Archive

Archive for Nov, 2010

બ્રાહ્મણો અવશ્ય વાંચે…

આચાર્યનું આચરણ હોય,

જોષીની જિંદાદિલી હોય,

મેહતાની મહેનત હોય,

ભટ્ટનો વટ હોય,

રાવલની રિયાસત હોય,

જાનીનું જોમ હોય,

ઠાકરનો ઠાઠ હોય,

ત્રિવેદીની ત્રાડ હોય,

દવેનું દરીયા દિલ હોય,

પંડ્યાની પહેચાન હોય,

શુક્લની શાખ હોય

શર્માની શાન હોય,

પાઠકની પ્રેરણા હોય,

વ્યાસનું દિલ હોય…

આ બધું હોય તો શું ઘટે???

બસ હૈયામાં નામ હોય,

ભાઇઓમાં પ્રેમ હોય,

અને બ્રાહ્મણ સમાજ એક હોય…


” જય પરશુરામ “

 

(નોંધ- આ માહિતિ મેસેજમાં મળેલી છે.ટાઇપ કરીને અહિં લખેલી છે.અને રચયિતા કોણ છે એની મને જાણ નથી.)

એક સુચના

મિત્રો,

ખાસ તો આપને એ વાત જણાવવાની કે થોડાંક સમય માટે આ બ્લોગમાં રજા રહેશે. હા,કોમેન્ટ્સ જરુર એપ્રુવ થશે પણ પોસ્ટ(રોજ મુકાતી નવી જોક) નહિં મુકાય…

તો નવા જોક સાથે મળીએ નવા વર્ષમાં…

નવા વર્ષનાં આપ સૌ મુલાકાતી મિત્રોને સાલ-મુબારક.

સૈનિકની ચિઠ્ઠી

આપ સૌ મિત્રોને દિવાળીની ખુબ-ખુબ શુભેચ્છાઓ…

નવું વર્ષ આપના માટે શુભકારી અને મંગલમય રહે એવી શુભકામના….

આજની જોકઃ

એકવાર એક સૈનિકે તેની પત્નીને ચિઠ્ઠી લખી- “જય માં ભવાની, કૈસી હો? માં કી તબિયત કૈસી હૈ?

ઔર હા, પપ્પુ ઔર મુન્ની કૈસે હૈ???”

અને એની પત્નીએ જવાબ લખ્યો- “મૈ અચ્છી હુ,મા કી તબિયત ભી ઠીક હૈ…ઔર પપ્પુ ઔર મુન્ની કે બારે મે બતાયેં તો……

” પપ્પુ પાસ હો ગયા ઔર મુન્ની બદનામ હો ગઇ…!!! “

દિવાળીમાં ખરીદી

મનિષ- “આ દિવાળીમાં તો મારે નવો દાંતિયો(કાંસકો)લેવો છે.જુનામાંથી એક દાંતો નિકળી ગયો છે”

કલ્પેશ- “અરે એક દાંતો નિકળી ગયો એમાં કાંઇ નવો કાંસકો ના લેવાનો હોય.ચલાવી લેવાનું હોય…

“મનિષ- “ચલાવી લેવાની તુ મને શીખામણ આપે છે? અરે એ દાંતિયામાં એ છેલ્લો દાંતો હતો”

ચા પીવો છો?

દર્દી(ડોક્ટરને): “ડોક્ટરસાહેબ, તાવ બહુ આવે છે.”

ડોક્ટરઃ “હ્મ્મ્મ્મ્મ્મ્મ્મ ચા પીવો છો?”

દર્દીઃ “ના, પણ કોફી ચાલશે.”

શ્વાસ લેવામાં તકલિફ પડે છે?

લલિત- “ડૉક્ટર સાહેબ, હુ સવારે ૯ વાગે ઉઠું છું મને સવારે શ્વાસ લેવામાં તકલિફ પડે છે.શું કરું?”

ડૉક્ટર- “તો જલદી ઉઠવાનું શરુ કરી દો.કેમ કે સવારે બધો ઓક્સિજન બાબા રામદેવ અને એમના ચેલાઓ લઇ લે છે…!!!”

યુવરાજ અને ધોની

એકવાર જ્યારે ભારતનાં ખેલાડીઓ ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ હારીને પાછા આવ્યા ત્યારે…

યુવરાજની મમ્મીએ એને શાક લેવા જવાનું કહ્યું.

યુવરાજને થયું કે આવી રીતે જઇશ તો બદનામી થશે.એટલા માટે યુવરાજ છોકરીના કપડાં પહેરી,બુરખો ઓઢી,ગયો.

રસ્તામાં બીજી એક યુવતિએ યુવરાજને પુછ્યું,”તમે યુવરાજને?” યુવરાજ કંઇ બોલ્યો નહિં.

પછી પેલી બીજી છોકરી બોલી,”શરમાઇશ નહિં, હુ ધોની છું…!!!”