મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > છોકરાઓ બિચારા…

છોકરાઓ બિચારા…

જ્યારે જુઓ ત્યારે મરો તો બિચારા પુરુષોનો જ થાય છે. 😛 પરણ્યા પછી તો પત્નીના હાથ નીચે રહેવું જ પડે છે પણ પરણ્યા પહેલા પણ રહેવું પડે છે.જુઓ આ એક ઝલક…

 

છોકરો અને છોકરી એક બગીચામાં બેઠા હતા.એટલામાં છોકરાએ બોલવામાં કંઇક ભુલ કરી.તો એટલામાં છોકરી ગુસ્સામાં આવી ગઇ. છોકરાએ તરત SORRY કીધું. થોડી-વારમાં છોકરીએ કંઇક ભુલ કરી.તક જોઇ છોકરો પણ નકલી ગુસ્સામાં આવી ગયો.છોકરાને ગુસ્સામાં જોઇને છોકરી રડવા લાગી.! છેવટે છોકરાએ છોકરીને છાની રાખવા SORRY કહેવું પડ્યું.! 🙂

શીખ– ભુલ ગમે તેની હોય, છેવટે મરો તો પુરુષોનો જ થાય છે.! 😦

(નોંધ– માત્ર બે ઘડી હાસ્ય માટે આ વાત કરી છે.)

Advertisements
  1. જાન્યુઆરી 27, 2011 પર 10:12 એ એમ (AM)

    સોહમ ભાઈ પરણેલા તો કશું કરી શકે તેમ નથી પણ તમે પરણવાની ભૂલ ના કરો તો તમારો કદાપિ મરો નહી થાય અને પત્નીના હાથ નીચે નહી રહેવું પડે .
    સોહમભાઈ માત્ર બે ઘડી હસવા માટે આ વાત કરી છે , જોજો કુંવારા રહેતા હોં .

  2. જાન્યુઆરી 27, 2011 પર 6:05 પી એમ(PM)

    હા ભાઈ પુરુષો નો તો બધી બાજુ થી મરો જ છે…

  3. Pravin Shah
    જાન્યુઆરી 27, 2011 પર 8:52 પી એમ(PM)

    શાંતિથી જીંદગી ચાલવા દેવી હોય તો છોકરાએ જ સમાધાન કરવું પડે છે.

  4. જાન્યુઆરી 28, 2011 પર 1:57 એ એમ (AM)

    અરે સોહમભાઇ, આપ પરણેલા નથી તો પછી અંતે આ “નોંધ” લખવાની કશી આવશ્યક્તા ન હતી !!
    .
    .
    .
    .
    આવા પુરુષોને ગેરમાર્ગે દોરતા જોક્સ ન લખો ભાઇ ! પરણેલાઓ બધાં સુખી જ હોય છે !! (આ તો કોમેન્ટ લખતો હતો ત્યાં ’એમણે’ ડોકીયું કાઢ્યું તેથી આવું લખવું પડ્યું !! 🙂

    મજા આવી. આભાર.

    • જાન્યુઆરી 28, 2011 પર 8:11 પી એમ(PM)

      અશોકભાઇ,
      આ પ્રોફાઇલમાં વાઘનો ફોટો રાખો છો અને ઘરમાં મીં _ _? 🙂
      હોય ભાઇ હોય…કોઇ બોલે…કોઇ ના બોલે…આવું બોલવા માટે પણ હિંમત જોઇએ હિંમત…
      આભાર મુલાકાત લેવા બદલ

    • જાન્યુઆરી 28, 2011 પર 9:25 પી એમ(PM)

      પૂર્વ તૈયારી
      સોહમભાઇ કેમ હ્સો છો…. હ.. હ્સો ભાઇ હ્સો … વહે કેટ્લા દાડા [કે મહિના]

      • જાન્યુઆરી 28, 2011 પર 9:45 પી એમ(PM)

        શકિલભાઇ,
        દા’ડા કે મહીના નહી, પણ ૧-૨ વર્ષ કહો યાર….મને તો શાંતિથી થોડોક સમય જીવવા દો…હજી હુ તો ઉગતો છુ…આ ૨૧ મું હજી હમણાં બેઠું…નોકરીમાં સેટ થઇ ગયા પછી બીજી બધી વાત… 🙂

  5. જાન્યુઆરી 28, 2011 પર 7:35 એ એમ (AM)

    જી , હજૂર , કહેવાની હિમત હોય તો લગ્ન કરવા

  6. જાન્યુઆરી 28, 2011 પર 11:25 એ એમ (AM)

    બિચ્ચારા પુરૂષો પાસેથી કેટલી વાર માફી મગાવશો? હમણાં જ હજી એક ટૂચકામાં માફી માગી હતી!

    • જાન્યુઆરી 28, 2011 પર 8:16 પી એમ(PM)

      પણ વિનયભાઇ, વાત મુદ્દાની છે ને?
      હવે તો આ માટે આંદોલન કરવું જ પડશે… 😛
      (નોંધ- હું કુંવારો છુ એટલે જ આ આંદોલન શબ્દ બોલી શકુ છુ બાકી તો………………સમજી ગયા ને? 😉 )

  7. જાન્યુઆરી 28, 2011 પર 10:06 પી એમ(PM)

    હવે તો કોમ્પ્યુટર જોતા જોતા પણ એમાંથી કોઇ સ્ત્રીના હાથનો લાફો ના પડે એ ધ્યાન રાખજો..જુઓ આ…

  8. hirals
    ફેબ્રુવારી 4, 2011 પર 9:56 પી એમ(PM)

    Agree 🙂 Do read my ‘ek vahu ni diary7 & 8…’ But purusho ne pan challenge j pasand pade chhe 🙂 badhi na class nai 🙂

    • ફેબ્રુવારી 4, 2011 પર 10:47 પી એમ(PM)

      હિરલબેન,
      સ્ત્રી હોવા છતાં તમે આ બાબતે એગ્રી થયા એમને?

      મે તમારી એક સાસુની અને એક વહુની ડાયરી વાંચેલી.જે એક રીડ-ગુજરાતી ઉપર પોસ્ટ સ્વરુપે અને બીજી કોમેન્ટ સ્વરુપે હતી.બીજી તમે લખવાના હતા એવું તમે મને મેઇલમામ કીધેલું.આપના બ્લોગ પર આવીને હુ જોઇ લઇશ.

      ધન્યવાદ પ્રતિભાવ બદલ…

  9. ફેબ્રુવારી 5, 2011 પર 10:09 એ એમ (AM)

    શ્રી સોહમભાઈ,

    ખુબ જ સરસ. ભાઈ બન્ને બાજુ વ્હેરાવાનું પુરુષના ભાગે જ આવે.

    • ફેબ્રુવારી 5, 2011 પર 10:28 પી એમ(PM)

      શું કરીએ હવે? જીવી લઇશું એમને ખુશ રાખવા બીજું શું? 😛
      આભાર ગોવિંદકાકા આપના પ્રતિભાવ બદલ…

  10. hirals
    ફેબ્રુવારી 25, 2011 પર 4:49 પી એમ(PM)

    soham you will like my article today. ‘લગ્નનું ગણિત = > જીવનનું આઉટપુટ’

    • ફેબ્રુવારી 25, 2011 પર 9:53 પી એમ(PM)

      હા હિરલબહેન,
      ચોક્કસ હુ એ લેખ વાંચીશ.આમેય મારે વહુની ડાયરીઓ પણ વાંચવાની બાકી છે.ખાલી ભાગ-૧ જ મેં વાંચેલો છે. 😦
      તમે તો ૮ ભાગ પણ લખી લીધા છે.ચોક્કસ વાંચીને પ્રતિભાવ આપીશ. 🙂

  11. ડિસેમ્બર 30, 2011 પર 6:51 પી એમ(PM)

    hi soham how are you

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: