Archive

Posts Tagged ‘jokes’

પતિ-પત્ની: જોક

પત્ની(પતિને): અરે તમને ખબર છે, જે પંડિતે આપણા મેરેજ કરાવેલાં એ પંડિતનું ગઇ કાલે હાર્ટ-એટેકથી અવસાન થઇ ગયું.

પતિ: એ ભૂલની સજા તો એને મળવાની જ હતી.!

અને છેલ્લે છેલ્લે…

SILENT અને LISTEN. આ બે એવા શબ્દો છે જેમાં 6 અક્ષરો આવે છે અને બધા જ અક્ષરો બંને શબ્દોમાં વપરાય છે.!

પણ આ બે શબ્દોની ખરી ખાસિયત તો એ છે કે આ બંન્ને શબ્દો…

.

.

.

.

.

.

.

.

.

પતિ માટે વપરાય છે… 🙂

ભંગાર કારનો આસમાને ભાવ.!!!

એકવાર એક ભંગાર જેવી લાગતી કારની હરાજી થતી હતી.

એક- ૫ લાખ…
બીજો- ૬ લાખ…
ત્રીજો ૮ લાખ…

દૂરથી આ બધું જોતો એક પટેલ નજીક આવી બોલ્યો- “આમાં એવું તે શું છે કે આટલો બધો ભાવ બોલાય છે?”

કારનો માલિક- “આ ગાડીનો ૧૦ વાર એક્સિડેન્ટ થયો છે અને દરેક વખતે પત્ની જ મરે છે…” 🙂

મોદીજી અને મનમોહનસિંહ

નરેન્દ્ર મોદી(મનમોહનસિંહને)– આટલા બધા પૈસા ખવાઇ ગયા અને તમે કેમ કશું બોલ્યા નહીં?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

મનમોહનસિંહ– મારી મમ્મીએ મને ખાતા ખાતા બોલવાની ના પાડી છે. 😀

બાપુ અને ભગવાન

વહાલા પ્રિયજનો,

નમસ્કાર…કેમ છો? ઘણાં સમય બાદ મુલાકાત થઇ… લ્યો ત્યારે એક જોક વાંચી લો…

પેલા ચતુર આંધળાની વાર્તા તો તમે સાંભળી જ હશે ને? ભગવાનને પ્રસન્ન કરીને એણે એક જ વરદાનમાં ત્રણ વરદાન માંગી લીધેલા. કંઇક આવી રીતેઃ

“મારા ત્રીજા દીકરાની રૂપાળી વહુ ને હું મારા બંગલાનાં સાતમે માળે સોનાના બેડે થી પાણી ભરતી જોઉં”

આ રીતે એમને દ્રષ્ટી,ધન સંપત્તિ,બંગલો અને કદરુપા દીકરાની વહુ પણ માંગી લીધી.

આવું જ કંઇક આપણા બાપુ હાર્યે થયું. લો ત્યારે વાંચો આગળ…

 

બાપુની ભક્તિથી એકવાર ભગવાન પ્રસન્ન થયા.

ભગવાનઃ- ભક્ત, હું તારી ભક્તિથી ખુશ છું. માંગ માંગ… માંગે તે આપુ.

બાપુ તો એકદમ રાજીના રેડ થઇ ગયા અને એક જ વરદાનમાં એક કરતાં પધારે વસ્તુ કેવી રીતે માંગવી તે પહેલેથી જ વિચારી દીધું હતું.

બાપુઃ- ભગવાન, મને પૈસાથી ભરેલી બેગ, નોકરી, એક લાંબી ગાડી આપો જેમાં સારી છોકરીઓ પણ બેઠેલી હોય.

ભગવાનઃ- “તથાસ્તુ”
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

આજે બાપુ બાવળા-બગોદરા એસ.ટી. બસનાં કંડકટર છે.! 😀

પતિ-પત્ની જોક

પત્નીઃ તમે રાત્રે મારી તરફ મોઢું રાખીને ઉંધ્યા કરો. મને રાત્રે બીક લાગે છે.

