Archive

Posts Tagged ‘મસ્તી’

પતિ-પત્ની: જોક

પત્ની(પતિને): અરે તમને ખબર છે, જે પંડિતે આપણા મેરેજ કરાવેલાં એ પંડિતનું ગઇ કાલે હાર્ટ-એટેકથી અવસાન થઇ ગયું.

પતિ: એ ભૂલની સજા તો એને મળવાની જ હતી.!

અને છેલ્લે છેલ્લે…

SILENT અને LISTEN. આ બે એવા શબ્દો છે જેમાં 6 અક્ષરો આવે છે અને બધા જ અક્ષરો બંને શબ્દોમાં વપરાય છે.!

પણ આ બે શબ્દોની ખરી ખાસિયત તો એ છે કે આ બંન્ને શબ્દો…

.

.

.

.

.

.

.

.

.

પતિ માટે વપરાય છે… 🙂

ભંગાર કારનો આસમાને ભાવ.!!!

એકવાર એક ભંગાર જેવી લાગતી કારની હરાજી થતી હતી.

એક- ૫ લાખ…
બીજો- ૬ લાખ…
ત્રીજો ૮ લાખ…

દૂરથી આ બધું જોતો એક પટેલ નજીક આવી બોલ્યો- “આમાં એવું તે શું છે કે આટલો બધો ભાવ બોલાય છે?”

કારનો માલિક- “આ ગાડીનો ૧૦ વાર એક્સિડેન્ટ થયો છે અને દરેક વખતે પત્ની જ મરે છે…” 🙂

મોદીજી અને મનમોહનસિંહ

નરેન્દ્ર મોદી(મનમોહનસિંહને)– આટલા બધા પૈસા ખવાઇ ગયા અને તમે કેમ કશું બોલ્યા નહીં?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

મનમોહનસિંહ– મારી મમ્મીએ મને ખાતા ખાતા બોલવાની ના પાડી છે. 😀

બાપુ અને ભગવાન

વહાલા પ્રિયજનો,

નમસ્કાર…કેમ છો? ઘણાં સમય બાદ મુલાકાત થઇ… લ્યો ત્યારે એક જોક વાંચી લો…

પેલા ચતુર આંધળાની વાર્તા તો તમે સાંભળી જ હશે ને? ભગવાનને પ્રસન્ન કરીને એણે એક જ વરદાનમાં ત્રણ વરદાન માંગી લીધેલા. કંઇક આવી રીતેઃ

“મારા ત્રીજા દીકરાની રૂપાળી વહુ ને હું મારા બંગલાનાં સાતમે માળે સોનાના બેડે થી પાણી ભરતી જોઉં”

આ રીતે એમને દ્રષ્ટી,ધન સંપત્તિ,બંગલો અને કદરુપા દીકરાની વહુ પણ માંગી લીધી.

આવું જ કંઇક આપણા બાપુ હાર્યે થયું. લો ત્યારે વાંચો આગળ…

 

બાપુની ભક્તિથી એકવાર ભગવાન પ્રસન્ન થયા.

ભગવાનઃ- ભક્ત, હું તારી ભક્તિથી ખુશ છું. માંગ માંગ… માંગે તે આપુ.

બાપુ તો એકદમ રાજીના રેડ થઇ ગયા અને એક જ વરદાનમાં એક કરતાં પધારે વસ્તુ કેવી રીતે માંગવી તે પહેલેથી જ વિચારી દીધું હતું.

બાપુઃ- ભગવાન, મને પૈસાથી ભરેલી બેગ, નોકરી, એક લાંબી ગાડી આપો જેમાં સારી છોકરીઓ પણ બેઠેલી હોય.

ભગવાનઃ- “તથાસ્તુ”
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

આજે બાપુ બાવળા-બગોદરા એસ.ટી. બસનાં કંડકટર છે.! 😀

મોજ્જા હી મોજ્જા…

વહાલા મિત્રો,

નમસ્કાર…

ઘણાં-ખરાં કારણોસર (આમ તો એક જ ;)) હવે બ્લોગ પર નિયમિત આવી શકાતુ નથી. હા, ગાંધીનગર વારે ઘડીએ કારણે દોડી જવાય છે. એ પણ વગર કારણે… 😛 અરે મોદી સાહેબ (Chief Minister) રહે છે એટલે નહીં, પણ એમનાથી પણ મોટા “મેડમ” ઉર્ફે તમારી “ભાભી” (Home Minister) ત્યાંનાં છે. એટલા માટે…અત્યારે તો બહારનું જમીએ છીએ પણ એમના હાથનાં રોટલા ખાવા હશે તો એમને મોદીજી કરતાં પણ મોટાં કરવા પડશે ને? (ગુજરાતની ચિંતા કરવા કરતા પહેલા ઘરની ચિંતા કરવી સારી. ;)) પહેલા જેમ સ્કૂલમાંથી “ગુલ્લી” મારતા હતા એ ટેવ ફરી તાજી થઇ ગઇ છે માત્ર ફેર એટલો કે સ્કૂલમાં બીજે દિવસે હાથમાં ફૂટપટ્ટી પડે એટલે સાન ઠેકાણે આવે અને અહિંયા મહિને પગાર કપાય એટલે.! 🙂 અને આમ પણ અમદાવાદમાં આપણે રહેનાર એકલા, કોઇ રોકનાર નહીં, ટોકનાર નહીં, એટલે મોજ્જા હી મોજ્જા…

કદાચ ૩ મહિના પહેલા શ્રી અતુલભાઇના બ્લોગ પર થયેલી આ કોમેન્ટ વાંચી હશે તો ખબર હશે કે હવેથી આ “નટખટ” ને બાઇક ચલાવતા ચલાવતા બાજુમાંથી પસાર થતી પેપ/સ્કૂટી/એક્ટિવા સામે જોવાની “મનાઇ” છે… 😀

બસ, આજે આટલું જ… નવા અપડેટ્સ સાથે મળીએ થોડાંક સમય પછી…

જોકે હવેથી નટખટવેડાં વધારે પ્રમાણમાં નહીં કરી શકાય 😦 😛

પતિ-પત્ની જોક

પત્નીઃ તમે રાત્રે મારી તરફ મોઢું રાખીને ઉંધ્યા કરો. મને રાત્રે બીક લાગે છે.

પતિઃ પણ પછી આખી રાત મને બીક લાગ્યા કરે એનું શું? 😀

આજની નવી જોક…

એવા ગ્રુપને(ટોળાંને) શું કહેવાય જેમાં બે માણસો “જિંદગી” વિશે વિચારતા હોય અને બાકીના બધા “જમવા” વિશે?

?

.

.

.

.

?

.

.

.

.

.

?

.

.

.

.

?

.

.

.

.

.

?

.

.

.

.

“લગ્ન” 🙂

બાપુ અને બા

બાપુઃ મારું દિલ Mobile છે અને તુ એનું SIM.

બાઃ હું બહુ ખુશ થઇ.

બાપુઃ હવે વધારે ખુશ થા મા.

બાઃ કાં?

બાપુઃ મોબાઇલ Dual Sim વાળો છે. 🙂

બાપુ- Once Again…!

બાપુ(ડોક્ટરને): તમે મારો દારૂ છોડાવી શકો?

ડોક્ટરઃ હા, ૧૦૦%

બાપુઃ તો રાજકોટ પોલિસ-સ્ટેશનમાં આપણી ૪૦ બોટલ જપ્ત થઇ છે, જરાક છોડાવી દ્યો ને. :) 

===============================================================

એક ડાન્સ પાર્ટીમાં બાપુએ એક છોકરીને પુછ્યું, "શું આપ ડાન્સ કરવાની ઇચ્છા ધરાવો છો?"

છોકરી(ખુશ થતાં): હા

બાપુ: તો ડાન્સ કરવા જાઓ ત્યારે તમારી ખુરશી મને દેતા જાજો... :D

===============================================================

પટેલ અને બાપુની ગાડીનો એક્સિડેન્ટ થયો.

પટેલઃ મેં હેડ-લાઇટ બતાવીને તને સાઇડમાં જાવાનું તો કીધું'તુ...

બાપુઃ નવરીના, મેં વાઇપર ચાલુ કરીને ના તો પાડી'તી :lol:

આજની નવી જોક

નમસ્તે મિત્રો, કેમ છો?

ઘણાં સમય પછી (લગભગ ૩૫ દિવસ બાદ) બ્લોગ ઉપર આવવાની તિવ્ર ઇચ્છા થઇ ગઇ. જોકે ઇચ્છા તો કાયમ હોય જ છે પણ જોબ…જોબ…જોબ… જોકે ઇચ્છા તો ઘણી બધી છે- જેમ કે આ મૂંગી સરકારની લાચારી(કે મૂર્ખામી???) ઉપર હસવાની, અફઝલ ગુરુ અને કસાબને જે રીતે રખાય છે એટલી સારી રીતે કદાચ આપણે પણ નહી રહેતા હોઇએ! અફઝલ ગુરુને આટલા લાંબા સમય સુધી જીવાડ્યો એનું જ આ પરિણામ કે આ દિલ્હી ઉપર હુમલો થયો અને નિર્દોષો મર્યા ગયા. પણ શું થાય? મારા તમારા જેવા લોકો બ્લોગ ઉપર પોતાના મનનો ઉભરો ઠાલવે, અણ્ણાજી જેવા ઉપવાસ કરે, લાખો લોકો એમને સાથ-સહકાર આપે, બાકી દેશને ચલાવનારા જ જ્યારે……

જવા દો એ બધી વાત, જોક માણવો છે ને? બોંબ બ્લાસ્ટને Related જ માણીએ તો ?

તો લો ત્યારે…

*          *          *

નેતાઃ સરકાર તરફથી જે લોકો બોંમ્બ બ્લાસ્ટમાં Injured છે એમને 2 Lacs અને જે લોકો મ્રુત્યુ પામ્યા છે એમને 5 Lacs આપવામાં આવશે.

સરદારજીઃ મારો ભાઇ પહેલા Injured હતો અને પછી મ્રુત્યુ પામ્યો એટલે મને 7 Lacs મળવા જોઇએ…! 🙂

અને છેલ્લે છેલ્લે…

મમ્મીને આવવા દો, પછી બધાને જોઇ લઇશ…
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

-રાહુલ ગાંધી 😀

.
.
(જોકે હવે તો આવી ગયા છે. કાશ સાસુમા જેટલી થોડી ઘણી પણ હિંમત હોત.!)
.
.
લેટેસ્ટ ન્યુઝ- રોકેટ હુમલાઓથી ધણધણી ઉઠ્યું કાબુલ, US દુતાવાસ બહાર છ બ્લાસ્ટ