Home > હનુમાન દાદા > સંકટમોચન હનુમાનાષ્ટક

સંકટમોચન હનુમાનાષ્ટક

વહાલા મિત્રો,

આજે શનિવાર છે. તો ચાલો, સંકટમોચન હનુમાનાષ્ટક અને એનું ભાષાંતર સમજીએ…

સંકટમોચન હનુમાનાષ્ટક

બાલ સમય રવિ ભક્ષિ લિયો તબ, તીનહું લોક ભયો અંધિયારો ।

તાહિ સો ત્રાસ ભયો જગ કો, યહ સંકટ કાહુ સો જાત ન ટારો । ।

દેવન આનિ કરી બિનતી તબ, છાંડિ દિયો રવિ કષ્ટ નિવારો ।

કો નહિં જાનત હૈ જગમેં કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:  

શ્રી હનુમાનજી! આપ બાળાવસ્થામાં સૂર્યને ફળ સમજી ગળી ગયા. ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો અને સંસારમાં ભય વ્યાપી ગયો.આ સંકટને દુર કરવા માટે કોઈ પણ સમર્થ નહોતુ. ચારેકોરથી નિરાશ થઈને દેવોએ તમને પ્રાર્થના કરી ત્યારે આપે સૂર્યને મુક્ત કર્યો. સંસારનો ભય દેર કર્યો. એટલે તેમને સંકટમોચન નામે ન ઓળખે એવો કોણ છે.

બાલિ કી ત્રાસ કપીસ બસૈ ગિરિ, જાત મહાપ્રભુ પંથ નિહારો ।

ચૌકી મહામુનિ સાપ દિયો તબ, ચાહિય કૌન બિચાર બિચારો । ।

કૈ દ્રિજ રુપ લિવાય મહાપ્રભુ, સો તુમ દાસ કે સોક નિવારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:

વાલીના ભયને કારણે કયાંય શરણું ન પામનાર વાનરરાજ સુગ્રીવ છુપાઈને ઋષ્યમુક પર્વત પર રહેતો હતો. મતંગ મુનોના શાપને કરણે વાલિ ત્યાં પ્રવેશી શકતો ન હતો. મહાપ્રભુ શ્રીરામચન્દ્રજી લક્ષ્મણ સાથે સીતાજીને  શોધતાં શોધતા ત્યાં આવી પહોચ્યા ત્યારે સુગ્રીવ એમને વાલિના યોદ્રા સમજીને ભય પામ્યો. હે હનુમાનજી ! ત્યારે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રીરામજીને ત્યાં લઈ આવ્યા. આ પ્રમાણે તમે સુગ્રીવનો ભય દૂર કર્યો. હે  હનુમાનજી ! એવો કોણ છે જે તમને ‘સંકટમોચન’નામે નથી  ઓળખતો ?

અંગદ કે સંગ લેન ગયે સિય, ખોજ કપીસ યહ બૈન ઉચારો ।

જીવત ના બચિહૌં હમ સોં  જુ, બિના સુધિ લાએ ઇહા પગુ ધારો । ।

હેરિ થકે તટ સિધું-સબૈ તબ લાય, સિયા-સુધિ પ્રાણ ઉબારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ: 

સીતાજીની શોધ માટે અંગદ સાથે અનેક વાનરોએ પ્રયાણ કર્યુ હતું ત્યારે વાનરરાજ સુગ્રીવનો આદેશ હતો કે  સીતાજીનો પત્તો મેળવ્યા વિના પાછા આવશો  તો મારા હાથે જીવતા નહિ રહો. બહુ શોધ્યા છતાં સીતાજીના સમાચાર જણવા ન  મળ્યા ત્યારે બધા જ વાનરો સમુદ્ર તટે નિરાશ થઈ બેઠા. તે વખતે સીતાજીની શોધ  કરી તમે વાનરોના પ્રાંણ બચાવ્યા. હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને  ‘સંકટમોચન’નામે નથી ઓળખતો

રાવણ ત્રાસ દઈ સિય કો સબ, રાક્ષસિ સો કહિ સોક નિવારો  ।

તાહિ સમય હનુમાન મહાપ્રભુ, જાય મહા રજનીચર મારો । ।

ચાહત સીય અસોક સૌં આગિ સુ, દૈ પ્રભુ મુદ્રિકા સોક નિવારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ: 

રાવણે માતા સીતાને બહુ ત્રાસ આપ્યો. સીતાજીએ રાક્ષસીઓને વિનંતી કરી કે મને મારી નાખીને મારો શોક નિવારણ કરો. હું શ્રીરામજી વિના જીવવા માગતી નથી. હે મહાપ્રભુ હનુમાનજી ! તે વખતે તમે ત્યાં પહોંચીને રાક્ષસ યોધ્ધાઓનેમાર્યા. સીતાજી સ્વયં બળીને ભસ્મ થવા અશોક વૃક્ષ પાસે અગ્નિની યાચના કરતાં હતાં તે વખતે તમે ભગવાન શ્રીરામની વીંટી આપીને શોકનું નિવારણ કર્યું… હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને ‘સંકટમોચન’નામથી પરિચિત નથી.

બાન લગ્યો ઉર લછિમન કે તબ, પ્રાણ તજે સુત રાવણ મારો ।

લૈ ગૃહ બૈધ સુષેન સમેત, તબૈ ગિરિ દ્રોન સુ બીર ઉપારો । ।

આનિ સજીવનિ હાથ દઈ તબ, લછિમન કે તુમ પ્રાણ ઉબારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:

જયારે રાવણ-સુત મેધનાદના બાણના પ્રહારથી લક્ષ્મણજીના પ્રાણ જોખમમાં હતા ત્યારે તમે લંકામાંથી સુષેણ વૈધને તેમના ધર સાથે ઊચકી લાવ્યા અને દ્રોણા પર્વતને જડમુળમાંથી ઉપાડી લાવી સંજીવની બુટ્ટી પણ લાવ્યા. હે હનુમાનજી !આ સંસારમાં  એવો કોણ છે જે  ’સંકટમોચન’ બિરુદને નથી જાણતો ?

રાવન જુધ્ધ અજાન કિયો તબ, નાગ કિ ફાંસ સબૈ સિર ડારો ।

શ્રીરઘુનાથ સમેત સબૈ દલ, મોહ ભયો યહ સંકટ ભારો । ।

આનિ ખગેસ તબૈ હનુમાન જુ, બંધન કાટિ સુત્રાસ નિવારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:

રાવણે આખી સેનાને નાગપાશમાં બાંધી દીધી. પ્રભુ શ્રીરામની સેના મોહમાં પડીગઈ. ત્યારે હે હનુમાનજી ! તમે ગરુડજીને બોલાવી નાગપાશનાં બંધન કપાવ્યા અને બધાને ધોર ત્રાસમાંથી મુક્તિ અપાવી. હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને ‘સંકટમોચન’નામે નથી ઓળખતો…

બંધુ સમેત જબૈ અહિરાવન, લૈ રધુનાથ પતાલ સિધારો ।

દેબિહિં પૂજિ ભલી બિધિ સો બલિ, દેઉ સબૈ મિલિ મંત્ર બિચારો । ।

જાય સહાય ભયો તબ હી, અહિરાવન સૈન્ય સમેત સંહારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:

અહિરાવણ જયારે લક્ષ્મણજી સહિત શ્રીરામને પાતાળમાં લઈ ગયો અને તેમનો દેવીને બલિ ચઢાવવાનો વિચાર કરી રહ્યો હતો ત્યારે તમે ત્યાં પહોચી ગયા અને અહિરાવણનો સેના સહિત સંહાર કર્યો. આમ શ્રીરામ-લક્ષ્મણને મદદ કરી. હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને ‘સંકટમોચન’નામે નથી ઓળખતો હોય ?

કાજ કિયે બડ દેવન કે તુમ, બીર મહાપ્રભુ દેખિ બિચારો ।

કૌન સો સંકટ મોર ગરીબ કો, જો તુમસોં નહિ જાત હૈ ટારો । ।

બેગિ હરો હનુમાન મહાપ્રભુ, જો કછુ સંકટ હોય હમારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:

હે પરમવીર હનુમાનજી ! આપનાં મોટાં મોટાં કાર્યો ,તેમાંય વળી દેવોના કઠિન કાર્યો પૂરા કરવાની શક્તિ વિશે વિચારું છું ત્યારે મને એમ થાય છે કે મારા જેવા દીનહિન વ્યક્તિનું એવું કયુ સંકટ છે જે તમે સુર નહિ કરી શકો ? હે હનુમાનજી ! શીધ્રતાથી દૂર કરવાની કૃપા કરો. આપ તો ‘સંકટમોચન’નામે પ્રસિધ્ધ છો તો મારુ સંકટ ટાળો. હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને ’સંકટમોચન’ નામે નથી ઓળખતો

llદોહો ll

લાલ દેહ લાલી લસે, અરુ ધરિ લાલ લંગુર ।

બજ દેહ દાનવ દલન, જય જય જય કપિ સૂર  । ।


। । ઇતિ સંકટમોચન હનુમાનષ્ટક સંપૂર્ણ । ।

ગુજરાતી અનુવાદ:

તમારા લાલ સેહની લાલી અત્યંત શોભાયમાન થઈ રહી છે. આપની પુછ પણ લાલ છે, વજ્ર સમાન આપનો દેહ દાનવોનો નાશ કરનાર છે. હે સંકટમોચન હનુમાનજી ! આપનો જય હો ! જય હો ! જય હો!

===================================================================

ખાસ નોંધઃ આ સંકટમોચન હનુમાનાષ્ટક જીવન શૈલી ઉપરથી લીધેલું છે. પરંતુ ખુબ જ પ્રમાણમાં જોડણી ભુલ હોવાથી મેં મારી રીતે સુધારા-વધારા કર્યા છે.

અને હા, બજરંગ-બાણનું ભાષાંતર પણ મારે જોઇએ છે. જો કોઇની જોડે હોય તો કહેશો.

Advertisements
 1. મે 14, 2011 at 12:55 PM

  saras anuvad karyo chhe.

 2. sapna
  મે 14, 2011 at 1:06 PM

  gud…

 3. મે 15, 2011 at 7:54 PM

  સારી મહેનત છે સોહમભાઈ, કંઈક નવું જાણવા મળ્યું.

 4. sapna
  મે 16, 2011 at 11:19 AM

  sohu koi mast majani navlika post kar ne… bahu divas thi akey navlika post nai kari…

 5. મે 16, 2011 at 4:05 PM

  સોહામભાઈ,

  પ્રભુની વંદનામાં ભાવ જોવાનો હોય છે, અને તમે ખૂબજ સરસ અનુવાદ કરી ને કોશીશ કરેલ છે.

  • મે 16, 2011 at 4:13 PM

   આભાર અશોકભાઇ… ઘણાં લોકોને(મને પણ!) આ અનુવાદ ખબર ન’તી પણ જેવું ઇન્ટરનેટ પર મળ્યું તો થયું કે મારા બ્લોગ પર મુકુ. પણ ભુલથી ભરેલું અનુવાદ હતું જેથી યોગ્ય સુધારા-વધારા કર્યા.

 6. મે 17, 2011 at 5:24 AM

  સરસ સોહમ ભાઈ
  ============
  આપને સંક્તમોચ્ક
  હનુમાન કષ્ટક વાચી આનંદ થયો

 7. sapna
  મે 17, 2011 at 2:40 PM

  me e navlika read kari 6… have navi post kar to e read karu… gud luck.

 8. Purnima Vaniya
  મે 17, 2011 at 8:35 PM

  Very good transalation.

 9. Parasottam
  મે 17, 2011 at 8:38 PM

  taame kubha ja saras gujaraati maa bhasaa beravi shako chho.

 10. June 15, 2011 at 9:27 PM

  પહેલા તો સુંદર ભાષાંતર બદલ ધન્યવાદ! કારણ કે હનુમાન ચાલીસા મોટા ભાગના લોકો વાચી જાય છે, એનો ગુઢ અર્થ કોઈ
  સમજતું નથી. બીજી વસ્તુ મને તમારા વિશેની માહિતી વાંચીને ઘણોજ આનંદ થયો. તમારા માતા-પિતાને કેટલો બધો આનંદ
  થતો હશે. હું પણ તમારી જેમ મધ્યમ વર્ગનો માણસ અને મારો છોકરો પણ આજે ડોક્ટર થઈને ફેલોશીપ કરે છે. એટલે જ આ
  આનંદ વીશે તમને જણાવ્યું. અમેરિકામાં રીટાયર્ડ લાઈફ પસાર કરવા, કોઈપણ જાતના કમ્પ્યુટરના નોલેજ વગર મેં પણ
  બ્લોગ બનાવ્યો છે. તમે તો કોમ્પુટર એન્જીનીયર છો એટલે ઘણો વ્યવસ્થિત બ્લોગ છે. મારા બ્લોગમાં પણ સુવિચારની ગુજરાતી સ્લાઈડો, એક એક કલાકના પ્રભુ ભજન-મંત્રો-જુના ગીતો, જોકસ,આરોગ્ય, કુકિંગ-રેસીપી,એક્સેલની કરામતો એવું ઘણું બધું છે. તો નીચેના બ્લોગની મુલાકાત લેવા વિન્નંતી.
  http://suratiundhiyu.wordpress.com/

  • June 17, 2011 at 3:57 PM

   હા વિપુલભાઇ,
   આપની વાત સાચી છે.મેં આપની સાઇટની મુલાકાત લીધી સરસ બનાવી છે આપે.ખાસ તો મને જોક બહુ ગમ્યા.સમય મળતા વધારે વાંચીશ અને મુલાકાત લઇશ.

   આભાર મારા બ્લોગની મુલાકાત લેવા બદલ

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: