મુખ્ય પૃષ્ઠ > મારી નવલિકાઓ > ઘણાં ઘણાંને પૂછે છે, “કેમ છે?” શું આજ ખરેખર, “પ્રેમ છે?”

ઘણાં ઘણાંને પૂછે છે, “કેમ છે?” શું આજ ખરેખર, “પ્રેમ છે?”

“કેમ છો પલ્લવીબેન,મજામા?” અશોકે ધીમેથી સાદ કર્યો.

“હાં,એકદમ અને તમે? શું કરે છે અમીતાભાભી?”

“હું પણ એકદમ મજામાં અને તમારા ભાભી અને હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં જોતાં હતા. હંમણા બ્રેક પડયો એટલે બહાર લટાર મારવા નીકળ્યો અને ત્યાં તમે મળી ગયાં. આજે ઓફિસથી આવતાં મોડુ થયું નંહિ? ” અશોક ફરીથી બોલ્યો.

” હાં, આજે જરાક કામ વધારે હતું એટલે વાર લાગી. ચલો બાય, ગુડ નાઇટ.” કહી પલ્લવીએ એક્ટિવા મુકવા ઝાંપો ખોલ્યો.

———–*———-

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લેઇક વ્યુ એપાર્ટમેન્ટ્માં પહેલા માળે બે દંપતી રહેતું હતું. એક દંપતી એટલે અશોક અને અમીતા અને બીજું દંપતી એટલે પવન અને પલ્લવી સામ-સામે જ બારણાં અને બેય જણાં હમણાં જ પરણેલા હતાં.અશોક અને અમીતામાં અશોક શોખીન જ્યારે અમીતા ભક્તિવાળી હતી. ક્યારેક ખોટું બોલવુ નહિં અને ખોટું કરવુ નહિં એ તેનો નિયમ હતો એટલે અશોક જેવા રંગીન મિજાજનાં પતિ જોડે એને ઓછું ફાવતું.

બીજી બાજુ પવન અને પલ્લવીમાં પલ્લવી રમતયાળ, હસમુખ અને વાચાળ હતી જ્યારે પવનને માત્ર કામ પુરતી જ વાત કરવા જોઇતી. પવનને પ્રાઇવેટ નોકરી હતી જ્યારે પણ એની બૈરી પલ્લવી ખુબ રૂપાળી હતી અને પવન તેને અનહદ ચાહતો હતો તે બધાં જ પૈસા પલ્લવીના હાથમાં આપી દેતો. અને કશી માથાકૂટ ના કરતો.

જ્યારે કોઇ મોલમાં ફરવાં જવાનું હોય કે બીજે ક્યાંય ફરવા જવાનું હોય ત્યારે આ ચારેય જણાં સાથે જતાં અને આ ચારેયમાં પલ્લવી અને અશોક જ બધું એરેન્જ કરતાં અને થોડી ધણી વધારે છુટછટો લેતાં. અને અમીતા તથા પવન કામ પૂરતું જ બોલતા. પુછીએ તેટલો જ જવાબ આપતા જયારે અશોક અને પલ્લ્વીનો રેડિયો કાયમ ચાલુ જ રહેતો. અમીતા અને પવનને ખબર હતી કે પલ્લવી અને અશોક એકબીજાની નજીક જવા પ્રયત્ન કરે છે પણ તેઓ કઇં કહી શકતા ન હતાં.

એક દિવસ પવન બહાર ખુર્શીમાં બેઠો હતો ત્યારે અમીતા કચરો વાળતાં બહાર આવી અને બોલી, ” પવનભાઇ, પલ્લવીભાભી કેમ હજી દેખાતા નથી ? રાતનાં નવ વાગી ગયા છતાં હજી નથી આવ્યાં એટલે ચિંતા માં છો કે શું ?”

“ના, ના એવું નથી. પલ્લવીને આજે ઓવરટાઇમ માટે નાઇટશિફટ કરવું પડે તેમ છે એટલે એ કાલે સવારે આવશે” – પવન શાંતિથી બોલ્યો “અને અશોકભાઇ?”

“એ ટૂર ઉપર એક દિવસ માટે બહાર ગયા છે ઓફિસનાં કામથી અટલે એ પણ કાલે આવશે. પણ તમે જમવાનું શું કર્યુ જમયા કે નહિં? ” અમીતાએ આતુરતાથી પૂછયું.

” ના, નથી જમ્યો હજી બહાર જવાનું વિચારતો હતો પણ એકલા જવાની ઇચ્છા થતી નથી તમે આવશો મારી સાથે? ” ભૂલથી પવનથી આવું બોલાઇ ગયું તેને થયુ કે આવું બોલવું ન જોઇએ પણ હવે શું?

“હું ધેર એકલી છું એટલે મેં પણ જમવા નથી બનાવ્યુ ભુખ તો મને પણ લાગી છે. પણ તમારી સાથે?…

“સોરી, તમારે ના આવવું હોય તો ન આવો હું તો મજાક કરતો હતો.” – પવન

“આમ તો તમારી વાત સાચી છે. મારે તમારી સાથે ન અવાય પણ મે કોઇ દિવસ હોટલમાં ખાધું જ નથી” પછી તેણે વિચાર્યુ કે અશોક તો પલ્લવી સાથે કેટ્લી બધી છૂટછાટ લે છે, કોઇક વાર તો તેનો હાથ પણ પકડી લે છે તો મારાથી આટલી છુટછાટ ના લેવાય” ચલો હું આવું છું તમારી જોડે” કહી અમીતા તૈયાર થવા ગઇ.

“એકથી ભલા દો. ચલો મને પણ કંપની મળી રહેશે. પલ્લવી તો છે નહીં એટલે ચિંતા નહિં” એમ વિચારી પવને પણ ધરને લોક માર્યુ.

બને જણા ડ્રાઇવ-ઇન રોડ પર આવેલી “ક્સાટા” હોટલમાં ગયાં. જેવાં હોટલમાં એન્ટર થયાં અને એક ટેબલ પર બેંઠા ત્યાં જ પવન ચમક્યો. તેણે અમીતાને સામેના ખુણાંનાં ટેબલ તરફ જોવાનો ઇશારો કર્યો. સામેના એ ટેબલ ઉપર પલ્લ્વી અને અશોક બેઠા હતાં. બન્ને જણા ભડકી ઉઠયાં કે અશોક અને પલ્લવી તેમને જોઇ લેશે તો ? પછી તરત જ હિમત આવી કે જે પાપ તેમણે કર્યુ છે એવું જ પાપ એ બન્નેએ પણ કર્યું જ છે ને? અમીતા અને પવન તો આવી રીતે પહેલી વાર આવ્યાં. પેલા બે તો ખબર નહિં કેટલી વાર…

એટલામાં પવનની નજર અશોકનાં ટેબલની બાજુનાં ટ્બલ પર પડી. તે ખાલી હતું તેણે અમીતાને કહયું, “અશોક અને પલ્લવી તેમની વાતોમાં મશગૂલ છે. આપણે તેમની પાછળ આવેલાં ટેબલ પર ઉધાં બેસી જઇએ જેથી ખબર પડે કે તેઓ શું વાતો કરે છે. બને જણા એ ટેબલ પર આવ્યા અને અમીતા અને પવનના કાને આ શબ્દો અથડાયા-

“પલ્લવી, પવન આપણને આવી રીતે જોઇ જાય તો?” અશોક ઉવાચ્ય.

“તો એમાં શું? સારું ને એ જોઇ જાય તો.”

“કેમ? કઇ રીતે?”

“જો એ જોઇ જાય તો એ મને ધેર જઇને ઝધશો કરે અને હું તેની સાથે કોઇ પણ રીતે કોમ્પ્રોમાઇઝ ના કરું અને છેવટે છુટા છેડા લઇ લઉં એનાંમાં શું દાટ્યું છે? પછી તો તુ પણ અમીતાને છુટા છેડા આપી દે ને?”

“હાસ્તો,પછી એ આખો દિવસ ” હરે રામ… હરે ક્રિષ્ના…” ભલે કરે રાખતી…” કહી અશોકે પલ્લ્વીના ગુલાબી ગાલ પર ટપલી મારી અને પલ્લવીએ અશોકનો હાથ પકડી લીધો.

“પછી આપણે મેરેજ કરી લઇશું અને જલસાની લાઇફ માણશું” પલ્લવી બોલી.

” હાં,પછી તો મોજા હી મોજા…” અશોક ફરીથી ઉવારય અને ઉમેર્યુ કે ” પલ્લવી પછી એક વાતની શાંતિ થઇ જશે.”
“કઇ વાતની?”
“એ જ કે આપણે આજે હોટલનો એક રૂમ બુક કરાયો છે એ રૂમ પછી બુક નંહિ કરાવવો પડે.”
આ સાથે જ અમીતા ભીની આંખો સાથે અને પવન તૂટેલા દિલ સાથે હોટલની બહાર નીકળી ગયા.

બીજા દિવસે પેપરમાં હેડ-લાઇન, કાંકરિયામાં એક યુવાન અને એક યુવતિ નું મોત .તળાવમાં લાશ દેખાતાં લોકોએ પોલિસને જણ કરી. આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું મનાય છે. અહિં પ્રેમમાં ત્રિકોણીય પ્રેમ બન્યુ હોવાનું જાણવા મળે છે

પણ પોલિસને ક્યાં ખબર હતી કે અંહિ તો ત્રિકોણ નંહિ પણ આખે-આખો ચતુષ્કોણ રચાયો છે.

(શીર્ષક પંક્તિ- સોહમ રાવલ)


Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: