મુખ્ય પૃષ્ઠ > મારી નવલિકાઓ > "મંદિર તો એક બહાનુ હતુ, બાકી દર્શન તો તમારા કરવા હતા."

"મંદિર તો એક બહાનુ હતુ, બાકી દર્શન તો તમારા કરવા હતા."

“એક્સ્ક્યુઝ મી,તમારો હાથરૂમાલ પડી ગયો છે.” કોઇક અજાણયા પુરૂષનો અવાજ નિરાલીના કાને અથડાયો.

“ઓહ્…થેન્ક્સ હમણા મોબાઇલ કાઢ્યો એમા ક્દાચ પડી ગયો હશે. બાય ધ વે મારે કોમ્પ્યુટર એન્જિનિયરીગંનાં ફર્સ્ટ યર નાં કલાસમા જ્વું છે. મને કહેશો કે ક્યાં છે?” નિરાલીએ મીઠી સ્માઇલ આપતા પૂછ્યુ.

“સ્યોર, વ્હાય નોટ? આપે આ વર્ષે જ એડમિશન લીધુ લાગે છે.” ફરીથી અજાણ્યો પુરૂષ બોલ્યો.

“હા” ટુંકો જવાબ નિરલીએ આપ્યો.

“હું” પણ કોમ્પુટર એન્જિનિયરીગંનાં સેક્ન્ડ યરમાં ભણુ છું કોલેજનુ કંઇ પણ કામ કાજ હોય તો જરાય સંકોચ વગર કહેજો. અને તમારો ક્લાસ ત્રીજી બિલ્ડિન્ગમા એન્ટર થતા જ ડાબી બાજુ છે.

“ઓ. કે. હું જ્વુ છું મારે મોડુ થાય છે.” કહી નિરાલી જતી રહી અને આ અજાણ્યો પુરૂષ ચાલતા જતા રૂપને જોઇ રહ્યો અને વિચાર્યુ કે જો લૈલા-મજનુ ના સમયમા નિરાલી જન્મી હોત તો મજનુ લૈલાના બદ્લે નિરાલીની પાછડ પડ્યો હોત.અને દુનીયા “લૈલા-મજનુ” ની જોડીને બદલે “નિરાલી-મજનુ” ને યાદ કરતા હોત આ અજણ્યો પુરૂષ એટલે વિશાલ.

ધીમે-ધીમે વિશાલ અને નિરાલીનાં સંબધો વધતા ગયા ક્યારેક તેઓ બહાર મળતા તો ક્યારેક વડાપાઉં ખાતાં. નીરાલીના મતે વિશાલ પરફેક્ટ પુરૂષ હતો.વિશાલનો સ્વભાવ,આદત,સંસ્કાર અને અજાણ્યાં ને મદદ કરવાની ભાવના નિરાલીનાં દિલને સ્પર્શી ગઇ હતી.નિરાલીના સપનાનો રાજકુમાર વિશાલ હતો.

પ્રેમ એટલે કાદવ. કાદવની જેમ એકવાર પ્રેમમા પડો એટલે અંદર ઉતરતાં જ જવાય એમાંથી બહાર ના નીકળાય.બંનેમાં ફેર એટલો કે કદાચ કાદવમાંથી બહાર નીકળો એટલે કપડાં બગડે અને પ્રેમમાંથી બહાર નીકળો એટલે દિલ તૂટે.

નિરાલીએ વિશાલને તેના ભુતકાળ વિશે બધું જ કહી દીધું હતું તે વિશાલનો ભુતકાળ જાણવા માંગતી હતી. અને વિશાલ પણ તે કહેવા ઉત્સુક હતો .
“પહેંલાં અમે મોડાસા રહેતાં હતાં અને હું ધોરણ-૧૨ સુધી સરસ્વતિ હાઇ સ્કૂલમાં ભણતો હતો. મારા કલાસમાં કોઇ પણ વિધ્યાર્થીને ગમે તેટલુ સાંરુ પેપર ગયું હોય તો તે એમ જ કહે કે, હાશ… આ વખતે મારો બીજો નંબર આવી જશે કેમ કે પહેલા નંબર પર તો હું નક્કી જ હોઉં.
ત્યારબાદ અહિં અમદાવાદ એલ. ડી. કોલેજમાં એડમિશન મળયુ.અને ઘર છોડીને આવવુ પડયું.એકલા-અટૂલા ગમતુ ન હતું એટલે નવા મિત્રો બનાવવા શરૂ કર્યા. જમવાનુ,ચા-નાસ્તો રોજ બહાર કરવાનું રોજ સાઇબર કાફે જવાનું એટલે આ કોલેજની આજુબાજુ બધી જ દુકાન વાળા મને ઓળખે. આ પરિક્ષામાં મારી આગળની સીટે એક છોકરાનો નંબર આવેલો એને મેં જ બધુ બતાવ્યુ અને એ પાસ થઇ ગયો.” વિશાલ એકીશ્વાસે બોલી ઉઠ્યો.

જે છેલ્લું વાક્ય બોલ્યો એંમાં નિરાલીને શંકા થઇ ગઇ કે વિશાલ પોતાને ઇમ્પ્રેસ કરવા માટે બોલે છે.પણ પછી તેને થયું કે પ્રથમ દિવસે જેવી રીતે એણે મારી મદદ કરી હતી તેમ કદાચ એણે પેલા છોકરાને મદદ કરી પણ હોય.

સમય પસાર થતો ગયો. બે મહિના વીતી ગયા. હવે વિશાલ અને નિરાલી કોલેજ ભણવા માટે નહિ પણ મળવા માટે જતાં હતાં. હા, પરિક્ષા સમયે તેઓ સિરિયસ થઇ ભણી લીધાં કરતાં હતાં અને સારા નંબરે પાસ પણ થઈ જતાં.

એક દિવસ સવારે નિરાલી કોલેજ આવી રહી હતી ત્યારે એક લબરમુર્છીયા એ કોમેન્ટ પાસ કરી-
“હાય-હાય… મેરી છમ્મક છલ્લો તેરા યે દુપટ્ટા ટીક કર નહિંતર મૈં ઐસા કુછ કર જાઉંગા જીસકા મુજે ભી પતા નહિં હોગા.”

“માંઇન્ડ યોર લેન્ગ્વેજ મિસ્ટર,નહિંતર સીધી પ્રિન્સીપાલને ફરિયાદ કરીશ” નિરાલીએ દુપટ્ટો સરખો કરતા કહયું.

“અરે આ પ્રિન્સીપાલની તો મારા પપ્પા આગળ ચડ્ડી ભીની થઇ જાય છે. એ શું મને કહવાનો હતો ?” લબરમુર્છીયા એ મુંછ પર હાથ ફેરવતાં કીધું.

નિરાલી બોલી-

“ના છેડ લડ્કી કો,પાપ હોગા.
કલ તુભી કીસી લડ્કી કા બાપ હોગા”

લંબરમૂછીયો ફરીથી બોલ્યો-

“ભગવાન કરે તેરા કહેના સચ હો,
જો મુજે બાપ કહે વો તેરા બચ્ચા હો”.

અધધધ આવું અપમાન કોઇ યુવતિથી સહન થાય? નિરાલીએ સેન્ડલ હાથમાં લીંધુ ત્યાંજ એક નવયુવાનનું આગમન થયુ. છ ફુટની હાઇટ અને હટ્ટો-કટ્ટો યુવાન પેલાની નજીક ગયો અને કાનપટ્ટાની એક આપી દીધી. પેલાએ સામે લાફો મારવાની હિંમત પણ ના કરી. અને ત્યાંથી ભાગી ગયો.

“થેન્કયુ વેરી મચ”,” ઇટ્સ ઓ.કે.”. બનેએ સ્માઇલ કરતાં કહયું.

“મારું નામ આલોક છે અને હું સેકન્ડ યેરમાં કોમ્પ્યુટર એન્જિનિયરીગંમાં ભણુ છું” -યુવાન ઉવારય.

“સરસ, હું નિરાલી. ફર્સ્ટ યરમાં કોમ્પ્યુટર એન્જિનિયરીગં જ ભણું છું. આપના ક્લાસમાં જે વિશાલ ભણે છે તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે.

“કોણ પેલો વિશાલ? એ રખડેલ? તમેં તેના ફ્રેન્ડ કેવી રીતે હોઇ શકો?”
નિરાલીને લાગેલો આ પહેલો ઝટકો. એણે કહયું,” ના,ના,એ તો હોશિંયાર છે અને કાયમ મારી ડિફિકલ્ટીસ સોલ્વ પણ કરે છે.”

“શું ખાખ હોશિંયાર છે? કાયમ મારી પાછળ એનો નબંર આવે છે અને પરિક્ષામાં મારામાંથી જ જોઇને લખે છે.”

નિરાલીને લાગેલો આ બીજો ઝટકો. તેને યાદ આવ્યું કે, વિશાલે એકવાર તેને કહયું હતું કે તેણે તેની આગળ બેઠેલા છોકરાને પાસ કરાવ્યો હતો. તે જ હોવો જોઇએ. તે ચિલ્લાઇને બોલી, “વિશાલ ખરેખર હોશિંયાર છે. મોડાસા સરસ્વતિ સ્કૂલમાં પણ તેનો જ પહેલો નંબર આવતો હતોં.

“મોડાસા? સરસ્વતિ સ્કૂલ? અરે એમાં તો હું ભણતો હતો અને કાયમ મારો જ પહેલો નંબર આવતો હતોં.” આલોક આતુરતાથી બોલ્યો.

નિરાલીનાં પગ નીચેથી જમીન સરકી ગઇ. કેમકે આ નિરાલી માટે ત્રીજો ઝટકો હતોં. (તમતમારે, ચિંતા ના કરો.નિરાલીને હજી આપણે બીજા ત્રણ ઝટકા આપીશું. ) નિરાલીને થયું કે,શું વિશાલ ખોટું બોલતો હશે? તેણે તેની સાથે દગો કર્યો? ના વિશાલ આવું ના કરે. કદાચ આલોક ખોટું બોલતો હોય એમ પણ બને જ ને?

બનેં જણા થોડી વાર ચૂપ રહયાં. પછી આલોકે શરૂઆત કરી, “તમને વિશ્વાસ ના આવતો હોય તો બાજુમાં આવેલી ચાની કીટલીવાળા રામુકાકાને પુછી લો. સાયેબર કાફેવાળા રમેશભાઇને પૂછી લો હું અહિંયા એકલો હતોં એટ્લે અહિં નવા મિત્રો બનાવ્યાં અને બધાને મારી આપવીતી ખબર છે. તમે ગમે તે દુકાનમાં જઇ પૂછી જુઓ. બધા મને ઓળખે જ છે.”

“ઓહ માય-ગોડ ! હાઉ ઇઝ ધીસ પોસિબલ?” નિરાલી મનમાં બબડી.તેની સ્થિતી કાપો તો લોહીનાં નીકળે એવી થઇ ગઇ. જે વાત વિશાલ કરતો હતો એ  જ વાત આલોક કરતો હતો. ફેર માત્ર એટ્લો જ હતો કે વિશાલ ને બદલે આલોકનું નામ હતું.

” ઓ. કે. સારું આ વર્ષની પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક ” કહી નિરાલી ત્યાંથી જતી રહી પણ તેને આખો દિવસ ચેન ના પડયું વિશાલ સાચો કે આલોક ? તે તેનાં મનમાથીં ખસતું ન હતું.આ બીજો એક ઝટકો નિરાલી માટે.

બીજા દિવસે નિરાલીએ નક્કી કર્યું કે કોણ સાચું છે તેની તપાસ કરવી અને આ વાતની વિશાલ કે આલોક ને ખબર પડવા ન દેવી. પરિક્ષામા કોણ કોનામાથીં જોવે છે એ તો ખબર પડી શકે તેમ ન હતું પણ તેણે મોડાસા જઇ સરસ્વતિ સ્કૂલમાં જઇ તપાસ કરવાનું વિચાર્યુ. તે મોડાસા આવી. સરસ્વતિ સ્કૂલમાં જઇ પ્રિન્સીપાલને બે વર્ષ પહેંલાના વિધાર્થીઓની યાદી બતાવવા કહયું. નિરાલીની ઉત્કંઠા વધતી જતી રહી હતી. અને દસ જ મિનિટમાં તેની ઉત્કંઠા ઠંડી પડી ગઇ અને બેચેની વધી ગઇ. કેમકે પ્રિન્સીપાલે કહંયુ કે ,બે વર્ષ પહેલા કોઇ વિશાલ કે આલોક નામના વિધાર્થી અહિં ભણતા જ ન હતાં. નિરાલી આશ્ચર્યમાં પડી ગઇ. આગળના ચાર ઝટકા કરતા પણ વધારે મોટો આ ઝટકો હતો. આખરે આલોક અને વિશાલ શું કરવા માંગતા હતા? તે ખરેખર દ્વીધા અનુભવતી હતી. હવે , તપાસનો માત્ર એક જ રસ્તો બકી હતો . કોલેજની બાજુમાં ચા વાળા રામુકાકાને પૂછવાનું કે તે આલોક ને ઓળખે છે કે વિશાલને…

તે રામુકાકા ચા વાળાનાં ગલ્લે ગઇ ખુબ થાક લાગ્યો હતો.એટલે નિરાલી બાજુમાં આવેલા બાંકડા પર બેઠી. તેને થયું, લાવ, વિશાલ અને આલોકને ફોન કરી જોઉં. શું કરે છે એ લોકો. પણ બનેનાં ફોનમા નો રિપ્લાય આવ્યો. એટલે  નિરાલી બબડી, કે શું કરતાં હશે વિશાલ અને આલોક? કેમ ફોન ના ઉપાડ્યો?

” વિશાલ અને આલોક? તમે એ બંનેને ઓળખો છો? ” બાજુમાં બેઠેલી એક યુવતીએ પૂછયુ.

“હાં, એ બંને મારા ફ્રેન્ડસ છે. પણ કેમ તમે એ બન્ને વિશે પૂછયું? અને તમે કોણ?”

“હું મહેક. બાજુમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણું છું. એ બને મારા પણ મિત્રો છે. પણ બને પોતાની જાતને સારા કહે છે. બને જણા એમ કહે છે કે હું મોડાસાની સરસ્વતિ સ્કૂલમાં ભણું છું. અને દરેક વખતે પરિક્ષામાં મારો જ પ્રથમ નંબર આવે છે અને બે જણનોં પ્રથમ નંબર કેવી રીતે શકય છે? મને બે જ્ણ માંથી એક જણ ખોંટુ બોલતુ હોય એંવુ લાગે છે. એટલે રામુકાકા ચા વાળા એમને બનેને ઓળખે છે એટલે એમને પુછવા આવી છુ કે તમે વિશાલને ઓળખો છો કે આલોકને?”

હે ભગવાન… આ તો ચક્રવ્યુહ જેવું થંયુ” નિરાલી બોલી. કેમ કે જે વસ્તુ વિશાલે અને આલોકે નિરાલી સાથે કરી હતી તેજ વસ્તુ તે બંનેએ મહેક સાથે કરી હતી વાતો-મિત્રતા,બંધુ સરખુ જ.

નિરાલીએ બધી વાત મહેકને કરી કે બેંમાથી કોઇ એક જ સાંચુ છે અને હું સરસ્વતિ સ્કૂલમાં તપાસ કરવા ગઇ હતી પણ ત્યાં આ બંનેમાંથી કોઇ ભણંતુ જ ન હતું.

“હવે આપણી પાસે એક જ રસ્તો છે તેમને પકડવાનો.” મહેંક બોલી, ” હું આલોકને લઇને રવિવારે સવારે નવ વાગે પરિમલ ગાર્ડનમાં આવીશ એ જ સમયે તુ વિશાલને લઇને બીજા દરવાજેથી એ જ બગીચામાં આવજે અને સવા નવ વાગે આપણે ચારેય વચ્ચે આવેલાં લીમડાનાં ઝાડ નીચે મળશું અને એમનો ભાંડો ફોડશું.

રવિવાર આવી ગયો. સૂર્યોદય થંતા જ પક્ષીઓનો કલરવ શરૂ થઇ ગયો નક્કી કર્યા મુજબ બધા લીમડાનાં ઝાડ નીચે મળ્યાં અને છેવટે વિશાલ અને આલોક ફસાઇ ગયા.

ચારેય જણા લીમડાનાં ઝાડ નીચે ઉભા છે. આલોક અને વિશાલનું માંથુ શરમથી ઝુકી ગયું છે. તેમને તો અંદાજ સુધ્ધા ન હતો કે મહેક અને નિરલી એકબીજાને મળશે અને  અમને ફસાવશે. નિરાલી અને મહેક ના દબાણને વશ થઇ વિશાલે વાત શરૂ કરી-
” હું અને આલોક પહેલેથી જ એકબીજાને ઓળખતા હંતા અને અમે પાક્કા ભાઇબંધ છીએ. મને નિરાલી ગમતી હતી અને આલોકને મહેક ગમતી હતી. અને અમે બન્ને સાચ્ચો પ્રેમ કરતાં હતાં પણ કહી શકતા ન હતાં એટલે અમે બન્ને જણાએ એક ગેઇમપ્લાન નક્કી કર્યો. મારે અને આલોકે વારાફરથી નિરાલી અને મહેક્ને સરખી જ વાત કરવી. જેથી તમે બન્ને Confuse થઇ જાવ. અને અમને બનેને ચોખવટ કરવા બોલાવશો જ.”

“પછી?” નિરાલી તાડૂકી.

“એટલે જયારે નિરાલી ચોખવટ કરવા બોલાવે કે કોણ સાંચુ છે ત્યારે આલોક કહેશે કે “નિરાલી હું ખોટો છું. તને પામવા માટે હું ખોટું બોલું છું પણ વિશાલ તને ખરા હ્ર્દયથી પ્રેમ કરે છે એટલે મને માફ કરી દે.” આ વાત સાભંળી નિરાલીની નજરમાં વિશાલની ઇજ્જત વધી જશે. ભલે આલોક પ્રત્યે ધિક્કાર થાય.

એવી જ રીતે, મહેક આગળ હું ખોટો છું એમ હું કહીશ અને આલોક સાચો છે એ જાણીને મહેકની નજરમાં આલોક પ્રત્યે પ્રેમ વધશે અને બધા બરાબર સેટ થઇ જશે. અને પછી અમ મેરેજ કરી લઇશું પણ અમારી બધી જ આશા પર પાણી ફરી વળ્યું.

“પાણી નથી ફર્યું” મહેક બોલી, હું આમ પણ આલોકને ચાહતી હતી. વિશાલ પણ સારો છે પણ આલોક વધારે સારો છે. હોંશિયાર છે, ખાનદાની છે, હું પણ તને પ્રેમ કરું છું. આલોક, આઇ લવ યુ” કહેતા મહેંક આલોકને વળગી પડી.

“મારી નજરમાં પણ વિશાલ પહેલેથી જ વસ્યો છે. આલોક કરતાં પહેલાં મારી મુલાકાત વિશાલ સાથે થઇ હતી. એટલે હું પણ વિશાલને ચાહું છું” નિરાલી બોલી, ” પણ તમે લોકોએ અમને સીધું કહી દીધું હોત કે તમે અમને પ્રેમ કરો છો તો શું વાંધો હતો? અમે પ્રિન્સિપાલ જોડે થોડા જવાના હતા?”

“કાશ અમારામાં એટલી હિંમત હોત…” વિશાલ અને આલોક એક સાથે બોલી ઉઠંયા.

પછી ચારેય જણાં હસતા-હસતા બગીચાની બહાર નીકળ્યા. બગીચાની અંદર આંવતા ચારેયનાં હાથ ખાલી હંતા પણ બગીચાની બહાર નીકળતા વિશાલના હાથમાં નિરાલીનો હાથ અને આલોક નાં હાથમાં મહેકનો હાથ હતો.

(ભવિષ્યમાં બનનાર આ બંનેં એન્જિનિયરે વિચાર્યુ તો જરૂર હશે કે જો સરકારી નોકરી મળશે તો લાંચ ચોક્કસ લઇશું. એ વખતે લાંચ લેવાની હિમંત હશે પણ અત્યારે ‘આઇ લવ યુ” કહેવાની હિંમત ન હતી.)

(શિષર્ક પંકિત- સોહમ રાવલ)


Advertisements
 1. malti
  જૂન 4, 2010 પર 6:04 પી એમ(PM)

  congrats…..navlikao sari 6……..mane 2nd vadhare gami….1st vanchvani bau maja aayi,suspence saru hatu……pan end ma maja na aayi……..keep it up….hav ek thriller navlika lakhaj,its a request.i would like 2 read dat
  ……..

 2. sapna
  જૂન 4, 2010 પર 6:22 પી એમ(PM)

  wah… soham brother wah… emotional atyaachaar…. i like your both navlika so much… you will surely become story writer… keep it up… all the best.. god bless you…

  • જૂન 4, 2010 પર 9:03 પી એમ(PM)

   આપનો હુ જેટલો આભાર માનું એટલો ઓછો છે સપનાબેન.આ બે નવલિકા પોસ્ટ કરવામાં તમે ઓછી મદદ કરી છે?કદાચ તમે ના હોત તો આ બે નવલિકા આટલી જલદી અહિં પોસ્ટ પણ ના થઇ હોત…

   ભવિષ્યમાં પણ આવી જ મદદ કરતા રહેશો એવી આશા રાખુ છું…

 3. જૂન 5, 2010 પર 9:03 એ એમ (AM)

  સોહમભાઈ ખુબ જ સુંદર નવલિકાઓ છે આમજ લખતા રેજો અને અમને વંચાવતા રેજો હું તમારી નવી નવલિકા ની રાહ જોઇશ…..
  અને તમારા આ પ્રયત્ન માટે BEST OF LUCK…..

  • જૂન 5, 2010 પર 10:41 એ એમ (AM)

   ચોક્કસ તપનભાઇ…
   બીજી એક નવલિકા ત્રણેક દિવસની અંદર આવી જશે.

 4. જૂન 5, 2010 પર 11:52 એ એમ (AM)

  સોહમ ભાઈ, તમારી પહેલી નવલિકા વાંચી. ખુબજ સારો પ્રયત્ન કર્યો છે. લાગે છે તમે ડો. શરદ ઠાકર ના સારા એવા ચાહક છો. તમારી નવલિકાની થીમ માં પણ એમની લેખનશૈલી ની ઝલક જોવા મળી. જોકે આ મારો અંગત અભિપ્રાય છે, કારણકે હું પણ એમની નવલિકા નો સારો એવો ચાહક છું .

  Again, I really admire your first effort. I have not yet read your second one. Will do it soon.

  Keep it up.

  • જૂન 5, 2010 પર 12:30 પી એમ(PM)

   હા પ્રેમલભાઇ…મને નવલિકા લખવાનો વિચાર જ એમની નવલિકાઓ વાંચીને આવ્યો.
   તમતમારે શાંતિથી મારી નવલિકાઓ વાચજો.

 5. ચિતન પટેલ ત્રણ પાનાની રમત
  જૂન 8, 2010 પર 12:51 પી એમ(PM)

  હુ તમારા બ્લોગ રોજે વાચુ છુ. મારા શોખ તમને મળતા આવે છે.હુ પણ એન્જિનીયરીગ મા જ છુ. મને પ્રેમી શાયરી નો ખુબ જ શોખ છે.મને મોકલતા રહેજો.મને ખુબ ગમશે.

 6. SHWETA
  જૂન 11, 2010 પર 3:28 પી એમ(PM)

  SARAS 6 NAVALIKA MAJA VI VACHVANI……..PAN THODU HAJI DEEP MA LAKHVANU JAROOR 6..BAKI KEVU PADE TARU

  • જૂન 11, 2010 પર 4:32 પી એમ(PM)

   થેન્કસ સ્વેતાજી.

   • Saurabh Soni
    ઓગસ્ટ 11, 2010 પર 10:27 પી એમ(PM)

    Good…. Mari jode hamna j aavu thayu…..Pan real ma nai….phone par….. Ek 6okari no call aayo …ema…pa6i kyarek tamne kais…

    • ઓગસ્ટ 12, 2010 પર 1:57 પી એમ(PM)

     ઓકે.અહિં બધાના વચ્ચે ના કહેવુ હોય તો કંઈ વાધો નહિં,મને નિરાંતે કહેજો…આપના ઉત્તરની પ્રતિક્ષા કરીશ…

 7. kaushik patel
  ઓગસ્ટ 20, 2010 પર 4:12 એ એમ (AM)

  Dear Sohamji,

  This is really V seniors want to entertain us. its wonderful collection and my hearty blessings for your contribution. please keep on.

  kaushik

 8. સપ્ટેમ્બર 5, 2010 પર 7:36 એ એમ (AM)

  GOOD

 9. ઓક્ટોબર 27, 2010 પર 4:57 એ એમ (AM)

  MANDIR TO EK BAHANU HATU TAMRA DRSHN KARVANU
  KHUB SRS

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: