Archive

Archive for the ‘મારી નવલિકાઓ’ Category

તોડવું હતુ એક ફૂલ મારે… શું ખબર એક કાંટો આટલો નડશે! – નવલિકા

મિત્રો,

ફરીથી સ્વાગત છે આપનું મારા બ્લોગ ઉપર.આમાંથી ઘણા મિત્રોને ખબર હશે પણ નવા વાચક મિત્રોને કદાચ ખબર ના હોય તો જણાવી દઉં કે આ બ્લોગ મેં મારી નવલિકા લખવા બનાવ્યો હતો.

આપ મારી નવલિકા અહીં ક્લિક કરી વાંચી શકશો.

એ સાથે જ ઘણાં સમય પછી બીજી એક નવલિકા પોસ્ટ કરું છુ.પીડીએફ ફાઇલ હોવાથી વાંચવામાં કદાચ તકલિફ પડે તો એ બદલ ક્ષમા માંગુ છુ.આપના પ્રતિભાવની પ્રતિક્ષામાં…..

આજની નવલિકા વાંચવા અહિં ક્લિક કરોઃ–>   તોડવું હતું એક ફૂલ મારે… શું ખબર એક કાંટો આટલો નડશે!

Advertisements

એક કચોરી, દો સમોસા. જિંદગી… તેરા ક્યા હૈ ભરોસા.

“નમસ્તે સર,અહિં કોઇની લાશ પડી છે.જલદી આવી જાઓ…”-એક અજાણ્યા પુરુષનો અવાજ ઇન્સપેકટર વાઘલેના કાને અથડાયો.

“ક્યાં છો તમે? અને કોણ છે એ? તમે એમને ઓળખો છો?” વાઘલે તાડૂક્યા.

“હું અત્યારે એણાસંણ રેલ્વે સ્ટેશનથી થોડે દુર આવેલા અંબે માતાના મંદિર નજીક છુ. અને ઓળખાણની ક્યાં માંડો છો…અત્યારે તો ખાલી એટલી જ ખબર પડે છે કે આ લાશ માણસ નામના પ્રાણીની હોવી જોઇએ.આ લાશ ઉપરથી રેલ્વે પસાર થઇ હોય એમ લાગે છે એટલે મોઢું તો સાવ છુંદાઇ જ ગયુ છે.”

“ઓહ માય ગોડ…” કહી વાઘલે સાહેબે હવલદાર પર હુકમ છોડ્યો,”જલદી જીપ બહાર કાઢ.”

જ્યારે વાઘલે ત્યા પહોંચ્યા ત્યારે લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. અને પ્રેસવાળા પણ આવી પહોંચ્યા હતા.(ભારતમાં નિયમ છે કે જ્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને ત્યારે લોકો આવી જાય,મદદ માટે વિના સંકોચે કામે લાગી જાય અને બધુ પુરુ થવા આવે એટલે પોલિસનુ સાયરન સંભળાય,અને ત્યાર પછી છેલ્લે એમ્બ્યુલન્સ…!!!)વાઘેલા લોકોને આઘા ખસેડી અંદર ગયાં.લાશના તો ફુરચે-ફુરચા ઉડી ગયા હતા.

વાઘલે હવે તપાસ કરી રહ્યા હતા કે આ કેસ આત્મહત્યાનો છે કે અજાણતા જ આ માણસ ટ્રેન નીચે આવી ગયો હશે? ના,ના, અજાણતા તો ન જ આવે.હા, કદાચ દારુ પીધો હોય તો એને ભાન નહિ રહ્યુ હોય એવુ બને.તેમના મનનામાંથી અસંખ્ય વિચારો આવતા હતા.મ્રુત વ્યકિતના ખીસ્સામાથી કાગળીયા પરથી તેમની ઓળખ થઇ.નામે તેઓ રજનીભાઇ હતા.અને ફોરેસ્ટ ઓફિસનુ આઇ.કાર્ડ મળ્યું.મતલબ કે તેઓ ત્યા જોબ કરતા હશે.આ ખાતામાં જેટલા પૈસા ટેબલની ઉપરથી નથી મળતા એટલા તો ટેબલની નીચેથી મળે છે.એટલે પૈસાની તંગીને લીધે આત્મહત્યા કરી હોય તે વિચાર અર્થવિહિન હતો.

વાઘલે પહોચી ગયા સીધા  રજનીભાઇના ઘરે.પોતાના પતિનુ આકસ્મિક મ્રુત્યુ ના સમાચાર સાંભળી જેમ હિંદી ફિલ્મોની હિરોઇનો કહે છે કે “નહિં… યે નહિ હો સકતા.” એવી જ રીતે રજનીભાઇના અર્ધાંગિની એવા રચનાબહેનને ચીસ પાડી.વાઘલે તેમની સાથે વાત કરવા માંગતા હતા પરંતુ રચનાબહેને “તબિયત સારી નથી” એમ કહી વાતને છેડે પુર્ણવિરામ મુકી દીધુ.વાઘલેને આ બાબતમાં કોઇ કડી જડતી ન હતી. એટલે તેમણે રચનાબહેનના ઘરે વોચ રાખવા માંડી.

એક દિવસ વાઘલે જ્યારે વોચ રાખી રહ્યા હતા ત્યારે કોઇ એક યુવાન રચનાના ઘર માં દાખલ થયો.વાઘલેને આ વાતની જાણ થઇ ગઇ.થોડાક સમય બાદ તે ત્યાથી જતો રહ્યો.વાઘલે વિચારવા માંડ્યો.કોણ હશે એ? શુ કામે આવ્યો હશે? તેને અને રચનાને શુ સંબંધ થતો હશે? તે રચનાનો ભાઇ હશે કે પછી…???

બીજા દિવસે સવારે વાઘલેએ સૌથી પહેલુ કામ રચનાના પડોશીને બોલાવવાનુ કર્યુ.અને એ પુછ્યુ કે કોઇ અજાણ્યો યુવાન રચનાના ઘરે આવ-જા કરે છે? તો જવાબ મળ્યો કે હા,એ યુવાન કેતન હતો.

-રજનીનો ખાસ દોસ્ત.લગભગ પાંચ-છ મહિનાથી તે રજનીના ઘરે આવતો હતો.છેલ્લા ચાર મહિનાથી રજનીને પેરાલિસીસનો એટેક આવ્યો હતો જેથી પડોશીઓએ રજનીને જોયો ન હતો.હા, રચના ધ્વારા ખબર અંતર અચુક પુછાતી.

આ વાત જાણ્યા બાદ ઇન્સ.વાઘલે એ રચનાના ઘર પર ચાંપતી નજર રાખવા માંડી.જ્યારે ઇન્સ.વાઘલેને ખબર પડી કે કેતન રોજ રજનીના ઘરે આવે છે ત્યારે તેમને કેતન પર શંકા પડી.કારણ કે આખાય પ્રકરણમાં પ્રણય ત્રિકોણ હોવાની આશંકા હતી.છેલ્લા ચાર મહિનાથી રજનીને પેરાલિસીસનો એટેક આવ્યો હોવાથી રચનાની શારિરીક ભુખ સંતોષાતી નહિં હોય અને તેથી જ તેને કેતન સાથે…

વાઘેલા ઉપડ્યો સીધો રચનાની સોસાયટી ના ચોકીદાર જોડે અને કેતન કેટલા વાગે આવતો હતો,કેટલા વાગે જતો હતો, કેટલો ટાઇમ રોકાતો એ બધુ “વિઝિટર બુક”માં લખેલુ હતું.દરેક વ્યક્તિની એન્ટ્રી નોંધાતી હતી અને એ જ રીતે કેતન વિશેની તમામ વિગતો બહાર આવવા માંડી.

અને વાઘેલાને જ્યારે ખબર પડી કે જે દિવસે રજનીની લાશ ટ્રેન નીચે છુંદાયેલી મળી એ દિવસના આગળના જ દિવસે કેતને રચનાના ઘરની મુલાકાત લીધેલી હતી.તારીખ અને ટાઇમ “વિઝિટર બુક”માં કમ્પ્લીટ લખેલુ હતું.

હવે વાઘલેને શંકા જ નહિં પણ ખાતરી થઈ ગઇ હતી કે રજનીની હત્યા કેતને જ કરાવી હશે.રચના અને કેતન વચ્ચે પ્રેમ પાંગર્યો હશે અને વચ્ચેથી કાંટો કાઢવા રજનીની હત્યા કરી હશે.

એટ્ ધ્ ટાઇમ વાઘલેએ દસ મિનિટમાં કેતનને પોલિસ-સ્ટેશનમાં હાજર કરવાનો હુકમ કર્યો.(આપણા દેશમાં આવા પોલિસવાળા પણ છે…!!!)અને થોડી જ વારમાં કેતનને એના ઘરમાંથી ઉઠાવી લાવવામાં આવ્યો.ટેબલની સામે કેતન બેઠો છે,નજર ઝુકેલી,હાથ-પગમાં ધ્રુજારી,સામે જોવાની હિંમત પણ નહિ,આંખોમા ખામોશી અને વેદના.

“બોલો શું વાત છે કેતન?” વાઘલેએ ડંડો હાથમાં લેતા કહ્યુ.

“જી…સર…” -ઘભરાયેલો અવાજ

“હવે તમને ફાંસીના ફંદેથી કોઇ પણ નહી બચાવી શકે, મિસ્ટર કેતન.તમે જ રજનીનુ ખૂન કર્યુ છે.મારી પાસે નક્કર સાબિતી છે”-વાઘલેએ ડંડો પછાડતા કહ્યુ.

“નહિ…નહિ…સર, આપ જેવુ સમજો છો એવુ નથી.આ બાબતમા હુ એકદમ નિર્દોષ છુ.મને છેતરીને ફસાવવામા આવ્યો છે.હુ ભગવાનના સોગન ખાઇને કહુ છુ કે…”

“શટ અપ.ભગવાનના ખોટા સોગન ખાતા તમને શરમ નથી આવતી?એક પાપ તો કર્યુ છે, હજી ખોટુ બોલવાનુ પાપ કરો છો? કેટલા પાપ કરશો?” વાઘલે એ કેતનને વચ્ચેથી જ અટકાવ્યો.

“મારો વિશ્વાસ કરો સર,આપે આટલા દિવસમા જે તપાસ કરી એ તો માંડ ૧૦% જ છે.બાકીની ૯૦% થી તો આપ અજાણ છો.સત્યઘટના તો મારા અને રચના સિવાય બીજા કોઇને ખબર નથી.મને સજા તો નહી થાય ને? હુ આપને બધુ સાચુ-સાચુ કહી દઇશ.” કેતન રડતાં-રડતાં બોલ્યે જતો હતો.

“મારા કાન સત્ય સાંભળવા આતુર છે.” -વાઘલે

અને જે વાત કેતને કરી તે વાત સાંભળીને વાઘલેને તો શુ આપણને પણ આંચકો આવી જાય,ચક્કર આવી જાય એવી હતી.અને ‘આવું તો કાંઇ હોતે હશે?’ એવા ઉદગાર ન નીકળે તો જ નવાઇ.કેતને કરેલી વાત આપણે તેના જ શબ્દોમા સાંભળીએઃ

હુ અને રજની એક સાથે જ નોકરીમા જોડાયા હતા.ફરક માત્ર એટલો જ કે એ પરિણીત હતો અને હુ બેચલર.અમારા બંન્નેના સ્વભાવ મેચ થતા હતા અને જોડે આવવા જવાનુ હોવાથી અને ગાઢ મિત્રો બની ગયા હતા.અને હુ જ્યારે એકલતા અનુભવુ ત્યારે તેમના ઘરે જઇને બેસુ.એ મને આગ્રહ કરીને અને રાત્રે મોડે સુધી અમે વાતો કરતા.

સમય જતાં રજનીને પેરાલિસિસનો એટેક આવ્યો.અને ઘરમા તેનુ માન ઘટતુ ગયુ.છતાં કેતને આવવાનુ ચાલુ રાખ્યુ.રચનાની રચના કરતી વખતે ભગવાન સારા મુડમા હોવા જોઇએ.કારણ કે તેનુ શરીર ભલભલાને મોહી લે એવુ હતુ.આખરે તે પણ એક સ્ત્રી જ હતી ને? ભાવતુ ભોજન આરોગવાથી શરીરની ભૂખ શમી જતી નથી.જ્યારે આ તરફ રજનીને ઉભા થવાના પણ ફાંફાં હતા.કેતન અપરિણીત હતો.ચુંબકે લોખંડને આકર્ષી લીધુ. અને નિયમ પ્રમાણે જેમ-જેમ નજીક આવે તેમ-તેમ આકર્ષણની તિવ્રતા વધતી જાય છે. રચના અને કેતન એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.આ વાતથી રજની અજાણ ન હતો.પણ તે કંઇ કરી શકે તેમ ન હતો.

“હમ્…પછી…???” વાઘલેને વાતમાં ઇન્ટરેસ્ટ પડતો ગયો.

‘પછી રચના અને રજની એક જ ઘરમાં રહેવા છતા એક-બીજાથી ઘણા દુર થઇ ગયા હતા.બન્નેના મનનુ મિલન હવે શક્ય ન હતું.રજનીની વાતો રચના માનતી ન હોવાથી રજનીએ રચનાને સ્પષ્ટ શબ્દોમા કહી દીધુ હતુ કે “આ તમામ મિલકત,સ્થાવર,મૂડી હુ દાનમા આપી દઇશ”. જેથી રચનાને માઠુ લાગ્યુ અને તેણે મને એક યુક્તિ બતાવી’.
હુ અને રચના ભેગા મળીને રજનીને મારી નાખીએ જેથી અમે બંને સુખેથી રહી શકીએ અને પછી અમે લગ્ન કરી લઇશુ અને માલ-મિલકત પણ અમારી થઇ જશે.એ રાત્રે એટલે કે રજનીની હત્યા થઇ એની આગળની રાત્રે અમે રજનીને કેવી રીતે મારવો?, લાશને ક્યાં નાખવી?, પોલિસ આવે તો કયુ બહાનુ કાઢવું? એ બધુ અમે નક્કી કર્યુ જેથી મારા નામની એન્ટ્રી આપે “વિઝિટર બુકમાં” વાંચી અને મને દોષિત માન્યો.હુ એ વખતે રચનાના પ્રેમમા હતો એટલે મારા આંખે પ્રેમની પટ્ટી બાંધેલી હતી.

પરંતુ મને ઘરે જઇને મને વિચાર આવ્યો કે આ બધુ હુ ખોટુ કરુ છુ.આવા કપરા સમયે મારે મારા દોસ્તની મદદ કરવી જોઇએ તેને બદલે હુ તેને મારવા જઇ રહ્યો છુ? ધિક્કાર છે મારા જેવા દોસ્તને.!

એટલે મે તરત જ બીજા દિવસે રચનાના ઘરે ગયો અને,

“રચના, આ રમતમા હુ તારો સાથ નહી આપુ.મારે રજની સાથે આવુ ના કરવુ જોઇએ.”  -કેતન

“મને હતુ જ કે ઘરે જઇને તારો વિચાર જરુર બદલાઇ જશે.એટલા માટે આપણે કાલે જે વાતો કરી એ બધી જ વાતો મે મારા મોબાઇલમા રેકોર્ડ કરી દીધી છે.હવે હુ તને બ્લેકમેઇલ કરીશ.હા, તુ આ રેકોર્ડ કરેલી ફાઇલ મેળવી શકે છે.બદલામા તારે મને ૫૦ લાખ રુપિયા આપવા પડશે.એક ફોરેસ્ટ ઓફીસર માટે આ રકમ બહુ મામૂલી કહેવાય.અને મારી પાસે રુપ છે,પૈસા મને તુ પણ આપીશ અને રજનીની મિલકત પણ હવે મારી જ થઇ ને રહેશે.તારા જેવા મને એક હજાર કેતન મળી રહેશે મિ.કેતન… ” -રચના

એ જ દિવસે મે પૈસા આપી એ ફાઇલ લઇ લીધી.અને આ જ વાતની આપને ખબર ન હતી.હુ નિર્દોષ છુ સર,મારો વિશ્વાસ કરો.

તરત જ ઇન્સ. વાઘલેએ રચનાના ઘેર જીપ દોડાવી.કડક પુછતાછ કરતા રચનાએ પહેલા તો આનાકાની કરી પણ એક પુરુષ આગળ એક સ્ત્રીનુ શુ ગજુ? અને એ પણ જ્યારે એ સ્ત્રી ખોટી હોય ત્યારે તો બેશક? છેવટે રચનાએ ગુનો કબુલ્યો કે મે જ મારા પતિનુ ખુન કર્યુ છે.

“પણ તમે એને ક્યા માર્યો? અને લાશ રેલ્વે-સ્ટેશને કેવી રીતે આવી???” ઉત્તેજના વઘતા વાઘલેએ પુછ્યુ.

“મે મારા પતિને ચપ્પુથી મારી નાખ્યો જ્યારે એ ભર ઉંઘમા હતા.અને ત્યારપછી એ લાશને મે રેલ્વે-સ્ટેશને મુકી આવી જેથી બધાને એમ જ લાગે કે રજની એ સ્યુસાઇડ જ કરી છે.અને ટ્રેન તેમના આખા શરીર પરથી પસાર થાય એટલે ચપ્પાના ઘા ની પણ કોઇને ખબર ના પડે.”-રચના એકીશ્વાસે ગભરાતા અવાજે બોલી ઉઠી.

“ગુડ પ્લાન મિસિસ રચના, પણ કાનુન કે હાથ બડે લંબે હોતે હૈ.યુ આર અન્ડર એરેસ્ટ.”- કહેતા ઇન્સ વાઘલેએ રચનાને હાથકડી લગાવી પોલિસ-સ્ટેશન તરફ દોરી ગયાં

(ભારતમાં પોતાના પતિ માટે સર્વસ્વ ત્યાગી દેનાર સ્ત્રીઓ તો લાખો છે પણ પૈસા માટે પોતાના જ પતિને મારી નાખનારી સ્ત્રીઓ પણ ભારતમા છે એ તો આજે જ જાણ્યું. )

(પાત્રોનાં નામ, ગામના નામ કાલ્પનિક છે.)


"પડયા છે પીઠ પર ઝખ્મો, મૂંકુ આરોપ કોના પર? ઘણા એવાય નામો છે જે લેવાઇ નથી શકતા" જીવનની સમી સાંજે મારે ઝખ્મોની યાદી જોવી'તી, બહુ ઓછા પાનાં જોઇ શકયો, બહુ અંગત અંગત નામ હતા." – સૈફ પાલનપુરી.

” કંહુ છું કે એ ખેતરમાં શાતિથી જ જશે. તમે નાહકની ચિંતા ના કરો.” પલ્લ્વી બોલી.

” લે, ચિંતા કેમ ના થાય? જીવની જેમ પાળ્યો ચે અને હ્ર્દયની જેમ પોષ્યો છે.” મહાદેવ મરકંતા-મરકંતા બોલ્યા.

” હાં ,હાં પણ એ હવે નાનાં થોડા છે? મોટા થઇ ગયાં છે. તમે તો હજી એમને નાના જ સમજો છો.”

“મારી આગળ તો એ કાયમ નાનો જ રહેવાનો છે.” મહાદેવ બોલ્યો, ” હવે ચા લાવ એટલે શહેર ભણી ઉપડુ. ઉલ્લાસને શહેરમાં એડમિશન માટે પૈસા આપવાનાં છે. તે પણ પૂરા પચાસ હજાર એવાં બે વર્ષ. એટલે હજી બીજુ એકાદ ખેતર વેચવું પડે…” કહી મહાદેવ ઢીલાં પડી ગયા.

” સારું સારું, રડો નાં પણ ઉલ્લાસ ભાઇ ભણે એટલું ભણવા દેજો અને મોટા સાહેબ બનાવજો.”

પલ્લવીના આંખમાય ચોમાંસુ બેસી ગયુ.

મહાદેવ અને ઉલ્લાસ બે સંગા ભાઇઓ હતા. મહાદેવ મોટો અને નામ જેવા જ ગુણ, ઘણા લોકોનાં નામ કરતા ગુણો અને કર્મો ઉંધા હોય છે. લક્ષ્મીબેનને ભીખ માંગતા પણ મેં જોયેલા છે અને ડાહયાલાલને મેન્ટલ હોસ્પીટલમાં પણ જોયેલા છે.(તમારે છે કે નંહિ તે વિચારી લેજો)

મહાદેવે ઉલ્લાસને ઘણા લાડકોડથી ઉછેર્યો કેમ કે માં તો ઉલ્લાસને જન્મ આપી સુવાવડને લીધે જ મ્રુત્યુ પામી હતી. અને ગામમાં એક ગલ્લો, પોતાનું ધર અને પચાસ વિધા ખેતર હતુ પરંતુ દુકાનમાં ખોટ જતા ઉધરાણીઓથી કંટાળીને મહાદેવનાં પપ્પાએ આત્મહત્યા કરી. પરિસ્થતિ નાજુક હતી, પણ મહાદેવે માં અને બાપ, બનેનો પ્રેમ આપીને ઉલ્લાસને ઉછેર્યો હતો. મહાદેવને બધું જ યાદ હતું આજથી બરાબર પંદર વર્ષ પહેલા મહાદેવ રાત દિવસ એક કરી, ખેતરમાં મજૂરી કરી, દુકાન સંભાળી, બપોરે તાપમાં ખેતરમાં બળદો જોડી, ખેતર ખેડી, રાત્રે લાઇટમાં પાણી આવે ત્યારે પાણી પાઇ, ધેર આવતો. અને સ્કૂલેથી આવેલા ઉલ્લાસને બકીઓથી નવડાવી દેતો. ઉલ્લાસે ગામમાં અભ્યાસમાં એસ.એસ.સી સુધી ભણી શહેરમાં મોકલવામાં આવ્યો. અને હાયર સેકન્ડરીમાં સેકન્ડ ક્લાસે પાસ થયો.

“આ લો ચા, અને ઝટ નીકળો નહિંતર શહેરમાં જાવાનું મોડુ થઇ જાહે.” ,બોલી પલ્લવી અંદર જતી રહી.

“હે…હે…હા..” કરતા મહાદેવ તંદ્રામાંથી જાગી પડયો. માણસ જાગતાં પણ સપના જોતો હોય છે. જે રાત કરતા કયારેક ભયાનક હોય છે. મહાદેવ ને પણ એવું જ હતું પૈસા ક્યાંથી લાવવા? આમ કરતા-કરતા તો બધા ખેતર વેચાઇ જશે અને ગીરવે પડેલી જમીન પણ જતી રહેશે.

છેવટે શહેરમાં જઇ એના એક મિત્ર જોડેથી ઉછીના પૈસા લઇ આવ્યો. એ જમાનામાં લોકો લાખો રૂપિયા દાન કરતા અત્યારે તો કોઇ માંગવાવાળું આપણે ધેર માંગે તો આપણે કહી દઇએ,
“બહાર વાસણ -કપંડા પડયા છે તે ધોઇ નાખ, તો જમવાનું આપું નહિંતર ચાલતીની પકડ. ભીખ માંગતા શરમ નથી આવતી?” અરે મારા ભાઇ, એની પણ મજબૂરી હશે એટલે જ એ ભીખ માંગતો હશે ને!

પૈસાની વ્યવસ્થા થઇ ગઇ. બે વર્ષમાં ઉલ્લાસ ભણીને ખૂબ આગળ નીકળી ગયો. ગામમાં બધા તેને માન આપવા લાગ્યા.

“હવે, ઉલ્લાસભાઇના લગ્નનું વિચાર્યુ છે કે નંહિ તમે ? મારે દેરાણીનાં દર્શન કરવા છે. હવે ઝટ તપાસ કરો એ કંઇ નાના નથ રહયા”- પલ્લવી શરમાતાં- શરમાતાં બોલી.

“હાં હાં, કાલે જ મારા મિત્ર જે શહેરમાં રહે છે અને ઉલ્લાસને ભણવા માટે પૈસા આપ્યા હતા તેની દિકરી જોડે નક્કી કરી આવું છુ. ઉલ્લાસ શહેરમાંથી આવે એટલે એને પણ વાત કરુ” મહાદેવ નિરાંતે શ્વાસ લેતા બોલ્યા.

“અઠવાડિયા પછી ઉલ્લાસનો ફોન આવ્યો કે મે એક છોકરી સાથે લગ્ન કરી લીધાં છે અને તે શહેરમાં રહે ચે અને ખૂબ રૂપાળી છે. તમે જોઇને જ ગાડાં થઇ જશો ભાઇ…” મહાદેવનાં હાથમાથી ફોનનું રિસિવર પડી ગયું અને વિચાર કરવા માડંયા કે ઉલ્લાસ એટલો સ્વતંત્ર થઇ ગયો કે લગ્ન સુધ્ધામાં મને ન કીધું

“શહેરમાં જઇ છોકરાઓ બગડી જાય છે ” એવું ધણાએ મહાદેવને કીધું હતું. પણ મહાદેવને ઉલ્લાસ પર પૂરો વિશ્વાસ હતો. પણ આજે એ વિશ્વાસ તૂટી ગયો. અને એને અનુભવ્યુ કે લોકોની વાત સચી હતી. આ વાત એણે પલ્લ્વીને કરી. એ છોકરીનુ નામ ઉન્નતી છે.

“કંઇ વાંધો નહિ એમાં શું થઇ ગયું?  ઉલ્લાસભાઇએ છોકરી પસંદ કરી છે તો સારી જ હશે ને!” પલ્લવી ભાભી હસતા મોઢે અને રડતી આંખે બોલ્યા.

દરિયાનાં મગરને તળાવમાં ક્યાંથી ફાવે? એવી જ સ્થિતી ઉન્નતી સાથે થઇ.સાકડું ધર, ગામડાનો ગાય ભેંસનો અવાજ, પોદળાની ગદંકી, ખેતરમાં ફરતાં બળદો અને રાત્રે સાપંનો ભય, વગેરે કારણોથી તે ત્રાસી ગઇ. અને તે પોતાનાં પિયરમાં નાસી ગઇ. અને તેને ઉલ્લાસને બોલાવવા માંડી મહાદેવે ધણો મનાવ્યો  પંણ ઉલ્લાસ ના માનયો. એ થેલો પેક કરી શહેર “ધરજમાઇ” જવાં ઉપડયો. કારણકે શહેરની જીદંગી ઉલ્લાસે જોયેલી હતી. એસી, ડબલ બેશ, ગાડી, બગંલો, બગીચો અને જમવાનું રોજ અલગ અલગ… કોને ન ગમે?

પછી તો ઉન્નતીએ ઉલ્લાસના કાન ભંભેરવાનું ચાલું કર્યુ,” તમારા ભાઇ બધી જ જમીન, દુકાન, ઘર વાપરે છે. શું એમાં તમારો ભાગ નથી?”

“ગાંડી આપણી જોડે આટલુ તો છે, બીજું શું જોઇએ?” ઉલ્લાસ હંસી પડયો.

” ના, મારે ભાગ જોઇએ જ” નંહિતર હું નંહિ ચલાવી લંઉ ” કહી પગ પછાડતી ઉન્નતી જતી રહી.

” હવે કેટલુ રડશો? સવારનાં આજ ધધો કરો છો બહુ થયુ હવે.” પલ્લવી સાડીનાં છેડાથી પોતાની આંખો લુછતા બોલી.

” પણ જે ભાઇને મારા…પુત્ર ની જેમ રાખ્યો હતો તે… તે જ આજે મ…ને છોડીને ચા…લ્યો ગયો?” ધ્રુસકે ધ્રુસકે મહાદેવભાઇ રોતા હતાં.

“એ આજે આવે તો પણ હું એને માફ કરી દઇશ, છેવટે તો એ મારો ભાઇ જ છે ને…” – મહાદેવ

“મોટાભાઇ, મારે તમારી સાથે વાત કરવી છે.” દસ દિવસ રહીને ઉલ્લાસ આવ્યો.

” તુ આવ્યો બેટા કેમ છે?”

” જેવો છું એવો છું મારે આ જમીન, મકાન, દુકાનનાં ભાગ જોઇએ છે.”

“શું… બોલ્યો? તને એટલા પ્રેમથી રાખ્યો છે કે આજે હાથ પણ ઉપાડી નથી શકતો. જે હાથે તને ખવડાવ્યો હોય, એ હાથ તને મારવા કયાં ઉપર થાય? તારે ભાગ લેવો છે ને, જા બધું જ તારું , આ ધર, દુકાન, ખેતર બધું જ તારું જા, ખુશ?”

“એમ નંહિ, પંચની હાજરીમાં તમારા અંગૂઠાની નિશાની સાથે હુમ કાગળો લઇને જ આવ્યો છું” કહી ઉલ્લાસે કાગળીયા બહાર કાઢયા. પલ્લવીભાભી આ બધું સાંભળી એક શબ્દ પણ બોલી ના શક્યા.

બીજે દિવસે પંચ આવી ગયું અને ગ્રામજનો ભેગા થઇ ગયા. લીમડાના ઓટલે બેઠક મળી હતી.

“મારે પચાસ માંથી ચાલીસ વિધા ખેતર જોઇએ છે. કેમકે ભાઇ તો અનુભવનાં લીધે બીજા ખેતરો લઇ શકશે. મારે શીખવાનું બાકી છે” નાનો ભાઇ મોટા અવાજે બોલ્યો.

” પંચ આ વાતને સંમતિ આપતું નથી. બધી જ મિલકત બે ભાઇઓને પૂરતા ભાગમાં જ વહેચવામા આવશે”

” તમે એને આપી દો, મને વાંધો નથી. તારા માટે તો પચાસ વિઘા પણ તૈયાર છે.” મહાદેવ બોલંતા બોંલતા રડતા હતા પણ ચહેરા પર હાસ્ય હતુ.

” પછી, ધર , દુકાન મારી, કારણકે મારી ગેરહાજરીમા ભાઇ શું કરે એની મને શી ખબર? હું તો ગામમા કયાં રહું છું” ઉલ્લાસ પૂંરા ઉલ્લાસથી બોલતો હતો. ખરેખર તો જીભ ઉલ્લાસની હતી પણ શબ્દો તો ઉન્નતીનાં હતા.

“મહાદેવભાઇ, આ તમારો ભાઇ છે કે દુશ્મન? તમે આને તમારો ભાઇ માનો છો? બધું જ લઇ જશે. હા માં હા શું પુરાવો છો? કંઇ બોલો બે ભાગ કરવાની” મહાદેવના ભાઇબંધો બોલ્યા. પણ મહાદેવનાં પેટનું પાણી પણ હલંતુ ન હંતુ.

છેવટે ૯૦% ચીજવસ્તુઓ ખેતર અને ધર બધુ નાનોભાઇ લઇ ગયો અને ૧૦% જ મહાદેવને મળ્યુ. દુકાનનો ભાગ અને એક ઓરડી.

હવે, ઉન્નતીનાં હાથમાં બધું જ હોવાથી, તે ઉલ્લાસ ઉપર ઓર્ડર કરતી અને કામ કરાવતી.સાચવતી નંહિ અને આમેય બાપની બિગડેલી ઓલાદ હતી. પણ આ વાતની જાણ ઉલ્લાસને હવે થઇ હતી. પહેલાં મીંઠુ-મીંઠુ બોલી, પોતાનુ  કામ પાર પડાવી બંધુ જ ઉન્નતીએ ઉલ્લાસ જોડેથી પણ લઇ લીંધુ હતુ. આમેય જેની જોડે પૈસા વધારે હોય છે તેને જ પૈસાની ભૂખ ઝાઝી હોય છે. ગરીબ બિચારો શાંતીથી આખો દિવસ કામ કરી, જમી કરી, મીઠી નીંદર માણતો હોય છે. એને પૈસાની ચિંતા ના હોય કે કાલે શું થશે.

હવે , ઉલ્લાસ બરાબરનો ફસાયો હતો. નાં ધરમાં કંઇ બોલી શકાતું કે નાં મોટાભાઇનાં ધેર જવાય. મહાદેવનાં ધેર શું મોઢું લઇને જાય? છેવટે ઉન્નતીના કટ્ટવેણો સહન ન થતાં તે મોટા ભાઇનાં રસ્તા ભણી ઉપડી ગયો એને વિશ્વાસ આવ્યો કે કદાચ એક છેલ્લી વાર મારા ઉપર મોટા ભાઇ એક મોટો ઉપકાર કરી દે, તો મારે શાંતિ થઇ જાય અને સ્વભાવ પ્રમાણે માફ કરી જ દેશે એવું એને લાગતુ.

ધેર જઇ બારણું ખખડાવ્યું. ભાભીએ બારણું ખોલ્યુ ઝાઝો Response આપ્યો નંહિ. અને એટલામાં ભાઇએ પછળથી તેને ઉંચકી લીધો. અને બોલ્યા, ” ગાંડા, મને ખબર જ હતી કે તુ પાછો આવીશ જ. ભાઇ, ભાભી વગર તું નંહિ જીવી શકે.” પછી તો ભાભીને પણ મહાદેવે મનાવી લીધાં.

” પણ, મોટા ભાઇ, મારા ભાગનું ખેતર અને પૈસા બધું ઉન્નતીએ છીનવી લીંધુ છે. મને માફ કરી દો મોટાભાઇ… તમે ખરેખર મહાન છો…” નાનો ભાઇ રડી પડયો.

” લે કંઇ વાંધો નંહિ, પૈસો તો આજે છે અને કાલે નથી. પણ પ્રેમ મહત્વની વસ્તુ છે. જે સંબધોને મજબૂત બનાવે છે. તે રાખજે.” કહી, મોટાભાઇ નાનકાને લઇને રૂમમાં દાખલ થયા.એણે ઉન્નતીને છૂટાછેડાં આપી ધીધા હતાં.

“પલ્લવી, આજે શ્રાધ્ધ છે એટલે દૂધપાકમાં નાનકાને પણ ગણજે. ખરા દિવસે એ આવ્યો છે આજે ” કહી, બને જંણા અલક-મલકની વાતો કરી જમી પરવારી, ખેતર તરફ પ્રયાણ કરવા લાગ્યા.

આ રીતે આ ધરમાં આમ શાંત થઇ ગઇ અને મોરલા ટહુકયા. અને ૪૦ વર્ષે ઉલ્લાસની નવી જિંદગી શરૂ થઇ.

(હજી સુધી ઉલ્લાસે લગ્ન કર્યા નથી. છોકરીઓ ઉપરથી એને વિશ્વાસ ઉઠી ગયો છે. જીવનમાં માત્ર તેનું એક જ ધ્યેય છે. મા-બાપ જેવાં મોટાભાઇ અને ભાઇની સેવા કરવી. પહેલાં કરતા ૨૦ ગણી જમીન અત્યારે છે. એક ઓરડીમાંથી એક બંગલો થઇ ગયો છે . બંગલાની બહાર કાર ઉભી રહે છે. હવે ઉલ્લાસ જ બધું સભાળે છે. કેમકે મહાદેવના હાથ-પગ ચાલતાં નથી અને પલ્લવી ભાભી માત્ર કરવા જેટલુ જ કામ કરે છે)


"પશ્ર્યાતાપ"

“…….. અને સર, એણે મને ચુંબન કરવાનો પ્રયાસ કરયો, એ તો સારુ થયું કે હું ચેતી ગઇ નંહિ તો…….” એક યુવતિ રડમસ ચેહેરે પોતાની યાતના સ્કૂલના પ્રિન્સીપાલ તરફ કાલવી રહી હતી. એ યુવતિ હતી રોશની. રોશની અને તેની સખી સેજલ આ વાત કરવા પ્રિન્સીપાલની ઓફિસમાં આવ્યા હતા. રોશની આર્ટ્સમાં ભણતી હતી. અને અગિયારમું ધોરણ હતું.

” શું નામ છે એ છોકરાનું? ” પ્રિન્સીપાલની વાણીમાં કડકાઇ હતી.
” વિરાજ… વિરાજ પરમાર. એ અગિયારમાં ધોરણમાં સાયન્સમાં ભણે છે.” રોશનીએ ફરી આસું લુછંતા કહયું.

” કાલે જ એને L.C. આપીને આ સ્કૂલમાંથી રદબાતલ કરી નાખીશ. એ સમજે છે શું એનાં મનમાં ?” પ્રિન્સીપાલે ગુસ્સામાં આવી કહયું.

બીજા દિવસે સેજલે રોશનીને પુછયું,”અલી તુ તો જબરી નીકળી. આ વાત મને પહેલા કેમ ના કરી ? છેક ઓફિસમાં લઇ જઇ કરી ?” રોશની : પણ આવું થયું હોય તો કહું ને?”

“એટલે?”

“અટલે એમ કે એવું કંઇ થયું જ નથી.”

“તો તું આચાર્ય સામે જુઠું બોલી?”

“તારે જુઠું સમજવું હોય, તો જુઠું અને સાચ્ચું સમજવું હોય તો સાચ્ચું. વાત જાણે એમ હતી કે, વિરાજ ની આગળ પરિક્ષામાં મારા ભાઇનો નંબર હતો અને Maths ના Paper માં મારા ભઇને વિરાજે શિખવાડયું નંહિ એટલે મારે આ કાવતરું કરવું પડયુ. જોકે આમાં પેલાં બિચારા વિરાજનો પણ વાંક નથી  હો! કારણકે આ પેપરમાં બધાને ટાઇમ ખૂટતો હોય છે.

બીજા દિવસે પ્રિન્સિપાલે વિરાજની એક પણ વાત સાંભળ્યા વગર સ્કૂલમાંથી કાઢી મૂકયો. અને રોશની ખુશ થતી હતી.
અને રોશની ખુશ જ થાય ને શા માટે દુખી થાય ? તેની યોજના સફળ થઇ હતી અને રોશની હતી પણ એવી માછલી જેવી ઝીણી…ઝીણી… આંખો, લંબગોળ ચહેરો , અણિયાવાળું નાક, ભરેલી શીંગ જેવી કાયા. તેના કરોડ્પતી બાપ ની તે દિકરી હતી.મા તો નાનપણમાંજ મરી ગઇ હતી તેથી બાપના રાજમાં તે બહુ લાડ-કોડમાં ઉછરી હતી. અને તેથી જ તે વંઠાઇ ગઇ હતી.

વિરાજ બીજી સ્કૂલમાં ભણયો. ભણવામાં તો તે એક્કો હતો જ . આથી તે M.B.B.S. બની ગયો અને રોશની એક Businessmen વિવેક સાથે પરણી ગઇ . લગ્નને એકાદ મહિનો થયો હશે, એ સાથે જ રોશની ના પિતા ગુજરી ગયા. રોશનીને જિંદગીમાં દુઃખ શું એની ખબર ન હતી. દુઃખની વ્યાખ્યા એને મન “જરૂરિયાત ન સંતોષાય” એ હતી પરંતુ વિવેકને ધંધામાં ખોટ જતાં, તેમને ધર વેચવાની નોબત આવી ગઇ હતી. રોશનીનાં દુઃખનાં દહાડા હજી હવે શરૂ થયા હતા એટલે કે રોશનીની જિદંગી હજી હમણાં શરૂ થઇ હતી એમ કહીએ તો ચાલે. પતિ રાતોરાત કરોડપતીમાંથી રોડપતિ બની ગયો હતો. એવામાં વિવેક બીમાર પડયો. કુદરત વધારેને વધારે રુદ્ર બનતી જતી હતી. વિવેકને શરીરમાં પરુ થઇ ગયો હતો. તાત્કાલિક ઓપરેશન કરવું પડે એમ હતું. આવા સમયે તેમની પાસે આર્થિક સ્થિતી પણ અત્યંત નાજુક હતી. કુદરત પણ મનુષ્ય સાથે અમુક વાર અત્યંત ક્રુર મજાક કરતો હોય છે . આવી જ ક્રુર મજાક રોશની પાસે થઇ હતી.
શહેરમાં એક નામાકિંત ડોક્ટર હતા. ડો. વિરાજ પરમાર. આ શબ્દથી રોશનીને નફરત હતી. આ નામને તે વિકારતી હતી. અને આ ઓપરેશન કરી શકે તેમ આ શહેરમાં આ એક જ ડોક્ટર હતાં. બીજા શહેરમાં પોષાય એમ ન હતું. રોશનીને ડોકટર પાસે જવું હતુ પણ કયું મોઢું લઇ એ જાય? એને હજી સ્કૂલ વાળો પ્રસંગ બરાબર યાદ હતો. છેવટે તેણે હિમંત કરી.

“આપનું નામ ?” વિરાજ બોલ્યો.
“રોશની” એ સાથે જ વિરાજ ઓળખી ગયો તેના મોઢા પરથી અને તેની વાણી પરથી તેને શંકા કરી કે તે એજ રોશની છે.પણ,પછી તો તેની શંકા ખાતરીમાં ફેરવાઇ ગઇ.

“મને માફ કરી દે વિરાજ. અત્યારે મારી પરિસ્થિતી અલગ છે.”

“તુ અત્યારે જ અંહિથી નીકળી જા ”

“વિરાજ ,મે તારી સાથે માત્ર મજાક કરી હતી. કે તે મને ચુંબનનો પ્રયાસ કર્યો. પણ કુદરતે તો ખરેખર અમારી સાથે મજાક કરી છે. મારા પતિને શરીરમાં પરુ થઇ ગયો છે . ઓપરેશન તારે કરી જ દેવું પડશે.તારે ચુંબનને બદલે જેમ કરવું હોય તેમ કરવાં હું તૈયાર છું” એમ કહી રોશનીએ સાડીનો છેડો નીચો કર્યો અને રડી પડી.

આ પરિસ્થતીમાં વિરાજ થોડોક પિગળ્યો તેણે ડોકટરને બદલે માણસ બનીને વિચાર્યુ આ રોશનીના પતિએ મારી સાથે શું કર્યુ છે? તે બિચારાની જિંદગી શા માટે બગાડું? બીજી  બાજુ રોશની ચોધાર આંસુએ રડી રહી હતી. રડી રડીને એની આંખો સુઝી ગઇ હતી. વિરાજે તેનો સાડીનો છેડો વ્યવસ્થિત કરતાં કહયું, ” રોશની , મારા મા-બાપે મારામાં સંસ્કારનું સિંચન કર્યુ છે. મારા લોહીમાં સંસ્કાર છે. છળકપટ નથી. તારી જેમ છળકપટ કરતાં મને નથી આવડતુ. જે રીતે તે મને બદનામ કર્યો હતો, તે રીતે હું પણ આજે તને બદનામ કરી શકું છું,પણ હું એવુ નંહિ કરું. કારણકે હું તારા જેવો નથી.” એમ કહી વિરાજે ઓપરેશન થિયેટર તરફ પગ ભરવા માંડ્યા. રોશનીની જિદંગીમાં ફરીથી રોશની આવવાની હતી.

(પાત્રોના નામ અને ઘટના કાલ્પનિક છે.-લેખક)


"બેવફાઇ"

“કેવું લાગે છે આ દ્ર્શ્ય સાહેબ ? આ દ્રશ્ય જોવા માટે તો લોકો છેક પરદેશથી આવે છે. આમ તો સર ઉગતો સૂરજ પણ આટલો જ સુંદર હોય છે, પણ આથમતો સૂરજ જરા વધારે સોહામણો લાગે છે” ગાઇડ એકીશ્વાસે બોલ્યે જતો હતો. રસિક અને ચૈતાલી સાંભળે જતાં હતાં. તેઓ આબુ ફરવાં આવયા હતા. રાત્રે બનેં નંદનવન ગેસ્ટહાઉસમાં રાત રોકાવવાનાં હતા.

“ચૈતાલી, આજે તુ ખરેખર સુંદર લાગે છે” રાત્રે રસિકે ચૈતાલી સામે જોતાં કહયું.

“ખરેખર, કે ખાલી વખાણ કરે છે?” ચૈતાલીએ ટહુકો કર્યો.

“અરે હોય કંઇ, હું તને પ્રુથ્વી પરની સૌથી સુંદર સ્ત્રી માનું છું. કારણકે, તુ તો સ્વર્ગની અપ્સરા છે. જે આજે મારી પાસે છે. આવી જા રાણી…” એમ કહી રસિકે ચૈતાલીને પોતાની તરફ ખેંચી. ચાદંની રાત હતી, આજે પૂનમ હતી,બહાર સૂસવાટા મારતો પવન વાતો હતો.અને ગેસ્ટહાઉસના એક કમરામાં બે જુવાન હૈયાં વાતો કરી રહયાં હતાં.

રસિક આમ, તો અમદાવાદનો હતો પણ અમદાવાદી ન હતો. આમ તો મોટા શહેરોમાં રહેલા દિલ નાના હોય છે ,પણ રસિક તેમાં અપવાદ હતો. રસિક સ્વભાવે શાંત, સુશિલ અને સંસ્કારી હતો તેને પૈસાનું જરાય અભિમાન ન હતું તે નિખાલસ હતો. જ્યારે બેસતા વર્ષના દિવસે તેણે મંદિરમાં ચૈતાલીને જોઇ, ત્યારથી જ તે તેનાં પ્રેમમાં પડયો હતો. તપાસ કરતા માલૂમ પડયુ કે તે રસિકનાં કોલેજની બાજુની કોલેજમાં જ ભણતી હતી.

ચૈતાલી પણ આવી જ હતી, ખુશ મિજાજ, ગુલાબી ચહેરો, ઝીણી-ઝીણી આંખો, લાંબા લાંબા કેશ અને રૂપનો ભડકો, સ્વર્ગની અપસરાઓ પણ એની આગળ નોકરાની જેવી લાગે. ત્રાજવામાં એક પલ્લામાં ઐશ્વર્યાનાં દસ રૂપ મુકયાં હોય અને બીજા પલ્લામાં ચૈતાલીનું રૂપ મૂકયુ હોય, તો ચૈતાલી તરફનું પલ્લુ નમી જાય. જોતાજ પ્રેમમાં પડી જવાય. લોકો તેને રસ્તામાં જોઇને ગુલાંટ ખાઇ જતાં.

અને રસિક પણ ગુલાંટ ખાઇ જતો હતો. એક વાર તેણે ચૈતાલી જે સમયે મંદિર માં આવી હતી, તેજ સમયે સવારે તે મંદિરમાં આવ્યો. આખો દિવસ તે મંદિર માં આવ્યો, પણ તે દેખાઇ જ નંહિ.

એક અઠિવાડિયા બાદ તે કોલેજમા મિત્રો સાથે ગપ્પા મારતો હતો ત્યાં જ તે સ્કૂટી લઇને જતી હતી, અને… અરે…રે આ શું થઇ ગયુ… ચૈતાલી સ્લીપ ખાઇ ગઇ હતી. જયારે કોઇ છોકરી રસ્તામાં પડી જાય છે ત્યારે તેને ઉભી કરવા હજારો “ભાઇ” તૈયાર જ હોય છે. અલબત,રસિકે જઇને તેને ઉઠાવી. એક માણસની ફરજ સમજીને, ભાઇ” બનીને નંહિ અને આમ તેને ભાઇ બનંવુ પોસાય એમ પણ ન હંતુ.

“સાહેબ… ચા નાસ્તો અંહિ મૂકુ છું… ડિસ્ટર્બ કર્યા હોય તો માફ કરજો.” રસિકે અને ચૈતાલી તંદ્રા માથી જાગી ગયા. જોયુ તો સવાર થઇ ચૂકી હતી, પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. આબુ આળસ મરડીને ઉભુ થઇ રહયુ હતુ,સૂરજનાં શ્વેત કિરણો જમીન ઉપર પથરાવવાની તૈયારીમાં હતા. હવે પટાવાળો આ રસિકને બરાબર ઓળખતો થઇ ગયો હતો.

” ચૈતાલી, એક વાત પૂછુ?” રસિકે ચૈતાલી તરફ રસ દેખાવતા પૂછયુ.

“કદાચ…હું મરી જંઉ.. આઇ મીન મને કદાચ Accident થાય અથવા હાર્ટ અટેક આવે તો તુ બીજા સાથે લગ્ન કરે? ”

“રસિક તુજ મારો પ્રેમ છે, તુજ મારી જિંદગી છે, તુ જ મારો શ્વાસ છે. અને કોઇ માનવી શ્વાસ વગર જિંદગી જીવી શકે ખરો? હું પણ આત્મહત્યા કરી લંઉ.

“ખરેખર? ,તુ મને એટલો પ્રેમ કરે છે?” “અફ કોર્સ, હું મારી જિદંગી કરતા પણ તારી જિદંગીને વધારે ચાહું છું”

અને રસિકનું આ સપનુ વાસ્તવિકતા માં પલટાઇ ગયું જાણે કુદરતે આ બને જણાની વાત સાંભળી જ લીધી.

બીજે દિવસે સવારે બને જણા સૂર્યોદય જોવા ગયા ત્યારે અચાનક રસિકનો પગ લપસ્યો અને ઉંડી ખીણમાં ગરવાક થઇ ગયો મેદની એક્કી થઇ ગઇ હતી. ચૈતાલી , “રસિક,રસિક …”ના સાદ પાડી રહી હતી. આટલે ઉંડે કોઇ પડે તો બચે જ નંહિ એમ વિચારી બધા પોતાના કામમાં વ્યસત બની ગયા હતા અને ચૈતાલી પણ અમદાવાદમા પોતાના જીવનમાં મસ્ત રહેતી હતી.

હવે આ બાજુ રસિક લોહી-લુહાલ હાલતમાં પડયો હતો. ત્યાં સામે એક ઝૂંપડી દેખાઇ, ત્યાં રહેતા ડોશીમાએ રસિકને બોલાવી સાજો કર્યો. ડોશીને રસિક જેટલો જ એક છોકરો હતો જે નદીમાં પડી જવાથી મ્રુત્યુ પામયો હતો . ડોશીએ રસિકમાં પોતાના દિકરાનાં દર્શન કર્યા. અને પોતાની પાસે જે મૂડી હતી, તે મૂડી રસિકને સાજો કરવામાં વાપરી નાખી. ડોક્ટર જોડે તપાસ કરાવીને રસિક હવે , પહેલા જેવો થઇ ગયો હતો સાજો થયો કે એ તરત જ નંદનવન આવવા નીકળ્યો ત્યાં પેલા પટાવાળાને શોધયો. “અલ્યા, એય… મને ઓળખે છે? હું રસિક બે વર્ષ પહેલાં હું ચૈતાલીને લઇને અંહિ બે રાત રોકાયો હતો. તુ ચા-નાસ્તો આપવા સવારે આવતો હતો….” રસિકે પટાવાળાને યાદ અપાવ્યુ.

” અરે, હોય સાહેબ! તમને તો શી રીતે ભૂલાય? પણ, તમે તો મરી ગયા હતા ને મને મેડમે બીજા જ દિવસે વાત કરી હતી… તો પછી અત્યારે…”

“એ બધુ હું તને પછી કહીશ. પહેલા તુ એમ કહે, મારી ચૈતાલી કયાં છે?”

” સાહેબ , તમારી આગળ હું ખોટું નંહિ બોંલુ ચૈતાલી બે મહીના પહેલા જ આ જ હોટલમાં આવી હતી. એનાં Husband સાથે અને એજ કમરો બુક કરાવ્યો હતો. હવે, ચૈતાલી બીજાની થઇ ચુકી છે, સાહેબ એને ભૂલી જાવ.!”

રસિક તો કાપો તો લોહીના નીકળે જેવો થઇ ગયો. તેની હાલત મજનૂ જેવી થઇ ગઇ. “તુ મરી જાય તો હું પણ મરી જ જંઉ” એવો સંવાદ ચૈતાલીના મુખેથી બોલાયો હતો. રસિક પાગલ થઇ ગયો હતો.

આજે પણ , દર પૂનમે એક ચીંથરહોલ, અને મેલા કપડા વાળો, લાંબા, કોરા અને મેલા વાળ વાળો, નાગા પગવાળો અને સાધુ જેવો લાગતો એક માણસ આથમતા સૂરજને જુએ છે, પછી નંદનવન ગેસ્ટહાઉસ તરફ જુએ છે અને પછી ચાલ્યો જાય છે….

કારણકે તેની જિંદગી તો ક્યારનીયે આથમી ચૂકી હતી.

(પાત્રોના નામ અને ઘટના કાલ્પનિક છે. -લેખક)


"મંદિર તો એક બહાનુ હતુ, બાકી દર્શન તો તમારા કરવા હતા."

“એક્સ્ક્યુઝ મી,તમારો હાથરૂમાલ પડી ગયો છે.” કોઇક અજાણયા પુરૂષનો અવાજ નિરાલીના કાને અથડાયો.

“ઓહ્…થેન્ક્સ હમણા મોબાઇલ કાઢ્યો એમા ક્દાચ પડી ગયો હશે. બાય ધ વે મારે કોમ્પ્યુટર એન્જિનિયરીગંનાં ફર્સ્ટ યર નાં કલાસમા જ્વું છે. મને કહેશો કે ક્યાં છે?” નિરાલીએ મીઠી સ્માઇલ આપતા પૂછ્યુ.

“સ્યોર, વ્હાય નોટ? આપે આ વર્ષે જ એડમિશન લીધુ લાગે છે.” ફરીથી અજાણ્યો પુરૂષ બોલ્યો.

“હા” ટુંકો જવાબ નિરલીએ આપ્યો.

“હું” પણ કોમ્પુટર એન્જિનિયરીગંનાં સેક્ન્ડ યરમાં ભણુ છું કોલેજનુ કંઇ પણ કામ કાજ હોય તો જરાય સંકોચ વગર કહેજો. અને તમારો ક્લાસ ત્રીજી બિલ્ડિન્ગમા એન્ટર થતા જ ડાબી બાજુ છે.

“ઓ. કે. હું જ્વુ છું મારે મોડુ થાય છે.” કહી નિરાલી જતી રહી અને આ અજાણ્યો પુરૂષ ચાલતા જતા રૂપને જોઇ રહ્યો અને વિચાર્યુ કે જો લૈલા-મજનુ ના સમયમા નિરાલી જન્મી હોત તો મજનુ લૈલાના બદ્લે નિરાલીની પાછડ પડ્યો હોત.અને દુનીયા “લૈલા-મજનુ” ની જોડીને બદલે “નિરાલી-મજનુ” ને યાદ કરતા હોત આ અજણ્યો પુરૂષ એટલે વિશાલ.

ધીમે-ધીમે વિશાલ અને નિરાલીનાં સંબધો વધતા ગયા ક્યારેક તેઓ બહાર મળતા તો ક્યારેક વડાપાઉં ખાતાં. નીરાલીના મતે વિશાલ પરફેક્ટ પુરૂષ હતો.વિશાલનો સ્વભાવ,આદત,સંસ્કાર અને અજાણ્યાં ને મદદ કરવાની ભાવના નિરાલીનાં દિલને સ્પર્શી ગઇ હતી.નિરાલીના સપનાનો રાજકુમાર વિશાલ હતો.

પ્રેમ એટલે કાદવ. કાદવની જેમ એકવાર પ્રેમમા પડો એટલે અંદર ઉતરતાં જ જવાય એમાંથી બહાર ના નીકળાય.બંનેમાં ફેર એટલો કે કદાચ કાદવમાંથી બહાર નીકળો એટલે કપડાં બગડે અને પ્રેમમાંથી બહાર નીકળો એટલે દિલ તૂટે.

નિરાલીએ વિશાલને તેના ભુતકાળ વિશે બધું જ કહી દીધું હતું તે વિશાલનો ભુતકાળ જાણવા માંગતી હતી. અને વિશાલ પણ તે કહેવા ઉત્સુક હતો .
“પહેંલાં અમે મોડાસા રહેતાં હતાં અને હું ધોરણ-૧૨ સુધી સરસ્વતિ હાઇ સ્કૂલમાં ભણતો હતો. મારા કલાસમાં કોઇ પણ વિધ્યાર્થીને ગમે તેટલુ સાંરુ પેપર ગયું હોય તો તે એમ જ કહે કે, હાશ… આ વખતે મારો બીજો નંબર આવી જશે કેમ કે પહેલા નંબર પર તો હું નક્કી જ હોઉં.
ત્યારબાદ અહિં અમદાવાદ એલ. ડી. કોલેજમાં એડમિશન મળયુ.અને ઘર છોડીને આવવુ પડયું.એકલા-અટૂલા ગમતુ ન હતું એટલે નવા મિત્રો બનાવવા શરૂ કર્યા. જમવાનુ,ચા-નાસ્તો રોજ બહાર કરવાનું રોજ સાઇબર કાફે જવાનું એટલે આ કોલેજની આજુબાજુ બધી જ દુકાન વાળા મને ઓળખે. આ પરિક્ષામાં મારી આગળની સીટે એક છોકરાનો નંબર આવેલો એને મેં જ બધુ બતાવ્યુ અને એ પાસ થઇ ગયો.” વિશાલ એકીશ્વાસે બોલી ઉઠ્યો.

જે છેલ્લું વાક્ય બોલ્યો એંમાં નિરાલીને શંકા થઇ ગઇ કે વિશાલ પોતાને ઇમ્પ્રેસ કરવા માટે બોલે છે.પણ પછી તેને થયું કે પ્રથમ દિવસે જેવી રીતે એણે મારી મદદ કરી હતી તેમ કદાચ એણે પેલા છોકરાને મદદ કરી પણ હોય.

સમય પસાર થતો ગયો. બે મહિના વીતી ગયા. હવે વિશાલ અને નિરાલી કોલેજ ભણવા માટે નહિ પણ મળવા માટે જતાં હતાં. હા, પરિક્ષા સમયે તેઓ સિરિયસ થઇ ભણી લીધાં કરતાં હતાં અને સારા નંબરે પાસ પણ થઈ જતાં.

એક દિવસ સવારે નિરાલી કોલેજ આવી રહી હતી ત્યારે એક લબરમુર્છીયા એ કોમેન્ટ પાસ કરી-
“હાય-હાય… મેરી છમ્મક છલ્લો તેરા યે દુપટ્ટા ટીક કર નહિંતર મૈં ઐસા કુછ કર જાઉંગા જીસકા મુજે ભી પતા નહિં હોગા.”

“માંઇન્ડ યોર લેન્ગ્વેજ મિસ્ટર,નહિંતર સીધી પ્રિન્સીપાલને ફરિયાદ કરીશ” નિરાલીએ દુપટ્ટો સરખો કરતા કહયું.

“અરે આ પ્રિન્સીપાલની તો મારા પપ્પા આગળ ચડ્ડી ભીની થઇ જાય છે. એ શું મને કહવાનો હતો ?” લબરમુર્છીયા એ મુંછ પર હાથ ફેરવતાં કીધું.

નિરાલી બોલી-

“ના છેડ લડ્કી કો,પાપ હોગા.
કલ તુભી કીસી લડ્કી કા બાપ હોગા”

લંબરમૂછીયો ફરીથી બોલ્યો-

“ભગવાન કરે તેરા કહેના સચ હો,
જો મુજે બાપ કહે વો તેરા બચ્ચા હો”.

અધધધ આવું અપમાન કોઇ યુવતિથી સહન થાય? નિરાલીએ સેન્ડલ હાથમાં લીંધુ ત્યાંજ એક નવયુવાનનું આગમન થયુ. છ ફુટની હાઇટ અને હટ્ટો-કટ્ટો યુવાન પેલાની નજીક ગયો અને કાનપટ્ટાની એક આપી દીધી. પેલાએ સામે લાફો મારવાની હિંમત પણ ના કરી. અને ત્યાંથી ભાગી ગયો.

“થેન્કયુ વેરી મચ”,” ઇટ્સ ઓ.કે.”. બનેએ સ્માઇલ કરતાં કહયું.

“મારું નામ આલોક છે અને હું સેકન્ડ યેરમાં કોમ્પ્યુટર એન્જિનિયરીગંમાં ભણુ છું” -યુવાન ઉવારય.

“સરસ, હું નિરાલી. ફર્સ્ટ યરમાં કોમ્પ્યુટર એન્જિનિયરીગં જ ભણું છું. આપના ક્લાસમાં જે વિશાલ ભણે છે તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે.

“કોણ પેલો વિશાલ? એ રખડેલ? તમેં તેના ફ્રેન્ડ કેવી રીતે હોઇ શકો?”
નિરાલીને લાગેલો આ પહેલો ઝટકો. એણે કહયું,” ના,ના,એ તો હોશિંયાર છે અને કાયમ મારી ડિફિકલ્ટીસ સોલ્વ પણ કરે છે.”

“શું ખાખ હોશિંયાર છે? કાયમ મારી પાછળ એનો નબંર આવે છે અને પરિક્ષામાં મારામાંથી જ જોઇને લખે છે.”

નિરાલીને લાગેલો આ બીજો ઝટકો. તેને યાદ આવ્યું કે, વિશાલે એકવાર તેને કહયું હતું કે તેણે તેની આગળ બેઠેલા છોકરાને પાસ કરાવ્યો હતો. તે જ હોવો જોઇએ. તે ચિલ્લાઇને બોલી, “વિશાલ ખરેખર હોશિંયાર છે. મોડાસા સરસ્વતિ સ્કૂલમાં પણ તેનો જ પહેલો નંબર આવતો હતોં.

“મોડાસા? સરસ્વતિ સ્કૂલ? અરે એમાં તો હું ભણતો હતો અને કાયમ મારો જ પહેલો નંબર આવતો હતોં.” આલોક આતુરતાથી બોલ્યો.

નિરાલીનાં પગ નીચેથી જમીન સરકી ગઇ. કેમકે આ નિરાલી માટે ત્રીજો ઝટકો હતોં. (તમતમારે, ચિંતા ના કરો.નિરાલીને હજી આપણે બીજા ત્રણ ઝટકા આપીશું. ) નિરાલીને થયું કે,શું વિશાલ ખોટું બોલતો હશે? તેણે તેની સાથે દગો કર્યો? ના વિશાલ આવું ના કરે. કદાચ આલોક ખોટું બોલતો હોય એમ પણ બને જ ને?

બનેં જણા થોડી વાર ચૂપ રહયાં. પછી આલોકે શરૂઆત કરી, “તમને વિશ્વાસ ના આવતો હોય તો બાજુમાં આવેલી ચાની કીટલીવાળા રામુકાકાને પુછી લો. સાયેબર કાફેવાળા રમેશભાઇને પૂછી લો હું અહિંયા એકલો હતોં એટ્લે અહિં નવા મિત્રો બનાવ્યાં અને બધાને મારી આપવીતી ખબર છે. તમે ગમે તે દુકાનમાં જઇ પૂછી જુઓ. બધા મને ઓળખે જ છે.”

“ઓહ માય-ગોડ ! હાઉ ઇઝ ધીસ પોસિબલ?” નિરાલી મનમાં બબડી.તેની સ્થિતી કાપો તો લોહીનાં નીકળે એવી થઇ ગઇ. જે વાત વિશાલ કરતો હતો એ  જ વાત આલોક કરતો હતો. ફેર માત્ર એટ્લો જ હતો કે વિશાલ ને બદલે આલોકનું નામ હતું.

” ઓ. કે. સારું આ વર્ષની પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક ” કહી નિરાલી ત્યાંથી જતી રહી પણ તેને આખો દિવસ ચેન ના પડયું વિશાલ સાચો કે આલોક ? તે તેનાં મનમાથીં ખસતું ન હતું.આ બીજો એક ઝટકો નિરાલી માટે.

બીજા દિવસે નિરાલીએ નક્કી કર્યું કે કોણ સાચું છે તેની તપાસ કરવી અને આ વાતની વિશાલ કે આલોક ને ખબર પડવા ન દેવી. પરિક્ષામા કોણ કોનામાથીં જોવે છે એ તો ખબર પડી શકે તેમ ન હતું પણ તેણે મોડાસા જઇ સરસ્વતિ સ્કૂલમાં જઇ તપાસ કરવાનું વિચાર્યુ. તે મોડાસા આવી. સરસ્વતિ સ્કૂલમાં જઇ પ્રિન્સીપાલને બે વર્ષ પહેંલાના વિધાર્થીઓની યાદી બતાવવા કહયું. નિરાલીની ઉત્કંઠા વધતી જતી રહી હતી. અને દસ જ મિનિટમાં તેની ઉત્કંઠા ઠંડી પડી ગઇ અને બેચેની વધી ગઇ. કેમકે પ્રિન્સીપાલે કહંયુ કે ,બે વર્ષ પહેલા કોઇ વિશાલ કે આલોક નામના વિધાર્થી અહિં ભણતા જ ન હતાં. નિરાલી આશ્ચર્યમાં પડી ગઇ. આગળના ચાર ઝટકા કરતા પણ વધારે મોટો આ ઝટકો હતો. આખરે આલોક અને વિશાલ શું કરવા માંગતા હતા? તે ખરેખર દ્વીધા અનુભવતી હતી. હવે , તપાસનો માત્ર એક જ રસ્તો બકી હતો . કોલેજની બાજુમાં ચા વાળા રામુકાકાને પૂછવાનું કે તે આલોક ને ઓળખે છે કે વિશાલને…

તે રામુકાકા ચા વાળાનાં ગલ્લે ગઇ ખુબ થાક લાગ્યો હતો.એટલે નિરાલી બાજુમાં આવેલા બાંકડા પર બેઠી. તેને થયું, લાવ, વિશાલ અને આલોકને ફોન કરી જોઉં. શું કરે છે એ લોકો. પણ બનેનાં ફોનમા નો રિપ્લાય આવ્યો. એટલે  નિરાલી બબડી, કે શું કરતાં હશે વિશાલ અને આલોક? કેમ ફોન ના ઉપાડ્યો?

” વિશાલ અને આલોક? તમે એ બંનેને ઓળખો છો? ” બાજુમાં બેઠેલી એક યુવતીએ પૂછયુ.

“હાં, એ બંને મારા ફ્રેન્ડસ છે. પણ કેમ તમે એ બન્ને વિશે પૂછયું? અને તમે કોણ?”

“હું મહેક. બાજુમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણું છું. એ બને મારા પણ મિત્રો છે. પણ બને પોતાની જાતને સારા કહે છે. બને જણા એમ કહે છે કે હું મોડાસાની સરસ્વતિ સ્કૂલમાં ભણું છું. અને દરેક વખતે પરિક્ષામાં મારો જ પ્રથમ નંબર આવે છે અને બે જણનોં પ્રથમ નંબર કેવી રીતે શકય છે? મને બે જ્ણ માંથી એક જણ ખોંટુ બોલતુ હોય એંવુ લાગે છે. એટલે રામુકાકા ચા વાળા એમને બનેને ઓળખે છે એટલે એમને પુછવા આવી છુ કે તમે વિશાલને ઓળખો છો કે આલોકને?”

હે ભગવાન… આ તો ચક્રવ્યુહ જેવું થંયુ” નિરાલી બોલી. કેમ કે જે વસ્તુ વિશાલે અને આલોકે નિરાલી સાથે કરી હતી તેજ વસ્તુ તે બંનેએ મહેક સાથે કરી હતી વાતો-મિત્રતા,બંધુ સરખુ જ.

નિરાલીએ બધી વાત મહેકને કરી કે બેંમાથી કોઇ એક જ સાંચુ છે અને હું સરસ્વતિ સ્કૂલમાં તપાસ કરવા ગઇ હતી પણ ત્યાં આ બંનેમાંથી કોઇ ભણંતુ જ ન હતું.

“હવે આપણી પાસે એક જ રસ્તો છે તેમને પકડવાનો.” મહેંક બોલી, ” હું આલોકને લઇને રવિવારે સવારે નવ વાગે પરિમલ ગાર્ડનમાં આવીશ એ જ સમયે તુ વિશાલને લઇને બીજા દરવાજેથી એ જ બગીચામાં આવજે અને સવા નવ વાગે આપણે ચારેય વચ્ચે આવેલાં લીમડાનાં ઝાડ નીચે મળશું અને એમનો ભાંડો ફોડશું.

રવિવાર આવી ગયો. સૂર્યોદય થંતા જ પક્ષીઓનો કલરવ શરૂ થઇ ગયો નક્કી કર્યા મુજબ બધા લીમડાનાં ઝાડ નીચે મળ્યાં અને છેવટે વિશાલ અને આલોક ફસાઇ ગયા.

ચારેય જણા લીમડાનાં ઝાડ નીચે ઉભા છે. આલોક અને વિશાલનું માંથુ શરમથી ઝુકી ગયું છે. તેમને તો અંદાજ સુધ્ધા ન હતો કે મહેક અને નિરલી એકબીજાને મળશે અને  અમને ફસાવશે. નિરાલી અને મહેક ના દબાણને વશ થઇ વિશાલે વાત શરૂ કરી-
” હું અને આલોક પહેલેથી જ એકબીજાને ઓળખતા હંતા અને અમે પાક્કા ભાઇબંધ છીએ. મને નિરાલી ગમતી હતી અને આલોકને મહેક ગમતી હતી. અને અમે બન્ને સાચ્ચો પ્રેમ કરતાં હતાં પણ કહી શકતા ન હતાં એટલે અમે બન્ને જણાએ એક ગેઇમપ્લાન નક્કી કર્યો. મારે અને આલોકે વારાફરથી નિરાલી અને મહેક્ને સરખી જ વાત કરવી. જેથી તમે બન્ને Confuse થઇ જાવ. અને અમને બનેને ચોખવટ કરવા બોલાવશો જ.”

“પછી?” નિરાલી તાડૂકી.

“એટલે જયારે નિરાલી ચોખવટ કરવા બોલાવે કે કોણ સાંચુ છે ત્યારે આલોક કહેશે કે “નિરાલી હું ખોટો છું. તને પામવા માટે હું ખોટું બોલું છું પણ વિશાલ તને ખરા હ્ર્દયથી પ્રેમ કરે છે એટલે મને માફ કરી દે.” આ વાત સાભંળી નિરાલીની નજરમાં વિશાલની ઇજ્જત વધી જશે. ભલે આલોક પ્રત્યે ધિક્કાર થાય.

એવી જ રીતે, મહેક આગળ હું ખોટો છું એમ હું કહીશ અને આલોક સાચો છે એ જાણીને મહેકની નજરમાં આલોક પ્રત્યે પ્રેમ વધશે અને બધા બરાબર સેટ થઇ જશે. અને પછી અમ મેરેજ કરી લઇશું પણ અમારી બધી જ આશા પર પાણી ફરી વળ્યું.

“પાણી નથી ફર્યું” મહેક બોલી, હું આમ પણ આલોકને ચાહતી હતી. વિશાલ પણ સારો છે પણ આલોક વધારે સારો છે. હોંશિયાર છે, ખાનદાની છે, હું પણ તને પ્રેમ કરું છું. આલોક, આઇ લવ યુ” કહેતા મહેંક આલોકને વળગી પડી.

“મારી નજરમાં પણ વિશાલ પહેલેથી જ વસ્યો છે. આલોક કરતાં પહેલાં મારી મુલાકાત વિશાલ સાથે થઇ હતી. એટલે હું પણ વિશાલને ચાહું છું” નિરાલી બોલી, ” પણ તમે લોકોએ અમને સીધું કહી દીધું હોત કે તમે અમને પ્રેમ કરો છો તો શું વાંધો હતો? અમે પ્રિન્સિપાલ જોડે થોડા જવાના હતા?”

“કાશ અમારામાં એટલી હિંમત હોત…” વિશાલ અને આલોક એક સાથે બોલી ઉઠંયા.

પછી ચારેય જણાં હસતા-હસતા બગીચાની બહાર નીકળ્યા. બગીચાની અંદર આંવતા ચારેયનાં હાથ ખાલી હંતા પણ બગીચાની બહાર નીકળતા વિશાલના હાથમાં નિરાલીનો હાથ અને આલોક નાં હાથમાં મહેકનો હાથ હતો.

(ભવિષ્યમાં બનનાર આ બંનેં એન્જિનિયરે વિચાર્યુ તો જરૂર હશે કે જો સરકારી નોકરી મળશે તો લાંચ ચોક્કસ લઇશું. એ વખતે લાંચ લેવાની હિમંત હશે પણ અત્યારે ‘આઇ લવ યુ” કહેવાની હિંમત ન હતી.)

(શિષર્ક પંકિત- સોહમ રાવલ)


ઘણાં ઘણાંને પૂછે છે, “કેમ છે?” શું આજ ખરેખર, “પ્રેમ છે?”

“કેમ છો પલ્લવીબેન,મજામા?” અશોકે ધીમેથી સાદ કર્યો.

“હાં,એકદમ અને તમે? શું કરે છે અમીતાભાભી?”

“હું પણ એકદમ મજામાં અને તમારા ભાભી અને હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં જોતાં હતા. હંમણા બ્રેક પડયો એટલે બહાર લટાર મારવા નીકળ્યો અને ત્યાં તમે મળી ગયાં. આજે ઓફિસથી આવતાં મોડુ થયું નંહિ? ” અશોક ફરીથી બોલ્યો.

” હાં, આજે જરાક કામ વધારે હતું એટલે વાર લાગી. ચલો બાય, ગુડ નાઇટ.” કહી પલ્લવીએ એક્ટિવા મુકવા ઝાંપો ખોલ્યો.

———–*———-

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લેઇક વ્યુ એપાર્ટમેન્ટ્માં પહેલા માળે બે દંપતી રહેતું હતું. એક દંપતી એટલે અશોક અને અમીતા અને બીજું દંપતી એટલે પવન અને પલ્લવી સામ-સામે જ બારણાં અને બેય જણાં હમણાં જ પરણેલા હતાં.અશોક અને અમીતામાં અશોક શોખીન જ્યારે અમીતા ભક્તિવાળી હતી. ક્યારેક ખોટું બોલવુ નહિં અને ખોટું કરવુ નહિં એ તેનો નિયમ હતો એટલે અશોક જેવા રંગીન મિજાજનાં પતિ જોડે એને ઓછું ફાવતું.

બીજી બાજુ પવન અને પલ્લવીમાં પલ્લવી રમતયાળ, હસમુખ અને વાચાળ હતી જ્યારે પવનને માત્ર કામ પુરતી જ વાત કરવા જોઇતી. પવનને પ્રાઇવેટ નોકરી હતી જ્યારે પણ એની બૈરી પલ્લવી ખુબ રૂપાળી હતી અને પવન તેને અનહદ ચાહતો હતો તે બધાં જ પૈસા પલ્લવીના હાથમાં આપી દેતો. અને કશી માથાકૂટ ના કરતો.

જ્યારે કોઇ મોલમાં ફરવાં જવાનું હોય કે બીજે ક્યાંય ફરવા જવાનું હોય ત્યારે આ ચારેય જણાં સાથે જતાં અને આ ચારેયમાં પલ્લવી અને અશોક જ બધું એરેન્જ કરતાં અને થોડી ધણી વધારે છુટછટો લેતાં. અને અમીતા તથા પવન કામ પૂરતું જ બોલતા. પુછીએ તેટલો જ જવાબ આપતા જયારે અશોક અને પલ્લ્વીનો રેડિયો કાયમ ચાલુ જ રહેતો. અમીતા અને પવનને ખબર હતી કે પલ્લવી અને અશોક એકબીજાની નજીક જવા પ્રયત્ન કરે છે પણ તેઓ કઇં કહી શકતા ન હતાં.

એક દિવસ પવન બહાર ખુર્શીમાં બેઠો હતો ત્યારે અમીતા કચરો વાળતાં બહાર આવી અને બોલી, ” પવનભાઇ, પલ્લવીભાભી કેમ હજી દેખાતા નથી ? રાતનાં નવ વાગી ગયા છતાં હજી નથી આવ્યાં એટલે ચિંતા માં છો કે શું ?”

“ના, ના એવું નથી. પલ્લવીને આજે ઓવરટાઇમ માટે નાઇટશિફટ કરવું પડે તેમ છે એટલે એ કાલે સવારે આવશે” – પવન શાંતિથી બોલ્યો “અને અશોકભાઇ?”

“એ ટૂર ઉપર એક દિવસ માટે બહાર ગયા છે ઓફિસનાં કામથી અટલે એ પણ કાલે આવશે. પણ તમે જમવાનું શું કર્યુ જમયા કે નહિં? ” અમીતાએ આતુરતાથી પૂછયું.

” ના, નથી જમ્યો હજી બહાર જવાનું વિચારતો હતો પણ એકલા જવાની ઇચ્છા થતી નથી તમે આવશો મારી સાથે? ” ભૂલથી પવનથી આવું બોલાઇ ગયું તેને થયુ કે આવું બોલવું ન જોઇએ પણ હવે શું?

“હું ધેર એકલી છું એટલે મેં પણ જમવા નથી બનાવ્યુ ભુખ તો મને પણ લાગી છે. પણ તમારી સાથે?…

“સોરી, તમારે ના આવવું હોય તો ન આવો હું તો મજાક કરતો હતો.” – પવન

“આમ તો તમારી વાત સાચી છે. મારે તમારી સાથે ન અવાય પણ મે કોઇ દિવસ હોટલમાં ખાધું જ નથી” પછી તેણે વિચાર્યુ કે અશોક તો પલ્લવી સાથે કેટ્લી બધી છૂટછાટ લે છે, કોઇક વાર તો તેનો હાથ પણ પકડી લે છે તો મારાથી આટલી છુટછાટ ના લેવાય” ચલો હું આવું છું તમારી જોડે” કહી અમીતા તૈયાર થવા ગઇ.

“એકથી ભલા દો. ચલો મને પણ કંપની મળી રહેશે. પલ્લવી તો છે નહીં એટલે ચિંતા નહિં” એમ વિચારી પવને પણ ધરને લોક માર્યુ.

બને જણા ડ્રાઇવ-ઇન રોડ પર આવેલી “ક્સાટા” હોટલમાં ગયાં. જેવાં હોટલમાં એન્ટર થયાં અને એક ટેબલ પર બેંઠા ત્યાં જ પવન ચમક્યો. તેણે અમીતાને સામેના ખુણાંનાં ટેબલ તરફ જોવાનો ઇશારો કર્યો. સામેના એ ટેબલ ઉપર પલ્લ્વી અને અશોક બેઠા હતાં. બન્ને જણા ભડકી ઉઠયાં કે અશોક અને પલ્લવી તેમને જોઇ લેશે તો ? પછી તરત જ હિમત આવી કે જે પાપ તેમણે કર્યુ છે એવું જ પાપ એ બન્નેએ પણ કર્યું જ છે ને? અમીતા અને પવન તો આવી રીતે પહેલી વાર આવ્યાં. પેલા બે તો ખબર નહિં કેટલી વાર…

એટલામાં પવનની નજર અશોકનાં ટેબલની બાજુનાં ટ્બલ પર પડી. તે ખાલી હતું તેણે અમીતાને કહયું, “અશોક અને પલ્લવી તેમની વાતોમાં મશગૂલ છે. આપણે તેમની પાછળ આવેલાં ટેબલ પર ઉધાં બેસી જઇએ જેથી ખબર પડે કે તેઓ શું વાતો કરે છે. બને જણા એ ટેબલ પર આવ્યા અને અમીતા અને પવનના કાને આ શબ્દો અથડાયા-

“પલ્લવી, પવન આપણને આવી રીતે જોઇ જાય તો?” અશોક ઉવાચ્ય.

“તો એમાં શું? સારું ને એ જોઇ જાય તો.”

“કેમ? કઇ રીતે?”

“જો એ જોઇ જાય તો એ મને ધેર જઇને ઝધશો કરે અને હું તેની સાથે કોઇ પણ રીતે કોમ્પ્રોમાઇઝ ના કરું અને છેવટે છુટા છેડા લઇ લઉં એનાંમાં શું દાટ્યું છે? પછી તો તુ પણ અમીતાને છુટા છેડા આપી દે ને?”

“હાસ્તો,પછી એ આખો દિવસ ” હરે રામ… હરે ક્રિષ્ના…” ભલે કરે રાખતી…” કહી અશોકે પલ્લ્વીના ગુલાબી ગાલ પર ટપલી મારી અને પલ્લવીએ અશોકનો હાથ પકડી લીધો.

“પછી આપણે મેરેજ કરી લઇશું અને જલસાની લાઇફ માણશું” પલ્લવી બોલી.

” હાં,પછી તો મોજા હી મોજા…” અશોક ફરીથી ઉવારય અને ઉમેર્યુ કે ” પલ્લવી પછી એક વાતની શાંતિ થઇ જશે.”
“કઇ વાતની?”
“એ જ કે આપણે આજે હોટલનો એક રૂમ બુક કરાયો છે એ રૂમ પછી બુક નંહિ કરાવવો પડે.”
આ સાથે જ અમીતા ભીની આંખો સાથે અને પવન તૂટેલા દિલ સાથે હોટલની બહાર નીકળી ગયા.

બીજા દિવસે પેપરમાં હેડ-લાઇન, કાંકરિયામાં એક યુવાન અને એક યુવતિ નું મોત .તળાવમાં લાશ દેખાતાં લોકોએ પોલિસને જણ કરી. આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું મનાય છે. અહિં પ્રેમમાં ત્રિકોણીય પ્રેમ બન્યુ હોવાનું જાણવા મળે છે

પણ પોલિસને ક્યાં ખબર હતી કે અંહિ તો ત્રિકોણ નંહિ પણ આખે-આખો ચતુષ્કોણ રચાયો છે.

(શીર્ષક પંક્તિ- સોહમ રાવલ)