બાપુ અને ભગવાન

ફેબ્રુવારી 2, 2012 10 comments

વહાલા પ્રિયજનો,

નમસ્કાર…કેમ છો? ઘણાં સમય બાદ મુલાકાત થઇ… લ્યો ત્યારે એક જોક વાંચી લો…

પેલા ચતુર આંધળાની વાર્તા તો તમે સાંભળી જ હશે ને? ભગવાનને પ્રસન્ન કરીને એણે એક જ વરદાનમાં ત્રણ વરદાન માંગી લીધેલા. કંઇક આવી રીતેઃ

“મારા ત્રીજા દીકરાની રૂપાળી વહુ ને હું મારા બંગલાનાં સાતમે માળે સોનાના બેડે થી પાણી ભરતી જોઉં”

આ રીતે એમને દ્રષ્ટી,ધન સંપત્તિ,બંગલો અને કદરુપા દીકરાની વહુ પણ માંગી લીધી.

આવું જ કંઇક આપણા બાપુ હાર્યે થયું. લો ત્યારે વાંચો આગળ…

 

બાપુની ભક્તિથી એકવાર ભગવાન પ્રસન્ન થયા.

ભગવાનઃ- ભક્ત, હું તારી ભક્તિથી ખુશ છું. માંગ માંગ… માંગે તે આપુ.

બાપુ તો એકદમ રાજીના રેડ થઇ ગયા અને એક જ વરદાનમાં એક કરતાં પધારે વસ્તુ કેવી રીતે માંગવી તે પહેલેથી જ વિચારી દીધું હતું.

બાપુઃ- ભગવાન, મને પૈસાથી ભરેલી બેગ, નોકરી, એક લાંબી ગાડી આપો જેમાં સારી છોકરીઓ પણ બેઠેલી હોય.

ભગવાનઃ- “તથાસ્તુ”
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

આજે બાપુ બાવળા-બગોદરા એસ.ટી. બસનાં કંડકટર છે.! 😀

Advertisements

2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 41,000 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 15 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

દેવઆનંદ અને દિવ્યભાસ્કર

રોજની જેમ આજે પણ ઓનલાઇન દિવ્યભાસ્કર સમાચાર વાંચવા બેઠો. કોઇ પણ લિન્ક પર ક્લિક કરતાં વધારાની Set કરેલી વેબસાઇટ New Tab માં Autometic ખુલી જાય એ બહુ કંટાળો આવે. હશે ભાઇ, કમાવવું કોને ન હોય? 🙂  વળી ઘરે આ ન્યુઝ-પેપર મમ્મી-પપ્પા કે વડીલ બાજુમાં બેઠું હોય ત્યારે તો ભૂલથી પણ ખોલાય નહીં (નહીંતર તો આપણાં સંસ્કારની કિંમત થઇ જાય.! ;)) અને કોમેન્ટ્સની તો વાત જ જવા દો…

ક્યારેક E-Paper પણ વાંચી લઉં… પણ આજે તો ગજબ થઇ ગયો… આજનાં પેપરમાં બીજા પાને (આમ તો પાના નંબર-૧૮, પણ મને અને મારા જેવા કેટલાય લોકોને પેપર ઉંધું વાંચવાની ટેવ હોય છે. સૌથી પહેલા પહેલું પાનું અને પછી પાછળથી વાંચવાનું ચાલુ કરવાનું… :D) લખેલું હતું કે દેવઆનંદ સાહેબનું મ્રુત્યુ 15 December નાં રોજ થયેલું છે. 

હવે ભાઇ 15 December 2010 ? કે 2011 ? કેમ કે 2010નાં સમાચાર આજે આવે એ તો શક્ય જ નથી અને 2011 તો હજી આવી નથી!

રોજ દિવ્યભાસ્કર વાંચુ છુ તો એના જેવી જ એક ટેવ અહીં ટપકાવી દઉં:-

Related Article: 

આવી જ દિવ્યભાસ્કરની એક ભૂલ શ્રી ગોવિંદકાકાનાં બ્લોગ પર…   😀

મોજ્જા હી મોજ્જા…

વહાલા મિત્રો,

નમસ્કાર…

ઘણાં-ખરાં કારણોસર (આમ તો એક જ ;)) હવે બ્લોગ પર નિયમિત આવી શકાતુ નથી. હા, ગાંધીનગર વારે ઘડીએ કારણે દોડી જવાય છે. એ પણ વગર કારણે… 😛 અરે મોદી સાહેબ (Chief Minister) રહે છે એટલે નહીં, પણ એમનાથી પણ મોટા “મેડમ” ઉર્ફે તમારી “ભાભી” (Home Minister) ત્યાંનાં છે. એટલા માટે…અત્યારે તો બહારનું જમીએ છીએ પણ એમના હાથનાં રોટલા ખાવા હશે તો એમને મોદીજી કરતાં પણ મોટાં કરવા પડશે ને? (ગુજરાતની ચિંતા કરવા કરતા પહેલા ઘરની ચિંતા કરવી સારી. ;)) પહેલા જેમ સ્કૂલમાંથી “ગુલ્લી” મારતા હતા એ ટેવ ફરી તાજી થઇ ગઇ છે માત્ર ફેર એટલો કે સ્કૂલમાં બીજે દિવસે હાથમાં ફૂટપટ્ટી પડે એટલે સાન ઠેકાણે આવે અને અહિંયા મહિને પગાર કપાય એટલે.! 🙂 અને આમ પણ અમદાવાદમાં આપણે રહેનાર એકલા, કોઇ રોકનાર નહીં, ટોકનાર નહીં, એટલે મોજ્જા હી મોજ્જા…

કદાચ ૩ મહિના પહેલા શ્રી અતુલભાઇના બ્લોગ પર થયેલી આ કોમેન્ટ વાંચી હશે તો ખબર હશે કે હવેથી આ “નટખટ” ને બાઇક ચલાવતા ચલાવતા બાજુમાંથી પસાર થતી પેપ/સ્કૂટી/એક્ટિવા સામે જોવાની “મનાઇ” છે… 😀

બસ, આજે આટલું જ… નવા અપડેટ્સ સાથે મળીએ થોડાંક સમય પછી…

જોકે હવેથી નટખટવેડાં વધારે પ્રમાણમાં નહીં કરી શકાય 😦 😛

પતિ-પત્ની જોક

પત્નીઃ તમે રાત્રે મારી તરફ મોઢું રાખીને ઉંધ્યા કરો. મને રાત્રે બીક લાગે છે.

પતિઃ પણ પછી આખી રાત મને બીક લાગ્યા કરે એનું શું? 😀

આજની નવી જોક…

એવા ગ્રુપને(ટોળાંને) શું કહેવાય જેમાં બે માણસો “જિંદગી” વિશે વિચારતા હોય અને બાકીના બધા “જમવા” વિશે?

?

.

.

.

.

?

.

.

.

.

.

?

.

.

.

.

?

.

.

.

.

.

?

.

.

.

.

“લગ્ન” 🙂

બાપુ અને બા

બાપુઃ મારું દિલ Mobile છે અને તુ એનું SIM.

બાઃ હું બહુ ખુશ થઇ.

બાપુઃ હવે વધારે ખુશ થા મા.

બાઃ કાં?

બાપુઃ મોબાઇલ Dual Sim વાળો છે. 🙂