મુખ્ય પૃષ્ઠ > વૈદિક ગણિત - 1 > વૈદિક ગણિત – 1

વૈદિક ગણિત – 1

પ્રસ્તાવનાઃ

ગણિત– એક એવો વિષય જે ઘણાને સાવ અઘરો લાગે અને ઘણાને સાવ સહેલો.

જો ગણિતમા અમુક મેથડ્સ(રીતો) ખબર પડી જાય તો ખરેખર તેના જેવો સહેલો કોઇ
વિષય નથી.પણ હા, જો રીતો જ આવડતી ના હોય તો ગણિતમા કાંઇ જ ખબર ના પડે.ગણિત
વિષય ગોખીને નહિ પણ સમજીને પાસ થવાનો વિષય છે.

મિત્રો, વૈદિક ગણિત વિશે આપને થોડો ગણો તો ખ્યાલ હશે જ.(આજ-કાલ આ વૈદિક
ગણિતના નામે કેટલાય ઇન્સ્ટીટ્યુટ ફાટી નિક્ળ્યા છે.)વૈદિક ગણિત એ એક એવુ
ગણિત છે જેની મદદથી આપ ગણિતના ભારે દાખલા અને કોયડાઓ ચપટી વગાડતા ગણી શકો
છો.

મારી પાસે ઘણી આવી ટ્રીક પડી છે જેની મદદથી આપ ઝડપથી કામ કરી શકો છો.જો
આપનો ધંધો હોય તો અવશ્ય મદદરુપ થશે.આપ આપના સંતાનોને પણ આ ટ્રીક કહી ગણિત
પ્રત્યે તેમને રુચી કરાવઈ શકો છો.

તો ચાલો આ સાથે એક ગણિત નો જાદુ માણીએઃ

પ્રશ્નઃ

મિત્રો જો કોઇ આપને એમ કહે કે નીચેની સંખ્યાના સરવાળા ફક્ત એક જ મિનિટમા
કરી આપ. તો શું આપ કરી શકવાના છો?

1.) 1+2+3+4+5+6+7+8+9+10 = __________.

2.) 1+2+3+………..+50 = __________.

3.) 21+22+23+……..+74 = __________.

જવાબ છે ના.પણ હવે આપ એક મિનિટમા નહિ પણ અડધી જ મિનિટમા કરી શકો છોઃ

કેવી રીતે?

આપણે સૌ પ્રથમ “2.)” નો જવાબ મેળવીએ.અહિ આપણે ખાસ એ ધ્યાન રાખવાનુ એ છેલ્લી
સંખ્યા કઇ છે.અહિ છેલ્લી સંખ્યા 50 છે.હવે આ એ સંખ્યાને તે જ સંખ્યા વડે
ગુણવી.એટલે કે 50*50=2500. હવે આવેલા જવાબમા તે જ સંખ્યા ઉમેરવી એટલે કે
2500+50=2550. હવે આવેલા જવાબને 2 વડે ભાગતા જે જવાબ આવે તે આપણા પ્રશ્નનો
જવાબ.એટલે કે 2550/2=1275.

આથી 1+2+3+………..+50 = 1275.
છે ને સાવ ઇઝી?

તે જ રીતે “1.)” માં…

10*10=100;
100+10=110;
110/2=55.

આથી 1+2+3+4+5+6+7+8+9+10 = 55.

હવે “3.)” માં 21 થી 74 નો સરવાળો કરવાનો છે.એના માટે પ્રથમ 1 થી 74 નો
સરવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)એટલે જવાબ આવશે-2775.
ત્યારબાદ 1 થી 20 નો ઉપરની રીતે સવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)
એટલે જવાબ આવશે-210. હવે આપણે 21 થી 74 નો સરવાળો કરવાનો છે.તેથી 1 થી 74
માંથી આવેલા જવાબમાંથી 1 થી 20 નો આવેલો જવાબ બાદ કરો.એટલે કે
2775-210=2565.

આથી 21+22+23+……..+74 = 2565.

છે ને કમાલની વાત?

આવી વાતો ટાઇમ મળતા લખતો રહીશ. હજી આવી બીજી છ ટ્રીકો પડેલી છે.

Advertisements
 1. જુલાઇ 6, 2010 પર 9:28 પી એમ(PM)

  સોહમભાઈ સરસ વૈદિક ગણિતની સમજણ આપી . વધુ વૈદિક ગણિત માટે પ્રદીપકુમાર નું પુસ્તક આર.આર.શેઠની કંપની પ્રકાશિત વાંચવા જેવું છે.પુસ્તક કોડ ISBN : 978-81-89919-74-0 છે. આપને આ વિષય પર રસ છે તો આ પુસ્તક જરૂર વાંચજો.

 2. જુલાઇ 6, 2010 પર 11:03 પી એમ(PM)

  Excellent !!

 3. Umang Shah
  જુલાઇ 8, 2010 પર 9:05 એ એમ (AM)

  Excellent matha Logic.
  I hpoe u will be put very soon ur shortcut method in few days.
  Have a good all Days for u?

 4. જુલાઇ 10, 2010 પર 6:41 એ એમ (AM)

  ભાઈ શ્રી સોહમ

  વૈદિક ગણિતની બીજી પોષ્ટ મુકવા વિનંતિ.

  ભાઈ શ્રી રૂપેનની મહિતી મુજબ શ્રી પ્રદિપકુમારજીનું પુસ્તક મેળવવા કોશિશ કરીશ, મને શોખ છે.

 5. krimit
  જુલાઇ 14, 2010 પર 10:22 પી એમ(PM)

  hey mindblowing logic che. amne asha che ke tame avine avi rite amne maths sikvadta rahe jo.

 6. જુલાઇ 15, 2010 પર 8:46 પી એમ(PM)

  વૈદીક ગણીતની સરળ સમજણ આપવા માટે આભાર + ધન્યવાદ..

 7. જુલાઇ 23, 2010 પર 11:22 એ એમ (AM)

  મારી પાસે વૈદિક ગણિત ની બહુ જ સરસ સીડી પડી છે. કોલેજ માં થી મેળવી લેશો

 8. AMISH PATEL
  જુલાઇ 23, 2010 પર 2:01 પી એમ(PM)

  MANE VAIDUK GANIT MAA KHUBAJ RAS CHHE. MANE AA SHIKHAVUCHHE TO MANE TAMARI ATHVA KOIPAN BIIK NU NAM AAPVAA MAHERBANI

 9. dinesh vakil
  ઓગસ્ટ 1, 2010 પર 9:40 પી એમ(PM)

  ગુજરાતીમાં વૈદિક ગણિત શીખવા માટે..
  વૈદિક ગણન ક્રિયા .. પાર્ટ –૧
  લેખક પ્રોફ. બચુભાઈ બ. રાવલ
  પ્રાપ્તિ સ્થાન :-
  પોકેટ બૂક સેન્ટર ,
  જ્યોતિ સંઘ સામે, રીલીફ રોંદ,
  અમદાવાદ..
  પાસેથી મળશે.
  જો તમે અમદાવાદમાં રહેતા હો તો
  અમે ૧૦ દિવસમાં, દરરોજ ૧.૫ કલાક,માં વેદિક ગણિત શીખવાડીએ છીએ.
  દિનેશ વકીલ

 10. mishal
  સપ્ટેમ્બર 1, 2010 પર 8:18 પી એમ(PM)

  hi i am mishal patel .please give me solah sutra.

  thank you

 11. સપ્ટેમ્બર 7, 2010 પર 2:38 પી એમ(PM)

  nice…………….

  have biji ટ્રીકો kyre muko 60 bhai ?

 12. સપ્ટેમ્બર 30, 2010 પર 5:09 પી એમ(PM)

  vaiduk ganitna prachaar ane adhayayyan maate abhinandan
  li…… praheladbhai

 13. માર્ચ 9, 2011 પર 9:39 પી એમ(PM)

  સોહમભાઈ ખરેખર સારી પોસ્ટ છે,
  મારી જોબ પણ આને થોડી ગણી લગતી છે,મને આમાં રસ પણ છે.

  http://ashupatel.wordpress.com/

  • માર્ચ 11, 2011 પર 5:28 પી એમ(PM)

   હા અમિતભાઇ, એ આપે મને જાણ કરેલી.જો આપની પાસે પણ આવી વૈદિક ગણિતનાં લેખ હોય તો ચોક્કસ લખજો જેથી બધાને જાણકારી મળી રહે.

 14. એપ્રિલ 21, 2011 પર 5:53 પી એમ(PM)

  Like it…

 15. મે 11, 2011 પર 2:48 પી એમ(PM)

  ha aavi triko thi ganu janava made 6

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: