શરબત અને શરત

એકવાર બે મિત્રોએ શરબતની દુકાન શરુ કરી.બંને મિત્રોએ બે શરતો નક્કી કરી.પહેલી શરત એ કે જે ગ્રાહક શરબત પીને જે પૈસા આપે તેના અડધા ભાગ તરત જ કરી દેવા.અને બીજી શરત એ કે કદાચ આપણને શરબત પીવાની ઇચ્છા થાય તો પોતાના પૈસાથી પીવાનો.મફત નહિં.

થોડીવાર થઇને એક ઘરાક આવ્યો.પૈસા આપી જતો રહ્યો.પહેલી શરત પ્રમાણે એ પૈસાના બે ભાગ તરત જ કરી દીધા.

એકાદ કલાક થયો પણ કોઇ ફરક્યું નહિં એટલે બંનેને શરબત પીવાની ઇચ્છા થઇ.આથી બીજી શરત પ્રમાણે બંને એ પોત-પોતાના પૈસા પેટીમાં નાખ્યા અને શરબત પીધો.વળી બીજી શરત પ્રમાણે બંનેના બે અડધા-અડધા ભાગ કર્યા.

વળી બે કલાક સુધી કોઇ ના આવ્યું.પાછુ બંને એ બીજા એક-એક ગ્લાસ ઠપકાર્યા.આથી પોતાના જ પૈસા નાખી,શરબત પીને પાછા બે ભાગ કર્યાં.

આમ ને આમ સાંજ સુધી ચાલ્યું અને કોઇ બીજો ઘરાક આવ્યો નહિં.છેવટે સાંજે માત્ર એક જ ઘરાકના પૈસા આવ્યા અને શરબત બધો ખાલી…!!!

પછી બંને એ મનોમન નક્કી કર્યું કે “આ ધંધામાં કંઇ જ કમાણી નથી…ચલો પડતો મુકો આ ધંધો…”

Advertisements
 1. ઓક્ટોબર 14, 2010 પર 12:56 પી એમ(PM)

  😉 આ તો પેલા ચાર સરદારજી જેવું થયું જેમને ટેક્ષી ભાડા પર ફેરવવાનો નિર્ણય કર્યો પણ ઘણા દિવસ સુધી એમની ટેક્ષી કોઈએ ભાડે કરી જ નહિ… કારણ એ ચારે સરદારજી એ ટેક્ષીમાં જ બેઠા હતા.

  • ઓક્ટોબર 14, 2010 પર 7:13 પી એમ(PM)

   હા,એક્ઝેટલી એવું જ હિરેનભાઇ…
   કદાચ આ બે મિત્રો સરદારજી હોય તો પણ કોને ખબર??? 🙂

 2. ઓક્ટોબર 14, 2010 પર 8:49 પી એમ(PM)

  GooD JokE

 3. ઓક્ટોબર 15, 2010 પર 6:22 પી એમ(PM)

  nice jokes

 4. ઓક્ટોબર 15, 2010 પર 9:25 પી એમ(PM)

  જય ગુરુદેવ,
  ખુબ જ સરસ વાત છે, પણ બંને મિત્રોએ નક્કી કર્યા મુજબનો અમલ કર્યો પણ સમયની રાહ જોવી જોઈ એ ?

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: