Home > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > ફરી વખત મળવું નથી!

ફરી વખત મળવું નથી!

ની આંખો મળી ગઈ હતી. પ્રથમ નજરે જ પ્રેમ પ્રગટી ચૂક્યો હતો. પછી તો એવું થવા લાગ્યું હતું કે બંને ભવોભવના સંગાથી છે!

અરવિંદા પૂર્વાંચલના ઇટાનગરનો યુવક છે અને અનુજા દક્ષિણ ગુજરાતના કપરાડા બાજુના એક ગામડાની યુવતી છે. એમ કહેવાય કે, લંકાની લાડી ને ઘોઘાનો વર!
નેશનલ લેવલના એક યૂથ ફેસ્ટિવલમાં બંને મળ્યાં હતાં. આસામ અને બાંગ્લાદેશની બોર્ડર પર આવેલ સીતસર શહેરમાં આ ફેસ્ટિવલ યોજાયો હતો. અનુજા અને અરવિંદાની ફોક કલ્ચરની આઇટમ એક જ વિભાગમાં હતી. પસંદગીના ક્રમે બંને સરખા ઊતર્યા હતા. તેથી ઇનામને બે હિસ્સામાં વિભાજિત કરી વહેંચવામાં આવ્યું હતું. સ્થાનિક મિનિસ્ટરના હસ્તે બંનેને સાથે જ ઇનામ આપવામાં આવ્યું. આ વેળા આંખો મળી ગઈ. ક્ષણનો ઝબકારો જાણે હૃદયની આરપાર પ્રસરી ગયો. યુવાવસ્થામાં આમ ન બને તો જ નવાઈ. ઘણાં યુવક-યુવતીના જીવનમાં આમ બને છે. સવાલ છે આ ક્ષણને કેવી રીતે સ્વીકારવામાં આવે છે તેનો. ભરચક ભીડની વચ્ચે પણ બંને એકાંતને માણે છે. હોઠને કષ્ટ આપ્યા વગર આંખો વડે સંવાદ સાધે છે. ઘણું કહેવું છે, સ્પષ્ટ કરવું છે પણ વાચા જ હણાઈ ગઈ હોય એવું લાગે છે.

સીતસરથી ચાર કલાકનો રસ્તો કાપીને સૌ ગૌહાટીના રેલવેસ્ટેશને આવ્યા છે. અહીંથી અનુજા સૌની સાથે ગુજરાત આવવાની છે અને અરવિંદા તેના વતન ઇટાનગર જવાનો છે, પણ સીતસરથી ગૌહાટી સુધીના બસ રસ્તામાં અનુજાની સંમતિથી અરવિંદા તેની બાજુમાં બેઠો હતો. પોતાનો ટૂંકમાં પરિચય આપીને પછી ગુજરાતનાં ભરપેટ વખાણ કયાô હતાં. સાંભળ્યું હતું, વાંચ્યું હતું. ગુજરાત વિશે ખાસ્સું જાણ્યું હતું. અને પછી આવેશમાં કહી બેઠો હતો: ‘સ્વર્ગમાં જવાનું છોડી હું ગુજરાતમાં રહું!’
અનુજાની છાતીમાં રીતસરનો સબાકો આવ્યો હતો. તે કાળજું કઠણ કરીને બોલી હતી: ‘એવું શકય થોડું બને!’
‘છે, અમારા માટે શકય છે.’ અરવિંદાએ કહ્યું હતું : ‘કારણ કે જેમ તમારે ત્યાં છોકરીને સાસરે વળાવે છે તેમ અમારે ત્યાં છોકરાને સાસરે વળાવવાનો રિવાજ છે!’

અરવિંદાનું આમ કહેવું સાંભળી અનુજા તન-મનથી એકદમ હલબલી ઊઠી હતી. અંતરમાં ભૂકંપ સર્જાયો હતો. સઘળું છિન્નભિન્ન થઈ ગયું હતું. કારણ કે અરવિંદાની વાતમાં ઊડાણ હતું અને સ્પષ્ટ નિર્દેશ હતો. જે અનુજા પળાર્ધ માટે પણ સ્વીકારી શકે તેમ નહોતી. છોકરી સમજણી થાય ત્યારથી જ તેના મનમાં એક બાબત સ્પષ્ટ થવા લાગે કે, પોતાને એક નહીંને એક દિવસ પપ્પાનું ઘર છોડવાનું છે અને શ્વસૂરગૃહે સિધાવવાનું છે.

અને અરવિંદાએ જે નિર્દેશ કર્યો તેવું મનમાં ઊગ્યું નહોતું. હૃદયની ઊર્મિઓ ઊછળી. એક પ્રકારનું આકર્ષણ થયું. સહવાસની ઝંખના જાગી પણ તેનો એ અર્થ નહોતો કે પ્રેમ જીવનસાથીનું સ્વરૂપ ધારણ કરે.
હરકોઈ વ્યક્તિને આવી નાજુક ક્ષણોમાંથી પસાર થવાનું બનતું હોય છે. ભૂતકાળ સંભારો અથવા ભવિષ્યની કલ્પના કરો. પણ આવી નાજુક અને લપસણી ક્ષણોને સંભાળી શકવામાં જ સાચી સમતા અને ક્ષમતા દાખવવાની હોય છે. લપસ્યાં તો ગયા… જીવનભરનો પસ્તાવો.

‘અનુ!’ મૌન તોડીને અરવિંદાએ કહ્યું : ‘અહીં ગૌહાટીમાં કામાખ્યાદેવીનું મંદિર છે.’
અનુજાએ અરવિંદા સામે જોયું. પછી થોડા ઘસાતા સ્વરે બોલી: ‘પ્રેમની દેવીનું મંદિર!’
‘હા,’ અરવિંદાએ કહ્યું : ‘માન્યતા છે કે, ત્યાં પ્રેમીઓનું ફરી અચૂક મિલન થાય છે. મનોકામના પૂર્ણ થાય છે. ત્યાં દર્શને જઈશું?’

અનુજા અત્યંત નાજુક પળોમાંથી પસાર થઈ રહી હતી. હૃદય પીગળીને સાવ પ્રવાહી થઈ ગયું હતું. છતાં પણ કઠણ થઈ, આંખો બંધ ને એકદમ બોલી ગઈ: ‘મારે કયાંય આવવું નથી… ફરી વખત મળવું નથી!’આંખો ખોલી ત્યારે સામે અરવિંદા નહોતો.

(દિવ્ય-ભાસ્કર)

તા.ક. :- ઉપરની નવલિકા શ્રી રાઘવજી માધડની છે. (થેંન્ક્સ ટુ વિનયભાઇ)

Advertisements
  1. Jul 21, 2011 at 11:29 AM

    HA R SACHU 6 K SAMBHADVU JOIYE PAN AJ TO KOI KARI SAKTU NATHI

  1. May 12, 2011 at 7:22 PM

Leave a Reply to pinkal Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: