Archive

Archive for Dec, 2011

દેવઆનંદ અને દિવ્યભાસ્કર

રોજની જેમ આજે પણ ઓનલાઇન દિવ્યભાસ્કર સમાચાર વાંચવા બેઠો. કોઇ પણ લિન્ક પર ક્લિક કરતાં વધારાની Set કરેલી વેબસાઇટ New Tab માં Autometic ખુલી જાય એ બહુ કંટાળો આવે. હશે ભાઇ, કમાવવું કોને ન હોય? 🙂  વળી ઘરે આ ન્યુઝ-પેપર મમ્મી-પપ્પા કે વડીલ બાજુમાં બેઠું હોય ત્યારે તો ભૂલથી પણ ખોલાય નહીં (નહીંતર તો આપણાં સંસ્કારની કિંમત થઇ જાય.! ;)) અને કોમેન્ટ્સની તો વાત જ જવા દો…

ક્યારેક E-Paper પણ વાંચી લઉં… પણ આજે તો ગજબ થઇ ગયો… આજનાં પેપરમાં બીજા પાને (આમ તો પાના નંબર-૧૮, પણ મને અને મારા જેવા કેટલાય લોકોને પેપર ઉંધું વાંચવાની ટેવ હોય છે. સૌથી પહેલા પહેલું પાનું અને પછી પાછળથી વાંચવાનું ચાલુ કરવાનું… :D) લખેલું હતું કે દેવઆનંદ સાહેબનું મ્રુત્યુ 15 December નાં રોજ થયેલું છે. 

હવે ભાઇ 15 December 2010 ? કે 2011 ? કેમ કે 2010નાં સમાચાર આજે આવે એ તો શક્ય જ નથી અને 2011 તો હજી આવી નથી!

રોજ દિવ્યભાસ્કર વાંચુ છુ તો એના જેવી જ એક ટેવ અહીં ટપકાવી દઉં:-

Related Article: 

આવી જ દિવ્યભાસ્કરની એક ભૂલ શ્રી ગોવિંદકાકાનાં બ્લોગ પર…   😀

મોજ્જા હી મોજ્જા…

વહાલા મિત્રો,

નમસ્કાર…

ઘણાં-ખરાં કારણોસર (આમ તો એક જ ;)) હવે બ્લોગ પર નિયમિત આવી શકાતુ નથી. હા, ગાંધીનગર વારે ઘડીએ કારણે દોડી જવાય છે. એ પણ વગર કારણે… 😛 અરે મોદી સાહેબ (Chief Minister) રહે છે એટલે નહીં, પણ એમનાથી પણ મોટા “મેડમ” ઉર્ફે તમારી “ભાભી” (Home Minister) ત્યાંનાં છે. એટલા માટે…અત્યારે તો બહારનું જમીએ છીએ પણ એમના હાથનાં રોટલા ખાવા હશે તો એમને મોદીજી કરતાં પણ મોટાં કરવા પડશે ને? (ગુજરાતની ચિંતા કરવા કરતા પહેલા ઘરની ચિંતા કરવી સારી. ;)) પહેલા જેમ સ્કૂલમાંથી “ગુલ્લી” મારતા હતા એ ટેવ ફરી તાજી થઇ ગઇ છે માત્ર ફેર એટલો કે સ્કૂલમાં બીજે દિવસે હાથમાં ફૂટપટ્ટી પડે એટલે સાન ઠેકાણે આવે અને અહિંયા મહિને પગાર કપાય એટલે.! 🙂 અને આમ પણ અમદાવાદમાં આપણે રહેનાર એકલા, કોઇ રોકનાર નહીં, ટોકનાર નહીં, એટલે મોજ્જા હી મોજ્જા…

કદાચ ૩ મહિના પહેલા શ્રી અતુલભાઇના બ્લોગ પર થયેલી આ કોમેન્ટ વાંચી હશે તો ખબર હશે કે હવેથી આ “નટખટ” ને બાઇક ચલાવતા ચલાવતા બાજુમાંથી પસાર થતી પેપ/સ્કૂટી/એક્ટિવા સામે જોવાની “મનાઇ” છે… 😀

બસ, આજે આટલું જ… નવા અપડેટ્સ સાથે મળીએ થોડાંક સમય પછી…

જોકે હવેથી નટખટવેડાં વધારે પ્રમાણમાં નહીં કરી શકાય 😦 😛