પતિઃ પણ પછી આખી રાત મને બીક લાગ્યા કરે એનું શું? 😀

આજની નવી જોક…

એવા ગ્રુપને(ટોળાંને) શું કહેવાય જેમાં બે માણસો “જિંદગી” વિશે વિચારતા હોય અને બાકીના બધા “જમવા” વિશે?

?

.

.

.

.

?

.

.

.

.

.

?

.

.

.

.

?

.

.

.

.

.

?

.

.

.

.

“લગ્ન” 🙂

આજની નવી જોક

નમસ્તે મિત્રો, કેમ છો?

ઘણાં સમય પછી (લગભગ ૩૫ દિવસ બાદ) બ્લોગ ઉપર આવવાની તિવ્ર ઇચ્છા થઇ ગઇ. જોકે ઇચ્છા તો કાયમ હોય જ છે પણ જોબ…જોબ…જોબ… જોકે ઇચ્છા તો ઘણી બધી છે- જેમ કે આ મૂંગી સરકારની લાચારી(કે મૂર્ખામી???) ઉપર હસવાની, અફઝલ ગુરુ અને કસાબને જે રીતે રખાય છે એટલી સારી રીતે કદાચ આપણે પણ નહી રહેતા હોઇએ! અફઝલ ગુરુને આટલા લાંબા સમય સુધી જીવાડ્યો એનું જ આ પરિણામ કે આ દિલ્હી ઉપર હુમલો થયો અને નિર્દોષો મર્યા ગયા. પણ શું થાય? મારા તમારા જેવા લોકો બ્લોગ ઉપર પોતાના મનનો ઉભરો ઠાલવે, અણ્ણાજી જેવા ઉપવાસ કરે, લાખો લોકો એમને સાથ-સહકાર આપે, બાકી દેશને ચલાવનારા જ જ્યારે……

જવા દો એ બધી વાત, જોક માણવો છે ને? બોંબ બ્લાસ્ટને Related જ માણીએ તો ?

તો લો ત્યારે…

*          *          *

નેતાઃ સરકાર તરફથી જે લોકો બોંમ્બ બ્લાસ્ટમાં Injured છે એમને 2 Lacs અને જે લોકો મ્રુત્યુ પામ્યા છે એમને 5 Lacs આપવામાં આવશે.

સરદારજીઃ મારો ભાઇ પહેલા Injured હતો અને પછી મ્રુત્યુ પામ્યો એટલે મને 7 Lacs મળવા જોઇએ…! 🙂

અને છેલ્લે છેલ્લે…

મમ્મીને આવવા દો, પછી બધાને જોઇ લઇશ…
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

-રાહુલ ગાંધી 😀

.
.
(જોકે હવે તો આવી ગયા છે. કાશ સાસુમા જેટલી થોડી ઘણી પણ હિંમત હોત.!)
.
.
લેટેસ્ટ ન્યુઝ- રોકેટ હુમલાઓથી ધણધણી ઉઠ્યું કાબુલ, US દુતાવાસ બહાર છ બ્લાસ્ટ

Chemistry આવડે છે? તો આવી જાઓ અહીંયા…

અહીંયા આવ્યા મતલબ કેમેસ્ટીમાં માસ્ટર છો એમને? 🙂

સારું, તો આ પ્રશ્નનો જવાબ આપો (અને ના આવડે તો MOUSE માં SCROLL BAR નીચે થાય જ  છે :))

સવાલઃ-

એકવાર મિથાઇલ(CH3) બહાર રમવા ગઇ. ઘરમાંથી એની મમ્મીએ એને બોલાવી. તો મિથાઇલને બદલે ડાઇ-મિથાઇલ ઇથર અંદર આવી. બોલો આવું કેમ?

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

ના ખબર પડી?

.

.

?

.

.

કેમ કે મિથાઇલની મમ્મીએ આવી બુમ પાડી હતીઃ-

CH3-O-CH3 (As Like: મીના…ઓ મીના… ;))

બાપુ – રિટર્ન બેક

બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”

ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”

બાપુ- “જય માતાજી”

=================================================================

વેઇટરઃ બસ? ખાલી ૧૦ રુપિયાની ટીપ? આ તો મારું ઇન્સલ્ટ છે.

બાપુઃ એમ? તો કેટલા આપુ?

વેઇટરઃ ૨૦ રુપિયા…

બાપુઃ ના યાર, હુ તારી ડબલ ઇન્સલ્ટ કરવા નથી માંગતો.!

===================================================================

બાપુ એક છોકરી હર્યે ‘ડેટ’ પર ગયા.ડિનર લીધા બાદ…

બાપુઃ મારે તને એક વાત કરવી છે.તુ નારાજ તો નહીં થાય ને?

છોકરી(શરમાઇને): ના નહીં થાઉં, કહો ને…

બાપુઃ બિલ અડધું-અડધું કરી દઇએ? 😛

===================================================================

બાપુ(દુકાનદારને): જુઓને, આ બન્ને મોબાઇલ બગડી ગયા છે.હરખા થાશે?

દુકાનદારઃ બેય સેમસંગનાં છે?

બાપુઃ ના, એક રામસિંગનો છે અને બીજો માનસિંગનો છે

==================================================================

બાપુ એક સરદારને “વાહેગુરુ…વાહેગુરુ…” બોલતા સાંભળી ગયા.

થોડીવાર રહીને બાપુ સરદારને- તમારે વાહે ગુરુ આવે? અમારે તો આગળ ગુરુ આવે અને વાંહે બીજા બધા આવે 🙂

====================================================================

અને છેલ્લે છેલ્લે…

સુપર્બ મેસેજ ફ્રોમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટઃ

ઝાડને પણ એટલો જ પ્રેમ કરો જેટલો પ્રેમ ઝાડની પાછળ બેસીને કરો છો.!

(ખાસ કરીને અમદાવાદીઓ… ગાર્ડનનાં નામ લખું? ;))

હાસ્યનો રસથાળ

એક દિવસ નરેશ કનોડીયા રજનીકાંતને Maths શીખવાડતો હતો…

રજનીકાંત- સર, તમને 12th Science માં Maths અઘરું લાગતું હતું?

નરેશ કનોડીયા- બેટા, મારે તો Arts હતું 🙂

=========================================================================

બ્રેકઅપ થયેલી પ્રેમીકાની વેદનાઃ

એણે જો મારો જીવ માંગ્યો હોત, તો પણ મેં ખુશી-ખુશી આપી દીધો હોત!
 .

.

.

.

.

.

.

.

.

.

.

.

.

પણ સાલાએ ફેસબુકનો પાસવર્ડ માંગી લીધો.!

===========================================================================

એક છોકરી એક મોલમાં ખોવાઇ ગઇ.તો એની મમ્મીને ગોતવા એ

“F…F…”

એમ બુમો પાડતી હતી.

વિચારો કેમ?
.

.

.

.

.

.

?

.

.

.

?

.

.

.

.

કેમ કે F=MA (મા) (ન્યુટનનો બીજો નિયમ) 🙂

==============================================================================

Defination of Laziness:

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.
હું તમને કાલે કહીશ 😀

=========================================================================

કિંગફીશર આસિસ્ટન્ટઃ સર, છેલ્લા પંદર દિવસમાં એક પણ બોટલ નથી વેચાઇ 😦 (સમજી ગયા ને શેની? 😉 )

વિજય માલ્યાઃ એન્જિનિયરીંગ કોલેજમાં ફોન કર, અને પુછ કે રિઝલ્ટ ક્યારે છે? 😉

===========================================================================

અને છેલ્લે છેલ્લે…

નોંધ- આ મજાકની નહી પણ સમજવા જેવી વાત છે

“જેવો સંગ એવો રંગ ” એ કહેવત સાચી નથી.કારણ કે માણસ શિયાળ સાથે નથી રહેતો છતાં પણ લુચ્ચો છે, વાઘ સાથે નથી રહેતો છતાં પણ ક્રુર છે, અને કુતરા સાથે રહે છે છતાં પણ વફાદાર નથી.! 😦