Home > નવું-નવું > સિધ્ધપુરની મુલાકાત અને બ્લોગની અપડેટ્સ…

સિધ્ધપુરની મુલાકાત અને બ્લોગની અપડેટ્સ…

નમસ્કાર મિત્રો,

કેમ છો? ઘણાં સમય પછી બ્લોગ ઉપર આવ્યો. જોકે સમયાંતરે બીજા મિત્રોનાં બ્લોગ્સની વિઝિટ ચાલુ જ હતી. 🙂 કોઇક ઓફિસની જવાબદારીઓ સંભાળવામાં બિઝી છે તો કોઇક સામાજિક કાર્યોમાં. “આજ-કાલ ઘણાં જુના બ્લોગરો ખોવાઇ ગયા છે” એવું બોર્ડ આ બગીચામાં માર્યું હતું ત્યારે થયું કે સાચી વાત છે. પહેલા અમુક બ્લોગરો જેમ કે કનકવો બ્લોગ ચલાવનારા ભાઇ શ્રી “જય ત્રિવેદી” રોજ સવારે નવી પોસ્ટ મુકતા. ડેઇલી… કોઇક દિવસ બહાર જવાના હોય તો શિડ્યુલમાં પણ મુકીને જતા. કદાચ એમનો બ્લોગમાં અપડેટ્સ જોવા ના મળે તો ફોન કે મેઇલ કરીને પણ હું પુછી લેતો કે, ‘કંઇ પ્રોબ્લેમ છે ભાઇ?, તબિયત તો સારી છે ને?’  એટલે રોજ સવારે એવી તાલાવેલી રહેતી કે આજે કંઇક નવું જાણવા/વાંચવા મળશે. (અતુલભાઇને વિનંતિ કરવી પડશે કે એમના ભાઇને પાછા બોલાવો. 😉 ) હા, નવા બ્લોગરોનો ઉમેરો પણ થયેલો છે. બાય ધ વે, હવે મેં પણ બ્લોગ નિયમિત રીતે અપડેટ કરવાનું વિચાર્યું છે. :cool: , જોઇએ કેટલા સફળ થવાય છે. 🙂

                                      *  ———-  *  ———-  *

ચાલો, પોઇન્ટ ઉપર આવીએ…

મિત્રો, હમણાં થોડાંક દિવસો પહેલા એક લગ્નમાં સિધ્ધપુર જવાનું થયું. ત્યાં એક મકાન જોયું. જોકે મકાન શબ્દ કરતાં હવેલી/મહેલ શબ્દ વધારે યોગ્ય રહેશે. આ મહેલને ૩૬૦ બારી છે. કદાચ ગુજરાતમાં આનાથી વધારે બારી બીજા કોઇ મહેલને નથી. આ હવેલી સિધ્ધપુર રેલ્વેસ્ટેશનની થોડેક જ દૂર આવેલી છે.

(ગુજરાતમાં રહેતા હોય પણ આ વાતથી કદાચ અજાણ હોય એવા મિત્રો માટે માત્ર જાણ ખાતર આ પોસ્ટ…)

Advertisements
 1. February 11, 2013 at 3:40 PM

  વાહ !! કદાચ ત્યાં ભવિષ્યમાં જવાનું થાય તો મારે તે હવેલી અંદરથી જોવાનો લ્હાવો લેવો છે..

  PS : સાચી વાત છે, ઘણા ખરા બ્લોગરો જેમ કે, જય ત્રિવેદી વગેરેના બ્લોગનો હું ફેન હતો, હવે તેનો બ્લોગ અપડેટ નથી થતો 😦 કા..શ… તે ટૂંક સમયમાં ફરી વખત બ્લોગિંગ ચાલુ કરી દે 🙂

 2. February 11, 2013 at 3:48 PM

  સોહમ, આ જ સમાચાર (સિદ્ધપુરનો પરિચય) તમે વધુ વિગતે મોકલી શકો ? આ શહેર ગુજરાતની સંસ્કૃતિ માટે મહત્ત્વનું છે…મોકલી શકો તો વેબગુર્જરી પર લઈ શકાય.

  • February 11, 2013 at 3:58 PM

   શ્રી જુ. કિશોરદાદા,
   હું લગ્નમાં ગયેલો હોવાથી માત્ર બે જ દિવસ ત્યાં રોકાયેલો. પણ આ ગામ પૌરાણિક હોવાથી આજુ-બાજુ ફરીને માહિતિ એકત્ર કરી. બાકીની વિગતો જાણીને આપને મેઇલ કરીશ.

   • February 11, 2013 at 8:55 PM

    સરસ. આભાર.

 3. February 11, 2013 at 3:49 PM

  સોહમભાઈ,

  ઘણા સમયથી થતું હતું કે તમારી પોસ્ટ કેમ નથી ? પરંતુ આજે આવ્યા અને સાથે એક સુંદર અને અજાણ માહિતીથી માહિતગાર કર્યા. ચાલો હવે નિયમિત કશુક જાણવા મળશે.

  • February 11, 2013 at 4:01 PM

   શ્રી અશોકભાઇ,

   આપના આગમન અમને ગમ્યું. ચોક્કસ આવતા રહેશો. જીવનમાં અમુક જવાબદારીઓને લીધે બ્લોગ નિયમિત રીતે અપડેટ કરવાનું શક્ય ન હતું.

 4. February 12, 2013 at 1:29 PM

  ખુબ જ સરસ ભાઇશ્રી,
  આવી જ રીતે અમને જ્ઞાન આપતા રહો ને પ્રગતિ કરતા રહો…
  ભાઇ આપને મારા બ્લોગ પર પધારવાં આમત્રિત કરુ છું
  બ્લોગ લિક-Gujratiparivar00.wordprees.com

  • February 12, 2013 at 2:31 PM

   આપના બ્લોગ ઉપર વિઝિટ કરી મિત્ર. મા વિશેની પોસ્ટ મસ્ત છે.
   ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે.

 5. February 16, 2013 at 10:05 AM

  vaah sohambhai… back with bang ! તમારો બ્લોગ નિયમિત વાંચવો ખુબ ગમશે , તમે નિયમિત લખતા રહેજો , અને હવેલી વિષે જણાવવા બદલ આભાર , હું એ બાજુ જઈશ તો ચોક્કસ મુલાકાત લઈશ

 6. March 9, 2013 at 6:29 AM

  વેબગુર્જરી માટેની જુગલભાઈની ખુલ્લી આંખ કાબિલે દાદ છે!

  • March 12, 2013 at 12:28 PM

   પધારો શ્રી વલીભાઇ,
   આપનું હાર્દિક સ્વાગત છે.
   હા, સાચી વાત. આ ઉંમરે જુ. કિશોરદાદાનો અમ યુવાનોને પણ શરમાવે એવો ગુજરાતી ભાષા માટે કરતાં શ્રમ જોઇ મોંમા આંગળા ના નખાય તો જ નવાઇ.!

   • March 12, 2013 at 8:20 PM

    પણ તમે ત્યાંના કોઈનો સંપર્ક કરીને ને કેટલુંક નેટ પર મેળવીને એમ એક સરસ માહિતીલેખ તૈયાર કરો તો મજા પડે…..સિદ્ધપુરનું બિંદુ સરોવર, સરસ્વતી નદીનું લુપ્તસ્થાન તરીકેનુંય મહત્ત્વ વગેરે સરસ ને સંતર્પક માહિતી આપનાર બની રહેશે….શક્ય હોય તો પ્રયત્ન કરજો.

 7. June 5, 2013 at 4:41 PM

  aa photo e vahora vaas no chhe….hu sidhpur no j chhu pan maro janm ane uchher halol ma thayo chhe…..nice to see snap….

  • September 20, 2013 at 3:48 PM

   અરે વાહ…. એ એરિયા તો મને એક્ઝેટ નથી ખબર પણ એટલી ચોક્કસ ખબર છે કે બજારથી રેલ્વે-સ્ટેશન જતાં આ મહેલ આવે છે.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: