મુખ્ય પૃષ્ઠ > મારી નવલિકાઓ > અમને પગે પુજનાર પણ તમે જ હતાં, ને અમારી થાળીમાં થુંકનાર પણ તમે જ છો?

અમને પગે પુજનાર પણ તમે જ હતાં, ને અમારી થાળીમાં થુંકનાર પણ તમે જ છો?

“દિગ્વિજય, આ ૨૫ લાખનો ચેક છે,જરાક બેંક ઓફ બરોડામાં જઇને પૈસા ઉપાડી આવ ને…” મહેશભાઇએ કહ્યું.

“હા હા,સાહેબ…કેમ નહીં,લાવો હું હમણાં જ જઇને આવું છું” દિગ્વિજયએ નમ્રતાથી ઉત્તર આપ્યો.

“આમ તો તમારી પોસ્ટ ક્લાર્કની છે પણ મેનેજર જેટલી જવાબદારી તમને સોંપુ છું.આ બાબતમાં પ્રમાણિક માણસ હોય તો સારું”

“ના ના…એવું ના બોલશો માલિક, આ તો મારી ફરજ પુરી કરું છું બાકી કરવાવાળો તો ઇશ્વર છે.આપણે તો માત્ર નિમિત્ત છીએ.”

“વાહ ભાઇ વાહ…કેટલા ઉચ્ચ વિચારો છે તારા.ધન્ય છે તમારા મા-બાપને જેમણે આવા સરસ સંસ્કાર આપ્યા છે.તમે ખરેખર કુતરાં જેવાં જ છો” -મહેશભાઇ

“શું” -દિગ્વિજય

“એટલે કે તમે કુતરાં જેવાં જ વફાદાર છો.એમ હું કહેવા માંગતો હતો. લો, આ ચેક.” મહેશભાઇએ મલકાતાં કહ્યું

——————-*———————

આઇકોન ટેક્નોલોજી માં થયેલો આ સંવાદ.મહેશભાઇ એટલે કંપનીના માલિક.એમનાં પત્ની એટલે આશાબેન.બંને ભગવાનનાં માણસ.સંતાનમાં જે ગણો એ એમનો એકનો એક દિકરો-અનિકેત.મહેશભાઇએ હવે પુત્રને પોતાની કંપનીમાં બોલાવી કેટલો માલ લેવો,કેટલો માલ આપવો,ગ્રાહક જોડે કેવી રીતે વાત કરવી એ બધૂં શીખવાડી રહ્યા હતા.અનિકેત આમ તો એમ.બી.એ. હતો પણ કોલેજનાં થીયરીટીકલ નૉલેજ કરતાં કંપનીનુ પ્રેક્ટીકલ નૉલેજ વધારે મહત્વનુ હોય છે.

મહેશભાઇનો જમણૉ હાથ એટલે દિગ્વિજય.રૂપિયા લાખોમા હોય કે કરોડોમાં હોય.દિગ્વિજયનાં હાથમાં હોય એટલે સમજો કામ થઇ ગયું.દિલમા જરાય પાપ નહિ.એક પૈસો પણ લેવાની વ્રુતિ નહિ.એટલે જ મહેશભાઇએ આજે ૨૫ લાખ રૂપિયા લાવવાનું કીધું હતું.

“હવે જલદી જાવ નહિતર મોડૂં થશે તો સારી છાપ નહિ પડે.”આશાબેને મહેશભાઇને કહ્યુ.

“હા હવે નીકળીએ જ છીએ.” મહેશભાઇનએ કહ્યુ

આજે મહેશભાઇ અને અનિકેત એક કન્યા જોવા જવાના હતાં.એટલે આશાબેને ટકોર કરી.જોડે ખાખરાં અને પાણીની બોટલ લીધી.૩-૪ સી.ડી. ની કૅસેટ લીધી.અને બાપ-દિકરો સુકન્યા (કન્યાનાં પિતાના કહેવા પ્રમાણે) જોવા નીકળ્યા.પણ્ર રસ્તામાં મોબાઇલ ફોન આવતા મહેશભાઇનુધ્યાન બીજી બાજું જતાં સામેથી આવતી લકઝરી ધડાકાભેર ટકરાઈ. સામે તો લકઝરી હોવાથી ગાડીતો ફુગ્ગાની જેમ હવામા ઉછળી અને બાજુની ખીણમા પડી.માઉન્ટ આબુની ખીણ એટલે વાત જ ના થાય.કોઇની લાશ મળી નહિ.ગાડીનો તો કચ્ચરઘાણ થઇ ગયો હશે.

આશાબેનને આ વાતની જાણ થતા જ રોકકળ કરવા માંડ્યા.કેમ કે આશાબેનની બધી આશા પર પાણી ફરી વળ્યુ હતુ.તેઓ તો દિકરાના લગ્નના સપના જોતા હતા અને ત્યાં જ…

“મેડમ, બે દિવસ પહેલા સાહેબે મને ૬૦ લાખ રુપિયા લાવવાના કીધા હતા.આ વાત મારા અને શેઠ સિવાય બીજા કોઇને નથી ખબર.લો આ રહ્યા.” એમ કહી દિગ્વિજયે આશાબેનને ૬૦ લાખ રુપિયા આપ્યા.

દિગ્વિજયની પ્રમાણિકતા માટે આશાબેનને માન થયુ.અને આમ પણ આશાબેનને દિગ્વિજયની પ્રમાણિકતા વિશે ખબર હતી.તેમને સૌથી મોટી ચિંતા એ હતી કે હવે તેઓ આ કંપની કેવી રીતે ચલાવશે? પણ તમણે મનોમન વિચરી દીધુ કે આ તેઓ દિગ્વિજયને સોંપશે.

પણ પૈસા આવતાં જ માણસનૂં વર્તન અને વાણી બંને બદલાઇ છે.રાવણ જેવો જ્ઞાની માણસ બીજો કોઇ નથી.રાવણ તેની ઇચ્છા પ્રમાણ્રે શંકર ભગવાન ને પ્રગટ કરી શકતો.તેણે એક રુપસુંદરીના લીધે આખી લંકા ખોઈ જ્યારે આ તો દિગ્વિજય હતો.રાવણ જોડે જેટલુ પાણી ન હતુ એટલુ તો એની જોડે સોનુ હતુ.(અત્યારે પાણી મફત મળે છે અને સોનાનાં ભાવ આસમાને છે.)અને એ જ્ઞાની પુરુષ સીતામાતાને લીધે લપસી પડે તો દિગ્વિજય તો કયા ઝાડનુ મૂળ?

પછી તો દિગ્વિજય આશાબેનને રીતસર ધીક્કારવા માંડ્યો.આખી કંપની તેણે પોતે જ પચાવી પાડી.બે ટાઇમ જમવાનૂ દિગ્વિજય તરફથી મળી રહેતુ.રહેવા માટે ઘર તો હતુ જ.એક અઠવાડીયુ બરાબર ચાલ્યુ અને પછી તો જમવાનુ આવવાનુ પણ બંધ થઇ ગયુ.અને બંગલો ખાલી કરવાની નોટિસ મળી ગઇ.આશાબેન હવે ભક્તિભાવ બાજુ વળ્યાં હતાં. આશાબેનને હવે શુ ખાવુ અને ક્યા રહેવુ એ મોટો પ્રશ્ન હતો.એમની હાલત હવે ખરેખર સીતામાતા જેવી થઈ ગઈ હતી.(રાજમહેલમાંથી વન તરફ પ્રયાણ.)તેઓ બબડ્યાં કે હે ઇશ્વર…અત્યારે મારે આ દિવસો જોવાનો વારો ના આવત જો અનિકેત અને એના પપ્પા જીવતા હોત.

અને ત્યાં જ જાણે ચમત્કાર થયો.પતિ તો ગયા પણ અનિકેત બારણામા ઉભો હતો. આશાબેનને તો વિશ્વાસ જ ના પડ્યો.જ્યારે અનિકેતે એની મમ્મીના ચરણસ્પર્શ કર્યા ત્યારે તેમને વિશ્વાસ પડ્યો.અનિકેતે સાચી વાત કરતા જણાવ્યુ કે “અમે ખીણમા પડી ગયા હતા પણ સદભાગ્યે હુ બચી ગયો કેમ કે હું એક ઝૂપડી ઉપર પડ્યો.નાની મોટી ઇજા થઇ હતી પણ સારુ થઇ ગયુ.જ્યારે હૂ ભાનમા આવ્યો ત્યારે આજુ-બાજુ આદિવાસીઓ હતા.તેમણે મને બચાવી લીધો.તેમનો આભાર માનીને હુ તરત અહી આવી ગયો.રામ રાખે એને કોણ ચાખે? બરાબરને મમ્મી?” કહેતા તે મમ્મીને ગળે વળગી પડ્યો.

ત્યારબાદ આશાબેને દિગ્વિજયે પચાવી પડેલી કંપનીની વાત કરી.અનિકેતે કોર્ટ્માં કેસ કર્યો.મહેશભાઇના વારસ તરીકે અનિકેત હોવાથી તે કેસ જીતી ગયો.દિગ્વિજય તો અનિકેતને જોઇને દંગ જ રહી ગયો.

જ્યારે અનિકેત મહેશભાઇની ચૅર પર બેઠો ત્યારે ચાર આંખો માંથી પાણી વહેતાં હતા ને બે દિલ અંદરખાને હસતાં હતા.અને હવે રહી વાત દિગ્વિજયની તો એને હવે કોઇ ક્લાર્ક તો શું પટાવાળાની નોકરી પણ નથી આપતું

(શિર્ષક પંક્તિ – સોહમ રાવલ)

(નોંધ – આ નવલિકાનાં તમામ પાત્રો કાલ્પનિક છે.આ નવલિકાનો કોઇ જીવીત કે મ્રુત વ્યક્તિ સાથે કોઇ સંબંધ નથી – લેખક)


બીજી નવલિકા બે દિવસ ની અંદર પ્રસિધ્ધ થશે.

Advertisements
 1. Falguni Joshi
  મે 29, 2010 પર 4:32 પી એમ(PM)

  Congratulation!
  keep it up!

  • મે 30, 2010 પર 1:17 એ એમ (AM)

   પ્રતિભાવ બદલ આપનો ઘણો આભાર…
   મારી બીજી નવલિકા કાલે પોસ્ટ થઈ જશે…

 2. sapna
  મે 29, 2010 પર 5:17 પી એમ(PM)

  bhai sari hati tari navlika… good keep it up… all the best…

  • મે 30, 2010 પર 1:12 એ એમ (AM)

   કોમેન્ટ બદલ આપનો આભાર…
   મારી બીજી નવલિકા કાલે પોસ્ટ થઈ જશે…

 3. malti
  મે 30, 2010 પર 8:06 પી એમ(PM)

  congrats………….i think it should be ur first novel….it was nice but i want to suggest u 1 thng dat always make the scene like real………it was gud 1……….

  • મે 31, 2010 પર 2:12 એ એમ (AM)

   આપનો આભાર માલતીબહેન….
   આ મારી પ્રથમ નહિ પણ છઠ્ઠી નોવેલ છે…

   આર્ટિકલ વાચવા બ્લોગની મુલાકાત લેતા રહેજો…

 4. જૂન 7, 2010 પર 10:00 એ એમ (AM)

  સોહમભાઈ,
  ત્રણે નવલિકા વાચી ગયો… ખુબ ખુબ સરસ. પહેલી અને ત્રીજી નવલિકાના અંત મને ખુબ જ ગમ્યા. શરૂઆતમાં જે હોય તેના કરતા કઈક જુદો જ અંત હોય તે જ તો ખૂબી છે. આ રીતે જ નવલિકા યાદગાર બને છે. એક હતો રાજા અને ખાધું પીધુને રાજ કર્યું એમ નહી એ તો લોકોને ખબર જ હોય. પણ આમાં તો એક રાજા હતો પણ વાર્તાનો એન્ડ તો અણધાર્યો જ છે. પહેલી નવલિકામાં એમ લાગ્યું કે હવે સબંધો બગડશે અને પેલી છોકરીઓ બંને ને મારશે પણ તમે તો જુદો જ અંજામ આપ્યો. બીજી નવલિકામાં પણ જે અંત છે તે ખુબ ભાવવાહી છે અને લાગણી પ્રધાન લોકો પર મોટી છાપ છોડી જાય તેમ છે. ત્રીજી નવલિકામાં પણ અગાવ કોઈએ ધાર્યું જ નહોતું કે એક પ્રમાણિક વ્યક્તિ આટલી હદ સુધી જઈ શકે.. યુ આર ગ્રેટ.
  નવી નવલિકાની રાહ જોઇશ..

  • જૂન 7, 2010 પર 10:20 એ એમ (AM)

   હા યોગેશભાઇ,
   આપની એ વાત મને ગમી કે જે નવલિકાનો એન્ડ તેના શરુઆત કરતા જુદો હોય તે નવલિકા વાંચવાની બહુ મજા આવે.અને નવી નવલિકા હુ લખીશ ત્યારે હુ તમને મેઇલ કરી દઇશ.આભાર

 1. મે 29, 2011 પર 7:24 પી એમ(PM)
 2. મે 30, 2011 પર 10:11 એ એમ (AM)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: