Archive

Archive for May, 2011

બાપુએ મચાવી ધમાલ

બાપુ કેમીકલ એન્જીનીયરીંગમાં ભણતા હતા.
VIVA માં પ્રોફેસરે પ્રશ્ન પુછ્યો, " ઘરમાં ઝેરી ગેસ ફેલાઇ ગયો હોય ત્યારે કેવા પગલાં ભરવા જોઇએ?"

બાપુઃ "લાંબા અને ઝડપી" :)

અને છેલ્લે છેલ્લે...

ટીચરઃ જો હુ એક વસ્તુ 12.75 નાં ભાવે ખરીદુ અને એ જ વસ્તુ 15.25 નાં ભાવે વેચુ તો મેં નફો કર્યો 
કહેવાય કે ખોટ?

બાપુ ઉવાચ્ય, "રુપિયામાં નફો પણ પૈસામાં ખોટ કરી કહેવાય!" :D

Self Insult – 2

સર(છેલ્લી બેન્ચ પર બેઠેલા મોહનને) : મોહન, ચલ બોલ... Monkey ને અંગ્રેજીમાં શું કહેવાય?

મોહન : સર, Monkey ને અંગ્રેજીમાં વાંદરો કહેવાય

સર(ગુસ્સામાં) : ચોપડીમાં જોઇને બોલ્યો ને?

મોહન : ના સર, હુ તો તમારી સામે જોઇને બોલ્યો છુ :P


હનુમાન ચાલીસા

                                                                    ॥ दोहा ॥

                                                                    ॥ દોહા ॥

श्री गुरु चरन सरोज रज, निज मनु मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥

શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥

ભાવાર્થ – શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.

बुद्धिहीन तनु जानिके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विध्या देहु मोहिं, हरहु कलेश विकार ॥

બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥

ભાવાર્થ – હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.

                                                                    ॥ चौपाई ॥

                                                                    ॥ ચૌપાઈ ॥

जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥

ભાવાર્થ – હે કેસરીનંદન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.

रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥

રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા ॥

ભાવાર્થ – હે પવનસુત, અંજનીનંદન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.

महावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी ॥

મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥

ભાવાર્થ – હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.

कंचन बरन विराज सुवेसा । कानन कुंडल कुंचित केसा ॥

કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુંડલ કુંચિત કેસા ॥

ભાવાર્થ – આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુંડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.

हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै ॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥

ભાવાર્થ – આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાંધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.

शंकर सुवन केसरी नंदन । तेज प्रताप महा जग बंदन ॥

શંકર સુવન કેસરી નંદન | તેજ પ્રતાપ મહા જગ બંદન ॥

ભાવાર્થ – હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વંદના થાય છે.

विध्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥

વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥

ભાવાર્થ – આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.

प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ॥

ભાવાર્થ – આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.

सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥

સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥

ભાવાર્થ – આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.

भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥

ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥

ભાવાર્થ – આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.

लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥

લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥

ભાવાર્થ – આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.

रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥

રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥

ભાવાર્થ – હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.

सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कंठ लगावैं ॥

સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં ॥

ભાવાર્થ – “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચંદ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા.

सनकादिक ब्रह्मा दि मुनिसा । नारद सारद सहित अहीसा ॥

સનકાદિક બ્રહ્મા દિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા ॥

ભાવાર્થ – શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનંદન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.

जम कुबेर दिग्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥

જમ કુબેર દિગ્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥

ભાવાર્થ – યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.

तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ॥

ભાવાર્થ – આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.

तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ॥

ભાવાર્થ – આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.

जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥

જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥

ભાવાર્થ – જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.

प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥

ભાવાર્થ – આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા) મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.

दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥

દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥

ભાવાર્થ – સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.

राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥

રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥

ભાવાર્થ – આપ શ્રીરામચંદ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.

सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना ॥

સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના ॥

ભાવાર્થ – આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.

आपन तेज संहारो आपै । तीनहु लोक हांक ते कांपै ॥

આપન તેજ સંહારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ ॥

ભાવાર્થ – આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.

भूत पिशाच निकट नहीं आवै । महावीर जब नाम सुनावै ॥

ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ॥

ભાવાર્થ – હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.

नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥

નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા ॥

ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.

संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै ॥

સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ ॥

ભાવાર્થ – જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.

सब पर राम तपस्वी राजा । तिन के काज सकल तुम साजा ॥

સબ પર રામ તપસ્વી રાજા | તિન કે કાજ સકલ તુમ સાજા ॥

ભાવાર્થ – રાજા શ્રીરામચંદ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.

और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै ॥

ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ ॥

ભાવાર્થ – આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥

ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥

ભાવાર્થ – આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ) માં વિદ્યમાન છે. સંપૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.

साधु संत के तुम रखवारे । असुर निकंदन राम दुलारे ॥

સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકંદન રામ દુલારે ॥

ભાવાર્થ – હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.

अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥

સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥

ભાવાર્થ – હે કેસરીનંદન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.

(આઠ સિદ્ધિઆ — અણિમા – સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા – યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ – મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય – ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ – બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વશિત્વ – અન્ય કોઈને વશમાં કરી શકાય છે.)

(નવ નિધિઆ — પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ – આ નૌ નિધિઆ કહેવામાં આવી છે.)

राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥

રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ॥

ભાવાર્થ – આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે “રામ-નામ” રૂપી રસાયણ (ઔષધિ) છે.

तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥

તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ ॥

ભાવાર્થ – આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.

अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई ॥

સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥

ભાવાર્થ – આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.

और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई ॥

ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥

ભાવાર્થ – હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.

संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा ॥

સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ॥

ભાવાર્થ – હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.

जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥

જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ ॥

ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.

जो शत बार पाठ कर कोई । छूटहिं बंदि महा सुख होई ॥

જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બંદિ મહા સુખ હોઈ ॥

ભાવાર્થ – જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.

जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा ॥

જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥

ભાવાર્થ – ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાંચશે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.

तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा ॥

તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા ॥

ભાવાર્થ – હે મારા નાથ હનુમાનજી ! ‘તુલસીદાસ‘ સદા “શ્રીરામ” ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.

॥ दोहा ॥

॥ દોહા ॥

पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥

પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ ॥

ભાવાર્થ -­ હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર છો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.

॥ इति ॥

 ॥ ઇતિ ॥


ખાસ નોંધઃ આ હનુમાન ચાલીસા સનાતન જાગ્રુતિ ઉપરથી લીધેલી છે. થોડાં પ્રમાણમાં જોડણી ભુલ હોવાથી મેં જરુરી ફેર-ફાર કરેલ છે.


Self Insult – 1

બોસ(ગુસ્સામાં એમના આસિસ્ટન્ટને): તે કોઇ દિવસ ઉલ્લુ જોયો છે?

આસિસ્ટન્ટ(માથું ઝુકાવીને): ના

બોસ નીચે શું જુએ છે? મારી સામે જો. 😛 😀

=============================================================================================

અને છેલ્લે છેલ્લે…

દૂધની Direct છાશ ના થાય

વાહ…વાહ…

દૂધની Direct છાશ ના થાય

વાહ…વાહ…

GTU પણ એવું પેપર કાઢે છે કે રજનીકાંત પણ પાસ ના થાય! 🙂

પાક્કો અમદાવાદી

એકવાર એક ભાઇ ટ્રેનમાં મુંબઇથી અમદાવાદ આવતા હતા. પણ રસ્તામાં ઉંઘી ગયા… જ્યારે જાગ્યા ત્યારે ખબર પડી કે કોઇક સ્ટેશન આવ્યું છે, બહુ ભીડ છે, આમ-તેમ જોયું પણ બારીમાંથી સ્ટેશનનું નામ વંચાયું નહીં.

એટલામાં એક ફેરીયો ત્યાંથી નીકળ્યો. એટલે આ ભાઇ એ પુછ્યું, “ભાઇ, કયું સ્ટેશન આવ્યું?”

ફેરીયો, ” ૫ રુપિયા આપો તો કહુ “

પેલો ભાઇ તરત ટ્રેનમાંથી ઉતરી ગયો 😀

અને છેલ્લે છેલ્લે…

A Hurted Line By A Boy Whose Friend Request Was Not Accepted By A Girl On Facebook…
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

I Had Sent You A Friend Request, Not A Love Letter.! 🙂

સંકટમોચન હનુમાનાષ્ટક

વહાલા મિત્રો,

આજે શનિવાર છે. તો ચાલો, સંકટમોચન હનુમાનાષ્ટક અને એનું ભાષાંતર સમજીએ…

સંકટમોચન હનુમાનાષ્ટક

બાલ સમય રવિ ભક્ષિ લિયો તબ, તીનહું લોક ભયો અંધિયારો ।

તાહિ સો ત્રાસ ભયો જગ કો, યહ સંકટ કાહુ સો જાત ન ટારો । ।

દેવન આનિ કરી બિનતી તબ, છાંડિ દિયો રવિ કષ્ટ નિવારો ।

કો નહિં જાનત હૈ જગમેં કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:  

શ્રી હનુમાનજી! આપ બાળાવસ્થામાં સૂર્યને ફળ સમજી ગળી ગયા. ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો અને સંસારમાં ભય વ્યાપી ગયો.આ સંકટને દુર કરવા માટે કોઈ પણ સમર્થ નહોતુ. ચારેકોરથી નિરાશ થઈને દેવોએ તમને પ્રાર્થના કરી ત્યારે આપે સૂર્યને મુક્ત કર્યો. સંસારનો ભય દેર કર્યો. એટલે તેમને સંકટમોચન નામે ન ઓળખે એવો કોણ છે.

બાલિ કી ત્રાસ કપીસ બસૈ ગિરિ, જાત મહાપ્રભુ પંથ નિહારો ।

ચૌકી મહામુનિ સાપ દિયો તબ, ચાહિય કૌન બિચાર બિચારો । ।

કૈ દ્રિજ રુપ લિવાય મહાપ્રભુ, સો તુમ દાસ કે સોક નિવારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:

વાલીના ભયને કારણે કયાંય શરણું ન પામનાર વાનરરાજ સુગ્રીવ છુપાઈને ઋષ્યમુક પર્વત પર રહેતો હતો. મતંગ મુનોના શાપને કરણે વાલિ ત્યાં પ્રવેશી શકતો ન હતો. મહાપ્રભુ શ્રીરામચન્દ્રજી લક્ષ્મણ સાથે સીતાજીને  શોધતાં શોધતા ત્યાં આવી પહોચ્યા ત્યારે સુગ્રીવ એમને વાલિના યોદ્રા સમજીને ભય પામ્યો. હે હનુમાનજી ! ત્યારે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રીરામજીને ત્યાં લઈ આવ્યા. આ પ્રમાણે તમે સુગ્રીવનો ભય દૂર કર્યો. હે  હનુમાનજી ! એવો કોણ છે જે તમને ‘સંકટમોચન’નામે નથી  ઓળખતો ?

અંગદ કે સંગ લેન ગયે સિય, ખોજ કપીસ યહ બૈન ઉચારો ।

જીવત ના બચિહૌં હમ સોં  જુ, બિના સુધિ લાએ ઇહા પગુ ધારો । ।

હેરિ થકે તટ સિધું-સબૈ તબ લાય, સિયા-સુધિ પ્રાણ ઉબારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ: 

સીતાજીની શોધ માટે અંગદ સાથે અનેક વાનરોએ પ્રયાણ કર્યુ હતું ત્યારે વાનરરાજ સુગ્રીવનો આદેશ હતો કે  સીતાજીનો પત્તો મેળવ્યા વિના પાછા આવશો  તો મારા હાથે જીવતા નહિ રહો. બહુ શોધ્યા છતાં સીતાજીના સમાચાર જણવા ન  મળ્યા ત્યારે બધા જ વાનરો સમુદ્ર તટે નિરાશ થઈ બેઠા. તે વખતે સીતાજીની શોધ  કરી તમે વાનરોના પ્રાંણ બચાવ્યા. હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને  ‘સંકટમોચન’નામે નથી ઓળખતો

રાવણ ત્રાસ દઈ સિય કો સબ, રાક્ષસિ સો કહિ સોક નિવારો  ।

તાહિ સમય હનુમાન મહાપ્રભુ, જાય મહા રજનીચર મારો । ।

ચાહત સીય અસોક સૌં આગિ સુ, દૈ પ્રભુ મુદ્રિકા સોક નિવારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ: 

રાવણે માતા સીતાને બહુ ત્રાસ આપ્યો. સીતાજીએ રાક્ષસીઓને વિનંતી કરી કે મને મારી નાખીને મારો શોક નિવારણ કરો. હું શ્રીરામજી વિના જીવવા માગતી નથી. હે મહાપ્રભુ હનુમાનજી ! તે વખતે તમે ત્યાં પહોંચીને રાક્ષસ યોધ્ધાઓનેમાર્યા. સીતાજી સ્વયં બળીને ભસ્મ થવા અશોક વૃક્ષ પાસે અગ્નિની યાચના કરતાં હતાં તે વખતે તમે ભગવાન શ્રીરામની વીંટી આપીને શોકનું નિવારણ કર્યું… હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને ‘સંકટમોચન’નામથી પરિચિત નથી.

બાન લગ્યો ઉર લછિમન કે તબ, પ્રાણ તજે સુત રાવણ મારો ।

લૈ ગૃહ બૈધ સુષેન સમેત, તબૈ ગિરિ દ્રોન સુ બીર ઉપારો । ।

આનિ સજીવનિ હાથ દઈ તબ, લછિમન કે તુમ પ્રાણ ઉબારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:

જયારે રાવણ-સુત મેધનાદના બાણના પ્રહારથી લક્ષ્મણજીના પ્રાણ જોખમમાં હતા ત્યારે તમે લંકામાંથી સુષેણ વૈધને તેમના ધર સાથે ઊચકી લાવ્યા અને દ્રોણા પર્વતને જડમુળમાંથી ઉપાડી લાવી સંજીવની બુટ્ટી પણ લાવ્યા. હે હનુમાનજી !આ સંસારમાં  એવો કોણ છે જે  ’સંકટમોચન’ બિરુદને નથી જાણતો ?

રાવન જુધ્ધ અજાન કિયો તબ, નાગ કિ ફાંસ સબૈ સિર ડારો ।

શ્રીરઘુનાથ સમેત સબૈ દલ, મોહ ભયો યહ સંકટ ભારો । ।

આનિ ખગેસ તબૈ હનુમાન જુ, બંધન કાટિ સુત્રાસ નિવારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:

રાવણે આખી સેનાને નાગપાશમાં બાંધી દીધી. પ્રભુ શ્રીરામની સેના મોહમાં પડીગઈ. ત્યારે હે હનુમાનજી ! તમે ગરુડજીને બોલાવી નાગપાશનાં બંધન કપાવ્યા અને બધાને ધોર ત્રાસમાંથી મુક્તિ અપાવી. હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને ‘સંકટમોચન’નામે નથી ઓળખતો…

બંધુ સમેત જબૈ અહિરાવન, લૈ રધુનાથ પતાલ સિધારો ।

દેબિહિં પૂજિ ભલી બિધિ સો બલિ, દેઉ સબૈ મિલિ મંત્ર બિચારો । ।

જાય સહાય ભયો તબ હી, અહિરાવન સૈન્ય સમેત સંહારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ, સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:

અહિરાવણ જયારે લક્ષ્મણજી સહિત શ્રીરામને પાતાળમાં લઈ ગયો અને તેમનો દેવીને બલિ ચઢાવવાનો વિચાર કરી રહ્યો હતો ત્યારે તમે ત્યાં પહોચી ગયા અને અહિરાવણનો સેના સહિત સંહાર કર્યો. આમ શ્રીરામ-લક્ષ્મણને મદદ કરી. હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને ‘સંકટમોચન’નામે નથી ઓળખતો હોય ?

કાજ કિયે બડ દેવન કે તુમ, બીર મહાપ્રભુ દેખિ બિચારો ।

કૌન સો સંકટ મોર ગરીબ કો, જો તુમસોં નહિ જાત હૈ ટારો । ।

બેગિ હરો હનુમાન મહાપ્રભુ, જો કછુ સંકટ હોય હમારો ।

કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો । ।

ગુજરાતી અનુવાદ:

હે પરમવીર હનુમાનજી ! આપનાં મોટાં મોટાં કાર્યો ,તેમાંય વળી દેવોના કઠિન કાર્યો પૂરા કરવાની શક્તિ વિશે વિચારું છું ત્યારે મને એમ થાય છે કે મારા જેવા દીનહિન વ્યક્તિનું એવું કયુ સંકટ છે જે તમે સુર નહિ કરી શકો ? હે હનુમાનજી ! શીધ્રતાથી દૂર કરવાની કૃપા કરો. આપ તો ‘સંકટમોચન’નામે પ્રસિધ્ધ છો તો મારુ સંકટ ટાળો. હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને ’સંકટમોચન’ નામે નથી ઓળખતો

llદોહો ll

લાલ દેહ લાલી લસે, અરુ ધરિ લાલ લંગુર ।

બજ દેહ દાનવ દલન, જય જય જય કપિ સૂર  । ।


। । ઇતિ સંકટમોચન હનુમાનષ્ટક સંપૂર્ણ । ।

ગુજરાતી અનુવાદ:

તમારા લાલ સેહની લાલી અત્યંત શોભાયમાન થઈ રહી છે. આપની પુછ પણ લાલ છે, વજ્ર સમાન આપનો દેહ દાનવોનો નાશ કરનાર છે. હે સંકટમોચન હનુમાનજી ! આપનો જય હો ! જય હો ! જય હો!

===================================================================

ખાસ નોંધઃ આ સંકટમોચન હનુમાનાષ્ટક જીવન શૈલી ઉપરથી લીધેલું છે. પરંતુ ખુબ જ પ્રમાણમાં જોડણી ભુલ હોવાથી મેં મારી રીતે સુધારા-વધારા કર્યા છે.

અને હા, બજરંગ-બાણનું ભાષાંતર પણ મારે જોઇએ છે. જો કોઇની જોડે હોય તો કહેશો.

મજાનાં જોક્સ- ભાગ-૨

બિચારી પ્રેમીકાઃ

પ્રેમીકાઃ હુ હમણાં જ બ્યુટી પાર્લરથી આવી
પ્રેમીઃ અરે.... આજે પણ બ્યુટી પાર્લર બંધ હતું કે શું? :D

===================================================================================

છોકરાનો જોરદાર જવાબઃ

એકવાર એક પ્રેમી-પંખીડા વચ્ચે ઝઘડો થઇ ગયો.છેવટે છુટુ પડવાનું નક્કી કર્યું
છોકરીઃ તને મારા જેવી છોકરી આ દુનિયામાં ક્યાંય નહીં મળે.
છોકરોઃ શાંતી રાખ બકા, મને તુ જ નથી ગમતી તો તારા જેવી શું કરવા બીજી શોધું?

===================================================================================
આને કહેવાય થોથા જ્ઞાનઃ

એકવાર એક મેડીકલ લાઇનમાં ભણતા એક છોકરાએ એના જ ક્લાસમાં ભણતી છોકરીને લોહીથી પ્રેમ-પત્ર 
લખ્યો અને નીચે લખ્યું કે મારે આનો જવાબ જોઇએ.

બે દિવસમાં પેલી છોકરીએ કીધું, "ભઇલા, તારું બ્લડ-ગ્રુપ B-Positive છે"

===================================================================================

નવરાની નિશાનીઃ

જીગ્નેશઃ મારી પાસે ૩ ઇમેઇલ આઇ.ડી. છે, ઓર્કુટ,ફેસબુક અને ટ્વિટરમાં એકાઉન્ટ છે,યુટ્યુબ પર મારી 
૫૦ વિડીયો છે, વર્ડપ્રેસ અને બ્લોગ સ્પોટમાં અપડેટેડ બ્લોગ્સ છે, LinkedIn માં હાઇ પ્રોફેશનલ 
પ્રોફાઇલ છે, Skype છે.... તારી પાસે શું છે?

મનનઃ મારી પાસે...મારી પાસે કામ-ધંધો છે! :)

===================================================================================

અને છેલ્લે છેલ્લે...

દૂધની Direct છાશ ના થાય
વાહ...વાહ...

દૂધની Direct છાશ ના થાય
વાહ...વાહ...

.
.
.

GTU એવું પેપર કાઢે કે 'રજનીકાંત' પણ પાસ ના થાય.! :)

તોફાની કાનુડો

એક રબારી પાયલોટ બન્યો.પણ નોકરી પરથી ૫ દિવસમાં જ પાછો આવ્યો.
બાપાએ પાછુ આવવાનું કારણ પુછ્યું, તો બેટો બોલ્યો, "એ લોકો મને વિમાન ઉપર 'તોફાની કાનુડો'
લખવાની ના પાડે છે" :)

અને છેલ્લે છેલ્લે

પપ્પુએ એના કોમ્પ્યુટર,જીમેઇલ,યાહુ અને બધાનાં પાસવર્ડ બદલીને નવો પાસવર્ડ 'Incorrect' કરી
દીધો જેથી જ્યારે એ પાસવર્ડ ભુલી જાય ત્યારે કોમ્પ્યુટર સામેથી તેને યાદ કરાવે કે તમારો પાસવર્ડ
'Incorrect' છે. :D