મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > સાવ ઉજ્જડ પંથમાં બસ એક ઓછાયો મળ્યો, શબ્દના ગાતા ઝરણમાં હું હતો ને તું હતી.

સાવ ઉજ્જડ પંથમાં બસ એક ઓછાયો મળ્યો, શબ્દના ગાતા ઝરણમાં હું હતો ને તું હતી.

‘જલદી કરો… જલદી કરો… જમ્મુ એકસપ્રેસ આવવાની તૈયારીમાં જ હશે. તમે બંને કયાંક લપાઈને ઊભા રહો. હું તમારા માટે ટિકિટ કઢાવીને આવું છું.’ વડોદરાના રેલ્વે પ્લેટફોર્મ ઉપર અસંખ્ય માણસોની ભીડ અને પ્રચંડ કોલાહલ વચ્ચે એક પંજાબી યુવતી અને મુસલમાન જુવાનને આટલી લૂચના આપીને સલીલ નામનો એક ખરબચડો ગુજરાતી યુવક ટિકિટબારીની દિશામાં દોડી ગયો.

એની પીઠ તરફ તાકી રહેલા મુસ્લિમ પ્રેમીએ અભિપ્રાય આપ્યો : ‘મન્નુ, આનું નામ દોસ્તી. આજે સલીલ ન હોત તો આપણે અહીં સુધી આવી જ ન શકયા હોત. કયારના ય આપણા ઘરવાળાઓના હાથે ઝડપાઈ ગયા હોત.’

મન્નુ એટલે મનપ્રીતકૌર. અને મુસ્લિમ યુવાનનું નામ મુખ્તાર. બંને જણા ગુજરાતીમાં જ વાત કરી રહ્યા હતાં; એ પણ સલીલ શાહની જ સલાહ ! એણે જ ચેતવણી આપી રાખી હતી : ‘ભૂલેચૂકે ય જો ઊર્દૂ અને પંજાબીમાં વાત કરતા હશો અને કોઈ વહેમાશે તો પકડાતાં વાર નહીં લાગે.’

ત્યાં જ એનાઉન્સમેન્ટનું ભૂંગળુ ગર્જી ઊઠયું, ‘જ્મ્મુ એકસપ્રેસ ઈઝ લેઇટ બાય ટુ અવર્સ.’

મુખ્તારે મનપ્રીત સામે જોયું : ‘હવે ? શું કરીશું ? બે કલાક અહીં ઊભા રહીશું તો તો ઝડપાઈ જ જઈશું. અત્યાર સુધીમાં તારા ઘરવાળા તરફથી પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી હશે.’

મનપ્રીતને રસ્તો લૂઝૂયો : ‘ચાલ, આપણે કેન્ટીનમાં ઘૂસી જઈએ. ત્યાં આપણને કોઈ જોઈ નહીં શકે.’

ટિકિટબારીએ ગયેલો સલીલ આવ્યો ત્યારે જોયું તો પ્રેમી પંખીડા ગાયબ. કયાં ગયા હશે ? પકડાઈ તો નહીં ગયા હોય ને ? પૂછવું પણ કોને ? સલીલ અદ્ધર જીવે આખા પ્લેટફોર્મ પર આંટો મારી આવ્યો. અચાનક એની નજર રેલ્વેની કેન્ટીનની કાચની દિવાલને અડીને ચાની સાથે પ્રેમની ચૂસ્કીઓ ભરી રહેલાં કબૂતરો ઉપર પડી. એ ગિન્નાયો. કેન્ટીનમાં જઈને મુખ્તારને ઝાડી નાંખ્યો : ‘આ કાચના શાઁ-કેઇસમાં બેસવાની બુદ્ધિ કોણે બતાવી ?’

‘મનપ્રીતે.’

‘હં…! મનપ્રીતકૌર સરદારણ છે એ ખબર છે ને ? એની અક્કલ પ્રમાણે ચાલતો રહીશ, તો તારી હાલત સરદાર સરોવર જેવી બની જશે. ડફોળ, તમારે અત્યારે ખૂણા ગોતવાના હોય એને બદલે કઁન્ટીન જેવી જગ્યાએ જઈને બેઠાં ?’

‘ટિકિટ મળી ગઈ, ભાઈ સાહબ ?’ મનપ્રીતે ઉત્સાહથી પૂછૂયું.

‘મળતી હતી, પણ લીધી નહીં.’ સલીલે ખુલાસો કર્યો : ‘ગાડી બે કલાક લેઇટ છે એટલો બધો સમય અહીં પડયા રહેવામાં જોખમ છે. વડોદરા તો જેમ બને તેમ જલદી છોડી જ દેવું પડે. આપણે યોજના બદલવી પડશે.’

‘કયા કરેંગે ?’

‘તમારું હનીમૂન કાશ્મિરને બદલે આબુમાં લખાયું હશે. ટ્રેઇનને બદલે તમે બસ પકડો. આબુ પહોંચી જાવ. રોજ સવાર-સાંજ મને ફોન કરતા રહેજો. હું તમને અહીંની પરિસ્થિતિ જણાવતો રહીશ. હું કહું ત્યારે પાછા આવી જજો.’

મુખ્તાર અને મનપ્રીતનાં દિમાગમાં વાત બેસી ગઈ. ત્રણેય જણાં ખાનગી ટ્રાવેલ્સની આઁફિસ તરફ દોડયાં. સદૂનસીબે બસ જાણે એમની જ રાહ જોઈને ઊભી હતી. બસમાં ગોઠવાયા પછી મનપ્રીતની આંખો છલકાઈ ઊઠી. મુખ્તાર પણ ગળગળો થઈ ગયો. મનપ્રીતના કાનમાં ગણગણ્યો : ‘મન્નુ, આનું નામ દોસ્તી. જો સલીલ ન હોત, તો આપણું શું થાત ?’ અને બસ ઊપડી.

મિત્રને એની પ્રેમિકા સાથે વળાવીને સલીલ ઘર તરફ પાછો ફર્યો એનું ઘર અલગ વિસ્તારમાં હતું; મનપ્રીત અને મુખ્તારના ઘર એક જ સોસાયટીમાં સામસામે હતા. જાણે કશું જ જાણતો નથી એવા હાવભાવ સાથે સલીલ મુખ્તારની સોસાયટીમાં પહોંચી ગયો. ત્યાં તો વાતાવરણ પાકિસ્તાન અને પંજાબ જેવું બની ગયું હતું. રાત પડી ગઈ ત્યાં સુધી દીકરી ઘરે ન આવી એટલે મનપ્રીતના ડેડી અને ભાઈઓએ દોડધામ કરી મૂકી. ત્યાં તો ખબર પડી કે સામેના બંગલાવાળો મુખ્તાર પણ ગાયબ છે ! બંને કુટુંબો આમને-સામને આવી ગયા… ગાળાગાળી, ધાકધમકી, આક્ષેપબાજી, પોલિસમાં ફરિયાદ….!

સલીલ જાલૂસી પતાવીને સરકી ગયો. બીજે દિવસે સવારે હજી તો ઊઠયો હતો, ત્યાં જ મુખ્તારનો ફોન આવ્યો.

‘મુખ્તાર… ! આબુ…! પહોંચી ગયા છીએ…!’

સલીલ હસ્યો : ‘આમ તારની ભાષામાં વાત ન કર. હનિમૂન કેવું રહ્યું ?’

‘હજી તો બે કલાક પહેલાં જ પહોંચ્યા છીએ. હોટલ શોધવામાં દોઢ કલાક ગયો. બાકીનો અડધો કલાક તને ફોન જોડવામાં…’

‘સારું, સારું ! મારે તારું ક્ષણે ક્ષણનું રિપોર્ટિંગ નથી સાંભળવું. એ તું ‘હનિમૂન’ માણી લીધા પછી સંભળાવજે. પણ એ પહેલાં તને અહીંનું રિપોર્ટિંગ કરી દઉં.’

‘પરિસ્થિતિ કેવી છે ?’ મુખ્તારનો અવાજ ચિંતાતુર બની ગયો.

‘ઉકળતા ચરૂ જેવી. તમારા બેયના ઘરમાં જ્વાળામુખી ફાટયા છે. લાવારસનો રેલો પોલીસ સ્ટેશન લગી પહોંચ્યો છે. હવે પોલીસ તમારા લગી ન પહોંચે એ માટે કાં તો મસ્જિદમાં જાવ, કાં ગુરુદ્વારામાં પ્રાર્થના કરો કે તમે પકડાવ નહીં.’

મુખ્તાર રડમસ થઈ ગયો : ‘અહીં આબુમાં અમે સાવ અજાણ્યા છીએ; મસ્જિદે ય કયાં શોધવી અને ગુરૂદ્વારા પણ…?’

‘તો પછી એક કામ કરો. શાસ્ત્રોમાં લખ્યું છે કે ઈશ્વર આપણા શરીરમાં વસે છે. તમે અત્યારથી જ ઈશ્વરની શોધ શરૂ કરી દો. રાત પડે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. લૂરજની સાખે અને આબુની આંખે…! એક જ મુદ્દાના કાર્યક્રમને વળગી રહો ! હનીમૂનની જગ્યાએ હનીસન !!’

સલીલે શુભેચ્છા આપીને ફોન સમાપ્ત કર્યો. છેલ્લે છેલ્લે શૃંગારરસ પીરસીને મિત્રને હળવોફૂલ બનાવી દીધો. મુખ્તારના ચહેરા ઉપર શ્યામ, ઘેરી છાંય વરતાતી હતી, એની જગ્યાએ મનપ્રીતને ગુલાબી રંગ ઝલકતો દેખાયો. વડોદરા છોડયા પછી પહેલીવાર મન્નુને બાહુપાશમાં જકડી. પ્રેમિકાના કાનમાં ‘આઇ લવ યુ’ ગણગણતા પહેલાં એણે હવે પછીના કાર્યક્રમની સફળતા માટે વડોદરામાં બેઠેલા દોસ્તના ઉપકારને સંભાર્યો : ‘મન્નુ, જો સલીલ ન હોત તો આપણું શું થાત ?’ અને પછી આબુની એ સસ્તી હોટલનો સામાન્ય ઓરડો ઈશ્વરનું ધામ બની ગયો. એક પ્રેમી અને પ્રેમિકા એકબીજાના દેહમાં રહેલા ઈશ્વરીય અંશની ખોજમાં ડૂબી ગયાં.

આ બાજુ વડોદરામાં સલીલના આંટાફેરા ચાલુ જ હતા. બંને કુટુંબો એકબીજાને ભાંડવામાંથી ઊંચા આવતા ન હતાં. મનપ્રીતના પપ્પા પોલીસ સ્ટેશને જઈને દસ હજાર રૂપિયા ખવડાવી આવ્યા : ‘સાલે કી ટાંગ તોડ ડાલના, ઊસકો કહીં સે ભી ઢૂંઢ નીકાલો. મેરી મન્નુ અગર વાપીસ નહીં આઇ તો પૂરા પંજાબ ખડા કર દુંગા… સાલ્લેકી તો…’

સાંજે મુખ્તારના અબ્બાજાન પોલીસને પંદર હજાર આપી આવ્યા, ‘સા’બ, જો હુઆ સો હુઆ. હમ ભી નહીં ચાહતે કિ હમારે ઘરમેં એક સરદારન લકડી બહુ બનકે આયે. આપ દોનો કો ઢૂંઢ કે યહાં હાજીર કરો. હમ લડકીકો ઉસકે બાપ કે હાથમેં સૌંપ દેંગે. મગર હમારે મુખ્તાર કો મારના નહીં.’

એક પક્ષ તરફથી ધારાસભ્યનું દબાણ આવ્યું, તો બીજા પક્ષ તરફથી સંસદસભ્યનું. સલીલને લાગ્યું કે વાત યુનો સુધી પહોંચશે; એણે ધીમે રહીને દરખાસ્ત રજૂ કરી. બંને પક્ષોને મળીને પૂછૂયું : ‘તમે જો લગ્ન માટે સંમત થતા હો, તો બેય જણને હાજર કરવાની જવાબદારી મારી.’

‘એ યે… ! તું જાનતા હૈ કિ હમારી મન્નુ કો લેકર વો લોફર કહાં છુપા હુઆ હૈ ?’

‘જુઓ, વડીલ ! આ ભાષામાં વાત કરવી હોય તો હું રજા લઉં.’ સલીલે ઊભા થઈ ચાલવાનો અભિનય કર્યો. બંને પક્ષો મને-કમને શાંત થયા. શિખર મંત્રણા માટે સંમત થયા. વચેટિયા તરીકે સલીલ પણ હાજર રહ્યો. એવું નક્કી થયું કે મુખ્તાર અને મનપ્રીત જ્યાં હોય ત્યાંથી પાછા આવી જાય, બંને જણાં પોતપોતાના ઘરમાં ચાલ્યા જાય, શાંતિથી એકાદ-બે મહિનાનો સમયગાળો નીકળી જવા દે અને પછી પણ બે ય જણ લગ્નની જીદને વળગી રહે તો મા-બાપોએ વિરોધ છોડી દેવો.

સલીલે એ સાંજે મુખ્તાર આગળ વધામણી ખાધી : ‘જે પહેલી બસ મળે એમાં બેસી જાવ. શિખર મંત્રણા સફળ રહી છે.’

મુખ્તાર અને મનપ્રીત ઓડકાર ખાતા ખાતા વડોદરાની બસમાં બેઠાં. આગની ભઠ્ઠી જેવા વાતાવરણમાં પ્રવેશ કર્યો. તત્કાલ પૂરતો ઉનાળો શિયાળામાં પલ્ટાઈ ગયો, બંને કુટુંબો શાંત પડયા.

એક મહિનો ગયો, બીજો ગયો. બે ય પ્રેમીઓના ઘરોમાં બ્રેઇન વાઁશિંગ સતત ચાલુ જ હતું. પણ મનપ્રીત અડગ હતી. ગમે તે થાય, પણ શાદિ તો હું મુખ્તાર સાથે જ કરીશ. એની માએ સળગી મરવાની ધમકી આપી, ત્યારે મનપ્રીતે લાજ-શરમ મૂકીને કહી દીધું : ‘મરના હૈ તો મર જા, મમ્મી ! મૈં મજબૂર હું. સાત દિન એક મર્દ કે સાથ રહ કર વાપિસ આઈ હું. અબ મેરા હાથ કૌન પકડેગા ?’ મનપ્રીતના ઘરમાં સન્નાટો છવાઈ ગયો.

પણ સામેના ઘરમાં ઉત્સવનું સામ્રાજ્ય હતું. મુખ્તાર એના મા-બાપની સમજાવટ સામે ઝૂકી ગયો હતો. કદાચ આબુના ઓડકારથી એને ધરવ થઈ ગયો હશે. એણે મુસ્લિમ છોકરી સાથે મંગની કરવાની હા પાડી દીધી. મનપ્રીતને જાણ થઈ ત્યારે એને ભયંકર આઘાત લાગ્યો. એણે મુખ્તારને રૂબરૂ મળવાની લાખ કોશિષ કરી, પણ સફળ ન થઈ શકી. ફોન પણ કર્યા, પણ એનો અવાજ સાંભળીને ફોન કપાઈ જતો.

અંતે કપાઈ ગયું મનપ્રીતનું દિલ. એક દિવસ સાંજનો સમય હતો. ઘરમાં કોઈને કહ્યા વગર મનપ્રીત બહાર નીકળી. રીક્ષા પકડી.

‘કહાં જાના હૈ મે’મસા’બ ?’ રીક્ષાવાળાએ પૂછૂયું.

‘શહર સે દૂર… નદી કી ઔર લે લો’ ગૂમલૂમ મનપ્રીતે લૂચના આપી. રીક્ષાવાળાએ રીક્ષા મારી મૂકી, શહેરની બહાર નદીની ઉપર બંધાયેલા એક પ્રખ્યાત બ્રિજ ઉપર પહોંચીને મનપ્રીતે રીક્ષા ઊભી રખાવી. ચૂપચાપ નીચે ઉતરી. બ્રિજ ઉપર એક ચોક્કસ જગ્યાએ જઈને એ ઊભી રહી. રીક્ષાવાળો દુનિયા જોઈ ચૂકેલો માણસ હતો. શહેરથી દૂર આવું નિર્જન સ્થળ, અવનિ ઉપર ઊતરતા અંધારા, એક ગુમલૂમ, ખૂબલૂરત જુવાની અને એની ચિંતાજનક હિલચાલ…! રીક્ષાવાળાને સમજતાં વાર ન લાગી કે આ બધાનો સરવાળો એટલે આત્મહત્યા.

એણે ઝડપથી દોડીને મનપ્રીતને પકડી લીધી : ‘બેટી, યે કયા કર રહી હો ?’

‘મુઝે મર જાને દો, ચાચા ! મુઝે નહીં જીના હૈ. છોડ દો મુઝે.’

‘નહી છોડુંગા.’

‘મગર કયોં ?’ મનપ્રીત રડી પડી : ‘મૈં મર જાઉ ઉસસે તુમ્હે કયા ફરક પડતા હૈ ?’

‘પડતા હૈ, બેટી ! તુમ મેરી રીક્ષામેં બૈઠી થી. મૈ તો ગરીબ ઇન્સાન હું, મગર તેરે બાપ જૈસા હું. મેરા ભી પરિવાર હૈ. તુમ અગર ચાહો તો મેરી ઝોંપડી મેં હમારે સાથ…’

મનપ્રીત ફરી વાર રડી પડી.

‘કયા વજહ હૈ ? કોઈ લડકા ?’ રીક્ષાવાળા ચાચાએ પૂછૂયું.

‘હાં.’

‘ઊસ કે ઘર લે ચલું ?’

‘નહીં, અબ નહીં. વો મર્દ નહીં, કાયર હૈ. આપ એક કામ કિજિયે, સલીલ કે ઘર લે ચલીયે…’ મનપ્રીતે સલીલનું સરનામું કહ્યું.

રાત્રે આઠ વાગ્યે રીક્ષા આવીને સલીલના ઘર પાસે એક જિંદગી હારી ચૂકેલી જુવાનીને ઠાલવી ગઈ. સલીલે એને ઘરમાં લીધી.

‘શું થયું મનપ્રીત ?’ જવાબમાં મનપ્રીતે વ્યથાનો કુંભ ખાલી કર્યો.

‘હં…! હું શું કરી શકું ?’ સલીલે નિખાલસતાથી પૂછૂયું.

‘એક લૂંટાઈ ચૂકેલી સ્ત્રી તારા આંગણે આવી છે. મુખ્તારને તો હવે સાત જન્મે પણ હું મળવા નથી માંગતી. બીજા કોઈ પુરુષ સાથે પરણવામાં જોખમ છે. ભવિષ્યમાં કોઈ પણ માણસ મને બ્લેકમેઇલ કરી શકે. હું તારી પાસે આવી છું. તું… તું બધું જ જાણે છે. તને એ પણ ખબર છે કે કોણે કોનો વિશ્વાસઘાત કર્યો છ !’

‘સમજી ગયો.’ આ બે જ શબ્દો બોલીને સલીલે બારણા બહાર ઊભેલા રીક્ષાવાળાને ઘરમાં બોલાવ્યો. ઘરમાં પડેલું કંકુ ખોળી કાઢૂયું અને મનપ્રીતના કપાળમાં ચાંલ્લો કર્યો, સેંથામાં લાલ રંગ ભર્યો. મધ્યયુગીન રાજપૂતની જેમ આંગણે આવેલી શરણાર્થી સ્ત્રીને ધર્મપત્નીનો દરજ્જો આપ્યો. અને આજે પંદર વર્ષ થયા, છતાં એ જ સન્માન, એ જ પ્રેમથી અને એ જ વફાદારીથી એ મનપ્રીતને ચાહતો રહ્યો છે.

મનપ્રીત કયારેક મનોમન મુખ્તારવાળો ડાયલોગ ગણગણી લે છે : ‘આનું નામ પ્રેમ – જો સલીલ ન હોત તો મારું શું થાત ?’

(શીર્ષક પંકિત : ગોપાલ શાસ્ત્રી)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: