.પણ આ દરેક સંસ્કુત લીટીનો અર્થ બહુ જ ઓછાને ખબર હશે.મને જ હમણાં ૫ મહિના પહેલા ઓર્કુટની એક કોમ્યુનીટીમાંથી મળ્યો.(યાદ રાખજો,મે ધાર્મિક વાતોની જ વાત કરી છે.કવિતા કે લેખોની નહિં.!)

   • October 29, 2010 at 3:52 PM

    ટૂંકમાં બ્લોગનો દિવડો સળગતો રહેવો જોઈએ, તેલ પોતાનું છે કે ચોરેલું? તેનાથી તમને મતલબ નથી. એમ જ ને?

    • October 29, 2010 at 10:03 PM

     અહિં શરુઆતમાં મને જે અનુભવ થયેલો છે તે આધારે લેખ લખેલો છે.અને ડમી કોમેન્ટ પણ આવેલી છે અને અસભ્ય ભાષામાં પ્રોક્ષી સર્વર પરથી..!! આથી બીજા બ્લોગની વાત ન કરતાં અને બીજા બ્લોગની લિન્ક અહિં ના મુકીએ તો ઉત્તમ રહેશે.જેને જે પ્રોબ્લેમ હોય તે જે-તે બ્લોગ પર જઇને કોમેન્ટ કરવા વિનંતી.આ પોસ્ટ ખાલી મને થયેલા કડવા અનુભવોથી જ લખેલી છે.

   • October 29, 2010 at 4:08 PM

    ભાવાર્થ સાથેની હનુમાન ચાલીસા તમારા અથાગ પરિશ્રમી મિત્રએ ટાઈપ કરીને મૂકી જ હશે ને?http://rupen007.blogspot.com/2010/01/blog-post_209.html

    • October 29, 2010 at 9:58 PM

     વિનયભાઇ,અહિં પણ એમણે લિન્ક મુકી દીધી છે.પણ એમણે એમ લખ્યુ છે કે “આ તમામ માહીતી મેં ક્યાંક વાંચેલ કે મને લોકો માટે ઉપયોગી હોય તે મૂકી છે અને તેનો હું કોઈ લેખક નથી હું માત્ર સંયોજક છું માટે આ માહીતી આપ ગુજરાતી ભાષાના ચાહકો જરૂર પડે ઉપયોગ કરશો. જ્યાં કોઈ રચનાકાર કે સ્ત્રોત,લીંક ના હોય તે જણાવશો, તરત ભૂલ સુધારી ઉમેરો થશે.” જેથી એમણે જાણ કરતા સુધારો થઇ ગયો.અને ત્યાં એમણે કીધું કે સમય મળતા તરત જ બધા પોસ્ટની લિન્ક મુકાશે.

   • October 29, 2010 at 5:45 PM

    મૂળ હનુમાન ચાલીસા સંસ્કૃતમાં નથી, અવધીમાં છે – જ્ઞાનપ્રસાર માટે આ કોમેન્ટ લખી છે, બીજો કોઈ હેતુ નથી (અને વળી જાતે ટાઇપ કરેલી છે).

 38. October 29, 2010 at 6:36 PM

  આવું કંઇક કરો તો વિવેક જળવાઈ જાય:
  http://www.readgujarati.com/2010/10/25/navaanu-laghukathao/
  નવ્વાણુંમાં થી ફક્ત ત્રણ વાર્તાઓ આસ્વાદ માટે (અને મોટાભાગે પ્રકાશક કે લેખક ને પૂછી ને) મૂકી છે અને પછી પુસ્તક પ્રાપ્તિ નું સ્થાન, કીમત વગેરે મુક્યું છે. આને પ્રસાર કહી શકાય કદાચ. પણ રેગ્યુલર ધોરણે એક જ લેખકની આખી જીંદગીની કૃતિઓ એક ઠેકાણે સંચિત કરવાનો પ્રયાસ ગેરવાજબી છે. તમારી ટાઈપીંગની ઝડપ કરતા દાકતરસાહેબની મૌલિક વાર્તાઓ લખવાની ઝડપ વધુ હોવાથી (અને એમને તમારા કરતા અડધીએક સદી પહેલે થી ચાલુ કર્યું હોવા થી એવો બહુ સંભવ લાગતો નથી એટલે ચિંતા ઓછી) પણ નેમની વાત છે. જુદા જુદા લેખકોના સેમ્પલ મુકો તો કંઇક સમજાય. તમે તો દાકતર અને મહેતાની પાછળ પડી ગયા છો. વળી, કઈ વાર્તા તમે પૂછી ને મૂકી અને કઈ પૂછ્યા વગર એ માહિતી આપશો તો ચર્ચા વધુ રસપ્રદ બનશે. આપશો?

 39. October 29, 2010 at 10:43 PM

  સૌ મિત્રોને નમ્ર વિનંતી કે આ પોસ્ટની ચર્ચા અહિં બંધ કરવામાં આવે છે.અહિં વાત અવળા પાટે ચડી ગઇ હોય એમ લાગે છે.જે ક્યારેય સમાપ્ત થાય એમ લાગતું નથી.અને રહી વાત અમુક બ્લોગના પોસ્ટની, તો એ બધી કોમેન્ટ્સ જે-તે બ્લોગ પર જઇને કરવી.આ લેખ મારો પર્સનલ છે.આ લેખ મને શરુઆતમાં થયેલા કડવા અથવા ડમી કોમેન્ટ્સના અનુભવો પરથી લખેલી છે.તો હવે આપની કોઇ કોમેન્ટ (માત્ર આ પાનાં પર) એપ્રુવ કરવામાં આવશે નહિં.વધારે સ્પષ્ટતા માટે આપ મને મેઇલ કરી શકો છો.મારું મેઇલ આઇ.ડી. sohamnraval@yahoo.com છે.આશા છે આપ સૌ સાથ અને સહકાર આપશો.
  -સોહમ રાવલ

 40. November 1, 2010 at 12:07 PM

  પ્રિય સોહમ,

  પોસ્ટમાં જેને અથાગ પરિશ્રમી બ્લોગર કહ્યો છે તેના વિશે કૉમેન્ટમાં તમે લખ્યું છે કે તેણે લખાણ અન્ય બ્લોગ પરથી કૉપી-પેસ્ટ કર્યું છે! તો શું સાચું?

  પોસ્ટમાં એક જગ્યાએ તમે લખ્યું છે કે “હમણા મારા એક મિત્રએ તેમના બ્લોગ પર એવી ધાર્મિક વાતો પોસ્ટ કરી કે જે ગુજબ્લોગ જગતમાં ક્યાંય નથી” તો મને કહેશો કે આ લેખ લખ્યો ત્યારે તમે કેટલી ધાર્મિક સાઈટો/બ્લોગ જોયેલા? કે પછી પોતાના અને મિત્રોના બે-ચાર-આઠ બ્લોગ જોઈને નિર્ણ્ય આપી દીધો કે “ગુજરાતી બ્લોગ જગતમાં ક્યાંય નથી?’!!!!!

  મહેરબાની કરીને ‘ચર્ચા કરવા આવો પણ કોઈએ કંઈ બોલવાનું નથી’ એવી બે મોઢાળું વર્તન છોડો. કાં તો ચર્ચા કરો કાંતો કહી દો કે હું કહું છું તે જ સત્ય છે, ધેટ્સ ઑલ!

  મારી કૉમેન્ટસ તમારા લેખને લગતી છે કોઈ અન્ય બ્લોગ બાબત નહીં તેમજ તમે હજુ સુધી કૉમેન્ટ બોક્ષ ખુલ્લું મૂક્યું છે તેથી કૉમેન્ટ લખી છે.

  • November 1, 2010 at 2:00 PM

   વિનયભાઇ,
   બીજા બ્લોગની લિન્ક અહિં આવે છે એટલે આ ચર્ચા બંધ કરવાની કરી.જે-તે વાત જે-તે બ્લોગ પર પણ કોમેન્ટ રુપે થઇ જ શકે છે ને? અને છતાંય, વધારે સમાધાન મે રીપ્લાય ધ્વારા આગળની કોમેન્ટોમાં આપેલ જ છે.

 41. November 3, 2010 at 1:30 AM

  શ્રી સોહમભાઇ,
  આ મહારામાયણ વાંચી અને આનંદ થયો તેમ તો નહીં જ કહી શકાય (હા, થોડું દુઃખ જરૂર થયું) પરંતુ ઘણી વિગતો જાણવા જરૂર મળી. વિનયભાઇ જેવા મિત્રો પોતાના અંગત સ્વાર્થ વગર, માત્ર બ્લોગ જગતનાં મિત્રો પોતાનું આગવું, મૌલિક સર્જન કરે અને મૌલિક સર્જન કરનારનો હક્ક માર્યો ન જાય તેવો પ્રયાસ કરતા હોય છે. તેમને પણ ઘણાં કડવા અનુભવો થતા હોય છે. નિર્દોષતાપૂર્વક, અજાણતાથી કોપી-પેસ્ટ કરી બેસનારને પ્રથમ એકાદ વખત સભ્યતાપૂર્વક માહિતગાર કરવા જોઇએ તે પક્ષમાં હું છું. (અને વિનયભાઇ કે જેના પણ ધ્યાને આવું કંઇ આવે તે પ્રથમ વખત આવું જ કરે છે) પરંતુ જાણીજોઇને, માત્ર કોઇની મહેનત પર તાગડધીન્ના કરવાની દાનત રાખનારાઓએ પછી વખતો વખત સભ્યતાનો આગ્રહ રાખવો જોઇએ નહીં. શ્રી હીનાબહેને આ બાબત સારી રીતે સમજાવી જ છે. પુસ્તકોમાંથી લખાણ લેવા બાબતે મેં કરેલો અભ્યાસ એમ સુચવે છે કે તમે પુસ્તકનાં કોઇ અંશમાત્રને, પુસ્તકના પરિચયરૂપે કે લેખકના વિચારોના પરિચયરૂપે અને તે પર તમારા આગવા વિચારોને તમારા બ્લોગ પર પ્રસિદ્ધ કરી શકો, તેમાં પણ પુસ્તકનું નામ, લેખક, પ્રકાશક વગેરે માહિતીઓ આપવી જોઇએ. જો કે અમુક મિત્રો આખેઆખાં પુસ્તકને (ટાઇપ કરીને કે સ્કેન કરીને) બ્લોગ પર ચઢાવી દે તે કેટલે અંશે યોગ્ય છે ? આ વિષયે અમિતભાઇની વાતો વિચારયોગ્ય છે. (અમિતભાઇએ આપેલી બહુઉપયોગી dos-and-dontsની લિંક બદલ આભાર)
  ધાર્મિક લખાણો, લોકગીતો, લોકકથાઓ (જે કોપીરાઇટ રહીત હોય) ગમે તે પોતાના બ્લોગ પર લખી શકે, પરંતુ એ લખાણ જાતે ટાઇપ ન કર્યું હોય અને અન્ય જગ્યાએથી કોપી કર્યું હોય તો જે તે જગ્યાની લિંક આપવી જરૂરી ખરી કે નહીં ? (જેમ કે આવા કેટલાયે લખાણો મિત્રોએ વિકી કે વિકીસોર્સ પર રાતઉજાગરા કરી ટાઇપ કર્યા છે, ભાષાંતરીત કર્યા છે, ચર્ચાઓ અને સંશોધનો કરી લખ્યા છે અને ઘણા બ્લોગરો તે બેઠેબેઠા ઠપકારી દે છે,માત્ર ’વિકીસોર્સ પરથી’ એટલું પણ ન લખે ! વિકીના નિયમ મુજબ તેનો ઉલ્લેખ કરવો અને લિંક આપવી જરૂરી છે.)
  અને આપણે આપણને ગમતું, વેબ પર પ્રસિદ્ધ કોઇ લખાણ આપણા મિત્રોને વંચાવવા માગતા હોઇએ તો ત્યાંથી કોપી-પેસ્ટની મહેનત પણ શા માટે લેવી ? માત્ર તે લખાણની લિંક અને તે લખાણ બાબતે આપણા અંગત વિચારો જ પ્રસિદ્ધ કરીએ તો જે તે લખાણનાં પુનરાવર્તનની આવશ્યકતા જ નથી. ઘણા બ્લોગર મિત્રો આ રીતે અન્ય મિત્રોને ઉપયોગી માહિતીઓ પ્રદાન કરે જ છે, તેમની પર કદી કોપી-પેસ્ટ કે પ્લેજરિઝમનો આરોપ લાગતો નથી અને ઉલ્ટો તેમની પ્રામાણિકતાની કદરરૂપે તેમનો વાંચકવર્ગ વધતો જ જાય છે. આમે કોઇપણ સસંદર્ભ લખાણ લેખકની વિશ્વસનિયતામાં વધારો કરે છે. (અમે પણ અમારા બ્લોગે અજાણતા કોઇકોઇ ભુલો કરી જ હશે, પણ સમજણા થયા પછી પણ અંગુઠો ચુસ્યે રાખનારને ’અબુધ’ જ કહેવાય ને !)
  આપે વિવાદનું જોખમ લઇને પણ અહીં સુંદર, માહિતીપ્રદ ચર્ચાને સ્થાન આપ્યું તે બદલ આપ ધન્યવાદના અધિકારી છો. આશા છે સૌ મિત્રોની આ ચર્ચા કશુંક હકારાત્મક અને ઉપયોગી પરીણામ લાવશે.
  આપનો અને સૌ મિત્રોનો આભાર.

  • November 3, 2010 at 11:23 AM

   અશોકભાઇ,
   આપના પ્રતિભાવનું હાર્દિક સ્વાગત છે.જોખમની વાત તો ઠીક છે પણ __________________
   જવા દો કાંઇ કહેવા જેવું નથી નહિં તો વળી પાછું……….

  • November 3, 2010 at 11:30 AM

   આમ તો સાચું કહું તો વિચારતો હતો કે આપની કોમેન્ટ એપ્રુવ કરું કે નહિં(જોકે એપ્રુવ ના કરવા જેવું કાંઇ હતું નહિ,પણ આગળ મે લખ્યુ છે કે અહિં ચર્ચા બંધ કરવામાં આવે છે એટલે.) પણ પછી લાગ્યું કે આપે આટલી મહેનતથી ટાઇપીંગ કર્યું છે,સાચી વાત કરી છે અને ઉપયોગી માહિતી પણ આપી છે.એટલે એપ્રુવ ના કરવાનો કોઇ પ્રશ્ન જ નથી. 🙂

 42. November 15, 2010 at 11:36 AM

  આ લેખને અનુરૂપ બે લિન્ક મૂકું છું…

  http://royalsungujarati.blogspot.com/p/blog-page_9331.html

  http://royalsungujarati.blogspot.com/p/blog-page_23.html

  • November 15, 2010 at 6:39 PM

   ઓહ્હ્હ્હ્હ્હ્હ્હ
   જોરદાર કોપી-પેસ્ટ વિનયભાઇ,
   જોકે આ ભાઇને મે એમના ૪-૪ ઇ-મેઇલ આઇ.ડી. પર મેઇલ કર્યો.ત્રણ દિવસ થયા છતાં પણ કોઇ જ રીપ્લાય નહિં…(મેઇલ જ ચેક નહિં કરતા હોય…બ્લોગ જોવાની તો દૂરની વાત છે.!) જોકે એમના આ બ્લોગ પર મે એક કોમેન્ટ પણ કરેલી છતાં કોઇ જવાબ નહિં.મે એમનો મોબાઇલ નંબર પણ માંગ્યો.મને નથી લાગતું આપે.(જોકે મે તો મારો આપ્યો જ છે…)
   એમણે મારા એકલાના બ્લોગ પરથી માત્ર આ શાયરીઓ જ નહિં પણ, મારી લખેલી નવલિકા અને રોજ મુકાતા જોક પણ કોપી કરેલ છે.
   ચલો જોક તો વાધો નહિં પણ નવલિકામાં તો કમસે કમ લિન્ક આપવી જ જોઇએ ને???
   અને હા, મારા બ્લોગ ઉપરાંત બીજા ઘણાં બ્લોગોમાંથી કોપી કરેલ હોય એમ લાગે છે.

 43. November 28, 2010 at 7:12 PM

  તમામ પ્રિય બ્લોગર્સમિત્રોને આ હેન્ડબૂક મેળવી લેવા નમ્ર સૂચન અને વિનંતી છે.-માર્કંડ દવે.

  કૉપીરાઈટ ઍક્ટ – હાથવગી હેન્ડબૂક

  મારો બ્લોગ © –
  http://markandraydave.blogspot.com/2010/11/blog-post_26.html

  • November 28, 2010 at 8:01 PM

   ધન્યવાદ દવેસાહેબ લિન્ક મુકવા બદલ…આવી જગ્યાએ લિન્ક મુકવાની તાતી જરુર હતી….

 44. December 29, 2010 at 2:56 AM

  ખુબ સરસ સોહમ ભાઈ! બહુ સરસ લેખ ! ખુબ ખુબ આભાર, ઘણું બધું જાણવા મળ્યું અહિયા,
  અને આ મહારામાયણમાં ભાગ લેનાર બ્લોગર મિત્રોનો પણ ખુબ ખુબ આભાર!
  બધીજ કોમેન્ટ વાંચ્યા પછી એવું લાગે છે કે આ ઝગડો કદી બંધ નહિ થાય,
  પણ નવા બ્લોગરો જરૂર બંધ થયી જશે! અરે આટલી બધી માથાકુટ!
  “તમારું બ્લોગ જગત તમને મુબારક”

  • December 29, 2010 at 9:40 AM

   વિજયભાઇ,
   આપનું સ્વાગત છે મારા બ્લોગમાં અને આપનો અભિપ્રાય આપ્યો એ બદલ ધન્યવાદ….

 45. Bharat Pandya
  January 20, 2011 at 11:06 PM

  કલ્યાણજી-આંણદજી લોકપ્રિય સંગીતકાર.એકવાર એક ભાઈ એમને કે ” કલ્યાણજીભાઇ ફલાણા ઠીંકણા મ્યુઝીક ડાઈરેક્ટરે તમારું ગીત ચોર્યું છે – સાવ કોપી પેસ્ટ કર્યું છે. એની પર કેસ કરો.
  કલ્યાણજી કે “નો થાય”
  ઓલ્યો કે ” કેમ ?”
  કલ્યાણજીભાઇ કે ” જેનું અમે કો.પે. કર્યું એણે અમારી પર નોતો કર્યો એટલે !”
  (અહીં તો પકડાયો ચોર !)

 46. Bharat Pandya
  January 20, 2011 at 11:12 PM

  કલ્યાણજી-આંણદજી લોકપ્રિય સંગીતકાર.એકવાર એક ભાઈ એમને કે ” કલ્યાણજીભાઇ ફલાણા ઠીંકણા મ્યુઝીક ડાઈરેક્ટરે તમારું ગીત ચોર્યું છે – સાવ કોપી પેસ્ટ કર્યું છે. એની પર કેસ કરો.
  કલ્યાણજી કે “નો થાય”
  ઓલ્યો કે ” કેમ ?”
  કલ્યાણજીભાઇ કે ” જેનું અમે કો.પે. કર્યું એણે અમારી પર નોતો કર્યો એટલે !”
  નાનપણ અમે ગાતા
  છે ચોર છે ચોર આખી દુનીયા ચોર
  ગાંધીજીએ મીઠું ચોર્યું ગાંધીજી પણ ચોર

  ब्रम्ह उछीठ्ठम जगत सर्वम/

  नवी कहेवत
  બ્લોગ ને સાધુનું કુળ અને મુળ ન શોધવું

 47. January 25, 2011 at 3:59 PM

  સરસ ધન્યાદ
  આ દુનીયામો ચોરી ચારે કોર
  આ દુનીયામો ચોરી ચારે કોર

 48. મે 10, 2011 at 12:53 AM

  સોહમ ભાઈ કેમ છો ? મજામા ને . સુંદર બ્લોગ છે તમરો અને તેના કરતા સુંદર છે આ લેખ. તમારા વખાણ કરવાનુ કારણ એટલુ જ કે આજે વિનય ભાઈ નો ફોન અને ભરત ભાઈ નો મેલ આવ્યો હતો અફ કોર્સ આ કોપી પેસ્ટ ની રામાયણ મા. મારા બ્લોગ પરની ચાર પાંચ રચના ઓ બી જા ના બ્લોગ પરથી લીધિ હતી અને મુળ લેખક ને ક્રેડીટ આપવાની રહી ગઈ. ત્યારે મે એમને સમજાવવાની કોશીશ કરી કે આ ઈન્ટેન્શ્નલી નથી થયુ પણ ભુલ થઈ છે. ( મારી નવી પોસ્ટ જોઈ લેજો )

  • મે 11, 2011 at 11:15 AM

   🙂
   હા મિત્ર…મેં તમારી એ પોસ્ટ વાંચી…કાંઈ વાંધો નહિં ભાઇ, હવે ધ્યાન રાખશો…કોઇ આપણી ઉપર આંગળી ચીંધે એવું કામ ના કરવું…જોકે આમાં તમારો કોઇ વાંક નથી કેમ કે તમને આ બાબતની જાણ ન હતી

 49. June 6, 2011 at 3:10 PM

  પ્રિય સોહમ,

  આ લેખ તમે જ્યારે બીજાના બ્લોગમાંથી લખાણ લઈને બ્લોગ બનાવ્યો હતો ત્યારે લખ્યો હતો.

  હવે જ્યારે તમારા બ્લોગમાંથી લખાણ લઈને લોકો (૧,૨) બ્લોગ બનાવે છે ત્યારે આ અપડેટ કરો અથવા નવો લેખ લખો.

  ૧) http://rathodsanjay.wordpress.com

  ૨) http://royalsungujarati.blogspot.com

 50. September 11, 2011 at 4:34 PM

  tame khuba j saras kahiyu copy past vishe .
  soham bhai tame mara bloag ni visit e aavo tamane invitation che.
  http://akashgauswami.blogspot.com/

 51. November 17, 2011 at 12:06 PM

  વંદના ને સંજના બે જોડીયા બેનો. બેય કંપ્યુટર નિષ્ણાંત.બેયના એક હારેજ લગન થયા (વર જુદા જુદા).બે વર્શે વંદનાને સારા દિવસો રહ્યા.ઉલ્ટીઓ થાય,ફેર ચડે, ખાવાનું ભાવે નહી, ખુબ હેરાન થઈ ને બાળક આવ્યું.

  થોડા વખત પછી વંદના ને કહે ‘ હવે તું ક્યારે મા બને છે ?’

  સંજના કહે ” આવી હેરાનગતી પછી હું તો વિચારું છું કે કોપી /પેસ્ટ કરી લઉં”

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: