મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > માત્ર એક પળ કઠે કોઇનો અહીં અભાવ, બીજી પળથી વિકલ્પો વિચારાય છે.

માત્ર એક પળ કઠે કોઇનો અહીં અભાવ, બીજી પળથી વિકલ્પો વિચારાય છે.

રાકેશને જોઇને દુર્ગેશને ત્રણ હજાર વોટનો વીજળીનો આંચકો લાગ્યો. આવો આંચકો તો ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહરાવને જીન્સ અને ટી-શર્ટમાં જોઇને પણ ન લાગે! રાકેશ દિલ્હી તરફનો હતો, પણ અમદાવાદની કોલેજમાં ભણતો હતો. આજે પહેલી વાર એના ચહેરા ઉપર વસંત ૠતુ વરતાઇ રહી હતી; બાકી રાકેશ માટે પ્રત્યેક ૠતુ પાનખરની હતી. એને મન આંખો જોવા માટે ન હતી, પણ ઉદાસીને રહેવા માટેનું કાયમી આશ્રયસ્થાન હતી. હોઠ હસવા માટે નહીં, પણ કણસવા માટે હતા. નાક નમણાશને બદલે દુનિયા પ્રત્યે કાયમી નારાજગી વરસાવતું માધ્યમ હતું. એની અટક ખન્ના હતી. એ જમાનો રાજેશ ખન્નાના સુપર સ્ટારડમનો હતો,પણ દુર્ગેશે એનું નામ પાડયું હતું – ઉદાસ ખન્ના! કયાં પેલી મારકણી આંખો અને હિંદુસ્તાન આખાને પાગલ કરી ગયેલી બાંકી છટાઓ અને કયાં આ સુગરીનો માળો! તાજમહેલની બાજુમાં સ્લમ કવાર્ટરની કલ્પના કરીએ તોયે સરખામણી ઓછી પડે!

”આવ, આવ, ઉદાસ ખન્ના! આજે તો ઉદાસીને છોડીને આવ્યો છે ને કંઇ! દુર્ગેશે દોસ્તની પીઠ ઉપર ધબ્બો મારીને આવકાર્યો.

”યાર, એક કામ કરના પડેગા. બહોત જરૂરી હૈ. તેરે સીવા કોઇ નહીં કર સકતા.” ઉદાસ ખન્ના જરા રઘવાટમાં હતો.

”બોલી નાખ.” દુર્ગેશે હળવાશથી કહ્યું.

”ઐસે નહીં. પહલે વચન દે.”

”અરે ભઇ, વચન દિયા, બસ? કહો તો સર કાટકર તુમ્હારે હાથમેં રખ દૂ.” દુર્ગેશ હજી પણ મજાકના જ મૂડમાં હતો.

ઉદાસ ખન્નાએ એના બે હાથ પકડી લીધા આજીજી કરી: ”યાર, દો-ચાર ઘંટે કે લિયે કોઇ કમરા ચાહીયે.”

”કમરા?” દુર્ગેશને આશ્ચર્ય થયું : ”તારે શું કરવું છે કમરાનું ? તારા અંકલે ઘરમાંથી કાઢી મૂકયો કે શું?”

ઉદાસ નીચું જોઇ ગયો: ”એક લડકી હૈ… મેરી ગર્લફ્રેન્ડ હૈ… નઇ-નઇ દોસ્તી હૈ… બસ, દો-ચાર ઘંટેકી પ્રાયવસી મીલ જાયે તો જરા…”

”ઉદાસ!! તું અને ગર્લફ્રેન્ડ? છોકરી બરાબર જોઇ તો શકે છે ને?” દુર્ગેશને ખાત્રી હતી કે ઉદાસ જેવા લઘરવઘર છોકરાની ગર્લફ્રેન્ડ બનવા તૈયાર થનાર છોકરી કાં તો પાગલ હોવી જોઇએ, કાં અંધ.

”લડકી દેખ ભી સકતી હૈ ઔર લૂન ભી સકતી હૈ. મગર તૂ યે સબ બાતોં કો છોડ. પહલે મેરા કામ કર દે.”

દુર્ગેશ હવે ગંભીર બન્યો: ”ઉદાસ, એક વાતની સ્પષ્ટતા કર; લગ્ન કરવાનો છે એ છોકરી સાથે?”

”કોઇ સવાલ હી નહીં ઊઠતા, યાર! શાદિ તો અપની બિરાદરી વાલોં મેં કરની પડેગી.”

”તો પછી શા માટે બરબાદ કરે છે કોઇ માસુમને?” ”અરે, ભઇ! વો તુમ્હારા કામ નહીં. લડકી બિસ સાલકી હૈ. અપના ભલા-બૂરા ખુદ સમજ સકતી હૈ. ઔર મેંને એક બાત સાફ કહ દિ હૈ કિ મૈં ઉસકે સા શાદિ કરનેવાલા નહીં હૂં. ફિર ભી વો આ રહી હૈ. અબ તૂજે કયા પ્રોબ્લેમ હૈ?”

દુર્ગેશે માથું ધૂણાવ્યું : ”ઊહું! મારું મન નથી માનતું. તું તારી રીતે વ્યવસ્થા કરી લે. મને આ પાપમાં ભાગીદાર ન બનાવ.”

ઉદાસ ખન્ના નારાજ થઇ ગયો. ઊભા થવાના અભિનય સાથે બોલ્યો: ”જૈસી તેરી મરજી. યે મત સમઝના કિ મૈં લડકીકો અપને હાથસે જાને દૂંગા. મૈં કોઇ હોટલ ઢૂંઢ લૂંગા. ચાહે વહાં પુલીસ હી કયું ન આ જાયે. ફિર અખબારમેં હમારા નામ છપેગા. લડકીકી ઇજ્જત…”

”બસ, બસ, રહેવા દે.” દુર્ગેશ આગળ સાંભળી ન શકયો. એણે ત્યાં બેઠાં બેઠાં જ ફોનનું ચકરડું ઘૂમાવ્યું. એનો એક મિત્ર પરણેલો હતો. ભાડાના ફૂલેટમાં રહેતો હતો. પતિ-પત્ની બંને નોકરી કરતાં હતાં. બપોરના સમયે એ ફૂલેટ બંધ જ રહેતો હતો. દુર્ગેશે સાવ સાચી વાત જણાવી દીધી. મિત્રે ચાવી આપવા માટે હા પાડી દીધી.

દુર્ગેશે વચન પાળ્યું : ”જો, આ પહેલી અને છેલ્લી વાર તારું કામ કરી આપું છું. ફરી વાર કયારેય મારી પાસે વચન માગવા આવતો નહીં. હવે એ બતાવ; છોકરી કોણ છે?”

ઉદાસ ખન્ના સહેજ ખમચાયો: ”તારા સગામાં કોઇ નથી”

”હું ઓળખું છું ખરો?”

‘હા.”

”નામ આપ.”

‘યે સબ બાદમે રખ, યાર! એક બાર ઉસસે મિલ તો લેને દે!”

”સારું, તમે લોકો બાર વાગ્યા પછી ફૂલેટમાં જજો. હું સાડા ત્રણ-ચાર વાગ્યે ચાવી પાછી લેવા માટે ત્યાં આવીશ. એ વખતે તારે મને છોકરી સાથે પરિચય કરાવવો પડશે. શરત કબુલ છે?”

”સૌ ફિસદી કબુલ…”

બીજા દિવસે દુર્ગેશનો મિત્ર નોકરી પર જતી વખતે ફૂલેટની ચાવી આપી ગયો. થોડી વાર પછી એ ચાવી ઉદાસ ખન્નાના ખિસ્સામાં હતી. ઉદાસના પડખામાં એની ગર્લફ્રેન્ડ હતી અને વાસંતી મીજાજ ધારણ કરેલો એક લઘરવઘર પુરૂષ હણહણતા અશ્વની જેમ કામદેવની આરાધના કરવા એક અજાણ્યા ફૂલેટમાં અદ્રશ્ય થઇ ગયો.

બરાબર ત્રણ વાગીને ઉપર ચાલીસ મિનિટે ડોરબેલ વાગી. ભરપેટ જમ્યા પછી ઓડકાર ખાઇ રહેલા ઉદાસ ખન્નાએ બારણું ઊઘાડયું. મિત્રને જોઇને એનું ગળું ગર્વથી ફૂલી ઉઠયું.: ”આઓ, મેરે યાર, અંદર આ જાઓ. હમારી મહેબૂબા, હમારી હમબિસ્તર, હમારી તીતલીસે તુમ્હારા પરીચય કરાઊં” કહીને ઉદાસે બારણું બંધ કર્યું. ડ્રોઇંગરૂમમાં ગોઠવેલા સોફામાં બંને મિત્રો બેઠા. બેડરૂમની દિશામાં જોઇને ઉદાસ ખન્નાએ બૂમ મારી: ”અજી, લૂનતી હો? અગર ઠીક ઠાક હો ગઇ હો, તો બાહર આઓ. દેખો, કૌન આયા હૈ?….”

અને જવાબમાં બ્લેક જીન્સનું પેન્ટ અને ઉપર સાવ ટૂંકું, પારદર્શક ગુલાબી ટી-શર્ટ પહેરેલી એક ખૂબલૂરત, અલ્ટ્રામોડર્ન યુવતી બહાર આવી. દૂરથી જ એણે દુર્ગેશની તરફ જોઇને સ્મિત ફરકાવ્યું:

”હાય, દુર્ગેશ! કેમ છે? મજામાં?”

”ઓહ, ગોડ!! શર્મીલી તું… ?!! દુર્ગેશ ઊભો થઇ ગયો: ”તું? અને આ ઉદાસ ખન્ના સાથે?!”

શર્મીલા કંઇ જવાબ આપે એ પહેલાં ઉદાસ ખન્નાએ વચમાં ઝૂકાવ્યું : ”તૂં ઇસસે બાત કર; મૈં આઇસ્ક્રીમ કા ઇંતઝામ કરતા હૂં.” અને એ આઇસ્ક્રીમ લાવવા માટે બહાર ગયો. બારણું બંધ થયું ને દુર્ગેશે શર્મીલા સામે જોડયું. શર્મીલા મંદ મંદ અને તૃપ્તિથી તરબતર હાસ્ય વેરી રહી હતી…!

* * *

હજુ બે જ વરસ પહેલાંની વાત. ચાર દિવસ માટેની કોલેજ – ટૂર. સાપૂતારાનું જંગલ. વરસાદી માહૌલ, તોફાનના પર્યાય જેવા યુવાનો અને ચંચલતાની જીવંત મૂર્તિ જેવી છોકરીઓ. દિવસભરની રખડપટ્ટી પછી રાત્રે કેમ્પ-ફાયર અને નિ:શબ્દ અરણ્યમાં અંતાક્ષરીની રમઝટ.

દુર્ગેશને અંતાક્ષરીમાં રસ ન પડયો એટલે એ એના તંબુમાં આવીને લૂઇ ગયો. ઊંઘ તો આવે એમ નહોતી, બહારનો શોરબકોર એમ એને જંપવા દે એમ ન હતો. અચાનક એના કાને કોઇનો પગરવ અથડાયો. એણે લૂતાં લૂતાં જ પૂછૂયું : ”કોણ?”

”એ તો હું છું, શર્મીલી. ડરી ગયા?” અડધી રાતે વનમાં જાણે કોયલ ટહુકી.

”સાચું કહું તો હા; ડરી ગયો. જંગલ છે ને! એટલે…. ” દુર્ગેશે બેઠાં થતાં ઔપચારીકપણે પૂછૂયું : ”તમે કેમ અહીં આવ્યા? અંતાક્ષરીમાં મજા ન આવી?”

”ના, એવું નથી. પણ તમે આવ્યા એટલે હું આવી” શર્મીલા છેક એની પથારીની પાસે આવીને બેસી ગઇ.

દુર્ગેશે ખૂલાસો આપતો હોય એમ કહ્યું : ”મને પહેલેથી જ અંતાક્ષરી પ્રત્યે અણગમો છે. બેય પક્ષો પાસે હોય એટલો સ્ટોક ઠાલવી દેવાનો અને સમયનું ખૂન કરતાં જવાનું. આ રમતમાં કોઇ સર્જનાત્મકતા નથી. આપણે આ જંગલમાં ફિલ્મી ગીતોનો ઘોંઘાટ સાંભળવા આવ્યા છીએ?”

”તો બીજા શાના માટે આવ્યાં છીએ?”

”રાતના કાળા ડિબાંગ અંધારામાં જંગલની બિહામણી નિ:સ્તબ્ધતાને માણવા માટે આવ્યાં છીએ. શાંત વૃક્ષોના ગીચ પાંદડાઓમાંથી પસાર થતાં પવનના લૂરને ઝીલવા માટે આવ્યાં છીએ. પ્રદૂષણ રહિત આસમાનમાં ટમટમતાં તારલાઓની લીપી ઉકેલવા માટે આવ્યાં છીએ. એક ક્ષણ માટે આંખો બંધ કરીને કલ્પના કરો; આવા જ કોઇ અરણ્યમાં સદિઓ પૂર્વે કોઇ કણ્વ ૠષિનો આશ્રમ હશે. યજ્ઞની પવિત્ર વેદીમાંથી ઊઠતી ધૂમ્રસેર વૃક્ષોની ઉંચાઇથી પણ વધુ ઊંચી ઊઠી રહી હશે. આપણા તંબુ જેવી કોઇ કુટિરમાં પ્રિયંવદા હશે, માલવીકા હશે અને તારા જેવી સુંદર, પુરૂષને પ્રથમ નજરે પાગલ કરી મૂકે એવી શકુન્તલા હશે…”

દુર્ગેશ પોતે પણ મીંચેલી આંખે સદિઓ પહેલાંના દ્રશ્યમાં સરી પડયો હતો, ત્યાં એને લાગ્યું કે અચાનક કોઇ ફૂલોથી લથબથતી ડાળી એને વળગી પડી હતી.

”અરે, અરે, શર્મીલા! તમે? તું આ શું કરે છે?”

”કેમ? શકુન્તલા હોય ત્યાં દુષ્યન્ત નહીં હોય?” શર્મિલાની વાણીમાં એની આંખોમાં અને એના વર્તનમાં એક પુરૂષને જીતવા માટે નીકળેલી કામઘેલી સ્ત્રીના તમામ આયુધો ધાર કાઢીને સજ્જ હતાં. એણે ઉર્ધ્વવસ્ત્રનો નિમિષમાત્રમાં ત્યાગ કર્યો. હવે એ ખરેખર શકુન્તલાના જેવાં અને એનાં જેટલાં આચ્છાદનોમાં દુર્ગેશની આંખો સામે હતી. અડધી રાતે એક મહુડાનું વૃક્ષ મહેંકી રહ્યું હતું અને દુર્ગેશ પૂરેપૂરો સંયત હતો. એને આ મઘપાન મંજુર ન હતું.

”શર્મીલી, ઊભી થા. કપડાં પહેરી લે અને બહાર ચાલી જા. તારી ઉપર આ વાતાવરણની અસર થઇ લાગે છે. આ રીતે બહેકાવમાં આવી જઇને તારી જિંદગી બરબાદ ન કર. આપણાં લગ્ન શકય નથી.” આટલું કહીને દુર્ગેશે સામે ઊભેલાં શિલ્પ ઉપર રજાઇ ઓઢાડી દીધી.

શર્મીલાએ છેલ્લો પ્રયત્ન કરી જોયો: ”હું લગ્ન માટે કયારેય આગ્રહ નહીં રાખું. બસ, એક વાર…”

”તું જાય છે કે પછી થપ્પડ મારૂં” દુર્ગેશે એને ધમકાવી, પણ પછી તરત જ પાછી પ્રેમપૂર્વક એને સમજાવી: ”શર્મીલી, તારી જગ્યાએ મારી બહેન હોય અને એને કોઇ છોકરો ભ્રષ્ટ કરે તો મને એ ન ગમે. તું પણ કોઇની દીકરી છે, બહેન છે; હું તને મારા હાથે ભ્રષ્ટ નહીં થવા દઉં.”

શર્મીલા ઊભી થઇ. કપડાં પુન: ધારણ કર્યાં અને તંબુની બહાર જવા માટે પગ ઉપાડયો. પાછળથી દુર્ગેશનો અવાજ સંભળાયો: ”એક વાત મારે જરૂર કબુલ કરવી પડશે, શર્મીલા. મેં જેટલું જોયું છે તેના પરથી હું કહી શકું છું કે તું ખરેખર ખુબલૂરત છે. તારી સાથે જેના લગ્ન થશે એ પુરૂષ ખૂબ જ નસિબદાર હશે. ગૂડ નાઇટ…!’

અને આજે આટલા વરસ પછી ફરી એક વાર દુર્ગેશ અને શર્મીલા આમને-સામને ઊભાં હતાં. ઉદાસ ખન્ના આઇસ્ક્રીમ લઇ આવવા માટે ગયો હતો અને આ બે જણ પાસે થોડીક મિનિટો હતી. દુર્ગેશના આઘાતને કોઇ સીમા નહોતી. એની નજર સામે સાપૂતારાનું જંગલ, એ મધરાતનું એકાંત, એ વસ્ત્રવિહીન નારીદેહ અને એનું કામૂક ઇજન… આ બધું જ તરવરી ઊઠયું. એનું દિમાગ ચકરાઇ ગયું. આ દેશી મહુડો આખરે ટપકી ટપકીને કયાં ટપકયો? એક કંગાળ ભિખારીની ખરબચડી હથેળીમાં?

એણે ભયંકર વેદનાગ્રસ્ત સ્વરે પૂછૂયું : ”શર્મીલી, તેં આ શું કર્યું? કયાં તું અને કયાં આ ખન્નો? તને ખબર છે? તું તો કોઇ રાજામહારાજાની રાણી બનવાને લાયક છે તને બીજું કોઇ નહીં અને આ ઉદાસીયો ગમ્યો?!”

શર્મીલા કારૂણીસભર હસી: ”દુર્ગેશ, તું એક વાત ભૂલી જાય છે; મારી પ્રથમ પસંદગી તું હતો. મેં તને તમામ અધિકારો આપ્યા હતા. તેં મને ઠુકરાવી. હવે તને એક પણ અધિકાર રહેતો નથી, મેં આ શું કર્યું એમ પૂછવાનો અધિકાર પણ નહીં…”

બારણું ખૂલવાનો અવાજ આવ્યો અને આઇસ્ક્રીમના ત્રણ મોટા કપ સાથે ઉદાસ ખન્નો દાખલ થયો. એ આજે પૂરેપૂરા રંગમાં હતો: ”કયું બાદશાહો? હમારી ગર્લફ્રેન્ડ તુમકો કૈસી લગી?”

દુર્ગેશે જવાબ ન આપ્યો. આઇસ્ક્રીમ એના કપમાં પીગળી રહ્યો હતો અને દુર્ગેશ મનોમન ઉદાસ ખન્નાને કહી રહ્યો હતો: ”આ સવાલ તો મારે તને પૂછવાનો છે, શર્મીલી કેવી લાગી? મેં તો ફકત એને જોઇ જ છે, તે તો…”

(શત-પ્રતિશત સત્ય ઘટના. પાત્રોના નામ બદલવા સિવાય કશો જ ફેરફાર કરેલ નથી. શર્મીલી મેં દર્શાવી છે એના કરતા. અનેક ગણી વધારે રૂપાળી છે, ગર્મીલી પણ ખરી. તંબુની અંદર એ મધરાતે શર્મીલા અને દુર્ગેશ વચ્ચેની મુલાકાત મેં વર્ણવી છે એના કરતાં પણ ઘણી ઉત્તેજક હતી. મારી કલમમાંથી એ અ¹લીલતાએ ટપકવાની સાફ ના પાડી દીધી છે. ઉદાસ ખન્ના એની દિલ્હીવાળી બીવી સાથે સંસાર માણી રહ્યો છે. શર્મીલા અમેરિકામાં છે, અતિશય ધનાઢય પતિના રાજમહેલ જેવા ઘરને ઝગમગાવી રહી છે. બાકી વધ્યો છે દુર્ગેશ: એ અહીં જ છે. એના વગર આટલી વિગતે, આ ઘટના બીજુ કોણ આપી શકે?)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: