Home > મારી નવલિકાઓ > "બેવફાઇ"

"બેવફાઇ"

“કેવું લાગે છે આ દ્ર્શ્ય સાહેબ ? આ દ્રશ્ય જોવા માટે તો લોકો છેક પરદેશથી આવે છે. આમ તો સર ઉગતો સૂરજ પણ આટલો જ સુંદર હોય છે, પણ આથમતો સૂરજ જરા વધારે સોહામણો લાગે છે” ગાઇડ એકીશ્વાસે બોલ્યે જતો હતો. રસિક અને ચૈતાલી સાંભળે જતાં હતાં. તેઓ આબુ ફરવાં આવયા હતા. રાત્રે બનેં નંદનવન ગેસ્ટહાઉસમાં રાત રોકાવવાનાં હતા.

“ચૈતાલી, આજે તુ ખરેખર સુંદર લાગે છે” રાત્રે રસિકે ચૈતાલી સામે જોતાં કહયું.

“ખરેખર, કે ખાલી વખાણ કરે છે?” ચૈતાલીએ ટહુકો કર્યો.

“અરે હોય કંઇ, હું તને પ્રુથ્વી પરની સૌથી સુંદર સ્ત્રી માનું છું. કારણકે, તુ તો સ્વર્ગની અપ્સરા છે. જે આજે મારી પાસે છે. આવી જા રાણી…” એમ કહી રસિકે ચૈતાલીને પોતાની તરફ ખેંચી. ચાદંની રાત હતી, આજે પૂનમ હતી,બહાર સૂસવાટા મારતો પવન વાતો હતો.અને ગેસ્ટહાઉસના એક કમરામાં બે જુવાન હૈયાં વાતો કરી રહયાં હતાં.

રસિક આમ, તો અમદાવાદનો હતો પણ અમદાવાદી ન હતો. આમ તો મોટા શહેરોમાં રહેલા દિલ નાના હોય છે ,પણ રસિક તેમાં અપવાદ હતો. રસિક સ્વભાવે શાંત, સુશિલ અને સંસ્કારી હતો તેને પૈસાનું જરાય અભિમાન ન હતું તે નિખાલસ હતો. જ્યારે બેસતા વર્ષના દિવસે તેણે મંદિરમાં ચૈતાલીને જોઇ, ત્યારથી જ તે તેનાં પ્રેમમાં પડયો હતો. તપાસ કરતા માલૂમ પડયુ કે તે રસિકનાં કોલેજની બાજુની કોલેજમાં જ ભણતી હતી.

ચૈતાલી પણ આવી જ હતી, ખુશ મિજાજ, ગુલાબી ચહેરો, ઝીણી-ઝીણી આંખો, લાંબા લાંબા કેશ અને રૂપનો ભડકો, સ્વર્ગની અપસરાઓ પણ એની આગળ નોકરાની જેવી લાગે. ત્રાજવામાં એક પલ્લામાં ઐશ્વર્યાનાં દસ રૂપ મુકયાં હોય અને બીજા પલ્લામાં ચૈતાલીનું રૂપ મૂકયુ હોય, તો ચૈતાલી તરફનું પલ્લુ નમી જાય. જોતાજ પ્રેમમાં પડી જવાય. લોકો તેને રસ્તામાં જોઇને ગુલાંટ ખાઇ જતાં.

અને રસિક પણ ગુલાંટ ખાઇ જતો હતો. એક વાર તેણે ચૈતાલી જે સમયે મંદિર માં આવી હતી, તેજ સમયે સવારે તે મંદિરમાં આવ્યો. આખો દિવસ તે મંદિર માં આવ્યો, પણ તે દેખાઇ જ નંહિ.

એક અઠિવાડિયા બાદ તે કોલેજમા મિત્રો સાથે ગપ્પા મારતો હતો ત્યાં જ તે સ્કૂટી લઇને જતી હતી, અને… અરે…રે આ શું થઇ ગયુ… ચૈતાલી સ્લીપ ખાઇ ગઇ હતી. જયારે કોઇ છોકરી રસ્તામાં પડી જાય છે ત્યારે તેને ઉભી કરવા હજારો “ભાઇ” તૈયાર જ હોય છે. અલબત,રસિકે જઇને તેને ઉઠાવી. એક માણસની ફરજ સમજીને, ભાઇ” બનીને નંહિ અને આમ તેને ભાઇ બનંવુ પોસાય એમ પણ ન હંતુ.

“સાહેબ… ચા નાસ્તો અંહિ મૂકુ છું… ડિસ્ટર્બ કર્યા હોય તો માફ કરજો.” રસિકે અને ચૈતાલી તંદ્રા માથી જાગી ગયા. જોયુ તો સવાર થઇ ચૂકી હતી, પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. આબુ આળસ મરડીને ઉભુ થઇ રહયુ હતુ,સૂરજનાં શ્વેત કિરણો જમીન ઉપર પથરાવવાની તૈયારીમાં હતા. હવે પટાવાળો આ રસિકને બરાબર ઓળખતો થઇ ગયો હતો.

” ચૈતાલી, એક વાત પૂછુ?” રસિકે ચૈતાલી તરફ રસ દેખાવતા પૂછયુ.

“કદાચ…હું મરી જંઉ.. આઇ મીન મને કદાચ Accident થાય અથવા હાર્ટ અટેક આવે તો તુ બીજા સાથે લગ્ન કરે? ”

“રસિક તુજ મારો પ્રેમ છે, તુજ મારી જિંદગી છે, તુ જ મારો શ્વાસ છે. અને કોઇ માનવી શ્વાસ વગર જિંદગી જીવી શકે ખરો? હું પણ આત્મહત્યા કરી લંઉ.

“ખરેખર? ,તુ મને એટલો પ્રેમ કરે છે?” “અફ કોર્સ, હું મારી જિદંગી કરતા પણ તારી જિદંગીને વધારે ચાહું છું”

અને રસિકનું આ સપનુ વાસ્તવિકતા માં પલટાઇ ગયું જાણે કુદરતે આ બને જણાની વાત સાંભળી જ લીધી.

બીજે દિવસે સવારે બને જણા સૂર્યોદય જોવા ગયા ત્યારે અચાનક રસિકનો પગ લપસ્યો અને ઉંડી ખીણમાં ગરવાક થઇ ગયો મેદની એક્કી થઇ ગઇ હતી. ચૈતાલી , “રસિક,રસિક …”ના સાદ પાડી રહી હતી. આટલે ઉંડે કોઇ પડે તો બચે જ નંહિ એમ વિચારી બધા પોતાના કામમાં વ્યસત બની ગયા હતા અને ચૈતાલી પણ અમદાવાદમા પોતાના જીવનમાં મસ્ત રહેતી હતી.

હવે આ બાજુ રસિક લોહી-લુહાલ હાલતમાં પડયો હતો. ત્યાં સામે એક ઝૂંપડી દેખાઇ, ત્યાં રહેતા ડોશીમાએ રસિકને બોલાવી સાજો કર્યો. ડોશીને રસિક જેટલો જ એક છોકરો હતો જે નદીમાં પડી જવાથી મ્રુત્યુ પામયો હતો . ડોશીએ રસિકમાં પોતાના દિકરાનાં દર્શન કર્યા. અને પોતાની પાસે જે મૂડી હતી, તે મૂડી રસિકને સાજો કરવામાં વાપરી નાખી. ડોક્ટર જોડે તપાસ કરાવીને રસિક હવે , પહેલા જેવો થઇ ગયો હતો સાજો થયો કે એ તરત જ નંદનવન આવવા નીકળ્યો ત્યાં પેલા પટાવાળાને શોધયો. “અલ્યા, એય… મને ઓળખે છે? હું રસિક બે વર્ષ પહેલાં હું ચૈતાલીને લઇને અંહિ બે રાત રોકાયો હતો. તુ ચા-નાસ્તો આપવા સવારે આવતો હતો….” રસિકે પટાવાળાને યાદ અપાવ્યુ.

” અરે, હોય સાહેબ! તમને તો શી રીતે ભૂલાય? પણ, તમે તો મરી ગયા હતા ને મને મેડમે બીજા જ દિવસે વાત કરી હતી… તો પછી અત્યારે…”

“એ બધુ હું તને પછી કહીશ. પહેલા તુ એમ કહે, મારી ચૈતાલી કયાં છે?”

” સાહેબ , તમારી આગળ હું ખોટું નંહિ બોંલુ ચૈતાલી બે મહીના પહેલા જ આ જ હોટલમાં આવી હતી. એનાં Husband સાથે અને એજ કમરો બુક કરાવ્યો હતો. હવે, ચૈતાલી બીજાની થઇ ચુકી છે, સાહેબ એને ભૂલી જાવ.!”

રસિક તો કાપો તો લોહીના નીકળે જેવો થઇ ગયો. તેની હાલત મજનૂ જેવી થઇ ગઇ. “તુ મરી જાય તો હું પણ મરી જ જંઉ” એવો સંવાદ ચૈતાલીના મુખેથી બોલાયો હતો. રસિક પાગલ થઇ ગયો હતો.

આજે પણ , દર પૂનમે એક ચીંથરહોલ, અને મેલા કપડા વાળો, લાંબા, કોરા અને મેલા વાળ વાળો, નાગા પગવાળો અને સાધુ જેવો લાગતો એક માણસ આથમતા સૂરજને જુએ છે, પછી નંદનવન ગેસ્ટહાઉસ તરફ જુએ છે અને પછી ચાલ્યો જાય છે….

કારણકે તેની જિંદગી તો ક્યારનીયે આથમી ચૂકી હતી.

(પાત્રોના નામ અને ઘટના કાલ્પનિક છે. -લેખક)


Advertisements
 1. June 17, 2010 at 9:42 PM

  મજા આવી ગઈ હો ભાઈ……….

  • June 18, 2010 at 10:10 AM

   બસ ત્યારે કરો તમ તમારે મજા…અને ખુશ રહો…આનંદમાં રહો…

 2. deepak
  June 18, 2010 at 8:21 AM

  ખરેખર સરસ લખ્યુ છે. ચૈલાલી જેવુ ખોટુ નથી બોલતો… ખરેખર સરસ વાર્તા છે… લખતા રહો, આગળ વધતા રહો….
  http://www.orkut.co.in/Main#Community?rl=cpn&cmm=102303234

  આપણી કમ્પ્યૂનીટી જોઇન કરવા તથા તેમા આપની વાર્તાઓ મુકવા હાર્દિક આમંત્રણ છે…..આમંત્રણ સ્વિકરશો ને?

  • June 18, 2010 at 10:16 AM

   દિપકભાઇ, મે આપે કીધેલી કોમ્યુનિટિ જોઇન કરી લિધી છે.સમય મળતા પોસ્ટ કરતો રહિશ…

 3. September 28, 2010 at 3:29 PM

  nice story ….
  biji kyre muko 6o story ?bhai

  • September 28, 2010 at 8:51 PM

   બસ ભાઇ, આ થોડોક સમય મળે જોબમાંથી એટલે…

 4. Mihir
  October 13, 2010 at 9:20 PM

  why do we consider it as a ‘BEWAFAI’? Isn’t it more practical? Are you trying to support ‘SATI-PRATHA’? Why someone need to die if their spouse is no more? Please explain. Thanks.

  • October 13, 2010 at 11:18 PM

   મિહિરભાઇ,
   આપ પોતે ચૈતાલી સાથે સંમત છો,વાત સાચી છે.પણ જ્યારે રસીક સાજો થઇને બહાર આવે છે ત્યારે તો તેને ચેતાલી બેવફા જ લાગે ને.! અને ખાસ તો એટલા માટે જ કે ચેતાલી એ કીધું હતું કે “રસિક તુજ મારો પ્રેમ છે, તુજ મારી જિંદગી છે, તુ જ મારો શ્વાસ છે. અને કોઇ માનવી શ્વાસ વગર જિંદગી જીવી શકે ખરો? હું પણ આત્મહત્યા કરી લંઉ..”કાં તો એણે આવું કહી પ્રેમનું નાટક ના કરવું જોઇએ અને કાંતો થોડોક સમય રાહ જોવી જોઇએ કારણ કે રસીક મરી ગયો છે એમ ખાલી બધાએ માની લીધું હતું.
   અને હા,હુ કાંઇ સતી-પ્રથાનો વિરોધ નથી કરતો.

 5. DHAVAL PAREKH
  February 4, 2011 at 6:45 PM

  Dear Mr. Soham this is very good…..i got your reffarance from Rupen patel i like your blog
  i want to became your fan sir……………

  Dhaval Parekh (B.com, MBA)
  Ass. Professor (MGT)
  Collage of Management
  Mahuva

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: