Home > આજની નવી જોક > અમેરીકા અને ભારત

અમેરીકા અને ભારત

એકવાર એક ગુજરાતીભાઇ એમના પુત્રને લઇ અમેરીકા ગયા.એટલે અમેરીકાના એકભાઇએ કીધુ કે અમારે અહિં ટાઇમની બહુ જ કિંમત હોય.

ગુજરાતીભાઇ-“એમ? તો બતાવો કેવી રીતે?”

અમેરીકાવાળાભાઇ(એમના દિકરાને)-“જા બેટા,નીચેથી પાન લઇ આવ.”

“સારુ પપ્પા” કહી દિકરો ગયો.ગયો કે તરત જ એ અમેરીકાવાળાભાઇ એમની ઘડીયાળની સામે જોતા બોલ્યા,”અત્યારે મારો છોકરો ચંપલ પહેરે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાં ચડે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાંથી ઉતરે છે,અત્યારે મારો છોકરો પાનના ગલ્લે પહોંચી ગયો છે,અત્યારે મારો છોકરો પાનવાળાઅને પૈસા આપે છે,અત્યારે મારો છોકરો પાછો લિફ્ટમાં ચડે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાંથી બહાર આવે છે,અને અત્યારે મારો દિકરો આવી ગયો…આવી ગયો બેટા???”

“હા પપ્પા…”

“પાન લઇને આવ્યો?”

“હા પપ્પા,લો…”

તો આ ગુજરાતીભાઇ પણ કંઇ પાછા પડે?એમણે ય કહી દીધું કે અમારે પણ ટાઇમની બહુ કિંમત હોય છે.

અમેરીકાવાળા ભાઇ-“તો બતાવો…અમે પણ જોઇએ…”

ગુજરાતીભાઇ(એમના દિકરાને)-“જા બેટા, હવે તુ પણ હવે નીચેથી પાન લઇ આવ.”

“ઓકે પપ્પા” કહી એ ગુજરાતીભાઇનો દિકરો પણ ગયો.જેવો ગયો કે એમણે પણ ઘડીયાળ સામે જોઇને  ચાલુ કર્યો કે – “અત્યારે મારો છોકરો ચંપલ પહેરે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાં ચડે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાંથી ઉતરે છે,અત્યારે મારો છોકરો પાનના ગલ્લે પહોંચી ગયો છે,અત્યારે મારો છોકરો પાનવાળાઅને પૈસા આપે છે,અત્યારે મારો છોકરો પાછો લિફ્ટમાં ચડે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાંથી બહાર આવે છે,અને અત્યારે મારો દિકરો આવી ગયો…આવી ગયો બેટા???””

“ના પપ્પા”

ગુજરાતીભાઇ(ખીજાઇને)- “તો શું કરે છે ડફોળ?”

“પપ્પા,ચંપલ શોધું છુ”

Advertisements
 1. sapna
  September 29, 2010 at 12:05 PM

  wah gujarati wah…maja aai gai vanchvani…

 2. h.k.joshi
  October 7, 2011 at 5:05 PM

  apna blog mathi khub sundar mahiti male6……. I like your blog

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: