ઉત્તરાયણ

કોઇક જ એવો વ્યક્તિ હશે કે જેને ‘ઉત્તરાયણ’ નો શોખ નહિં હોય.! અમારા કુટુંબમાં તો બધાને છે.અને મને તો બહુ જ.

સાચુ કહુ તો પતંગ ચગાવવા કરતાં પકડવામાં (દેશી ભાષામાં લૂંટવામાં 😉 ) વધારે મજા આવે છે.કારણ એ જ કે પતંગ લૂંટવામાં એક પ્રકારનો અનેરો આનંદ મળે છે.એ તો જેમણે નાનપણમાં લૂંટ્યા હશે એમને ખબર જ હશે. પણ મને તો આ શોખ બહુ જ છે.આજે પણ. એમાંય મારુ ઘર તો કોમન પ્લોટની બાજુમાં જ છે.એટલે વધારે મજા આવે.હજીય પકડવા જઉં છુ.પકડવાની સાથે સાથે ચગાવું પણ છુ.પણ હવે પકડવા જવાનું બહુ ઓછુ કરી નાખ્યું છે. છેલ્લા ૨-૩ વર્ષથી.કેમ કે મને ખાતરી છે કે આજુ-બાજુ લોકો મનમાં તો બોલતા જ હશે, “કુછ તો શરમ કરો…”

તમને પતંગ ચગાવવો ગમે કે લૂંટવો(પકડવો) ? જે હોય એ સાચુ કહેજો…

Advertisements
 1. જાન્યુઆરી 14, 2011 પર 1:23 પી એમ(PM)

  ચગાવવો !
  “Pirates of the Kites” Sohambhai. 😛

  • જાન્યુઆરી 14, 2011 પર 7:09 પી એમ(PM)

   માધવભાઇ,
   હુ જ્યારે નાનો હતો ત્યારે ધાબા પર પતંગ ચગાવતો અને પાછળથી જ્યારે કોઇ ભાર દોરીમાં પતંગ આવે તો ચાલુ પતંગ છોડી એ કપાઇને આવતા પતંગ પકડતો. 😛 કેમ કે એ વખતે બાળપણ હતું.અને બાળપણમાં સમજણ કરતા આનંદ શેમાં વધારે આવે છે એની જ આપણને ખબર હોય છે.

 2. જાન્યુઆરી 14, 2011 પર 1:39 પી એમ(PM)

  લૂંટવાની મજા જ ઓર છે. ખરેખર તો આપણે એમાં કપાયેલા પતંગ પકડીએ છીએ પણ તો યે “લૂંટ્યો” કેમ કહએ છીએ? કારણ કે આપણે લૂંટીએ છીએ આનંદ. આજે તો “લૂંટે ગુજરાત..” 🙂
  આજે બહુ બધી ઉત્તરાયણ (ઉતરાણ)ની પોસ્ટ્સ દેખાય છે ને કંઈ? એમાં મારો પતંગ તો કપાઈ જ જાય ને. હું કાલે પોસ્ટ મૂકીશ પતંગ વિષે. કોઈએ તો વાસી ઉતરાણ મનાવવી પડશે ને ?

 3. જાન્યુઆરી 14, 2011 પર 7:53 પી એમ(PM)

  અમે તો નાના હતા ત્યારે લૂટવા માટે ખાસ તૈયારીઓ જેવી કે ઝંડા બનાવી રાખવા(અમે એને ઝરડા કહેતા) કરી રાખતા. 🙂

  • જાન્યુઆરી 14, 2011 પર 9:32 પી એમ(PM)

   બ્લોગર મિત્ર,
   હુ પણ મોડાસા હતો ત્યારે આવી એક લાકડી અને લાકડીને છેડે કાંટાવાળો થોડોક ભાગ(દેશી ભાષામાં- ઝંડો 😉 ) બનાવતા.પણ અહિં અમદાવાદમાં આવું શોભા ના આપે ભાઇ.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: