Archive

Archive for Oct, 2010

બાળકની ટિકીટ

મુસાફર(કંડકટરને):બાળકની ટિકીટ અડધી જ છે ને?

કંડકટર- હા,પણ પાંચની અંદર હોય તો જ.

મુસાફર- હા,કંઇ વાંધો નહિં,મારે તો હજી બે જ છે…!!!

આજ-કાલની વહુઓ

એકવાર એક સાસુ પલંગ પર બેઠા હતા અને ટીવી જોતા હતા.એટલામાં એમની વહુ આવી.

સાસુને પલંગ પર બેઠેલા પર જોઇ વહુ નીચે બેસી ગઇ.

સાસુઃ “કેમ નીચે બેઠી?”

વહુઃ “કારણ કે તમે ઉપર બેઠેલા છો”

સાસુઃ “અને હુ નીચે બેસું તો?”

વહુઃ “તો હુ ધરતી પર બેસું(શેતરંજીની પણ નીચે)”

સાસુઃ “અને હુ પણ છેક ધરતી પર બેસું તો?”

વહુઃ “તો હુ જમીનમાં ખાડો ખોદીને બેસી જઉં.”

સાસુઃ “અને હુ તે ખાડામાં પણ બેસી જાઉં તો???”

વહુઃ “તો હુ ખાડો પુરી દઉં…!!!”

દબંગ…દબંગ…દબંગ…

કેતન દબંગ ફિલ્મ દેખકે સ્કૂલમે ગયા.

સર- “કેતન,તુમ્હારે સારે Answers ગલત હૈ,Marks દે તો કહાં ?”

કેતન- “કમાલ કરતે હૈ સરજી,Marks હી તો માંગ રહે હૈ, પ્યાર સે દે દો.વરના થપ્પડ મારકે ભી લે શકતે હૈ…”

સર- “બત્તમીઝ, ક્યા બક રહે હૈ…”

કેતન- “બત્તમીઝ સે યાદ આયા સર…આપકે પાપા કૈસે હૈ ???”

સર- “નિકલ જા ક્લાસ સે…”

કેતન- “ચુપ-ચાપ સે Marks દે દો સર,વરના Answer Paper મે ઇતના છેદ કરુંગા કી Confuse હો જાઓગે કી Marks કહાં દે ઔર Zero કહાં…!!!”

નોકરાણી

પ્રેમી(પ્રેમિકાને): “મને મહેનતુ,સાદું જીવન જીવવાવાળી,આજ્ઞાંકારી અને ઘર સંભાળી શકે એવી છોકરી ગમે…”

પ્રેમિકાઃ “મારા ઘરે આવીને મારી નોકરાણીને જોઇ જજે.આ બધા જ લક્ષણ એનામાં છે…!!!”

અગરબત્તી

એકવાર એક ફેરીયો સોસાયટીમાં અગરબત્તી વેચતો હતો.અને એનો ભેટો એક કંજૂસ અમદાવાદી જોડે થઇ ગયો.

ફેરીયો- “સાહેબ,અગરબત્તી લેવી છે?”

કંજૂસ અમદાવાદી- “શો ભાવ છે”

ફેરીયો- “૧૦ રુપિયાનું એક પેકેટ પણ સુગંધ જોરદાર છે સાહેબ…આપના ઘરે પ્રગટાવો તો છેક દસમા ઘર સુધી સુગંધ આવે…”

કંજૂસ અમદાવાદી- “તો એક કામ કર…”

ફેરીયોઃ “શું?”

કંજૂસ અમદાવાદી- “આ ગલીમાં આવેલા દસમા ઘરે વેચતો આવ…!!!”

બુશ અને લાલુ

એકવાર બુશ ભારતની મુલાકાતે આવ્યા.

બુશ(લાલુને): “તને તરતા આવડે છે?”

લાલુઃ “ના”

બુશઃ “તો તારા કરતા તો કુતરા સારા.કમ સે કમ એમને તરતા તો આવડે”

લાલુઃ “તને આવડે છે?”

બુશઃ “હા”

લાલુઃ “તો તારા અને કુતરામાં શું ફેર???”

બિચારી બિલાડી…

એકવાર શિયાળામાં હુ વહેલી સવારે ચાલવા જતો હતો ત્યારે મે જોયું તો એક કાકા બિલાડીને નવડાવતા હતા અને એ પણ પાછું ઠંડા પાણીથી…!!!

મે કીધું, “કાકા આવી ઠંડીમાં બિલાડીને ઠંડા-પાણીથી કેમ નવડાવો છો? બિચારી મરી જશે…

કાકા કહે, “જાને ભાઇ તુ તારુ કામ કરને…!!!”

મને થયું આ કાકા તો બહુ કોસા-બોલા છે.પછી તો હુ ત્યાંથી નિકળી ગયો,પણ જ્યારે પાછો વળતો હતો ત્યારે જોયું કે કાકા રડતા હતા અને બાજુમાં મરેલી બિલાડી પડેલી.

મે ફરીથી કહ્યું, “કાકા હુ કહેતો હતો ને કે આવી ઠંડીમાં આ બિલાડીને ના નવડાવાય…મરી જશે…જુઓ હવે…એવું જ થયું ને???”

કાકા મને કહે, “જાને ભાઇ જતો હોય તો…”(ફરીથી એમની કડવી વાણી મારે સાંભળવી પડી)

મે કહ્યું, “કાકા તમે મારી વાત માની હોત તો આ બિલાડી અત્યારે જીવતી હોત…”

કાકા કહે, “આ બિલાડી મારાથી નવડાવતા નથી મરી…!!!”

મે કીધું, “તો?”

કાકા કહે, “આ તો નાહ્યા પછી સુકવવા માટે તેને નિચોવતો હતો ત્યારે મરી ગઇ…!!!”

(ધન્ય છે કાકાની બુધ્ધીને…)

તેરે મસ્ત મસ્ત દો નૈન…

ટીચર– “Active અને Passive Voice નું ઉદાહરણ આપો…”

કાનજી– “Active Voice – તેરે મસ્ત-મસ્ત દો નૈન….મેરે દિલકા લે ગયે ચેન…”

“Passive Voice – મેરે દિલકા લે ગયે ચેન…તેરે મસ્ત મસ્ત દો નૈન…”

…તો તમે સર નહિં સસરા હોત…!!!

સર- “જો ખરા દિલથી ભગવાનને પ્રાર્થના કરીએ તો તે અવશ્ય પુરી થાય છે”

વિધ્યાર્થીઃ રહેવા દો સર….

.

.

.

 

જો એવું જ હોત…

.

.

.

.

.

તો આજે ….

.

.

.

તમે મારા સર નહિં પણ સસરા હોત…

કોમ્પ્યુ.એન્જી.ના શબ્દો

માનો કે કોઇ છોકરીએ હમણાં જ કોમ્પ્યુટર એન્જીનીયરીંગ પુરુ કર્યું છે અને અને કોઇ છોકરો એ છોકરીને પજવે છે તો તે છોકરી કેવો જવાબ આપશે?

કોમ્પ્યુટર એન્જીનીયર છોકરી(પજવતા છોકરાને) – “પૈદાશી ErrorVirus કે બચ્ચે…એક Click મારુંગી તો ધરતી સે Delete હો કર સીધા પાતાલ મેં Install હો જાયેગા…