દીકરા અને દીકરી વચ્ચેનું અંતર

          મિત્રો, આજ કાલ “બેટી બચાવો, બેટી પઢાવો” અને “બેટી પઢાવો અભિમાન” જેવા સુત્રો દ્વારા દીકરીને આગળ વધારવા માટે સરકારશ્રી અને સમાજના આગેવાઓ દ્વારા સારા એવા પ્રયાસો થઇ રહ્યા છે. સારી બાબત છે. દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટે આપણે પુરતા પ્રયાસો કરવા જ જોઈએ પરંતુ આપને એ નથી લાગતું કે આમાં ક્યાંક ને ક્યાંક આપણે દીકરાને અન્યાય કરી રહ્યાં છીએ?

          “મારી દીકરી, મારુ અભિમાન” નામના લેબલ હેઠળ બીજા કોઈએ એની દીકરી સાથેનો ફોટો ફેસબુક કે ટવીટર ઉપર મુક્યો તો હું પણ મૂકી દઉં… એ માનસિકતા આપણે અપનાવી છે પરંતુ ક્યારેય આપણે એ માર્ક કર્યું છે કે દીકરો આપણને ક્યારે અને કેટલી વખત મદદમાં આવ્યો છે?

ggggggg

          સમાજમાં રહીને પિતાશ્રી નાં પગલે પગલે ચાલવા માટે અને પોતાના માતા-પિતાની આબરુને ઠેસ નાં પહોંચે એનું ધ્યાન રાખતા રાખતા આજે દીકરાના મનની હાલત શું હશે એનો વિચાર આવ્યો છે કોઈને? સમાજમાં ક્યાય જવું આવવુ હોય તો દીકરો અને વહુ જાય, વ્યવહાર કે સામાજિક જવાબદારી સાચવવાની હોય કે પછી પિતાશ્રીની અમુક ઉંમર પછી ઘર ચલાવવાનું હોય… હંમેશા દીકરો આગળ આવ્યો છે. છતાંય ઘણી વખત આપણે દીકરાને યેન-કેન પ્રકારે ઉતારી પાડીએ છીએ અને જેમ-તેમ બોલીએ છીએ. હમણાં એક સંમેલન માં હું ગયેલો તો ત્યાં તો સ્ટેજ ઉપરથી એવું બોલવામાં આવી રહ્યું હતું કે જે પુણ્યશાળી હોય એના ઘરે જ દીકરી જન્મે… તો જેના ઘરે દીકરો જન્મે એ પાપી? આવી હલકી માનસિકતા?

                                               દીકરો એટલે પાંગરેલી કૂંપણ…

                                                                તો

                           દીકરો એટલે પહાડ જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયું…

          ઘણા લોકો કહેતા હોય છે કે દીકરીને જેટલી લાગણી હોય એટલી લાગણી દીકરાને ના હોય… પરંતુ પ્રકૃતિએ પુરુષનુ ઘડતર જ એ રીતે કર્યું છે કે એને સ્ટ્રોંગ રહેવું જ પડે. કારણે કે ગમે તેવી પરિસ્થિતિ માં મોભી તરીકે એણે જ આખા ઘરની જવાબદારી નિભાવવાની હોય છે. એ ઢીલો પોચો પડે તો પરિવારને બેઠું કોણ કરે?

          રહી વાત વૃધ્ધાશ્રમની તો એનો પણ ખુલાસો કરી દઉં કે કોઈ દીકરાને પોતાના માતા પિતાને વૃધ્ધાશ્રમમાં મોકલવાની ઈચ્છા ના થાય. આની પાછળ પણ આપણી દીકરી જ જવાબદાર હોય છે જેને આપણે વ્હાલનો દરિયો, સ્વર્ગની પરી તરીકે સંબોધીએ છીએ. આવા સમયે “મારી દીકરી, મારુ અભિમાન” ક્યાં ગયું? કોઈએ પોતાની દીકરી ને સમજાવવાનો પ્રયાસ કર્યો કે દીકરી, તું આ ખોટું કરી રહી છે? આ જ વસ્તુ તારો ભાઈ-ભાભી કરશે તો તું સહન કરી શકીશ? ના, આવા સમયે આપણે માત્ર એટલું જ વિચારીએ છીએ આપની દીકરી ખુશ તો છે ને? તો બસ… ઘણા ખરા અર્થે સ્વાર્થી બની જઈએ છીએ ત્યારે આપણે… બાકી કોઈ દિવસ કોઈએ ક્યારેય જોયું કે કોઈ દીકરો લગ્ન પહેલા એના માતા-પિતાને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય? અરે દીકરો કદાચ ૩૦ વર્ષે કરતાં પણ વધારે ઉમર નો થઇ ગયો હશે અને મહીને લાખ રૂપિયા કમાતો હશે તો પણ એના મગજમાં આ વિચાર નહિ આવે..!!

ghghghgh

          બીજી એક ખાસ મહત્વની બાબત, આપણે જેટલું આપણી દીકરી અને જમાઈ સાથે એડજસ્ટ કરી શકીએ છીએ એટલું જલદી દીકરા અને વહુ સાથે એડજસ્ટ કરીએ છીએ? આંખો બંધ રાખીને એકાંત રૂમમાં બેસીને વિચારજો. સમજાઈ જશે. દીકરી લગ્ન પછી સાસરે જતી રહેશે પરંતુ દીકરો આખી જિંદગી માતા-પિતાની સેવા કરે છે તથા તેના પરિવાર માટે દિવસ રાત સંઘર્ષ કરી, મહેનત કરી પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. દીકરીનું રુદન કદાચ તમને એની આંખોમાં દેખાશે પરંતુ દીકરાનું રુદન તમને કદાચ એના ઓશીકા ઉપર પણ જોવા નહિ મળે જેની ઉપર એ રાત્રે સુતો હોય…

          કહેવાય છે કે દીકરીને ચાહતા રહો, સમજવાની જરુર નથી…..

                                હું કહુ છુ દીકરાને બસ સમજી લો…આપોઆપ ચાહવા લાગશો…..

          કદાચ અમુક મિત્રોને/વાચકોને આ લેખ ખરાબ લાગે અથવા તો ના ગમે તો એક વાર શાંતિથી વિચારજો કે તમારા ઘરે દીકરી છે એના બદલે ભગવાને દીકરો આપ્યો હોત તો? આખી વાત આપને આપોઆપ સમજાઈ જશે જો આપ નિષ્પક્ષ થઇ વિચારશો તો… છેવટે દુનિયાની વાસ્તવિકતા તો આપણે સ્વિકારવી જ રહી…

                                 

  ….. ✍     !! मेरा बेटा मेरा अभिमान !!               !! મારો દીકરો ઘરનો ગૃહસ્થંભ !!

 


 

Update : આજના જમાનામાં વધુ પડતો ઉચ્ચ અભ્યાસ/ઉચ્ચ પગારની નોકરી કરતી દીકરી અને ત્યાર બાદ તેના લગ્નજીવન (ગૃહસ્થાશ્રમ) ઉપર પડતી અસરોનો લેખ વધુ આવતા અંકે…

રક્ષાબંધનને સાર્થક કહેવડાવે એવો બહેનનો ભાઇ પ્રત્યેનો પ્રેમ

સાંજે 6:30 ની આસપાસનો સમય. હું ઓફિસથી છુટીને ઘરે આવતો હતો. અમદાવાદમાં “અંધજન મંડળ” આગળ આવેલા ચાર રસ્તાએ સિગ્નલ લાલ લાઇટનો પ્રકાશ આપી રહ્યું હતું. રોડની બંન્ને સાઇડમાં ઓવરબ્રિજનું બનાવવાનું કામ પુરજોશમાં ચાલુ હતું. બંન્ને બાજુ ફૂટપાથ પર ઝૂપડપટ્ટી પથરાયેલી હતી. સામેના કોર્નરમાં મોટી સ્ક્રિન ઉપર “Blind People” એ કરેલાં અદભૂત કાર્યો જોવામાં હું મગ્ન હતો. ત્યાં જ એક છોકરો રડતો-રડતો રોડની વિરુધ્ધ સાઇડથી રોડ ક્રોસ કરી આવી રહ્યો હતો. સાથે એની બહેન પણ હતી. ઉંમરમાં એના કરતાં 3-4 વર્ષ મોટી હશે અને બંન્નેનાં પહેરવેશ પરથી લાગતું હતું કે બાજુમાં આવેલી ઝૂપડપટ્ટીમાં જ રહેતા હશે.

મેદની, અવાજો અને ઘોંઘાટોની વચ્ચે બંન્ને ભાઇ-બહેને એક રોડ ક્રોસ કર્યો અને B.R.T.S. Track પર આવી ગયાં. નાનો ભાઇ મોટી બહેને પકડેલો હાથ છોડાવવા માંગતો હતો પણ બહેને હાથ કડકાઇથી પકડી રાખ્યો હતો. નાનકાને રોડ ઉપર દોડવાની અને રસ્તો “જાતે” ક્રોસ કરવાની તાલાવેલી હતી પણ રોકેટગતિએ આવતા વાહનોએ બહેનને હાથ વધારે જોરથી પકડવા મજબૂર કર્યા. B.R.T.S નો Track ખાલી હોવા છતાં પેલી બહેને નાના ભાઇનો હાથ ના જ છોડ્યો. છેવટે કંટાળી પેલા છોકરાએ બૂમો પાડી, બહેનને પેટમાં માર્યું, ધમપછાડા કર્યા પણ પક્ષી પાંજરાની બહાર ના છટકી શક્યું. ના છૂટકે છોકરાએ  બહેને પકડેલા હાથ ઉપર બચકું ભરી લીધું.  પેલી છોકરીના મોઢામાંથી ચીસ નખાઇ ગઇ અને ચહેરો રડમસ થઇ ગયો છતાંય જનેતા સમાન આ બહેને ભાઇને છૂટો ના જ મૂક્યો. સામે આવેલા હનુમાનજીનાં મંદિરે પહોંચ્યા પછી જ એણે હાથ છોડ્યો. બહેનનો ભાઇ પ્રત્યેનો આ પ્રેમ હું નિહાળી રહ્યો.

પાછળથી “Horn” નો મારો ચાલુ થયો. સિગ્નલ ઉપર નજર પડતાં તેણે આગળ જવાની મંજૂરી આપી દીધી હતી. બાઇક સ્ટાર્ટ કરીને હું ઘર તરફ રવાના થયો.

                                            ——- * ——- * ——-

આ જમાનામાં ભાઇ-ભાઇ વચ્ચે મિલકત માટે લડાઇ થાય, ક્યારેક ખૂન થાય, બહેન પિયરમાં પોતાનો હક માંગે ત્યારે થાય કે આવો નિખાલસ પ્રેમ દુનિયામાં ક્યાંક જ જોવા મળે છે અને એ પણ નસીબમાં હોય તો જ…

સિધ્ધપુરની મુલાકાત અને બ્લોગની અપડેટ્સ…

નમસ્કાર મિત્રો,

કેમ છો? ઘણાં સમય પછી બ્લોગ ઉપર આવ્યો. જોકે સમયાંતરે બીજા મિત્રોનાં બ્લોગ્સની વિઝિટ ચાલુ જ હતી. 🙂 કોઇક ઓફિસની જવાબદારીઓ સંભાળવામાં બિઝી છે તો કોઇક સામાજિક કાર્યોમાં. “આજ-કાલ ઘણાં જુના બ્લોગરો ખોવાઇ ગયા છે” એવું બોર્ડ આ બગીચામાં માર્યું હતું ત્યારે થયું કે સાચી વાત છે. પહેલા અમુક બ્લોગરો જેમ કે કનકવો બ્લોગ ચલાવનારા ભાઇ શ્રી “જય ત્રિવેદી” રોજ સવારે નવી પોસ્ટ મુકતા. ડેઇલી… કોઇક દિવસ બહાર જવાના હોય તો શિડ્યુલમાં પણ મુકીને જતા. કદાચ એમનો બ્લોગમાં અપડેટ્સ જોવા ના મળે તો ફોન કે મેઇલ કરીને પણ હું પુછી લેતો કે, ‘કંઇ પ્રોબ્લેમ છે ભાઇ?, તબિયત તો સારી છે ને?’  એટલે રોજ સવારે એવી તાલાવેલી રહેતી કે આજે કંઇક નવું જાણવા/વાંચવા મળશે. (અતુલભાઇને વિનંતિ કરવી પડશે કે એમના ભાઇને પાછા બોલાવો. 😉 ) હા, નવા બ્લોગરોનો ઉમેરો પણ થયેલો છે. બાય ધ વે, હવે મેં પણ બ્લોગ નિયમિત રીતે અપડેટ કરવાનું વિચાર્યું છે. :cool: , જોઇએ કેટલા સફળ થવાય છે. 🙂

                                      *  ———-  *  ———-  *

ચાલો, પોઇન્ટ ઉપર આવીએ…

મિત્રો, હમણાં થોડાંક દિવસો પહેલા એક લગ્નમાં સિધ્ધપુર જવાનું થયું. ત્યાં એક મકાન જોયું. જોકે મકાન શબ્દ કરતાં હવેલી/મહેલ શબ્દ વધારે યોગ્ય રહેશે. આ મહેલને ૩૬૦ બારી છે. કદાચ ગુજરાતમાં આનાથી વધારે બારી બીજા કોઇ મહેલને નથી. આ હવેલી સિધ્ધપુર રેલ્વેસ્ટેશનની થોડેક જ દૂર આવેલી છે.

(ગુજરાતમાં રહેતા હોય પણ આ વાતથી કદાચ અજાણ હોય એવા મિત્રો માટે માત્ર જાણ ખાતર આ પોસ્ટ…)

2012 in review

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

4,329 films were submitted to the 2012 Cannes Film Festival. This blog had 26,000 views in 2012. If each view were a film, this blog would power 6 Film Festivals

Click here to see the complete report.

પતિ-પત્ની: જોક

પત્ની(પતિને): અરે તમને ખબર છે, જે પંડિતે આપણા મેરેજ કરાવેલાં એ પંડિતનું ગઇ કાલે હાર્ટ-એટેકથી અવસાન થઇ ગયું.

પતિ: એ ભૂલની સજા તો એને મળવાની જ હતી.!

અને છેલ્લે છેલ્લે…

SILENT અને LISTEN. આ બે એવા શબ્દો છે જેમાં 6 અક્ષરો આવે છે અને બધા જ અક્ષરો બંને શબ્દોમાં વપરાય છે.!

પણ આ બે શબ્દોની ખરી ખાસિયત તો એ છે કે આ બંન્ને શબ્દો…

.

.

.

.

.

.

.

.

.

પતિ માટે વપરાય છે… 🙂

ભંગાર કારનો આસમાને ભાવ.!!!

એકવાર એક ભંગાર જેવી લાગતી કારની હરાજી થતી હતી.

એક- ૫ લાખ…
બીજો- ૬ લાખ…
ત્રીજો ૮ લાખ…

દૂરથી આ બધું જોતો એક પટેલ નજીક આવી બોલ્યો- “આમાં એવું તે શું છે કે આટલો બધો ભાવ બોલાય છે?”

કારનો માલિક- “આ ગાડીનો ૧૦ વાર એક્સિડેન્ટ થયો છે અને દરેક વખતે પત્ની જ મરે છે…” 🙂

શાયરી

મોદીજી અને મનમોહનસિંહ

નરેન્દ્ર મોદી(મનમોહનસિંહને)– આટલા બધા પૈસા ખવાઇ ગયા અને તમે કેમ કશું બોલ્યા નહીં?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

મનમોહનસિંહ– મારી મમ્મીએ મને ખાતા ખાતા બોલવાની ના પાડી છે. 😀

બાપુ અને ભગવાન

વહાલા પ્રિયજનો,

નમસ્કાર…કેમ છો? ઘણાં સમય બાદ મુલાકાત થઇ… લ્યો ત્યારે એક જોક વાંચી લો…

પેલા ચતુર આંધળાની વાર્તા તો તમે સાંભળી જ હશે ને? ભગવાનને પ્રસન્ન કરીને એણે એક જ વરદાનમાં ત્રણ વરદાન માંગી લીધેલા. કંઇક આવી રીતેઃ

“મારા ત્રીજા દીકરાની રૂપાળી વહુ ને હું મારા બંગલાનાં સાતમે માળે સોનાના બેડે થી પાણી ભરતી જોઉં”

આ રીતે એમને દ્રષ્ટી,ધન સંપત્તિ,બંગલો અને કદરુપા દીકરાની વહુ પણ માંગી લીધી.

આવું જ કંઇક આપણા બાપુ હાર્યે થયું. લો ત્યારે વાંચો આગળ…

 

બાપુની ભક્તિથી એકવાર ભગવાન પ્રસન્ન થયા.

ભગવાનઃ- ભક્ત, હું તારી ભક્તિથી ખુશ છું. માંગ માંગ… માંગે તે આપુ.

બાપુ તો એકદમ રાજીના રેડ થઇ ગયા અને એક જ વરદાનમાં એક કરતાં પધારે વસ્તુ કેવી રીતે માંગવી તે પહેલેથી જ વિચારી દીધું હતું.

બાપુઃ- ભગવાન, મને પૈસાથી ભરેલી બેગ, નોકરી, એક લાંબી ગાડી આપો જેમાં સારી છોકરીઓ પણ બેઠેલી હોય.

ભગવાનઃ- “તથાસ્તુ”
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

આજે બાપુ બાવળા-બગોદરા એસ.ટી. બસનાં કંડકટર છે.! 😀

2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 41,000 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 15 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.