મુખ્ય પૃષ્ઠ > મારી અંગત ડાયરી > મારો ઇન્ટરવ્યુનો પહેલો અનુભવઃ

મારો ઇન્ટરવ્યુનો પહેલો અનુભવઃ

મિત્રો, એ દિવસે મારો પહેલો ઇન્ટરવ્યુ હતો.આના પહેલા મે એક પણ ઇન્ટરવ્યુ આપેલો નહિં.મનમાં થોડીક બીક તો ખરી પણ એ બીક ચહેરા પર દેખાય નહિં તેનુ ધ્યાન રાખતો.અમદાવાદમાં પ્રહલાદનગરના બગીચા પાસે આનંદનગર રોડ પર આવેલી Accusol Technologies માં મારો ઇન્ટરવ્યુ.આ દિવસે સવારથી જ રેડિયો પર FM 95- Radio One ચાલુ કરવાને બદલે ભગવાનની આરતીની કેસેટ ચડાવી. આગલી રાત્રે તો બે વાગ્યા સુઘી વાંચેલુ પણ ઉંઘને લીધે સવારે બધુ બાષ્પીભવન થઇ ગયેલુ.

બરાબર 1:30 વાગે હુ અને મારો ફ્રેન્ડ કંપનીમા હાજર થઇ ગયા.પહેલા Aptitude Test હતો જેમાં 30 મિનિટમા 30 Question ના જવાબ આપવાના.એમા ભગવાનની ક્રુપાને કારણે પાસ થઇ ગયો.ત્યારબાદ, ASP.NET નો ટેસ્ટ જેમા 30 મિનિટમા 25 Question ના જવાબ આપવાના.એમાંય ભુલથી પાસ થઇ ગયો.અને છેલ્લે PI એટલે કે Personal Interview હતો. એમા મારા મિત્રનો વારો પહેલા અને એના પછી મારો વારો હતો.જેવો તે Personal Interview પતાવી બહાર આવ્યો કે તરત જ મે એને ઝડપી લીધો જાણે કોઇ કુતરો બિલાડીને ઝડપે…!!! અને પુછ્યુ કે “અલ્યા, શું-શું પુછુ છે અંદર???” એણે કહ્યુ કે “બસ General Question. જેવા કે, What is Dataset? Write the Query for Insert,Update and Delete the Data from Database.અને છેલ્લે પુછ્યુ કે What is Your expectation? એટલે મે કહ્યુ કે 6000 to 7000.”

મને થયુ કે સારુ ચલો, ઉપરના બધા Question તો આવડે છે.ત્યારબાદ મારો નંબર આવ્યો અને હુ અંદર રુમમાં ગયો.

હવે સાહેબ હતુ એવુ કે મારે ૮૧% આવ્યા હતા અને મારા એ ફ્રેન્ડને ૬૭% આવ્યા હતા.અને સામેવાળેને બાટલીમા કેમ ઉતારવો એ પણ આપણને આવડે.એટલે હુ તો ગયો અંદર. મારી માર્કશીટ જોઇને એ મેડમ કે જે મારો Interview લેવાનો હતા એ મારી માર્કશીટ જોઇને જ તરત બોલ્યા કે Where are you From? એટલે હુ બોલ્યો કે I am from Modasa.પછી તો Tell me Something Yourself,What about Your Family Background,Etc…પ્રશ્ન પુછ્યા અને મે સંતોષકારક જવાબ આપ્યા.પછી એમને સીધુ જ પુછી કાઢ્યુ કે લાસ્ટ સેમેસ્ટરની Exam કેવી ગઇ? મે કહ્યુ કે સરસ પછી કહ્યુ કે What is Your expectation? હુ તો ખુશ-ખુશ થઇ ગયો.મને એમ કે મને Salary પુછી રહ્યા છે.મારે લાસ્ટ સેમેસ્ટરમાં મારા ફ્રેન્ડ કરતા વધારે % હતા એટલે મને એમ કે મને સીધો જ Select કરી દીધો છે. મે કીધુ કે 8000 to 10000. તો એ મેડમ હસવા લાગ્યા.મને કહે કે હુ તને Salary ની Expactation નથી પુછતી… Last Exam ના Result ની Expactation પુછુ છુ એટલે કે તારે કેટલા % આવે એવા છે???

અરેરે…મારાથી તો બફાઇ ગયુ…પણ પછી મે પરિસ્થિતિ સંભાળી લીધી અને મનમા થયુ કે આ જોબ તો આપણને નહિ જ મળે ભાઇ…અને પછી એ મેડમે કહ્યુ કે “સારુ,જો તમે Short-List થયેલા હશો તો અમે તમને Call કરીશુ બે દિવસમાં…પણ પછી એમનો Call આવે ખરો???

કંઇ નહિ…એક અનુભવ તો થયો…
બીજા અનુભવો ફરી ક્યારેક…

-સોહમ રાવલ(9275158797)

Advertisements
 1. જુલાઇ 31, 2010 પર 6:01 પી એમ(PM)

  બીજા અનુભવમાં કોલ આવે તે માટે બેસ્ટ લક..

  • જુલાઇ 31, 2010 પર 8:35 પી એમ(PM)

   વિવેકભાઇ, આપનો આભાર.
   એક જગ્યાએ વાત ચાલુ છે અને લગભગ ત્યાં નક્કી થઇ જાય એમ છે.
   જો જોબ પાક્કી થશે તો આપને અવશ્ય જાણ કરીશ…

 2. જુલાઇ 31, 2010 પર 11:49 પી એમ(PM)

  ‘થ્રી ઈડિયટ્સ’ માં ઈંટરવ્યુનો જે પ્રસંગ છે એ પ્રભાવીત કરે છે. પોતાની બાબતમાં બહુ જ સ્પષ્ટ રહેવુ, મક્કમ રહેવુ અને કોઈ પણ પરિણામ સ્વીકારવાની તૈયારી રાખવી -આ બાબતો જરુર આપણને કંઈક શીખવાડે છે.
  આપનો અનુભવ નિખાલસતાથી લખાયો છે. જીવનના ઘણા ક્ષેત્રોના અનુભવો આ રીતે લખી શકાય. અભિનંદન.

 3. Sangeeta chauhan
  ઓગસ્ટ 1, 2010 પર 8:07 એ એમ (AM)

  U did good job soham bhai………..

  any way best of luck……

  for 2nd interview ……….

 4. ઓગસ્ટ 1, 2010 પર 9:12 એ એમ (AM)

  સાહેબ તમારા અનુભવ નો લાભ અમને જરુર આપતા રેહજો આવા જ અનુભવ થી અમને કાઇ જાણવા અને નવુ કાઇ શિખવા મળશે. ધન્યવાદ

 5. ઓગસ્ટ 1, 2010 પર 8:25 પી એમ(PM)

  સોહમભાઈ હજુ શરૂઆત છે આવા કેટલાય અનુભવો , સમસ્યાઓ જાણવા મળશે . સફળતાઓ હંમેશા સેન્ટીમીટરમાં જ મળે છે કિલોમીટર માં નહિ . સામે આવનાર દરેક તકને જાણશો અને તેને છોડતા નહિ .આપના આવનારા તમામ ઇન્ટરવ્યુ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ .

 6. dinesh vakil
  ઓગસ્ટ 1, 2010 પર 9:16 પી એમ(PM)

  સોહમભાઈ,
  તમારો ઇન્ટર વ્યુ ખરેખર માંઝ્ઝાનો હતો..
  ક્યારેક રાંધતા રાંધતા બફાઈ પણ જાય..
  એમજ ચાલે..
  ખરુંને..
  દિનેશ વકીલ

 7. ઓગસ્ટ 2, 2010 પર 8:45 એ એમ (AM)

  સરસ અનુભવ ! બહું ઓછા ઈન્ટરવ્યું આપવા પડે અને ઉમદા જોબ મળે એવી શુભેચ્છાઓ !

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: